Halar_Update_ News

Halar_Update_ News Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Halar_Update_ News, Media/News Company, Dwarka.

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાનું સંપૂર્ણ સ્થાનિક અખબાર એટલે હાલાર અપડેટ

➡️ *દેવભૂમિ દ્વારકા જિલ્લાની પળે પળ ની અપડેટ માટે ➡️ Follow page
➡️ સત્ય અને સચોટ સમાચાર ...✍️
➡️ Social Media Community of Dwarka District

2024-25 માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળ...
15/06/2024

2024-25 માટે સ્માર્ટફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવાની થાય છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ-ખેડુત પોર્ટલ તારીખ ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી 7 દિવસ સુધી ખેડુતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. તો આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડુત મિત્રોએ અરજી કરવી.

દ્વારકાના ઝવેરનગરમાથી 30 પેકેટ ચરસ, મોજપ ગામથી ૨૧ પેકેટ ચરસ અને ચંદ્રભાગા ગામથી ૯ પેકેટ ચરસ તથા વાચ્છુ ગામમાથી ૨૯ પેકેટ ...
15/06/2024

દ્વારકાના ઝવેરનગરમાથી 30 પેકેટ ચરસ, મોજપ ગામથી ૨૧ પેકેટ ચરસ અને ચંદ્રભાગા ગામથી ૯ પેકેટ ચરસ તથા વાચ્છુ ગામમાથી ૨૯ પેકેટ ચરસ અને ગોરીજામાથી ૨૬ પેકેટ નશીલા પદાર્થનો જથ્થો ઝડપી લેવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

ખંભાળિયા રેલવે સ્ટેશન નજીક પટેલ બેટરી પાછળ જલારામ નગરમાં એકી સાથે ત્રણ મકાનમાં તસ્કરોએ ખાતર પાડતા ફફડાટ ફેલાયો છે. વિજયભ...
15/06/2024

ખંભાળિયા રેલવે સ્ટેશન નજીક પટેલ બેટરી પાછળ જલારામ નગરમાં એકી સાથે ત્રણ મકાનમાં તસ્કરોએ ખાતર પાડતા ફફડાટ ફેલાયો છે. વિજયભાઈ રવજીભાઈ ચોપડાનાં ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં, ચાંદીના સિક્કા અને રોકડ સહીત કુલ રૂ.5,62,500 તેમજ લખમણ રૂડાભાઈ હડિયલનાં ઘરમાંથી રોકડ અને ચિરાગ પ્રફુલભાઈ કાનાણીનાં ઘરમાંથી પણ રોકડ રકમ સહીત કુલ રૂ.5,70,000 નો મુદ્દામાલ ઉઠાવી ગયા. પોલીસે ચોર શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

કલ્યાણપુરમાં ગત રાત્રિના એક પ્રસુતાને પીડા ઉપડતા તેમનાં પતિ બાઈક પર લઈ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં પ્રસુતિ ...
15/06/2024

કલ્યાણપુરમાં ગત રાત્રિના એક પ્રસુતાને પીડા ઉપડતા તેમનાં પતિ બાઈક પર લઈ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં પ્રસુતિ થઈ જતા મહિલા અસહ્ય પીડાને લીધે બાઈક પરથી નીચે પડી ગઈ હતી. જેનો કરૂણ અવાજ બાજુમાં રહેતા મહિલા પીએસઆઈ અખેડ મેડમના કાને અથડાતા તેઓ ક્ષણભરનો વિલંબ કર્યા વગર દોડી આવ્યા હતા.જ્યાં પોતાની કારમાં તાત્કાલીક કલ્યાણપુર હોસ્પિટલ પહોંચાડી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.

T20 વર્લ્ડ કપમાં ભારત અને USA સામે હાર બાદ પાકિસ્તાનની ટીમના સફરનો અંત થયો છે. ટીમ બહાર થતા પાકિસ્તાનીઓમાં ભારે રોષની લા...
15/06/2024

T20 વર્લ્ડ કપમાં ભારત અને USA સામે હાર બાદ પાકિસ્તાનની ટીમના સફરનો અંત થયો છે. ટીમ બહાર થતા પાકિસ્તાનીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. એક વકીલે તો આખી પાકિસ્તાનની ટીમ ઉપર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો છે. USA અને ઇન્ડિયા સુપર 8માં પ્રવેશ કર્યો છે.

આગામી દિવસમાં બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવનાર હોય જેને ધ્યાને લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અન...
15/06/2024

આગામી દિવસમાં બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવનાર હોય જેને ધ્યાને લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા.૦૮-૦૭-૨૦૨૪ સુધી હથિયારબંધી જાહેર કરવામાં આવે છે.

દ્વારકાના દરિયાકાંઠાને ઝેર કરવાના પ્રયાસ કરનારને ઝડપથી પકડો. વાચ્છુ દરિયાકાંઠેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. પોલ...
15/06/2024

દ્વારકાના દરિયાકાંઠાને ઝેર કરવાના પ્રયાસ કરનારને ઝડપથી પકડો. વાચ્છુ દરિયાકાંઠેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાયું છે. પોલીસ દ્વારા હાલ સર્ચ ઓપરેશન ચાલુ.

દિવસે ને દિવસે વધી રહેલ તાપમાન અને કમોસમી વરસાદ પાછળનું જો કોઈ કારણ હોય તો તે છે દિન પ્રતિદિન વૃક્ષો કપાઈ રહ્યા છે!ત્યાર...
14/06/2024

દિવસે ને દિવસે વધી રહેલ તાપમાન અને કમોસમી વરસાદ પાછળનું જો કોઈ કારણ હોય તો તે છે દિન પ્રતિદિન વૃક્ષો કપાઈ રહ્યા છે!ત્યારે સૌ પોતાની સ્વૈછીક જવાબદારી સમજી ખંભાળિયા શહેરને લીલુછમ હરિયાળું બનાવવા માટે ગ્રીન ખંભાળીયા નામની સંસ્થાની સ્થાપના કરવામા આવીછે.આગામી દિવસોમાં ખંભાળિયા શહેર અને આજુબાજુ વિસ્તારમાં વૃક્ષારોપણ કરી અને તેનું ઉછેર કરવાના સંકલ્પ સાથેનું ભગીરથ કાર્ય આ સંસ્થાએ હાથ ધર્યું છે.

આજરોજ  વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિતે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં આજના દિવસે બહુ ઓછું જોવા મળતું "બોમ્બે બ્લડ ગૃપ" ધરા...
14/06/2024

આજરોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી નિમિતે ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં આજના દિવસે બહુ ઓછું જોવા મળતું "બોમ્બે બ્લડ ગૃપ" ધરાવતા એક દર્દીને સફળ રીતે બ્લડ ટ્રાન્સમિટ કરવામાં આવ્યું છે.આ અંગે જનરલ હોસ્પિટલના પેથોલોજિસ્ટ ડો.એલ.એન.કનારાએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ રક્તદાતા દિવસ છે.ત્યારે આજના દિવસે એક દર્દી કે જે બોમ્બે બ્લડ ગૃપ ધરાવે છે.જેને રક્તદાતાની મદદથી સફળ રીતે બ્લડ ટ્રાન્સમિટ કરવામાં આવ્યું છે. જે અમારા માટે સફળ રક્તદાતા દિવસની ઉજવણી છે.

આવતીકાલે ખંભાળિયામાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ 11 કેવી નગર ગેટ ટાઉન-1 ફીડર વિસ્તારમાં સવારે 6.30 વાગ્યાથી 11.30 સુધી વીજ...
14/06/2024

આવતીકાલે ખંભાળિયામાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈ 11 કેવી નગર ગેટ ટાઉન-1 ફીડર વિસ્તારમાં સવારે 6.30 વાગ્યાથી 11.30 સુધી વીજકાપ રહેશે.ટાઉન-1 ફીડરમાં આવતા રામનાથ સોસાયટી, ઘી ડેમ, નગર ગેટ, જૂની કોર્ટ,તાલુકા પંચાયત કચેરી, બંગલાવાડી, કલ્યાણબાગ, ગાયત્રી નગર, મિલન ચાર રસ્તા, ટાઉન હોલ, દ્વારકા ગેટ, જૂની જેલ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

કલ્યાણપુર તાલુકાનાં રાવલમાં આંબાવાડી વિસ્તારમાં એક મકાનમાં જુગારની જમાવટ જામી હોવાની એલસીબીના મશરીભાઈ ભારવાડીયા,લાખાભાઈ ...
14/06/2024

કલ્યાણપુર તાલુકાનાં રાવલમાં આંબાવાડી વિસ્તારમાં એક મકાનમાં જુગારની જમાવટ જામી હોવાની એલસીબીના મશરીભાઈ ભારવાડીયા,લાખાભાઈ પિંડારીયા અને ભરતભાઈ જમોડને બાતમી મળી હતી. બાતમીના આધારે સ્થળ પર ત્રાટકતા જુગાર રમતા પરબત રણમલ મોઢવાડીયા,અરભમ વેજાભાઈ કારાવદરા, રણમલ જીવણભાઈ જામ, કારા માલદેભાઈ હરીયાણી,દેશુર જેશાભાઈ પિંડારીયા,પરબત લખમણભાઈ મોઢવાડીયાને જુગાર રમતા ઝડપી લીધા હતા.સ્થળ પરથી રોકડા રૂ. 1,11,600 તેમજ કાર અને મળી કુલ રૂ. 3.67,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

માટલા તોડ વિરોધ: પાણીની સમસ્યા અંગે જામનગરમાં યુવા નેતા હેમંત ખવાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન
14/06/2024

માટલા તોડ વિરોધ: પાણીની સમસ્યા અંગે જામનગરમાં યુવા નેતા હેમંત ખવાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન

જામનગર નજીક આવેલા નાઘેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનના ઘરે તેની પત્નીના પરિવારજનોએ આવી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ...
14/06/2024

જામનગર નજીક આવેલા નાઘેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનના ઘરે તેની પત્નીના પરિવારજનોએ આવી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. બાદમાં પોતાની દિકરીને કારમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાની યુવાન ફરિયાદ નોંધાવતા પંચ બી પોલીસે આ સમગ્ર બનાવ મામલે સાતથી આઠ જેટલા શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામે કૌટુંબિક ભાઇઓ વચ્ચે મોટી માથાકૂટ થઇ હતી. જમીનના ડખ્ખામાં ભાઇઓ વચ્ચે તકરાર થય...
14/06/2024

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામે કૌટુંબિક ભાઇઓ વચ્ચે મોટી માથાકૂટ થઇ હતી. જમીનના ડખ્ખામાં ભાઇઓ વચ્ચે તકરાર થયા બાદ હથિયારો ઉડત ચાર જેટલા વ્યક્તિઓને ઈજા થઈ હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે જામનગરન જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે.

અમરેલીના સુરાગપુર ગામમાં 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં દોઢ વર્ષની આરોહી નામની બાળકી પડી જવાની ઘટના બની છે.વહીવટી તંત્રએ યુ...
14/06/2024

અમરેલીના સુરાગપુર ગામમાં 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં દોઢ વર્ષની આરોહી નામની બાળકી પડી જવાની ઘટના બની છે.વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે બાળકીને બચાવવા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે.અવારનવાર આવી ઘટનાઓ બનવા છતાં કોઈ પગલાં લેવાતાં નથી અને અંતે વ્હાલસોયા બાળકો મોતને ભેટે છે.

છેલ્લા 10 દિવસમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં અંદાજે 20 ટકાનો વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહીણી...
14/06/2024

છેલ્લા 10 દિવસમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં અંદાજે 20 ટકાનો વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહીણીઓ અને વેપારીઓ વચ્ચે ઠેર ઠેર રકઝક થઇ રહી છે,

CBI ની ટીમે મોડી રાત્રે દ્વારકામાં ગુપ્ત ઑપરેશનમાં જામનગરમાં EPF અધિકારી એન.સી.નથવાણીને 1.10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ...
14/06/2024

CBI ની ટીમે મોડી રાત્રે દ્વારકામાં ગુપ્ત ઑપરેશનમાં જામનગરમાં EPF અધિકારી એન.સી.નથવાણીને 1.10 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.પ્રોવિડન્ટ ફંડની રકમ રિલીઝ કરવા એક ખાનગી કંપનીના માલિક પાસે લાંચની માગણી કરાઈ હતી.CBI ની ટીમે વચેટિયા એચ.કે.ભયાણી અને તેના પુત્ર જય ભયાણીની પણ ધરપકડ કરી છે.સીબીઆઈની ટીમે અધિકારીને રહેઠાણે પણ દરોડા પાડી મોટી માત્રામાં વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે.

દ્વારકામાં GST વિભાગની ટિમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હોટલો અને અન્ય એકમોમાં ચેકિંગ ચાલી રહ્યું છે. જીએસટી વિ...
13/06/2024

દ્વારકામાં GST વિભાગની ટિમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હોટલો અને અન્ય એકમોમાં ચેકિંગ ચાલી રહ્યું છે. જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા તમામ વિગતો ચકાસાઈ રહી છે. GST ચોરી અને અન્ય ગેરરીતિઓ બહાર આવે તેવી હાલ વિગતો સામે આવી રહી છે.

દ્વારકાના સૂરજકરાડી ગામમાં એક વેપારીનાં ઘરે ગાંધીનગર થી C.B.I.ની ટીમ ત્રાટકી છે. સ્થાનિક પોલીસને સાથે રાખી હાલ સર્ચ ઓપરે...
13/06/2024

દ્વારકાના સૂરજકરાડી ગામમાં એક વેપારીનાં ઘરે ગાંધીનગર થી C.B.I.ની ટીમ ત્રાટકી છે. સ્થાનિક પોલીસને સાથે રાખી હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.મોટી રકમ પકડાઈ હોવાની વિગતો સામે આવી રહી છે.સ્ક્રેપનાં મોટા ગજાનો એક વેપારીની સઘન પૂછતાછ હાલ ચાલી રહી છે.

કલ્યાણપુરમાં બોકસાઈટનું અનધિકૃત રીતે ખનીજ ખનન ક્યાંક ને ક્યાંક છુપી રીતે ચાલતું જ હોય છે.ત્યારે ગત રાત્રિના પેટ્રોલિંગ દ...
13/06/2024

કલ્યાણપુરમાં બોકસાઈટનું અનધિકૃત રીતે ખનીજ ખનન ક્યાંક ને ક્યાંક છુપી રીતે ચાલતું જ હોય છે.ત્યારે ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઈ અખેડ તથા સ્ટાફ દ્વારા બાતમીના આધારે બાકોડી અને હળમતિયા ગામની વિસ્તારમાંથી પસાર થતા બે ટ્રેક્ટરને ઝડપી લીધા હતા. જેમાં રહેલ બોકસાઈટનો જથ્થો અંગે પૂછતાં કોઈ પુરાવા ન આપતાં ચોરિયાવ બોકસાઈટ હોવાનું સામે આવ્યું હતું.

ઉનાળુ વેકેશન બાદ શાળાઓ આજથી ખૂલશે. શાળાઓ ખૂલતાની સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ આજથી શરૂ થઈ જશે.જોકે, રાજ્યમાં હવે વાલીઓએ ...
13/06/2024

ઉનાળુ વેકેશન બાદ શાળાઓ આજથી ખૂલશે. શાળાઓ ખૂલતાની સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ આજથી શરૂ થઈ જશે.જોકે, રાજ્યમાં હવે વાલીઓએ સંતાનોને શાળાએ મોકલવા મોંઘા પડશે. સ્કૂલવાનનાં ભાડામાં અને રિક્ષાના ભાડામાં તોતિંગ વધારો કરાયો છે.

13/06/2024

રાજકોટમાં TRP ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર મુદ્દે તંત્ર સક્રિય બન્યું છે.ત્યારે ખંભાળિયા અને ભાણવડ તેમજ દ્વારકામાં ગીચતા વાર...
12/06/2024

રાજકોટમાં TRP ગેમઝોન દુર્ઘટના બાદ ફાયર મુદ્દે તંત્ર સક્રિય બન્યું છે.ત્યારે ખંભાળિયા અને ભાણવડ તેમજ દ્વારકામાં ગીચતા વારા વિસ્તાર કે જ્યાં ફાયર બ્રિગેડ નં પહોંચી શકે તેવા વિસ્તારમાં કાયમી લાઈસન્સ ધારકોની ફટાકડાની દુકાનો ધમધમે છે તે અંગેનો હાલાર અપડેટ ન્યુઝમા અહેવાલ પ્રકાશિત કરાયો હતો. જે બાદ તંત્રએ ગંભીરતા દાખવી પ્રાંત અધિકારી ખંભાળિયા અને પોલીસ દ્વારા ફટાકડાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું છે.અનેક દુકાનોના લાઈસન્સ રદ્દ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

કચ્છમાં નશાના કારોબારનો રાફડો ફાટ્યો છે. જિલ્લામાં બિનવારસુ કરોડોના ડ્રગ્સ મળવાનો સીલસીલો યથાવત. અબડાસાના સિંધોડી નજીક ચ...
12/06/2024

કચ્છમાં નશાના કારોબારનો રાફડો ફાટ્યો છે. જિલ્લામાં બિનવારસુ કરોડોના ડ્રગ્સ મળવાનો સીલસીલો યથાવત. અબડાસાના સિંધોડી નજીક ચરસના પેકેટ મળ્યા છે. જખૌ મરીન પોલીસના સર્ચ ઓપરેશન દરમ્યાન 9 કરોડની કિંમતનું 9 પેકેટ બિનવારસી ચરસ મળી આવ્યું છે.

12/06/2024

12/06/2024

હવેથી પોલીસકર્મીની આંતર જિલ્લા બદલીની તમામ સત્તા DGPના હાથમાં રહેશે. આ પહેલાં એક રેંજમાં આંતરિક બદલીઓ રેંજ IGને સોંપાઈ હ...
12/06/2024

હવેથી પોલીસકર્મીની આંતર જિલ્લા બદલીની તમામ સત્તા DGPના હાથમાં રહેશે. આ પહેલાં એક રેંજમાં આંતરિક બદલીઓ રેંજ IGને સોંપાઈ હતી. જોકે, તેમાં હવે ફેરફાર કરાયો છે. હવેથી આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જ કરી શકશે.

રાજકોટ TRP અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર એનઓસી વગર ધમધમતી હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ અન્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે.પરંતુ ...
11/06/2024

રાજકોટ TRP અગ્નિકાંડ બાદ રાજ્યમાં ફાયર એનઓસી વગર ધમધમતી હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ અન્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે.પરંતુ દ્વારકા અને ખંભાળિયામાં જાણે બધું બરાબર હોય તેમ એક પણ મિલ્કત સીલ ન થતાં જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે આજે રહી રહીને દ્વારકામાં રાજ પેલેસ હોટેલ અને એક ભવનને સીલ કરાયું છે. પરંતુ જે કાર્યવાહી પણ જાણે નાટકીય રૂપે થઈ હોવાની દ્વારકા શહેરમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

જામનગરના વિકાસ ગૃહમા રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ગઈ રાતે એકાએક લાપત્તા બની જતાં વિકાસ ગૃહમા ભારે હલચલ મચી ગઈ છે...
11/06/2024

જામનગરના વિકાસ ગૃહમા રહીને અભ્યાસ કરતી બે સગીર વયની બહેનો ગઈ રાતે એકાએક લાપત્તા બની જતાં વિકાસ ગૃહમા ભારે હલચલ મચી ગઈ છે. જે અંગે વિકાસગૃહ નું સંચાલન કરનાર સંચાલિકા બહેન દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે અપહરણ અંગે ફરીયાદ નોંધાવી છે.

રાજકોટના ત્રંબા ગામે આજે સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે. દ્વારકાના જગદગુરુ શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનારા આ મહાસંમે...
11/06/2024

રાજકોટના ત્રંબા ગામે આજે સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે. દ્વારકાના જગદગુરુ શંકરાચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો મહામંડલેશ્વરો-કથાકારો હાજર રહેશે. આ મહાસંમેલનમાં હિન્દુ દેવી-દેવતાઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરનારાઓ અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે.

Address

Dwarka

Telephone

+917600146740

Website

Alerts

Be the first to know and let us send you an email when Halar_Update_ News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Halar_Update_ News:

Videos

Share


Other Media/News Companies in Dwarka

Show All