16/04/2024
*રામરાજ્ય : પુસ્તક વિમોચન સમારંભ* *નિમંત્રણ*
રામરાજ્ય ખરેખર શું છે તે ૧૧ પ્રકરણ,૧૮૪ પાનાં અને ૨૩૫ સંદર્ભો સાથે આ પુસ્તકમાં રાજાશાહી, લોકશાહી અને દાર્શનિક રાજાના ખ્યાલ સાથે દર્શાવાયું છે.
તેમાં વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ, પદ્મપુરાણ, જૈન રામાયણ, કાલિદાસનું રઘુવંશ અને ભવભૂતિનાં બે નાટકોના આધારે રામ અને રામરાજ્યના ખ્યાલ વિશે ચર્ચા કરવામાં આવી છે.
ઉપરાંત, તેમાં મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, ભીમરાવ આંબેડકર, રામસ્વામી પેરિયાર, સી. રાજગોપાલાચારી, રવીન્દ્રનાથ ટાગોર, વિનોબા ભાવે અને કિશોરલાલ મશરૂવાળાના રામ અને રામરાજ્ય વિશેના વિચારો પણ રજૂ કરવામાં આવ્યા છે.
*સ્થળ* :
*ગુજરાત વિશ્વકોશ ભવન*
*સિંધી હાઇસ્કૂલ ચાર રસ્તા, ઉસ્માનપુરા, અમદાવાદ.*
https://maps.app.goo.gl/JsNRofkFdQgmYojK8
*સમય* :
સવારે ૧૦.૦૦,
રામનવમી, બુધવાર, તા.૧૭-૦૪-૨૦૨૪.
હેમંતકુમાર શાહ દ્વારા લિખિત
અને
યજ્ઞ પ્રકાશન, વડોદરા
(ભૂમિપુત્ર કાર્યાલય,
હુજરાત પાગા,
વડોદરા - 390001.
ફોન નંબર : 0265 2437957)
દ્વારા પ્રકાશિત આ પુસ્તકની કિંમત રૂ.100 છે.
(રવાનગી અલગ)
પુસ્તક ૧૮મી એપ્રિલ પછી વડોદરાથી પણ મળી શકશે.