કોમ્પ્યુટર સાયન્સમાં પી.એચ.ડી.ની ડીગ્રી મેળવતા માનસીબહેન બોસમિયા
ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળના પૂર્વ પ્રમુખ અને હાલના ટ્રસ્ટી તેમજ સામાજિક અગ્રણી પ્રકાશભાઈ બોસમિયાના દીકરી તેમજ હનુમંત હોસ્પિટલ મહુવાના સી.ઇ.ઓ. ચિંતનભાઈ શનિશ્ચરાના પત્ની માનસીબહેન બોસમિયાને ભારત સરકારના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરવામાં આવી છે.
માનસીબહેન કોમ્પ્યુટર સાયન્સમાં ચરોત્તર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી પી.એચ.ડી.થતા છે.યુનિવર્સિટીના ૧૩ માં પદવીદાન સમારોહમાં તેમને ભારત સરકારના કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના હસ્તે ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.
માનસીબહેને કોમ્પ્યુટર સાયન્સમાં બે પુસ્તકો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૧૦ પેપર પણ લખ્યા છે.તેઓ છેલ્લા ૧૩ વર્ષથી કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર તરીકે કાર્યરત છે.
ભાવનગરના ચકચારી ડમીકાંડમાં કથિત તોડ કરવા મામલે યુવરાજસિંહ જાડેજાની 8 કલાક પોલીસ પૂછપરછ બાદ ભાવનગર રેન્જ આઈ.જી.ની પત્રકાર પરિષદ
● રામવાડી યુવા પાંખ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન●
સિહોર સંપ્રદાય ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ - રામવાડીની યુવા પાંખ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને તેમના પતિ રાજીવભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજીવભાઈ પંડ્યાએ ક્રિકેટની રમત રમવાનો પણ લ્હાવો લીધો હતો. આ ટુર્નામેન્ટમાં વડીલોની ૦૧ યુવાનોની ૧૦ અને બાળકોની ૦૪ ટીમોએ ભાગ લીધો છે. આ પ્રસંગે રામવાડીના પ્રમુખ કિરીટભાઈ પંડ્યા, મંત્રી આઈ. એમ. દવે ઉપ-પ્રમુખ અજયભાઈ પંડ્યા, જયેશભાઈ દવે, કુન્તલભાઈ ત્રિવેદી, ઉદયભાઈ પંડ્યા સહિતના હોદ્દેદારો તેમજ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
● મોરબીની દુર્ઘટનાના પગલે કલેકટર ડી.કે.પારેખે ભાવનગરના કેબલ સ્ટેઇડ બ્રિજની સમીક્ષા મુલાકાત લીધી ●
> ભાવનગરમાં કેબલ સ્ટેઈડ બ્રીજની મુલાકાત જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખે લીધી હતી. કલેકટરએ કેબલ સ્ટેઈડ બ્રીજની ડિઝાઇન, વહન ક્ષમતા અને મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી હતી.
આ તકે કલેકટરએ જણાવ્યું હતું કે આ બ્રિજ વર્ષ ૨૦૧૨ માં બનેલો છે અને ત્યારબાદ વર્ષ ૨૦૧૩ થી સતત કાર્યરત છે બ્રીજનું બાંધકામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ મેન્ટેનન્સ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કરી રહ્યું છે ત્યારે મુલાકાત લઈને જરૂરી માહિતી મેળવી હતી આ ઉપરાંત કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
આ મુલાકાત દરમ્યાન ભાવનગર પ્રાંત અધિકારી એમ.એમ.ઝણકાટ, માર્ગ અને મકાન (સિવિલ) નાં ડેપ્યુટી એન્જિનિયર શ્રી દિલીપભાઈ મેર, ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં ડેપ્યુટી એન્
● સરકારી કચેરીના બિલ્ડીંગમાં આંટા મારતી ગાયનો વિડિઓ થયો વાયરલ ●
ભાવનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે.રોડ પર અડિંગો જમાવી બેઠેલા રોડ હવે જાણે કે,સરકારી તંત્રને અરજી આપવા ગયા હોય તેમ શહેરના બહુમાળી ભવનની સરકારી કચેરીમાં ગાય આંટા મારતી હોય તેવો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.
કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે તુલસી સાહિત્ય સંગોષ્ઠિનો પ્રારંભ
મહુવા ખાતે મોરારિબાપુના સાનિધ્યમાં તુલસી સાહિત્ય સંગોષ્ઠિ પ્રારંભ થયો છે. તુલસી જન્મોત્સવ પ્રસંગે મહુવામાં શ્રી કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી સાહિત્ય સંગોષ્ઠિ પ્રારંભ થયો છે. મોરારિબાપુના સાનિધ્ય સાથે યોજાયા આ તુલસી જન્મોત્સવ પ્રસંગે દેશના વિવિધ ભાગોમાંથી વિદ્વાન કથાકારો અહી જોડાયા છે અને વક્તવ્ય આપી રહ્યા છે. હરિશ્ચંદ્રભાઈ જોષીના પ્રારંભિક સંચાલન આવકાર સાથે આજથી આ સંગોષ્ઠિ પ્રારંભ થયો છે. સોમવાર, મંગળવાર તથા બુધવાર દરમિયાન સંગોષ્ઠિ અને ગુરુવારે તુલસી જન્મોત્સવ પ્રસંગે સન્માન સમારોહ યોજાશે.
● ભાવનગરના જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારવામાં આવી ●
> ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખરગેટ પહોંચી ત્યારે જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી,બલભદ્રજી અને સુભદ્રાજીની આરતી ઉતારવામાં આવી હતી.ભાવિકોએ આરતી દર્શનનો લાભ લીધો હતો.
● તળાજાની મામલતદાર કચેરીમાં રૂ.૧૧ હજારની લંચ લેતા વચેટિયાની ધરપકડ ●
તળાજાની મામલતદાર કચેરીમાં આવેલ સર્કલ ઓફિસરની કચેરીમાં રૂ ૧૧ હજારની લંચ લેતા વચેટિયા યશપાલસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયાની ભાવનગર એ.સી.બી.ની ટીમે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદીએ વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદેલ. તેનો જમીનનો ગામ નમૂના ૭,૧૨, ૮(અ) આરોપી પાસે માંગતા આરોપીએ લાંચના અગાઉ ફરિયાદી પાસેથી રૂ.૪૦૦૦/- લીધેલ અને બીજા લાંચના રૂ.૧૧,૦૦૦/- માંગતા ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી, ફરીયાદીએ એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર - ૧૦૬૪ ઉપર સંપર્ક કરી ફરિયાદએ ફરિયાદ આપતા આજ રોજ ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીએ મામલતદાર કચેરી, તળાજા, પહેલા માળે,સર્કલ ઓફીસરની ઓફીસ રૂમ નં.૨૦ માં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદીશ્રી પાસેથી રૂ.૧૧,૦૦૦/- ની લાંચની માંગણી કરી, સ્વી
● ઘોઘા તાલુકાના કુંડ ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન ●
ઘોઘા તાલુકાના કુડા ગામમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર ખાતે ચૈત્ર માસ નિમિત્તે નવ ચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું,જેમાં યજમાન પરિવારોએ પૂજન અને હવન વિધિનો લાભ લીધો હતો.ગ્રામજનોએ માતાજી અને હવન દર્શનનો લાભ લીધો હતો.
● રૂ.૧૧૮ કરોડના બોગસ બિલિંગ કૌભાંડના સૂત્રધાર હસન કલીવાલાની ધરપકડ ●
ભાવનગરમાં જી.એસ.ટી નંબર મેળવી બોગસ બિલિંગ કૌભાંડ આચરનાર ભાવનગરના મહંમદહસન અસ્લમ કલીવાલાની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ થયા બાદ સ્ટેટ જી.એસ.ટી.ની ટીમે તેનો કબજો મેળવી અમદાવાદની કોર્ટમાં રજૂ કરી ૨૧ મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. રૂ.૧૧૮ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં
અગાઉ તેના માતા-પિતાની ધરપકડ કર્યા બાદ છેલ્લા નવ માસથી ફરાર હસન દેશ છોડી ભાગી જવાની તૈયારીમાં હતો ત્યારે સેન્ટ્રલ એજન્સીની ટીમે તેના ઝડપી લીધો હતો.બોગસ બિલિંગ કૌભાંડમાં કુલ ૧૩ ઈસમોની ધરપકડ થઇ છે.
● સાણોદરના ડુંગરમાં આવેલા મહાદેવ ગાળામાં ગુરુવારથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ●
> ઘોઘા તાલુકાના સાણોદરના ડુંગરમાં આવેલા પ્રસિધ્ધ મહાદેવ ગાળા ખાતે સાણોદર ગ્રામ સમસ્ત અને ભાવિકો દ્વારા ગુરૂવાર તા.7 એપ્રિલથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. જેમાં શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદ એન. ભટ્ટ (સાણોદર વાળા) કથાનું રસપાન કરાવશે.
કથા પ્રારંભે ગુરુવારે બપોરે 2 કલાકે સાંઢેશ્વર મહાદેવથી પોથીયાત્રા નીકળશે. સવારે 9થી 12 અને બપોરે 3થી 5 એમ બે સત્રમાં કથા રહેશે. કથામાં આવતા વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. ભાગવત જ્ઞાનયજ્ઞમાં સંતો, મહંતોની પ્રેરક ઉપસ્થિતી રહેનાર છે. મહાદેવગાળાના માતાજીના સાંનિધ્યમાં સમગ્ર ધર્મોત્સવ ઉજવાશે. કથા શ્રવણનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
ઈશ્વરિયાના વતની ઉગામેડી સ્થિત રમેશભાઈ નાકરાણીને 'જળ પ્રહરી' સન્માન
નવી દિલ્લી ખાતે ઈશ્વરિયાના વતની ઉગામેડી સ્થિત પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણીને ભારત સરકાર જળ શક્તિ મંત્રાલય અને સરકારી ટેલ સંસ્થાના સંકલન સાથે 'જળ પ્રહરી' રાષ્ટ્રીય સન્માન એનાયત કરાયું છે.
ચકલીમાળા, પાણી કુંડા, વૃક્ષારોપણ વગેરે પર્યાવરણ અને શિક્ષણ સાથે ગ્રામવિકાસના સંકલનમાં ઈશ્વરિયા, ઉગામેડી સહિત રાજ્યના ઘણાં સ્થાનોમાં શિબિરો, કાર્યશાળાના સહયોગ સંદર્ભે જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહની મુખ્ય ઉપસ્થિતિ અને રાજ્યસભાના સભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં સંયોજક શ્રી આમેય સાથે તથા શ્રી અનિલસિંઘ સાગરના સંકલનથી ગુજરાતમાંથી શ્રી રમેશભાઈ નાકરાણીને 'જળ પ્રહરી' રાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવેલ છે.
અહીં ગુજરાત જળ બિરદારીના શ્રી મૂકેશ પંડિત, શ્રી જય નાકરાણી અને શુભેચ્છકો જોડાયા હતા.
● ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે નેત્રયજ્ઞ યોજાયો ●
ભાવનગર સ્થિત ગીતાબહેન હરેશભાઈ ડેલીવાલાનાં સૌજન્યથી શિશુવિહાર સંસ્થામાં ૪૩૪મો નેત્રયજ્ઞ તેમજ હિંમતલાલ ઠક્કર (દિલ્હી)ના સૌજન્યથી ૪૩૫ મો નેત્રયજ્ઞ યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૩૬ દર્દીઓની આંખ તપાસ ડૉ પટેલ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ કેટ્રેક સર્જરી માટે ૨૧ દર્દીઓને ૧૨ એટેડન સાથે ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.આ પ્રસંગે ગીતાબહેન હરેશભાઈ ડેલીવાલાનાં સૌજન્ય થી ૪૩૪માં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૨૧ દર્દી અને ૧૮ એટેડનને તા.૨૮ માર્ચનાં રોજ વીરનગર લઇ જવામાં આવશે.દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્ર
● ચેકડેમમાં પ્રેકટીસ કરી બાળકો જિલ્લાકક્ષાની તરણ સ્પર્ધામાં ઝળક્યાં ●
◆ જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધાની અલગ અલગ ઇવેન્ટમા એક થી ત્રણમા સૌથી વધુ ૨૮ નંબર મેળવતા મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકો શાળાના આચાર્યએ પણ બે ઇવેન્ટમા બીજો નંબર મેળવ્યો ◆
ખેલ મહાકુઁભની જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ ખાતે તારીખ;૨૧/૩/૨૦૨૨ ના રોજ બપોર બાદ યોજાઇ હતી જેમા પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકોએ શાનદાર પ્રદર્શન કરતા ૧૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ,૪૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ,૧૦૦ મીટર બેક સ્ટ્રોક,૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક ,૧૦૦ મીટર બટર ફલાઇ,૨૦૦ મીટર મીડલે એમ અલગ અલગ ઇવેન્ટમા આઠ બાળકો પ્રથમ નંબર અને અગિયાર બાળકોએ બીજો નંબર મેળવ્યો હતો જ્યારે નવ બાળકોએ ત્રીજો નંબર મેળવ્યો હતો અને શાળાના આચાર્યશ્રી બી.એ.વાળાએ પણ ૧૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ અને ૫૦ મીટર બે
● અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું ●
ભાવનગરના અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા પાણીની ટાંકી નજીક ઉનાળાની સિઝનને અનુલક્ષીને ચકલીઓના માળા,પાણીના કુંડા અને ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાનો નગરજનોએ લાભ લીધો હતો.
● અનોખી સેવા બજાવતા ધોધારોડના ડૉ.એમ જી સરવૈયા ●
આજ રોજ ભાવનગર શહેર ઘોઘા રોડ મનત્રેશ કોમ્પ્લેક્સ સર્કલ પર ગયા વર્ષ ની માફક આ વર્ષે પણ અનોખી સેવા કરવામાં આવી હતી બાઈકની આગળની સીટ પર બાળકને બેસાડતા બાઈકચાલક માતા-પિતાને સમજવીને બાળકોને પાછળ બેસવા વિનંતી કરી હતી અનેક બાળકોને સવાર થી બપોર સુધીમાં આવી સેવા બજાવી હતી આ સેવામાં ઘોઘારોડના જુના અને જાણીતા ડોકટર એમ જી સરવૈયાતેમજ ડોકટર પ્રવીણ વાઘેલા,ચંદ્રેશ ગેડીયા પ્રિન્સ પ્રજાપતિ, પ્રદીપ વાવડીયા અને અનેક યુવાનોએ આ સેવા કરી હતી