DD News SouthGujarat

DD News SouthGujarat DDNews Gujarati page covering the news of South gujarat including daman and silvasa.

30/11/2024

ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે નવસારી જિલ્લાનું મુખ્ય પાક ગણાતા શેરડી પાક પર મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. શેરડીના પાકના વિકાસથી માંડીને વજનમાં પણ ઘટાડો થયો છે. જેની સીધી અસર ખેડૂતો પર થવાની છે સાથે અપરિપક્વ શેરડી ના કારણે સુગર ફેક્ટરીઓને પણ નુકસાન સહન કરવાની ભીતિ સેવાય રહી છે....

11/11/2024

આદિવાસી ટ્રેડ ફેર ને લઈને કોંગ્રેસ અને ભાજપ નેતા વચ્ચે રાજકારણ ગરમાયું...

વાંસદા કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે યોજાયેલ ' ટ્રાઈબલ ટ્રેડ ફેર સરકારે કરવો જોઈતો હતો, પણ આદિવાસી સમાજે કર્યો ' નિવેદન સામે વલસાડ સાંસદ ધવલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ સરકારે આદિવાસીઓને પ્રતિનિધિત્વ આપ્યુ અનેક વિકાસના કામો કરેલ છે. આ ટ્રેડ ફેરમાં આદિવાસી યુવાનોને વેપાર-ઉદ્યોગ સાથે રોજગારી પૂરી પાડવા અને સરકારની આદિવાસી લોક કલ્યાણ યોજના અર્થે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.


Dhaval Patel Anant Patel

11/11/2024

નવસારીના દેવસર ગામે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગેલી આગ મામલે પોલીસે GP થીનર કેમિકલ મોકલનાર અર્જુન વિરવાલ અને સોહનલાલ વીરવાલ તેમજ ગોડાઉન મેનેજર સામે ગુનો દાખલ કરી બે આરોપીની ધરપકડ કરી છે.

#નવસારી SP Navsari

10/11/2024

ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગની ઘટનાના બે ની અટકાયત...

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર નજીક ગોલ્ડન ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના ગત રોજ બની હતી. આ આગમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉન મેનેજર સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં નવસારી પોલીસે કુલ ત્રણ સામે બેદરકારી નો ગુનો દાખલ કરી બે આરોપીની અટકાયત કરી છે.
#નવસારી SP Navsari

09/11/2024

હિન્દુસ્તાનની અનોખી સંસ્કૃતિ છે ત્યારે દક્ષિણ ગુજરાતના વનવાસીઓની સંસ્કૃતિ કુદરતની પૂજન્ય છે. આ વનવાસીઓ આજે પણ ડીજેના યુગમાં સંસ્કૃતિ વારસાને જાળવી રાખી છે.....

09/11/2024

નવસારી ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાં ભીષણ આગ , બેના મોત

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસરગામ નજીક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કેમિકલના બેરલ ટ્રકમાંથી ખાલી કરતા આગ લાગી હોવાનું અનુમાન છે. આ આગમાં ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી છે જ્યારે અન્યચાર લોકેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીલીમોરા ગણદેવી નવસારી ચીખલી સહિતના ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળાવ્યો છે. જ્યારે પોલીસ અને મેડિલકલ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી હાથધરી છે...
#આગ #મોત #અકસ્માત

09/11/2024

એકતા નગર ખાતે પુશ બટન પેડિસ્ટ્રીયન ક્રોસિંગ બનવવામાં આવ્યું વિદેશમાં હોઈ છે તે પ્રકાર ની સુવિધા ઉભી કરવામાં આવી

06/11/2024

દક્ષિણ ગુજરાતનું લોકનૃત્ય ઘેરયાને જીવંત રાખવા બીલીમોરા શ્રી સોમનાથ મંદિર પટાંગણમાં ઘેરયા હરીફાઈ યોજાય....

25/10/2024

નવસારી જિલ્લાના ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રી સી.આર.પાટીલ,
કેન્દ્રિય મંત્રી જલ શક્તિ મંત્રાલય સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ......

Navsari DM C R Paatil

18/10/2024

નવસારી શહેરમાં સર્જાયો વરસાદી માહોલ....

નવસારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ...શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ....ધોધમાર વરસાદને પગેલ શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા...શહેરમાં ચંદી પડવાને મેળામાં વરસાદનું વિઘ્ન...

10/10/2024

સત્તા અને ધન મારા સિદ્ધાંતમાં નથી એવા રતન ટાટાના નિધન થી નવસારીમાં શોકની લાગણી છવાય છે. નવસારી સહીત રાજ્ય અને દેશમાં રતન ટાટા ના યોગદાનને યાદ કરી નવસારીના અશોકા રંગોળી ગ્રુપ દ્વારા રતન ટાટાની રંગોળી બનાવી અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

" નર્મદા ધ્વનિ સાપ્તાહિક અખબાર તા.૧૦/૧૦/૨૦૨૪
10/10/2024

" નર્મદા ધ્વનિ સાપ્તાહિક અખબાર તા.૧૦/૧૦/૨૦૨૪

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ  કરશે.વર્લ્ડ પાવ...
04/10/2024

પારડી સાંઢપોર પ્રાથમિક શાળાના શિક્ષકા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે.

વર્લ્ડ પાવર સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટીંગ સ્પર્ધાનું આયોજન થનાર છે. જેની પસંદગી પ્રક્રિયા જયપુર ખાતે કરવામાં આવી હતી. જેમાં એશિયાના વિવિધ દેશના બોડીબિલ્ડર અને પાવર લિફ્ટર્સ પોતાનું દમખમ બતાવશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે વલસાડ તાલુકાની પારડી સાંઢપોર શાળાના શિક્ષકા મેઘા પ્રજ્ઞેશ પાંડેની પસંદગી થઈ છે. હવે પછી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર લિફ્ટીંગ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવી દેશનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત મેઘા પાંડેએ અગાઉ અખિલ ભારતીય મુલકી સ્પર્ધામાં દિલ્હી ખાતે નેશનલ ટુર્નામેન્ટ રમી શાળા તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

02/10/2024

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસડ ગામ ખાતેથી દીપડી પાંજરે પુરાઈ ...વાંસદા તાલુકામાં એક અઠવાડિયામાં બે બાળકી ઉપર દીપડાએ કર્યો હતો હુમલો ...ઉપસડ ગામના નિશાળ ફળિયા માંથી આજે વહેલી સવારે દીપડી વન વિભાગના પાંજરામાં પુરાઈ ....દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

#દીપડો #વનવિભાગ #નવસારી

 #નવરાત્રી દરમ્યાન બેન-દીકરીઓ માટે જીલ્લા પોલીસ નો ખાસ સંદેશો....              SP Navsari
27/09/2024

#નવરાત્રી દરમ્યાન બેન-દીકરીઓ માટે જીલ્લા પોલીસ નો ખાસ સંદેશો....
SP Navsari

27/09/2024

દક્ષિણ ગુજરાત સહિત રાજયમાં વરસાદ માહોલ સર્જાયો છે ત્યારે નવસારી શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે. નવસારી ઉપરવાસમાં પડેલ મુશળધાર વરસાદને પૂર્ણા નદીના જળસ્તર મા વધારો થયો છે જેને લઈને વહીવટીતંત્ર દ્વારા નદીકાંઠે આવેલ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે...

27/09/2024

રકતદાન એ મહાદાન ઉદેશ સાથે માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા આજ રોજ રકતદાન શિબિર યોજવામાં આવ્યો છે. આ શિબિરમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓએ રકતદાન કર્યું છે...

નવસારી-વિજલપોર નગર પાલિકાના વોર્ડ નંબર ૯ના નગર સેવક શુભમ મુંડયાનું  દુઃખદ અવસાન ....પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર...
25/09/2024

નવસારી-વિજલપોર નગર પાલિકાના વોર્ડ નંબર ૯ના નગર સેવક શુભમ મુંડયાનું દુઃખદ અવસાન ....પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના...

Address

Doordarshan KendrA
Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when DD News SouthGujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Nearby media companies


Other Media/News Companies in Ahmedabad

Show All