અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી 'ઘી ગુડ' રેસ્ટોરામાં જમવા ગયેલા એક ગ્રાહકે સીંગદાણા મંગાવતા તેમાંથી ઈયળ નીકળતાં હોબાળો મચાવ્યો હતો
દિવાળીના તહેવારોમાં ગુજરાત સ્ટેટ ટ્રાંસપોર્ટની સેવા બનશે હવે વધુ સરળ,
️હવેથી ST બસમાં કરી શકાશે UPI થી પેમેન્ટ
Ahmedabad : બોપલમાં રહેતા એક પરિવારને થયો કડવો અનુભવ,ડ્રાયફુટમાં પણ ઇયળ
સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની ઘટના,દિવાળી તહેવાર નિમિત્તે લીધેલા ડ્રાયફુટમા નિકળી ઇયળ....
અમદાવાદની ટોમેટોસ રેસ્ટોરન્ટમાં વેજ ઓર્ડર કરવા છતા નોનવેજ પીરસાયું, બેદરકારીનો વીડિયો થયો વાયરલ.....
વડોદરાઃ સયાજી હોસ્પિ.ના સત્તાધીશોએ મનાવતા નેવે મૂકી
વડોદરાઃ સયાજી હોસ્પિ.ના સત્તાધીશોએ મનાવતા નેવે મૂકી..ભિક્ષુક મહિલા દર્દીને પગમાં સળિયા નાખેલી હાલતમાં રોડ પર નાખી દીધી..
ST ડ્રાઈવરને હાર્ટએટેક આવતાં બસ ખાડામાં ઉતરી
પાટણ લુણાવાડા ST બસ ડ્રાઈવરને હાર્ટએટેક આવતા બસ ખાડામાં ઉતરી ગઈ...હિંમતનગર વિજાપુર હાઈવે પર ચાલુ બસે ST ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક
એક વૃદ્ધ સજ્જને પોતાનો પાસપોર્ટ રિન્યુઅલ માટે જમા કરાવ્યો. પણ તેને ખબર ન હતી કે તેના ઘરમાં કોઈએ પાસપોર્ટમાં શું કર્યું છે..!!!!
દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
એડવાન્સ ઓનલાઇન બુકિંગ http://gsrtc.in વેબસાઈટ તથા GSRTC એપ્લીકેશન પરથી કરાવી શકાશે
એસ.ટી.નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬ ૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી…
#GSRTC
અમદાવાદ પોલીસ થકી ગરબાનું આયોજન,શાહબાગ પોલીસ મેસ ખાતે યોજાયા ગરબા
ગૃહ રાજ્યમંત્રી પોલીસ જવાન સાથે ઘુમ્યા ગરબે,DGP વિકાસ સહાય રહ્યાં ઉપસ્થિત
પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ રહ્યાં હાજર
ઇઝરાયેલે માનવાધિકાર ઉલ્લંઘન કર્યું તેના માટે યુએનને સમન્સ પાઠવ્યું હતું
ઇઝરાયલના પ્રતિનિધિ 2 મિનિટ માટે સ્ટેજ પર આવ્યા અને રિપોર્ટ ફાડી નાખ્યો અને કહ્યું, 'કૃપા કરીને તમારો આ રિપોર્ટ તમારી ચોક્કસ જગ્યાએ રાખો,
અને ચાલ્યો ગયો
સુરતમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી 4 વર્ષની વિદ્યાર્થિનીને શિક્ષિકાએ ઢોર માર માર્યો, ઘટના CCTVમાં કેદ .
સુરતની શાળામાં શિક્ષિકાની ક્રૂરતાની ઘટના સામે આવી છે. અહીં શિક્ષિકાએ બાળકીને એક નહિ પરંતુ 35 થપ્પડ મારતા ઢોર માર મારતા સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોમાં રોષ છે.
સુરતમાં શિક્ષિકાનો એવો ક્રૂર ચહેરો સામે આવ્યો છે કે , ધટનાને લઇને વાલીમાં આક્રોશ છે. અહીં સુરતની સાધના નિકેતનમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષિકા દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શિક્ષિકાએ એક નહિ બે નહિ પરંતુ 35 થપ્પડ માસૂમ બાળકીને લગાવી દીધા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, ઈઝરાયલની સેનાએ જાહેરાત કરી છે કે તેણે ગાઝાની સરહદ પર કબજો કરી લીધો છે. સેનાએ કહ્યું હતું કે તેણે ગાઝામાં રાતોરાત 200 સ્થળને નિશાન બનાવ્યાં છે અને અત્યારસુધીમાં 1500 હમાસ સૈનિકો માર્યા ગયા છે. યુદ્ધમાં અત્યારસુધીમાં લગભગ 123 ઈઝરાયલ સૈનિકો માર્યા ગયા છે.
બીજી તરફ, હમાસના હુમલામાં અત્યારસુધીમાં થાઈલેન્ડના 18 નાગરિકનાં મોત થયાં છે. સોમવારે ઈઝરાયલના સંરક્ષણમંત્રીએ સમગ્ર ગાઝાપટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી ઈઝરાયલે આખી રાત ગાઝા પર હુમલો કર્યો. તેના જવાબમાં હમાસે ઈઝરાયલ દ્વારા પકડાયેલા લગભગ 150 બંધકોને મારી નાખવાની ધમકી આપી છે.
ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હુમલામાં અનેક લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. આવી સ્થિતિ વચ્ચે ઇઝરાયલના રક્ષામંત્રીએ સોમવારે ગાઝા પટ્ટી પર પુરી ઘેરાબંધીનો આદેશ કર્યો છે. સેના દ્વારા પેલેસ્ટાઇનના વિસ્તારોમાં હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રક્ષા મંત્રીએ વીડિયો સંદેશ મારફતે જણાવ્યું કે અમે ગાઝા પર ચારે કોરથી ઘેરાબંધીના આદેશ છોડી ઘેરાબંધી કરી રહ્યા છીએ. પરિણામે ગાઝા પટ્ટી પર વીજળી ઉપરાંત ભોજન, પાણી અને ગેસ સહિતની સુવિધાઓ બંધ થઈ છે. જેને લઈને સંપૂર્ણ વિસ્તાર યુદ્ધ જેવી હાલતમાં જોડાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલમાં હુમલા દરમિયાન લગભગ 700 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.આમ ઇઝરાયલ હુમલાનો બરાબરનો વળતો જવાબ આપી રહ્યું છે.
ઈઝરાયલે તેની સેનાને સમગ્ર ગાઝા પટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો છે. ઈઝરાયલે ગાઝા બોર્ડર પર 1 લાખ સૈનિકો તહેનાત કર્યા છે. સાથે જ 3 લાખ સૈનિકોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ પણ અધિકારીઓને ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી, વીજળી અને ઈંધણનો પુરવઠો રોકવાનો આદેશ આપ્યો છે.
મુંબઈમાં ગેરકાયદેસર રીતે રહેતો નાઈઝેરિયન નાગરિક ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાગી ગયો.
ઈઝરાયેલ પર પેલેસ્ટાઈન સંગઠન હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરી છે. કેબિનેટ સાથેની ઈમરજન્સી મીટિંગ બાદ તેમણે કહ્યું- ઈઝરાયલના નાગરિકો, આ યુદ્ધ છે અને આપણે ચોક્કસપણે જીતીશું. દુશ્મનોને આની કિંમત ચૂકવવી પડશે.
હમાસ દ્વારા હુમલા શરૂ થયાના લગભગ 5 કલાક પછી નેતન્યાહૂનું આ પ્રથમ નિવેદન છે. તેમણે કહ્યું- હુમલામાં ઘણા લોકોનાં માર્યા જવાના સમાચાર છે. લગભગ 300 લોકો ઘાયલ છે. હમાસના આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂસ્યા છે. ઈઝરાયેલના પશ્ચિમી નગરોમાં સતત રોકેટ છોડવામાં આવી રહ્યા છે.
ફરી એકવાર મિડલ ઈસ્ટ પર યુદ્ધનો ઓછાયો, હમાસે 7 શહેર પર 5 હજાર રોકેટ છોડ્યાં; ઇઝરાયલે કહ્યું- 'અમે પણ યુદ્ધ માટે તૈયાર છીએ',
પેલેસ્ટિનિયન સંગઠન હમાસે ઈઝરાયલના સાત શહેર પર રોકેટ હુમલા કર્યા છે. અલ-જઝીરાના અહેવાલ મુજબ, શનિવારે સવારે લગભગ 8 વાગે તેલ અવીવ, સેડેરોટ અને એશ્કેલોન સહિત સાત શહેરમાં રોકેટ છોડવામાં આવ્યાં હતાં. આ રોકેટ રહેણાક વિસ્તારો પર પડ્યાં છે, જેમાં 6 લોકોનાં મોત થયાં છે, 200થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે
ઈઝરાયેલની વાયુસેના ગાઝામાં આતંકીઓના ઠેકાણા પર હુમલો કરી રહી છે.
ગીરસોમનાથ ન્યૂઝ: કોડીનાર -સોમનાથ રોડ પર અકસ્માતસુંદરપુરા ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ટક્કર
ગીરસોમનાથ ન્યૂઝ: કોડીનાર -સોમનાથ રોડ પર અકસ્માતસુંદરપુરા ગામ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે ટક્કર, એસટીમાં સવાર 10 લોકો ઘાયલ
અમદાવાદની કેલોરેક્સ સ્કૂલમાં નમાઝ અદા કરવા બદલ વિરોધ હિન્દુ વિરોધી વલણ બદલ ટીચરને માર માર્યો.....
દર્દીનું તો વિચારો! ચાલુ ઓપરેશને બાખડ્યા 2 તબીબો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
દર્દીનું તો વિચારો! ચાલુ ઓપરેશને બાખડ્યા 2 તબીબો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
રાજસ્થાનના ભીલવાડા પાસે ઉદેપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન;....
વાયરલ વીડિયો - એક વૃદ્ધ વ્યક્તિ 101 કરોડ રૂપિયાના શેર ધરાવે છે. તેમ છતાં આ વૃદ્ધ વ્યક્તિ તદ્દન સરળ જીવન જીવે છે.
વીડિયો રાજીવ મહેતા દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં વૃદ્ધ વ્યક્તિ કહે છે કે, "તેમની પાસે L&Tમાં રૂ. 80 કરોડ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં રૂ. 21 કરોડ અનેકર્ણાટક બેંકમાં રૂ. 1 કરોડના શેર છે. , છતાં તે સાધારણ જીવન જીવે છે."
વીડિયો કોલમાં વ્યસ્ત લોકોપાયલોટે એક્સિલરેટર દબાવી દેતા ટ્રેન પાટા પરથી સીધી પ્લેટફોર્મ પર ચઢી ગઈ! મથુરાની ઘટનાના કેબીન CCTV આવ્યા સામે
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગણપતિ પંડાલ પાસે વોકળાનો સ્લેબ ધરાશાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યાં હતા. ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તે સમય દરમિયાન અચાનક વોકળાનો સ્લેબ ધરાશાયી થતા દૂર્ઘટના ઘટી હતી
#rajkot
રાજકોટમાં ગણેશ વિસર્જન કરતા સમયે આજી ડેમમાં ડુબી જતા મામા ભાણેજના મોત
કોઠારિયા રોડ પર આવેલી મણીનગર સોસાયટીમાંથી ગણેશ વિસર્જન માટે આજીડેમ ગયા હતા.
યાત્રાધામ અંબાજીમાં બોલ માડી અંબેનાં નાદ સાથે થયો પરંપરાગત ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ
ભક્તિ, શક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે યાત્રાધામ અંબાજી
સ્વામિનારાયણ સંપ્રદાય સામે આક્રોશ યથાવત, રાજુલાના પીપાવાવમાં મહંત પરિવાર દ્વારા સ્વામિનારયણના તિલકની કરી તોડફોડ........
અમદાવાદમાં રોડ પર દોડતી રીક્ષા હવામાં ઉછળીને પલટી ખાઈ ગઈ, અકસ્માત CCTVમાં કેદ થયો