Banas Gaurav

Banas Gaurav Banas Gaurav Daily Newspaper
Banas Gaurav Weekly Newspaper
BG News Channel

26/03/2022
19/11/2021
મોરબી ખાતે જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાઇમોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ...
08/10/2021

મોરબી ખાતે જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાઇ
મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
(બનાસ ગૌરવ, મોરબી) તા.૮
(દેવમુરારી મયંક દ્વારા)
રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત જિલ્લાકક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા તા.૦૫/૧૦/૨૦૨૧ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે શ્રી પી.જી.પટેલ કોમર્સ કોલેજ, મોરબી ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
આ સ્પર્ધામાં પ્રાચીન ગરબાના વિભાગમાં પ્રથમ ક્રમાંકે શ્રી પી.જી.પટેલ કોમર્સ કોલેજ-મોરબી, દ્વિતિય ક્રમે શ્રી તક્ષશિલા વિદ્યાલય-હળવદ, તૃતીય ક્રમે શ્રી એલ.કે.સંઘવી કન્યા શાળા-વાંકાનેર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અર્વાચીન ગરબા તથા રાસના વિભાગમાં અનુક્રમે તક્ષશિલા કોલેજ-હળવદ અને તક્ષશિલા વિદ્યાલય-હળવદ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા.
નિર્ણાયકશ્રી તરીકે શ્રીમતી ભક્તિબેન દવે તથા શ્રી રફીકભાઈ વડાવરિયાએ માનદ સેવા આપેલ હતી. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી શ્રીમતી હિરલબેન અમિતભાઈ વ્યાસે તમામ વિજેતાઓને અભિનંદન તથા રાજ્યકક્ષાએ વિજયી બને તેવી શુભેચ્છાઓ આપેલ હતી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવાયું છે.

પ્રાંતિજના ઘડકણમાં તાલુકા સદસ્યની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું૮૩.૯૯ % મતદાન સાથે શાંતિ મય માહોલમાં...
03/10/2021

પ્રાંતિજના ઘડકણમાં તાલુકા સદસ્યની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું
૮૩.૯૯ % મતદાન સાથે શાંતિ મય માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ
(બનાસ ગૌરવ, પ્રાંતિજ) તા.૩
(અલ્પેશ નાયક દ્વારા)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઘડકણ ખાતે તાલુકા સદસ્યની પેટા ચુંટણીને લઈ ને આજે ઘડકણ, સુખડ, સદાના મુવાડામાં ભારે રસાકસી જોવા મળી હતી. જેમાં સવારથી જ મતદારોની મત આપવા માટે લાઇન લાગી હતી. ત્યારે મતદાર મથક પર મતદારોને થર્મલ ગનથી ચેક કરી સેનેટાઇઝર અને હેન્ડ ગ્લોઝ સાથે એન્ટ્રી આપવામાં આવી હતી. તો ઘડકણ ગામમાં ૩ બુથ, સુખડ ખાતે ૨ બુથ અને સદાના મુવાડામાં ૧ બુથ એમ કુલ ૬ બુથોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ચતુરસિંહ કાળુસિંહ ડાભી ગામ- સુખડ, કોંગ્રેસના ઉમેદવાર તરીકે જય કુમાર ગાંડાભાઇ પટેલ ગામ ઘડકણ તથા આપ ના ઉમેદવાર તરીકે રાજેશકુમાર ભીખાભાઇ સુથાર દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ એમ ત્રણેય પક્ષો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. તો ત્રણેય પક્ષના મતદારો જીતના દાવા કરતા નજરે પડ્‌યા હતા. આ અંગે લોક ચર્ચા મુજબ મતદારોનું પોતાના પક્ષના ઉમેદવારને ચૂંટીને લાવવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં આ ત્રણેય પક્ષોના ઉમેદવારોના ભાવિ મત પેટીમાં સીલ થયા હતા. ત્યારે મળતી માહિતી મુજબ ૮૩.૯૯ % મતદાન થયું હતું અને ગામના દરેક બુથ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખી ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ત્યારે આ મતદારો કોને પડતા મૂકે છે ને કોને ઊંચકે છે ત્યારે મતદારો કોને વિજયની વરમાળા પહેરાવે છે તે જોવું રહ્યું. ૫ ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

Gj 18 ગાંધી જયંતી નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યકરો દ્વારા ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો(બનાસ ગૌરવ, અડાલજ)(જિતેન્દ્ર પટેલ દ્વા...
03/10/2021

Gj 18 ગાંધી જયંતી નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યકરો દ્વારા ખાદી ખરીદી કાર્યક્રમ યોજાયો
(બનાસ ગૌરવ, અડાલજ)
(જિતેન્દ્ર પટેલ દ્વારા)
મળતી માહિતી અનુસાર ૨ જી ઓક્ટોબરના રોજ ગાંધીજીના જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગર જીલ્લા ભાજપના કાર્યકરો દ્વારા "ખાદી ખરીદી" નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી અને જીલ્લા પ્રભારી શ્રી પંકજભાઈ ચૌધરી, જીલ્લા પ્રમુખ શ્રી અનીલભાઈ, જીલ્લાના મહામંત્રીશ્રી રમેશજી, રમણભાઈ, પૂર્વ જિલ્લા અધ્યક્ષ શ્રી નૈલેશભાઈ શાહ, ગોવિંદભાઇ પટેલ, મંડળ પ્રમુખ/મહામંત્રી શ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ખાદી કેન્દ્ર પરથી ખાદી ખરીદી કરવામાં આવી હતી. તેમજ ગાંધીનગર જિલ્લા ભાજપ મંત્રી રમેશજી ઠાકોર દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અપર્ણ કરવામાં આવી હતી.

ઓવરસિઝ હિન્દુ રિહેબિલીટેશન કમીટિ ઓફ ગુજરાત દ્વારા ગૃહરાજ્ય મંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરાઇ(બનાસ ...
02/10/2021

ઓવરસિઝ હિન્દુ રિહેબિલીટેશન કમીટિ ઓફ ગુજરાત દ્વારા ગૃહરાજ્ય મંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરાઇ
(બનાસ ગૌરવ, મોરબી) તા.૨
(દેવમુરારી મયંક દ્વારા)
ગુજરાત રાજ્યના નવનિયુક્ત યુવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહ સાથે ઓવરસિઝ હિન્દુ રિહેબિલીટેસન કમીટિ ઓફ ગુજરાત (લક્ષ્ય ફોઉન્ડેશન)ના પ્રમુખ નાથુસિંહ સોઢા તેમજ સભ્યશ્રીઓ ચંદનસિંહ સોઢા, શિવરાજસિંહ સોઢા, મહાસિંહ રાઠોર એ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પાક. વિસ્થાપિતો માટેના પ્રશ્નોની રજૂઆતો કરી ગુજરાતમાં વસતા પાક. વિસ્થાપિત પરિવારોને મુશ્કેલી ના પડે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ગૃહમંત્રીએ પણ સકારાત્મક જવાબ આપેલ છે તેમ ઓવરસિઝ હિન્દુ રિહેબીલિટેશન કમિટી ઓફ ગુજરાતના પ્રમુખ નાથુસિંહ સોઢા દ્વારા જણાવવામાં આવેલ છે.

Gj 18 માં ભાજપનું અતિ ભવ્ય શક્તિપ્રદર્શન ઃ રોડ શો માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જોડાયાભાજપના રોડ શો ને...
02/10/2021

Gj 18 માં ભાજપનું અતિ ભવ્ય શક્તિપ્રદર્શન ઃ રોડ શો માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જોડાયા
ભાજપના રોડ શો ને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીને લઈ ભાજપનો રોડ શો યોજાયો જેમાં પેથાપુરથી કુડાસણ સુધી ૨૦ કિ.મી. લાંબા રોડ શો માં ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જોડાયા
(બનાસ ગૌરવ, અડાલજ) તા.૨
(જીતેન્દ્ર પટેલ દ્વારા)
ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીના જંગને કારણે રાજકીય ગરમાવો જામ્યો છે ત્યારે આજે મુખ્યમંત્રીશ્રી ની અધ્યક્ષતામાં પેથાપુર મહારાણા સર્કલથી કુડાસણ સરદાર ચોક સુધીના ૨૦ કિમી લાંબા ભવ્ય રોડ શો નો પ્રારંભ થયો હતો. ભાજપના શક્તિપ્રદર્શનમાં કાર, બાઇક, સહીત ના સેંકડો વાહનો ભારે જનમેદની સાથે રેલી નીકળી હતી. ત્યારે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપની રેલીમાં ભાજપના તમામ દિગ્ગજો તેમજ પેજ - પ્રમુખો, સંગઠન નેતાઓ બધા જ સેલના હોદ્દેદારો, મહિલા મોરચા પ્રમુખ પ્રિયા પટેલ અને એમની ટિમ, અન્ય મોરચાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. ભાજપ દ્વારા કોર્પોરેશનની ૧૧ બેઠક પર ૪૪ સીટ જીતવાના દાવા સાથે પ્રચાર કરી એડિચોટીનું જોર લગાવી દેવામા આવ્યું હતું. લોકસભા સાંસદ અમિત શાહનો વિસ્તાર ગાંધીનગર હોવાથી ભાજપ માટે કોર્પોરેશનની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચુકી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીની ચૂંટણીના પરિણામો મુજબ ગાંધીનગર કોર્પોરેશનમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરશે. ભાજપના કાર્યકર સતત પ્રજા વચ્ચે રહી સતત કાર્યરત રહેતા હોય છે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે ભાજપા કાર્યકર્તાની પાર્ટી છે, તેઓ લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રજાની વચ્ચે રહેતા હોય છે. ગાંધીનગરની કુલ વસ્તીના પ્રમાણમાં વિકાસ થઇ રહ્યો છે જે ગાંધીનગરના મતદારોને પણ ખ્યાલ છે. આ ચૂંટણીમાં પણ પૂર્ણ બહુમતીથી જીત મેળવીશું. મુખ્યમંત્રી અને સી.આર. પાટીલે બલૂન ઉડાડીને રેલીનો પ્રારંભ કરાવ્યો હતો.

ગોંડલની સંઘાણી શેરીના એક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો(બનાસ ગૌરવ, રાજકોટ) તા.૨(આશિષ વ્યાસ દ્વ...
02/10/2021

ગોંડલની સંઘાણી શેરીના એક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
(બનાસ ગૌરવ, રાજકોટ) તા.૨
(આશિષ વ્યાસ દ્વારા)
ગુજરાત રાજયના પોલીસ મહાનીર્દેશક શ્રી નાઓએ પ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓએ પ્રાહે જુગારના કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પોલીસ ઈન્સ.શ્રી એ.આર.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી તથા પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા નાઓને મળેલ હકિકત આધારે ગોંડલ, સંઘાણી શેરી,લાલા પારેખનું નાકામાં ભાવેશ ઉર્ફે મેજર સુરેશભાઇ મહેતા ના કબજા ભોગવટાના મકાનમાં રેઇડ કરતા વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો(જગ) નંગ-૩ કિ.રૂ.૪,૦૦૦/- તથા બીઅર ટીન નંગ- ૭૧ કિ.રૂ.૭,૧૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૩,૦૦૦/- મળી કુલ રૂ. ૧૪,૧૦૦/- નો વેચાણ કરવાના ઈરાદે ગેર-કાયદેસર રીતે રાખી મળી આવતા ઇશાકભાઇ મહમદભાઇ ગામોટ જાતે- મતવા ઉ.વ. ૪૨ રહે- ગોંડલ, સંઘાણી શેરી,લાલા પારેખનું નાકું વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહિ કરી પકડાયેલ ઇસમને હસ્તગત કરેલ છે.
*પકડાયેલ આરોપીઓઃ-
(૧) ઇશાકભાઇ મહમદભાઇ ગામોટ જાતે- મતવા ઉ.વ. ૪૨ રહે- ગોંડલ, સંઘાણી શેરી,લાલા પારેખનું નાકું
*પકડવાનો બાકી આરોપીઃ-
ભાવેશ ઉર્ફે મેજર સુરેશભાઇ મહેતા રહે- ગોંડલ, ભોજરાજપરા
*કબજે કરેલ મુદામાલઃ-
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો(જગ) નંગ-૩ કિ.રૂ.૪,૦૦૦/-
(૨) બીઅર ટીન નંગ- ૭૧ કિ.રૂ.૭,૧૦૦/-
(૩) એક મોબાઇલ ફોન કિ.રૂ. ૩,૦૦૦/- કુલ રૂ. ૧૪,૧૦૦/- નો મુદામાલ

ધોળકા તાલુકાના વેજળકા ગામે ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં પાક નિષ્ફળ ગયોબગોદરા-વાસદ સિક્સ લાઇન રોડ બનાવવાનું કામ ચાલુ છે ત્યા...
02/10/2021

ધોળકા તાલુકાના વેજળકા ગામે ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં પાક નિષ્ફળ ગયો
બગોદરા-વાસદ સિક્સ લાઇન રોડ બનાવવાનું કામ ચાલુ છે ત્યારે ૨૦૨૧ થી પાણીના નીકાલની વ્યવસ્થા ન હોવાથી પાક નિષ્ફળ જાય છે.-ખેડુત
(બનાસ ગૌરવ, ધોળકા) તા.૨
(જયપાલસિંહ મહીડા દ્વારા)
ધોળકા તાલુકાના વેજળકા ગામે ૧૦૦૦ હેક્ટર જેટલી જમીનમાં પાક નિષ્ફળ ગયો છે. વરસાદના પાણી ગોઠણ સુધી ખેતરમાં ભરાતાં કપાસનો તૈયાર પાક નિષ્ફળ જવા પામ્યો છે. વેજળકા ગામનાં ખેડૂતોને મોઢે આવેલ કોળીયો છીનવાઇ ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે અને એકર દીઠ ૩૫ હજારનું નુકસાન થયું છે. આ ઉપરાંત ખેડૂતોએ જણાવ્યું હતું કે બગોદરા-વાસદ સિક્સ લાઇન રોડ બનાવવાનું કામ ચાલુ છે ત્યારે ૨૦૨૧ થી પાણીના નીકાલની વ્યવસ્થા ન હોવાથી પાક નિષ્ફળ જાય છે અને જો ખેતરમાં રોકાયેલા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરવામાં નહી આવે તો રવિપાકોનું વાવેતર કરવામાં મુશ્કેલી સર્જાશે. ત્યારે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ પાકનું સરકાર દ્વારા સર્વે કરાય અને વળતર આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂતોની માંગો નહિ સ્વીકારાય તો આવનાર સમયમાં ખેડૂતોએ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Address

9, 1st Floor, Near Choksi School, Kirtisthambh Road
Palanpur
385001

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Sunday 9am - 8pm

Telephone

+917383684877

Alerts

Be the first to know and let us send you an email when Banas Gaurav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Banas Gaurav:

Share