Chakravat News

Chakravat News સત્ય માટે-સત્ય સાથે, સતત ચક્રવાત ન્યુઝ chakravat news official
(2)

23/12/2024

મોરબી શિક્ષક સમાજને કલંકીત કરનાર શિક્ષક ની પોલીસે કરી ધરપકડ

વિદ્યર્થીનીની છેડતી પ્રકરણમાં શિક્ષક રવિન્દ્ર ત્રિવેદીનું રિકન્ટ્રક્સન કરવામાં આવ્યું

તેમના ટ્યુશન ક્લાસીસ ખાતે લઇ આવવામાં આવ્યો

23/12/2024

અમિત શાહના રાજીનામાની માગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન આપ્યું

અમિત શાહ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર વિશે સંસદમાં નિવેદન આપવામાં આવ્યું હતું

તેને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે

જેથી મોરબી કોંગ્રેસ સમિતીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મોરબી કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું

જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તા અને હોદ્દેદારો જોડાયા હતા

મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રી આપી રહી છે સિલિકોસિસ નામનું જીવલેણ મોત?
23/12/2024

મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રી આપી રહી છે સિલિકોસિસ નામનું જીવલેણ મોત?

ખાણ અને સીરામીક ઉધોગના મજૂરોના જીવતર ભરખી જાય છે આ રોગઃ મોરબીમાં તાજેતરમાં બે દર્દી આ રોગને કારણે મોતને ભેટ્યાઃ જ....

22/12/2024

રક્તદાન મહાદાન નું સૂત્ર સાર્થક કરતો વાંસજાળીયા પરીવાર

મોરબી: વાંસજાળીયા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 213 બોટલ રક્ત એકત્રિત થયું

સ્વર્ગસ્થ સાગરભાઈ ચંદુભાઈ વાંસજાળીયાના સ્મરણાર્થે પરિવારજનો દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

22/12/2024

કાયદા માં રહેશો તો ફાયદામાં રહેશો
મોરબી પોલીસે આરોપીનો કાઢ્યો વરધોડો

મોરબી ઉમા ટાઉનશિપ નજીક અકસ્માત નો મામલો

બી ડિવિઝન પોલીસે આરોપી ની કરી ધરપકડ

મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંત રાવલ ઊં ૪૪ હરિઓમ પાર્ક મોરબી વાળા ની પોલીસે ધરપકડ કરી

ગઈકાલે ઉમા ટાઉનશિપ રોડ પર પુર ઝડપે કાર ચલાવી હતી

એક્ટિવા અને લારીને ઠોકર મારી હતી

21/12/2024

મોરબી ઉમાં ટાઉનશિપ નજીક અકસ્માત

કાર નાં ચાલકે પુર ઝડપે એક્ટિવા અને લારી ને ઠોકર મારી

એક્ટિવા અને લારી નો બુકડો બોલી ગયો

અકસ્માત કરનાર કાર સ્કોર્પિયો હોવાની માહિતી

ધટના ની જાણ થયા જ આસપાસ નાં લોકો અને બી ડિવિઝન પોલીસ પણ દોડી આવી તપાસ હાથ ધરી

21/12/2024

માળીયા (મી) થી ગાંજા ના જથ્થા સાથે એક પકડાયો

વલીમોહમદ શેરમોહમદ મોવર નામના આરોપી ને એસ ઓ જી ટીમે પકડી પડ્યો

૩ કિલો ૯૩૦ ગ્રામ ગાંજો નો જથ્થો ઝડપી પાડયો

20/12/2024

નવનિર્માણ આંદોલનની 50મી વર્ષગાંઠ નિમિત્તે એ.બી.વી.પી. મોરબી દ્વારા "છાત્ર ગર્જના" કાર્યક્રમ યોજાયો

L.E. કૉલેજ ગ્રાઉન્ડ મોરબી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમર્થભાઇ ભટ્ટ (મંત્રી ગુજરાત પ્રદેશ એ.બી.વી.પી.) સહિત આશરે-૨૦૦ જેટલા એ.બી.વી.પી. ના કાર્યકરો/વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

20/12/2024

મોરબીમાં આજે બાર એસોસિયેશનની ચૂંટણી

પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચાર-ચાર ઉમેદવારોએ નોંધાવી દાવેદારી

સાંજે મતગણતરી હાથ ધરવામાં આવશે

હાલ આ ચૂંટણીને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે

હાલ શાંતિ પૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા શરુ

મોરબીમાં હવે ઘોડા બળદ અને સાંઢીયા દોડશે, નગરપાલિકા નો નવો વેરો”વાહનકર”
19/12/2024

મોરબીમાં હવે ઘોડા બળદ અને સાંઢીયા દોડશે, નગરપાલિકા નો નવો વેરો”વાહનકર”

ચક્રવાત નો આ લેખ વાચી તમને હસવું આવશે પછી એ ખબર નહિ પડે કે હસવું કે રોવું પણ.. તમે વાચી ને ગાળો ના કાઢતા એવી અપીલ છે… ગ....

18/12/2024

ગાંધીનગર થી ભુજ જતી ખાનગી બસ ને નડ્યો અકસ્માત

ગત મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ થયો અકસ્માત

હળવદ ના દેવળીયા નજીક થયો અકસ્માત

ડ્રાઇવર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ

બસમાં સવાર 9 લોકો ઈજાગ્રસ્ત થતા મોરબી સિવિલ હોસ્પિટલ સહિત ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

17/12/2024

મોરબી પોલીસની સરાહનીય કામગીરી

ટંકારાના નેકનામ ગામેથી અપહરણ થયેલ બે સગીરવયના બાળકોને આરોપી મહિલા સાથે શોધી કાઢતી વાંકાનેર વિભાગ પોલીસ

આ મામલે ડીવાયએસપી એ આપી સંપૂર્ણ માહિતી, જુઓ આ વિડિયો

16/12/2024

હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યું જડેશ્વર મહાદેવ મંદિર

જ્યોતિ સ્વરૂપે શિવલિંગ નાં પ્રાગટ્ય પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

મોરબી નાં સ્ટેશન રોડ પર આવેલા શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે સોમવારને આદ્રા નક્ષત્રમાં ભવ્યાતિભવ્ય દિપ માળા કરવામાં આવી

મંદિર પરિસર દિપ માળા થી ઝળહળી ઊઠ્યું હતું

16/12/2024

મોરબીના બેલા (રંગપર) ગામે દારૂ, મચ્છી, મુરઘી, ઈંડાનુ વેચાણ બંધ કરવા ગ્રામજનોની પોલીસ ને ઉગ્ર રજૂઆત

જો સાત દિવસમાં દારૂ, મચ્છી, મુરઘી, ઈંડાનુ વેચાણ બંધ કરવામાં નહી આવે તો જનતા રેડ પાડવાની ગ્રામજનોની ચિમકી

જનતા રેડ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બનશે તો તેની જવાબદાર વહીવટી તંત્રની રહેશે

14/12/2024

એક જુગારની રેડમાં પીઆઈ પર ફરીયાદ અને બીજી ખોટી જુગારની રેડમાં પીઆઈને પ્રમોશન ?? તાજેતરમાં ટંકારાના બહુ ચર્ચિત કંફ....

14/12/2024

જિલ્લા પંચાયત ના કાર્યક્રમ ની આમંત્રણ પત્રિકામાં સિંચાઈ ચેરમેન અજયભાઇ લોરીયાના નામ ની બાદબાકી થતા અજયભાઇ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી

12/12/2024

મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ની અધ્યક્ષ સ્થાને જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળી

મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી

ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને રાજકીય આગેવાનો રહ્યા હાજર

12/12/2024

Address

406 Patel Shopping Center, Sanala Road;
Morbi
363641

Alerts

Be the first to know and let us send you an email when Chakravat News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chakravat News:

Videos

Share