ભારતીય રેલવેએ દેશભરમાં સુપરવાઇઝર, જુનિયર એન્જિનિયર, ડેપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ સહિતની 7951 જગ્યાની ભરતીની જાહેરાત કરી છે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. આ ભરતી માટે 18થી 36 વર્ષ સુધીના ઉમેદવારો રેલવેની ઓફિશિયલ વેબસાઇટ પરથી 29 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકશે. અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 1 જાન્યુઆરી, 2025 સુધીમાં 18 વર્ષથી 36 વર્ષ સુધીની હોવી જોઈએ. જ્યારે 30 અોગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધીમાં અરજીમાં સુધારો કરી શકાશે. જનરલ, ઓબીસી તથા ઇડબ્લ્યુએસમાં આવતા ઉમેદવારોએ રૂ. 500 અરજી ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારોએ રૂ. 250 ફી ભરવાની રહેશે.રેલવેની ભરતીમાં કેમિકલ સુપરવાઇઝર, રિસર્ચ એન્ડ મેટલર્જિકલ સુપરવાઇઝર રિસર્ચની કુલ 17 જગ્યા ભરવામાં આવશે, જેનો પે સ્કેલ 44,900નો છે. જ્યારે જુનિયર એન્જિનિયર, ડેપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ એન્ડ કેમિકલ મેટરલર્
અમદાવાદ: રેલવેના નાગપુર અને લખનઉ ડિવિઝનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરી ચાલી રહી હોવાથી 10થી 17 ઓગસ્ટ સુધી અમદાવાદની 10 ટ્રેન રદ કરાઈ છે. જ્યારે બે ટ્રેન ડાઇવર્ટ રૂટ પર દોડાવાશે.રદ ટ્રેનો: 10,11 ઓગસ્ટની હાવડાએક્સપ્રેસ, 13, 14 ઓગસ્ટની હાવડા એક્સપ્રેસ 16 ઓગસ્ટની ગાંધીધામ-પુરી 19 ઓગસ્ટ પુરી -ગાંધીધામ 10, 17 ઓગસ્ટની ઓખા - બિલાસપુર 12, 19 ઓગસ્ટની બિલાસપુર - ઓખા એક્સપ્રેસ. 18 ઓગસ્ટની ઓખા શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ. 20 ઓગસ્ટની શાલીમાર ઓખા 14 ઓગસ્ટની ગાંધીધામ -પુરી સાપ્તાહિક એક્સપ્રેસ. 17 ઓગસ્ટની પુરી - ગાંધીધામ એક્સ.🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો 👇👇👇🔹 the_5spy➖➖➖➖➖➖➖➖➖➖➖🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો. #GujaratiNews
ગણેશોત્સવને હવે માંડ સવા મહિનો બાકી રહ્યો છે ત્યારે તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ પણ 9 ફૂટ જ્યારે પીઓપીની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યંુ છે. જોકે રાજકોટ અગ્નિકાંડ બાદ ગણેશોત્સવમાં ભીડ એકત્રિત કરવાને લઈને તેમજ ફાયર સેફ્ટી અંગે નવા કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી.7 સપ્ટેમ્બર 2024થી ગણેશોત્સવ શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં ગયા વર્ષ 500થી 600 જગ્યાએ સાર્વત્રિક રીતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે પણ તેમાં મોટી વધઘટ નહીં હોવાનું આયોજકોનું કહેવું છે. જ્યારે બીજી બાજુ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સાર્વજનિક રીતે ગણેશોત્સવનું આયોજન કરતા આયોજકોએ પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત કરાવવી પડશે, જેના માટે તેઓ કેટલા દિવસ માટે સ્થાપન કરી રહ્ય
ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શન (આઈબીપીએસ)એ 1 ઓગસ્ટથી પ્રોબેશનરી ઓફિસર (પીઓ)ની 3049 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરશે. આ ભરતી માટે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવનારા 20થી 30 વર્ષના ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ www.ibps.in પરથી ઓનલાઇન અરજી કરી શકશે. જોકે એસસી, એસટી, ઓબીસી, દિવ્યાંગ તથા એક્સ સર્વિસમેન ઉમેદવારોને નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળશે. આ ભરતી માટે જનરલ, ઇડબ્લ્યુએસ, ઓબીસી માટે રૂ.850 અરજી ફી છે જ્યારે એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની નથી.આઈબીપીએસએ ભરતી નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જે મુજબ 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ વચ્ચે અરજી કરી શકાશે. જ્યારે પીએ પ્રી-એક્ઝામ ટ્રેનિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે અને પ્રીલિમ પરીક્ષા 19, 20 ઓક્ટોબરે તથા પીઓની મેઇન્સ 30 નવેમ્બરે યોજાશે.3 તબક્કામાં પસંદગી પ્રક્રિયા, 19-20 ઓક્ટોબરે પ્રીલિમપ્રીલિમ: 1 કલાકની પરીક્ષામાં 100 માર્ક
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટર્ડ બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રિન્સિપાલની ખાલી પડેલી જગાઓ પર ભરતીની જાહેરાત બહાર પાડી છે.પ્રિન્સિપાલ માટેની પરીક્ષા હેડ માસ્ટર એપ્ટિટ્યૂડ ટેસ્ટ (HMAT) માટે 2022માં પાસ થયેલ ઉમેદવારો અરજી માટે માન્ય ગણાશે. આ ઉપરાંત શાળામાં ભણાવાતા વિષયોમાં ઉમેદવારે અનુસ્નાતક અને બી.એડ. કરેલ હોવું જોઈએ.જ્યારે કન્યા શાળાઓમાં મહિલા પ્રિન્સિપાલની જ નિમણૂક કરવામાં આવેશે તેવું જાહેરાતમાં જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નોન-ગ્રાન્ટેડ શાળાનો અનુભવ માન્ય રખાશે નહીં. ઉમેદવારો 17 ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારે અરજી પેટે રૂ.300 ચૂકવવા પડશે તેમજ પૂરતા દસ્તાવેજ જમા કર્યા બાદ મેરિટ આધારે ઉમેદવારની ભરતી કરવામાં આવશે.🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો ક
ઓક્ટોબર, 2022માં વિશ્વના પ્રથમ સોલાર વિલેજ તરીકે જાહેર કરાયેલું મહેસાણા જિલ્લાનું મોઢેરા હવે ગ્રીન રિવોલ્યુશનમાં મોટો ફાળો આપી રહ્યું છે. સોલાર વિલેજ જાહેર કરાયાનાં દોઢ વર્ષમાં જ મોઢેરાએ 31.5 મિલિયન યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કર્યું છે જ્યારે કાર્બન ઉત્સર્જનમાં 28,664 ટનનો ઘટાડો કર્યો છે. મોઢેરા ગામ અને વિશ્વખ્યાત સૂર્યમંદિરને સૌર ઊર્જાથી વિકસિત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર, 2022માં મોઢેરા સોલાર વિલેજ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી 30 એપ્રિલ, 2024 સુધીમાં 6 મેગાવૉટ સોલાર પ્લાન્ટ અને 50 કિલોવૉટ (કાર પાર્કિંગ) થકી 27 મિલિયન યુનિટ્સથી વધુ વીજ ઉત્પાદન થયું છે, તેમજ સોલાર રૂફટોપ થકી 4.5 મિલિયન યુનિટ્સ વીજળીનું ઉત્પાદન થયું છે. સૂર્યમંદિર સહિત સમગ્ર મોઢેરાને ચોવીસ કલાક સૌરઊર્જા પૂરી પડાય છે. ૩1 માર્ચ, 2૦24ની સ્થિતિએ કુલ રૂ. ૩2.85 લાખની બચત થઈ છે.🔸ફા
સોમનાથ મહાદેવ મંદિરમાં આ વર્ષે શ્રાવણ માસમાં થતી ભીડ બાદ મંદિરમાં પ્રવેશતા અને બહાર નીકળતા ભાવિકો સામસામાં ભટકાય એવું નહીં બને, પરિણામે મંદિરના સંકુલમાં ભીડ પણ જમા નહીં થાય. જ્યાં જૂનું એસટી બસ સ્ટેશન હતું ત્યાંથી હવે ભાવિકોને પ્રવેશ અપાય છે, જૂની એન્ટ્રી જ્યાંથી થતી ત્યાંથી હવે ભાવિકો બહાર નીકળશે. મંદિર સંકુલમાં 30 હજાર ચોરસ ફૂટનો વિસ્તાર વધી જતાં ગમે એટલી સંખ્યામાં ભાવિકો આવે ભીડ નહીં જામે. વળી યાત્રાળુઓના ચેકિંગ માટે મહિલાઓ અને પુરુષોની 3-3 લાઇનો બનાવાઇ છે.આથી પ્રવેશ બાદ પાંચમી મિનિટે દર્શન માટે ગર્ભગૃહ સુધી પહોંચી શકાશે. એમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું. સોમનાથ આવતા ભાવિકોને મંદિરમાં ભેટ ધરવા, પૂજા નોંધાવવા કે પ્રસાદ મેળવવા માટે રોકડ રકમની જરૂર પણ નહીં પડે. આ માટે ખાસ કૅશલેસ ડિજિટલ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં ભા
અમદાવાદ શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગે તો તેને કાબૂમાં લેવા માટે મ્યુનિ. બે બૂમ ટાવર ખરીદશે. આ બૂમ ટાવર 33 માળ સુધીની બિલ્ડિંગમાં આગ બુઝાવવા સક્ષમ હશે. ટાવર 23 માળ સુધી પહોંચી શકશે અને વધુ 30 મીટર ઊંચે સુધી પાણી ફેંકશે. 70 મીટર ઊંચાઈનો બૂમ ટાવર ખરીદવા સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્તને મંજૂરી આપી છે. આ માટે પ્રતિ વાહન દીઠ રૂ.20.66 કરોડનો ખર્ચ થશે.અમદાવાદ શહેરમાં બહુમાળી ઇમારતોને મંજૂરીઓ આપવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આવી ઇમારતોમાં જો આગ લાગે તો શું? તેવો સીધો પ્રશ્ન મ્યુનિ. ભાજપે અધિકારીઓને પૂછ્યો હતો. એ પછી રજૂ કરાયેલી દરખાસ્તમાં સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગોમાં ફાયરની ઘટનાને પહોંચીવળવા માટે 70 મીટર ઊંચાઇ ધરાવતા બૂમ ટાવર (41 એમટી જીવીડબલ્યુ) કેપેસિટી ચેસીસ પર બેઝ હોય તેવા 2 મશીનો ખરીદાશે. બૂમ ટાવરનું ઉત્પાદન મોટાભાગે યુરોપિયન દેશોમાં થતું હોય છે. આ સિસ્ટમને આવતાં એ
અમદાવાદના સાણંદ તાલુકામાં નળ સરોવર પાસે આવેલા વણાલિયા ગામમાં પ્રથમ દુર્ગા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આ મંદિરમાં 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકશે. મંદિરની વિશેષતાઓએ છે, મંદિરનું મુખ્ય ભાગ શિખરની જગ્યાએ સિંહ આકારનું હશે. આ મંદિરનું હાઈટ 60 ફૂટની હશે. આ મંદિરના નિર્માણ કાર્ય 1.5 વર્ષના ટૂંકા ગાળા પૂર્ણ કરવામાં આવશે. આ મંદિરને તૈયાર કરવા માટે 150 ઘન ફૂટ પથ્થરો મંગાવામાં આવ્યા છે. મંદિર તૈયાર કરનાર ડો.હેનીબેન (ગુરુમાતા)ના જણાવ્યા અનુસાર કોઈ પણ ભક્તને શક્તિપીઠના દર્શન કરવા માટે વિવિધ સ્થળે પ્રવાસ કરવો પડે છે, તેથી જ આ મંદિરનું નિર્માણ કરાયું છે. સાથે જ 51 શક્તિપીઠની જ્યોત પ્રાણ-પ્રતિષ્ઠા સમયે લાવવામાં આવશે. મંદિર 15 વીઘાના વિસ્તારમાં તૈયાર કરવાનો મુખ્ય હેતુ એક જ છે, લોકો એક સાથે એક જગ્યાએ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકે. આ મંદિરના ગૃભગૃહમાં એક સાથે 300થી વધ
જામનગર। ગિનીસ બુકમાં સ્થાન ધરાવનાર વિશ્વ વિખ્યાત જામનગરના બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂનનો ગુરુવારે 61 મા વર્ષમાં પ્રવેશ થયો હતો. અખંડ રામધૂનને 60 વર્ષ પૂર્ણ થતાં ભગવાનને વિશેષ શણગાર, ભોગ અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી. મંદિરે બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનનો 1 ઓગસ્ટ 1964ના પ્રારંભ થયો હતો. અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ અને કોરોના જેવી મહામારીના કપરા કાળમાં પણ રામ નામનો બ્રહ્મનાદ અવિરત ગુંજતો રહ્યો છે🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો 👇👇👇🔹 the_5spy➖➖➖➖➖➖➖➖➖➖➖🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો. #GujaratNews
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 5 ઓગષ્ટથી 27 ઓગષ્ટ સુધી ચાલશે. દર સોમવારે ઉધનાથી રાત્રે 10.05 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. જ્યારે દર મંગળવારે ભાવનગર ટર્મિનસથી સાંજે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.10 વાગ્યે ઉધના પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં ભરુચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનમાં એસી ચેર કાર, સ્પીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના સામાન્ય કોચ રહેશે. જ્યારે બુકિંગની સુવિધા આજથી શરૂ થાય છે.🔸ફાલતુ પોસ્ટમાં ટાઈમ બગાડ્યા કરતા અહી કંઇક નવું જાણવા મળશે, ફોલો કરો 👇👇👇🔹 the_5spy➖➖➖➖➖➖➖➖➖➖➖🔸 બની શકે કે મારી બધી જ પોસ્ટ તમને ના દેખાય તો ભૂલ્યા વગર પોસ્ટ notification on દેજો. #GujaratiNews
આશરે 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની કાયાપલટનો માસ્ટર પ્લાન તૈયાર થયો છે. જેમાં સૌથી વિશેષ ગબ્બર પર્વત દેવી સતીના હૃદયનું સ્થાન (જ્યોત) અને વિશા યંત્ર જ્યાં હાલ મંદિર આવેલું છે તેને જોડવા માર્ગ બનાવાનું આયોજન થયું છે. શહેરી રસ્તાથી અલગ જ આ વૈકલ્પિક માર્ગ બનશે. 50 વર્ષીય માસ્ટર પ્લાનમાં શક્તિ, ભક્તિ અને પ્રકૃતિનો સમન્વય થશે. ઓક્ટોબર મહિનાથી ત્રણ તબક્કામાં અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે. 2027 સુધી કામને પૂરું કરવાનું લક્ષ્ય છે. ગબ્બર અને મંદિરને જોડતા માર્ગને શક્તિપથ નામ અપાશે.શક્તિપથ તૈયાર થયા બાદ શ્રદ્ધાળુઓ વિશા યંત્રનાં દર્શન કરી મંદિર પ્રાંગણના ચાચરચોકમાંથી 2.5 કિમી રસ્તે ચાલીને સીધા ગબ્બર સુધી પહોંચી શકશે. શક્તિપથ અંતર્ગત ગબ્બર, વિશા યંત્ર મંદિર, માનસરોવર, રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને જોડવામાં આવશે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આ