Debate On Dwarka

Debate On Dwarka We are providing news data of devbhoomi dwarka gujarat

ઓખા મંડળનું ગૌરવ અશોકભા એસ માણેક 👌👌
14/08/2021

ઓખા મંડળનું ગૌરવ અશોકભા એસ માણેક 👌👌

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દ્વારકા સમીપે આવેલા દ્વાદશ જયોતિર્લીંગ નાગેશ્વર મહાદેવના મંદિરને રોશનીથી ઝળાહળ શણગારવા...
12/08/2021

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે દ્વારકા સમીપે આવેલા દ્વાદશ જયોતિર્લીંગ નાગેશ્વર મહાદેવના મંદિરને રોશનીથી ઝળાહળ શણગારવામાં આવેલ અને શિવલીંગ તેમજ શિવાલયને પુષ્પ શૃંગારથી શણગારવામાં આવેલ.

જય દ્વારકાધીશ 🌻
04/08/2021

જય દ્વારકાધીશ 🌻

જય દ્વારકાધીશ 🌹🌹🌹
01/08/2021

જય દ્વારકાધીશ 🌹🌹🌹

29/07/2021
Night view of શ્રી દ્વારકાધીશ મંદિર 🙏🌹🙏
29/07/2021

Night view of શ્રી દ્વારકાધીશ મંદિર 🙏🌹🙏

જય દ્વારકાધીશ | દ્વારકા નું જગત મંદિર કોને બનાવ્યું હતું જાણવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો.. https://notoutnews.com/n...
19/07/2021

જય દ્વારકાધીશ | દ્વારકા નું જગત મંદિર કોને બનાવ્યું હતું જાણવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો.. https://notoutnews.com/not-out-news-gujarat/2198/non/

જય દ્વારકાધીશઆજ ના શૃંગાર દર્શન 🙏🙏🙏🌹
19/07/2021

જય દ્વારકાધીશ
આજ ના શૃંગાર દર્શન 🙏🙏🙏🌹

જય દ્વારકાધીશઆજ ના મંગળા આરતી શૃંગાર દર્શન 🙏🙏🙏
19/07/2021

જય દ્વારકાધીશ
આજ ના મંગળા આરતી શૃંગાર દર્શન 🙏🙏🙏

જય દ્વારકાધીશઆજ ના સંધ્યા આરતી શૃંગાર દર્શન
18/07/2021

જય દ્વારકાધીશ
આજ ના સંધ્યા આરતી શૃંગાર દર્શન

જય દ્વારકાધીશઆજ ના શૃંગાર આરતી દર્શન
18/07/2021

જય દ્વારકાધીશ
આજ ના શૃંગાર આરતી દર્શન

17/07/2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહેર વસાવવા જાણે મેઘરાજા કંજુસાઈ કરી રહ્યા હોય તેમ મુશળધાર વરસાદ વરસતો નથી. કલ્યાણપુર તાલુકાને બાદ કરતા અન્ય ત્રણ તાલુકાઓમાં ભારે ઝાપટા વરસ્યા હતા.

કલ્યાણપુર પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 45 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે કુલ 357 મીલીમીટર સાથે મોસમનો કુલ વરસાદ 43.17 ટકા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મહદ અંશે મેઘ વિરામ રહ્યો હતો અને ઉઘાડ સાથે બફારાનો જેવો માહોલ છવાયો હતો. પરંતુ આજે સવારે મેઘરાજાના મંડાણ થયા હતા અને સવારના દસ વાગ્યા સુધીમાં ભારે ઝાપટા રૂપે 22 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. આ સાથે ખંભાળિયા તાલુકામાં કુલ વરસાદ 313 મિલિમીટર થયો છે.

સવારે ગરમી ભર્યા માહોલ વચ્ચે ઉઘાડ થયો હતો અને સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા. ધીમીધારે વરસેલા ઝાપટા ખેતરોમાં ઊભા મોલ માટે ફાયદારૂપ માનવામાં આવે છે.દેવભૂમિ દ્વારકા તાલુકામાં ગત સાંજે ભારે ઝાપટા રૂપે મેઘમહેર વરસી હતી. ગત રાત્રીના 10 મીમી બાદ આજે સવારે પણ દસ મિલીમીટર મળી, દ્વારકા તાલુકાનો કુલ વરસાદ 145 મિલીમીટર થયો છે. ભાણવડ તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર પાંચ મીમી વરસાદ સાથે કુલ 186 મીલીમીટર વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં કાચા સોના જેવો વરસાદ વરસ્યો છે. આ જ રીતે અન્ય તાલુકાઓમાં પણ હજુ મુશળધાર વરસાદની રાહમાં લોકો છે.

મીઠાપૂર સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના યુવા પોલીસ કર્મી એવા મોડભા ભીખાભા સુમણિયા (મુ.ધીણગી-તા.દ્રારકા)ને ગુજરાત પોલીસ ફોર્સ...
17/07/2021

મીઠાપૂર સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજના યુવા પોલીસ કર્મી એવા મોડભા ભીખાભા સુમણિયા (મુ.ધીણગી-તા.દ્રારકા)ને ગુજરાત પોલીસ ફોર્સ મા બઢતી મળતા હેડ કોન્સ્ટેબલ માંથી એએસઆઇ તરીકે પ્રમોશન પામ્યા છે. તેમને સમસ્ત ક્ષત્રિય વાઘેર સમાજ અને સમગ્ર દ્વારકા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

આજ નાં શ્રુંગાર દર્શનજય  દ્વારકાધીશ
17/07/2021

આજ નાં શ્રુંગાર દર્શન
જય દ્વારકાધીશ

Jay Dwarkadhish 🙏🙏🙏
16/07/2021

Jay Dwarkadhish 🙏🙏🙏

તાજેતરમાં  દેવભૂમિ દ્વારકાના સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રકૃતિ ગ્રુપ, વન વિભાગ દ્વારકા દ્વારા તાલુકા કાન...
16/07/2021

તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રકૃતિ ગ્રુપ, વન વિભાગ દ્વારકા દ્વારા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ તથા પોલીસ વિભાગના સંયોજન હેઠળ ગણપતિજી મંદિર પાસે, ત્રણબત્તી ચોક, દ્વારકામાં તુલસીના રોપ, પ્લાસ્ટિક કુંડ તથા ગોમતી ચક્રના નિઃશુલ્ક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ એનજીઓની ૨૦૧ ઈવેન્ટ પૂરી થવાના પ્રસંગે આયોજીત આ કાર્યક્રમમાં ૨૦૧ તુલસીના રોપ, પ્લાસ્ટિક કુંડ તથા ગોમતી ચક્રનું વહેલા તે પહેલાના ધોરણે ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ જયોતિબેન સામાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંકલ્પ એનજીઓના હોદ્દેદારો તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

ઓખા માં ઘડેચી માતાના મંદિરે મૂળ ઓખાના અને હાલ નાગપુરના (રાજુરા) ગામમાં રહેતા સ્વ.કાંતિલાલ હરિદાસ બારાઈ ના પરિવાર દ્વારા ...
16/07/2021

ઓખા માં ઘડેચી માતાના મંદિરે મૂળ ઓખાના અને હાલ નાગપુરના (રાજુરા) ગામમાં રહેતા સ્વ.કાંતિલાલ હરિદાસ બારાઈ ના પરિવાર દ્વારા હવન કરવામાં આવ્યો અને અંદાજિત રૂ.111000/- (એક લાખ અગિયાર હજાર નું) 2 તોલા નું સુવર્ણ છત્ર અર્પણ કરવામાં આવ્યું.

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓમાં શિક્ષણ વધે, અને સુવિધા સાથે બાળાઓ વ્યવસ્થિત શિક્ષણ મેળવી શકે તે માટે કસ્તુરબા ગાંધી ...
16/07/2021

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓમાં શિક્ષણ વધે, અને સુવિધા સાથે બાળાઓ વ્યવસ્થિત શિક્ષણ મેળવી શકે તે માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કે.જી.બી.વી.માં વિદ્યાર્થિનીઓને પ્રવેશ તથા શિક્ષણ આપવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ જુદા-જુદા વિસ્તારોમાં કે.જી.બી.વી. કાર્યરત છે. જેમાં ગત વર્ષે આશરે 960 જેટલી વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે માર્ચ 2020 થી કોરોના મહામારી તથા લોક ડાઉન વચ્ચે અહીં પ્રવેશ તથા શિક્ષણ પ્રભાવિત બન્યું હતું.

હાલના શૈક્ષણિક સત્રથી જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ખાતે આવેલી કેજીબીવીને બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભાટીયાની કેજીબીવી બંધ થતાં સ્થાનિક રહીશો તથા વિદ્યાર્થીનીઓમાં વિરોધની લાગણી વ્યક્ત કરાઈ રહી છે.

આ મુદ્દે વર્તમાન પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જિલ્લા શિક્ષણાઅધિકારી બી.એચ. વાઢેરે જણાવ્યું હતું કે ભાટીયાનું આ સંસ્થાનું બિલ્ડીંગ બન્યું, ત્યારે જે-તે વખતે માત્ર 50 વિદ્યાર્થીનીઓની ક્ષમતા હતી. પરંતુ અગાઉના સમયે સામાન્ય સંજોગોના કારણે ગાંધીનગરથી મંજૂરી બાદ સમયાંતરે અહીં બેઠકનો વધારો કરી, વિદ્યાર્થિનીઓની સંખ્યા 150ની કરવામાં આવી હતી.

ગત વર્ષથી કોરોના મહામારી પછી સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા માટે ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ પછી ફેબ્રુઆરી- 2021 થી કોરોનાની એસ.ઓ.પી.ની ગાઈડલાઈન મુજબ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે કેજીબીવી પણ કાર્યરત કરવાની સૂચનાઓ અપાઈ છે.

અહીંના જિલ્લા શિક્ષણીધિકારી બી.એચ. વાઢેરના જણાવાયા મુજબ ભાટિયા ખાતેની સંસ્થામાં માત્ર 50 વિદ્યાર્થીનીઓ માટે આ બિલ્ડિંગ કાર્યરત થયા બાદ હાલ અહીં સરકારની સુચના મુજબ કોરોના ગાઈડ લાઈનની અમલવારીમાં 150 વિદ્યાર્થીનીઓનો સમાવેશ શક્ય ન હોવાથી આ સંદર્ભે અહીંના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વડી કચેરીનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. જે સંદર્ભે ત્રણ અધિકારીઓ સાથેના સભ્યોની કમિટીની રચના બાદ આ સંદર્ભે વિવિધ મુદ્દાઓને તપાસતા કોરોના એસ.ઓ.પી. માં માત્ર ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ શક્ય હતો. જ્યારે ધો. 9 થી 12 ના વિદ્યાર્થીનીઓને અહીં રાખવા શક્ય ન હોવાથી આ વર્ગ બંધ કરવા અનિવાર્ય હોવાના રિપોર્ટથી વડી કચેરીના આદેશ મુજબ આ વર્ગો બંધ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું છે.

અહીં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ નજીકના વિસ્તારો એવા સુર્યાવદર, ધીણકી, કલ્યાણપુર તથા વડત્રા કે.જી.બી.વી. ખાતે એડમિશન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આટલું જ નહીં, મહત્વની બાબત તો એ છે કે સરકાર દ્વારા ભાટીયામાં 100 વિદ્યાર્થીનીઓ માટે વર્ગ બંધ કરાયા સામે અન્ય સ્થળે 150 ની સંખ્યા મંજૂર કરવામાં આવી છે. આમ, સરવાળે 50 બેઠકનો વધારો થતાં વિદ્યાર્થીનીઓની સુવિધાઓમાં વધારો થયો છે. આ ઉપરાંત ભાટીયાની અનેક વિદ્યાર્થીઓએ નજીક કેજીબીવીમાં પ્રવેશ મેળવી લીધો છે.

સરકાર હાલ ક્ધયા કેળવણી સંદર્ભે અનેકવિધ નક્કર પગલાંઓ લઈ રહી છે. જેમાં અહીં સાયન્સના વિભાગો પણ ખાસ શરૂ કરવામાં આવ્યા છે. એક પણ વિદ્યાર્થીની પ્રવેશથી વંચિત ન રહે તે માટે ખાસ લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં સરકારની આ વ્યવસ્થાથી અનેક વાલીઓ ખુશ છે. જિલ્લાની કેજીબીવીમાં વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારની સુવિધા સાથે વિનામૂલ્યે સારૂ શિક્ષણ મળી રહે તેવા આયોજન વચ્ચે ભાટીયાની કેજીબીવીમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના વર્ગો બંધ થતાં વિદ્યાર્થીનીઓને કોઈપણ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી બી.એચ. વાઢેરએ વધુમાં ઉમેર્યું છે.

જગત મંદિરને વિજળીનું આલિંગન ની ઘટના અને ત્યાર બાદ ગુરુવારે ઓખામંડળનાં અમુક વિસ્તારોમાં તડકો અને અન્ય ભાગોમાં જોરદાર વરસા...
16/07/2021

જગત મંદિરને વિજળીનું આલિંગન ની ઘટના અને ત્યાર બાદ ગુરુવારે ઓખામંડળનાં અમુક વિસ્તારોમાં તડકો અને અન્ય ભાગોમાં જોરદાર વરસાદ વરસ્યો !વરસાદનું જળ, વાદળ અને સુયેની હાજરીથી આકાશ જાણે મેઘ ધનુષનાં સપ્તરંગથી રંગાઈ ગયું હતું !કુદરતે જાણે આકાશ માં રંગોળીનું ચિત્રણ કયુઁ હોય તેવા દ્રશ્યો દેખાયા હતા.

કોવિડ-19 ના આ કપરા સમયમાં ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ - મીઠાપુર દ્વારા આ વર્ષે પણ ઉચ્ચત્તર અભ્યાસ માટે ની...
16/07/2021

કોવિડ-19 ના આ કપરા સમયમાં ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ - મીઠાપુર દ્વારા આ વર્ષે પણ ઉચ્ચત્તર અભ્યાસ માટે ની શિષ્યવૃતિ બહાર પાડેલ છે. આ શિષ્યવૃતિ નું ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. https://forms.gle/f8o5zEUkoRrUecTNA લીંક પર માહિતી મેળવી શકાશે. ટી.સી.એસ.આર.ડી. ના બેંક ખાતા માં ઓનલાઇન અથવા બેંક માં રૂબરૂ જઈ ને 50 રૂપિયા ભરવાના રહેશે.( બેંક ખાતા નું નામ - ટી.સી.એસ.આર.ડી.) (ખાતા નંબર 03700100002858) (આઈ.એફ.એસ.સી. કોડ - BARB0MITHAP)) આઈ.એફ.એસ.સી. કોડ માં પાંચમું અક્ષર "0" ણયજ્ઞિ/શૂન્ય છે.

વિદ્યાર્થી નું ઓરીજીનલ બોનાફાઈડ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો ઓફિસે પહોંચાડવાનું રહેશે. ટી.સી.એસ.આર.ડી. ના બેંક ખાતા માં 50 રૂપિયા ની પેમેન્ટ સ્લીપ / રસીદ ટી.સી.એસ.આર.ડી. ની ઓફિસે જમા કરવાની રહેશે તથા ટી.સી.એસ.આર.ડી. ની જમા રસીદ લેવાની રહેશે. તારીખ 16/07/2021 થી 10/08/2021 સુધી શિષ્યવૃતિ માટે ના જરૂરી ડોક્યુમેન્ટ્સ / દસ્તાવેજો / પુરાવા રૂબરૂ ઓફિસે જમા કરવાના રહેશે.

જે વિદ્યાર્થી મીઠાપુર, સુરાજકરાડી, ઓખા અને દ્વારકા માં રહે છે અને કોમર્સ કે આર્ટ્સ માં ગ્રેડયુએશન/પોસ્ટ ગ્રેડયુએશન કરે તેમાંથી ફક્ત બહેનો દ્વારા કરેલ સ્કોલરશીપ માટે ની અરજી સ્વીકારવામાં આવશે. તેમાં પણ તે બહેનો ના વાલીઓ જો બી.પી.એલ., અંત્યોદય, આર્થિક રીતે પછાત, વિધવા, અથવા ત્યક્તા હશે તોજ તેમની અરજી સ્વીકારવામાં આવશે.વધુ માહિતી માટે આ નંબર પર સવારે 9.00 થી સાંજે 5.00 વાગ્યા સુધીમાંજ ફોન કરવો -વાઘાભા કેર - 9274403663 / 02892675336

ખંભાળિયાની જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બી.એન. ગોજીયા અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં સવારના સમયે ફ...
16/07/2021

ખંભાળિયાની જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ બી.એન. ગોજીયા અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાં સવારના સમયે ફરજ પર હતા, ત્યારે આ સ્થળેથી જી.જે. 10 બી. ક્યુ. 7578 નંબરનું સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને નીકળેલા તાલુકાના સામોર ગામના રહીશ મેરામણ માલદે ચાવડા નામના 22 વર્ષના યુવાનને ફરજ પરના પોલીસ કર્મીએ ચેકિંગ કાર્યવાહીમાં થોભવાનું કહેતા ઉપરોક્ત શખ્સ પોલીસની સુચનાને અવગણીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ત્યારબાદ પોલીસ દ્વારા આગળ જઈને તેને રોકીને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા જરૂરી કાગળો માંગતા આરોપી શખ્સે કાગળ બતાવ્યા ન હતા. એટલું જ નહીં, પોલીસ સાથે બોલાચાલી કરી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

મીઠાપુરથી આશરે 11 કિલોમીટર દૂર ગઢેચી ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોદળભા ગગાભા સુમણીયા નામના હિન્દુ વાઘેર યુવાનના ઘરમાં ગ...
16/07/2021

મીઠાપુરથી આશરે 11 કિલોમીટર દૂર ગઢેચી ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોદળભા ગગાભા સુમણીયા નામના હિન્દુ વાઘેર યુવાનના ઘરમાં ગત તા. 27 જુનના રાત્રિના સમયમાં પ્રવેશ કરી, આ રહેણાંક મકાનના રૂમમાં રહેલા કબાટની થેલીમાં રાખવામાં આવેલા રૂપિયા 36 હજાર રોકડા તથા રૂપિયા બે હજારની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 38 હજારના મુદ્દામાલની ચોરી થવા સબબ ગઈકાલે મીઠાપુર પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઉપરોક્ત મુદ્દામાલ મેવાસા ગામનો ખેરાજભા મિયાભા માણેક નામનો 36 વર્ષીય શખ્સ ચોરી કરીને લઇ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મીઠાપુર પોલીસ આઈ.પી.સી. કલમ 380 તથા 447 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

16/07/2021

આજનો વરસાદ - વરવાળા

07/06/2021
કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતો દ્વારકાના રૂપેણ બંદર પર તંત્ર દ્વારા 250 જેટલી નોટીસ આપી અને બે કલાક બાદ જ બુલડોઝર ...
07/06/2021

કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતો દ્વારકાના રૂપેણ બંદર પર તંત્ર દ્વારા 250 જેટલી નોટીસ આપી અને બે કલાક બાદ જ બુલડોઝર ફેરવવાની તૈયારી કરવામાં આવી હતી.

પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. રૂપેણ બંદરે સરકારી તથા પાલિકાની જમીન ઉપર આવેલી દુકાનો, વાડા, દંગાઓ તથા કોમર્શિયલ બાંધકામોને દ્વારકા જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી નાયબ કલેકટર નિહાર ભેટારીયા, મામલતદાર કેશવાલાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી.

ફક્ત બે કલાકનો સમય અપાતા અને અચાનક તંત્ર દ્વારા ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરાતા વેપારીઓનો રોષ ભભુકી ઉઠ્યો હતો. અને પબુભા માણેક તથા સાંસદ પૂનમબેન માડમને જાણ કરાઈ હતી. જેથી પૂનમબેન માડમ તથા પબુભા માણેક સાથે બંદરના વેપારીઓ તથા આગેવાનોએ નગરપાલિકા ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગેવાનોએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે છેલ્લા પચાસ વર્ષોથી અહી બંદર આવેલ છે. અને વેપારીઓ પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. હાલ કોરોના કાળ દરમિયાન વેપારીઓ બેહાલ થયા છે. અને હવે દુકાનો તૂટતા પાયમાલ થશે. જેથી આ ડીમોલેશન રોકવું ખુબ જરૂરી છે. જેથી પૂનમબેન તથા પબુભા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ડીમોલેશન રોકવામાં આવ્યુ હતું.

https://sanjsamachar.net/news/details/315842/tantra-prepares-to-turn-bulldozers-at-dwarka-s-rupen-port-demolition-averted-with-poonamban-and-pabubha-s-presentation

દુબઇથી અેક હજાર ટન જનરલ કાર્ગો લોડિંગ કરીને યમન માલ પરિવહન કરવા જતી વેળાઅે પોરબંદરના અમૃત જહાજે અોમાનના દરિયામાં રાત્રે ...
06/06/2021

દુબઇથી અેક હજાર ટન જનરલ કાર્ગો લોડિંગ કરીને યમન માલ પરિવહન કરવા જતી વેળાઅે પોરબંદરના અમૃત જહાજે અોમાનના દરિયામાં રાત્રે 11 વાગ્યાના અરસામાં વાતાવરણમાં અાવેલા અોચિંતા પલટાથી ઉછળેલા મોજાના કારણે જળ સમાધી લીધી હતી, જો કે, તેમાં રહેલા માંડવી, સલાયાના 7 મળી કુલ 9 ક્રુ-મેમ્બરોનો અાબાદ બચાવ થયો હતો.

પોરબંદરની યુરો અેરિયન શિપિંગ કંપનીનું પી.બી.અાર.1674 અમૃત જહાજ દુબઇથી 30 મેના રોજ યમનના અશગીર બંદરે જવા પ્રસ્થાન કર્યું હતું. 2 જુનના અોમાનના રાસ લહાદ અને મશીરા વચ્ચે જહાજ પહોંચ્યું ત્યારે વાતાવરણમાં અચાનક પલટો અાવ્યો હતો અને દરિયાના તાકતવર મોજાઅે જહાજને ઝપેટમાં લેતાં જળ સમાધી લીધી હતી. સમુદ્રમાં ડુબતા જહાજમાં સવાર માંડવી, સલાયાના 7 અને અન્ય 2 મળી 9 ક્રુ-મેમ્બરોઅે જાન જોખમમાં લાગતાં તમામ દરિયામાં કુદી પડ્યા હતા.

અા દરમ્યાન દુબઇ અારબનું જહાજ ફતેહ અલબારી મદદે અાવ્યું હતું. માંડવીના બે યુવાનો અને તેમના પિતા પણ તેમાં હતા અેમ કચ્છી વહાણવટા અેસોસિયેશનના પ્રમુખ હાજી અાદમ થૈમ, સી.અો.અેસ. અાદમ ધોબીઅે જણાવ્યું હતું.

સમુદ્રી અાફતમાં બચેલા ક્રુ-મેમ્બરો
સમુદ્રી અાફતમાં બચેલા ક્રુ-મેમ્બરો
માંડવી, સલાયાના અામદ જુસબ જાફરાની, હશન અામદ જાફરાની, યુનસ અામદ જાફરાની, અનિષ અોસમાણ ગની સોઢા, ફહદ અનવર શીરૂ, અનવર અામદ સોઢા, મહંમદ સિધિક રમજુ કોરેજા, કાસમ બાવલા લાકડા (જોડિયા, જામનગર), વાલજી મંગાભાઇ બારૈયા (મહુવા)નો અાબાદ બચાવ થયો હતો.

https://www.divyabhaskar.co.in/local/gujarat/bhuj/mandvi/news/rescue-of-9-crew-members-including-7-from-mandvi-salaya-128565589.html

દ્વારકા જિલ્લામાં કોરોના વોરીયર્સ તરીકે ફજબ બજાવતા 145 પોલીસ તથા એસઆરપીના 5,એસઆરડી-જીઆરડીના 13 ,હોમગાર્ડ અને ટીઆરબીના 3 ...
06/06/2021

દ્વારકા જિલ્લામાં કોરોના વોરીયર્સ તરીકે ફજબ બજાવતા 145 પોલીસ તથા એસઆરપીના 5,એસઆરડી-જીઆરડીના 13 ,હોમગાર્ડ અને ટીઆરબીના 3 જવાન મળી જિલ્લામાં કુલ 171 જવાનો કોરોના વાયરસ કોવિડથી સંક્રમિત થયા હતા.જે પૈકી 166 જવાનોએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.જયારે ચાર જવાન હોમ આઇશોલેટ થયાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે, કોરોના વાયરસ કોવિડના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય માટે કોરોના વોરીયર્સ તરીકે પોલીસ સહિત સુરક્ષા જવાનો ફરજ બજાવી રહયા છે.જે દરમિયાન 145 પોલીસ તથા એસઆરપીના 5,એસઆરડી-જીઆરડીના 13,હોમ ગાર્ડઝ અને ટીઆરબીના 3-3 જવાન મળી જિલ્લામાં કુલ 171 જવાનો કોરોના વાયરસ કોવિડથી સંક્રમિત થયા હતા. જે પૈકી 166 જવાનોએ કોરોનાને મ્હાત આપી રીકવરી સાથે સ્વસ્થ થયા છે.જયારે ચાર પોલીસ જવાનો હોમ આઇશોલેશનમાં રહયા છે.

144 જવાનોએ લીધો રસીનો બીજો ડોઝ
19 પોલીસ જવાન તથા એસ.આર.પી અને હોમગાર્ડના 1-1 જવાનોએ કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ, બાકીના 144 જવાનોએ બીજો ડોઝ લઈ રક્ષિત બન્યા હોવાનુ સુત્રોએજણાવ્યુ હતુ.

https://divya-b.in/ZD8jGh3CQgb

Address

Dwarka
361335

Alerts

Be the first to know and let us send you an email when Debate On Dwarka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Debate On Dwarka:

Share