06/03/2024
અક્ષરનાદ પર કોરોના પહેલા નિયમિતપણે યોજાયેલી માઇક્રોફિક્શન સ્પર્ધા અનેક સર્જક મિત્રોને એકબીજા સાથે અને મને તેમની સાથે જોડી આપવાનું કારણ બની છે. સર્જન ગૃપ અક્ષરનાદની આ સ્પર્ધાની જ ભેટ છે.
આ વર્ષે યોજેલી છઠ્ઠી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા પણ અનેક જાણીતા વાર્તાકારોની કૃતિઓ માણવાનો અવસર આપશે અને નવા સર્જકોને યોગ્ય માર્ગ તરફ દોરી લાવશે એવી અભિલાષા છે. જે રીતે મિત્રો ભાગ લઈ રહ્યાં છે એ પ્રોત્સાહક છે.
આ સ્પર્ધામાં વીતેલા વર્ષોમાં મહદંશે એવા મિત્રો ભાગ લેતાં જે પહેલીવાર વાર્તા લખી રહ્યાં હોય. આ મંચ એ બધા માટે પહેલું પગથિયું બની રહ્યો છે. અનેક મિત્રો અહીંથી સિદ્ધહસ્ત સર્જકો બનવા સુધીની યાત્રા સફળતાપૂર્વક કરી શક્યાં છે એનો ખૂબ આનંદ અને ગર્વ છે. અક્ષરનાદનો મૂળ હેતુ છે નવી કલમને મંચ આપવાનો અને માઇક્રોફિક્શન સ્પર્ધા એ હેતુને પૂર્ણ કરવામાં મદદ કરે છે. સરવાળે આ સ્પર્ધાને અંતે કેટલીક ઉત્તમ માઇક્રોફિક્શન આપણને મળે એ જ અપેક્ષા છે.
સ્પર્ધા 10 માર્ચ 2024ના રોજ પૂર્ણ થશે. જો તમે હજુ સુધી તમારી કૃતિ અહીં મોકલી નથી તો હવે થોડાક જ દિવસ બાકી રહ્યાં છે!
જય સર્જન!
Aksharnaad