04/05/2022
*અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારનાં ૬ (છ) જુગાર રમતા શકુનીઓને રોકડ રકમ, તથા મોબાઇલ, સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૭,૪૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*
💫 *શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ, *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ* નાઓ દ્વારા જીલ્લામાંથી જુગારની બદીને સદંત્તર નેસ્ત નાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, અને આવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી સબંઘે પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી રોકડીયા પરા, ચામુંડા કિરાણા સ્ટોર ની બાજુની શેરી પાસે, બાવળની કાંટમાં જાહેરમાં કેટલાંક ઇસમો ગોળ કુંડાળુ વળીને પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે *અમરેલી એસ.ઓ.જી.પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા તથા એસ.ઓ.જી.ટીમે* બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા છ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
💫 *રેઇડ દરમ્યાન પકડાયેલ ઇસમો*
1️⃣ભુપતભાઇ મોરભાઇ મોરવાડીયા, ઉ.વ.૫૪, ધંધો.મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, દશા માતાજીનાં મંદિર પાસે, ચામુંડા કિરાણા સ્ટોરની બાજુમાં તા.જી.અમરેલી.
2️⃣હરેશભાઇ ધનજીભાઇ પાટડીયા, ઉ.વ.૨૮, ધંધો.મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, દશા માતાજીનાં મંદિર પાસે, ચામુંડા કિરાણા સ્ટોરની બાજુમાં તા.જી.અમરેલી.
3️⃣જગદિશ ઉર્ફ જગી રાજુભાઇ વાધેલા, ઉ.વ.૨૦, ધંધો.મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, ચતુરભાઇ ભંગારવાળાનાં ડેલા પાસે, તા.જી.અમરેલી.
4️⃣વિજય ઉર્ફે કાળોનાગ રૂડાભાઇ માથાસુળીયા, ઉ.વ.૨૯, ધંધો. મજુરી, રહે.અમરેલી-સાવરકુંડલા રોડ, મરફતપરા, લીલાનગર, તા.જી.અમરેલી.
5️⃣ભરત ઉર્ફે ટકો બાજુભાઇ ચારોલા, ઉ.વ.૪૦, ધંધો.મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, સાવરકુંડલા બાયપાસ રોડ, રાજશકિત કિરાણા સ્ટોર, પાસે તા.જી.અમરેલી.
6️⃣અશ્વિન ઉર્ફે કાળુ ધીરૂભાઇ મોલાડીયા, ઉ.વ.૪૨, ધંધો. મજુરી, રહે.અમરેલી, રોકડીયા પરા, દશા માતાજીનાં મંદિર પાસે, ચામુંડા કિરાણા સ્ટોરની બાજુમાં તા.જી.અમરેલી.
💫 *પકડાયેલ મુદામાલઃ-*
મજકુર પકડાયેલ ૬ (છ) એ ઇસમો અમરેલી રોકડીયા પરા, ચામુંડા કિરાણા સ્ટોર ની બાજુની શેરી પાસે, બાવળની કાંટમાં જાહેરમાં કેટલાંક ઇસમો ગોળ કુંડાળુ વળીને પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ *રૂા.૧૧,૪૨૦/-* તથા મોબાઇલ ફોન નંગ-૦૩, કિ.રૂા.૬,૦૦૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦/- એમ કુલ *કિ.રૂા.૧૭,૪૨૦/--* ના મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ ૬ (છ)એ ઈસમો વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.
💫 આમ, *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ *એસ.ઓ.જી.* અમરેલીનાં *પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા* તથા *એસ.ઓ.જી.ટીમ* ને જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.