Our Amreli

Our Amreli Our Amreli News is Amreli's leading social platform. As news breakers we delivering truth & fact of

આજના મુખ્ય સમાચાર
02/05/2024

આજના મુખ્ય સમાચાર

28/04/2024
  શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલી ખાતે વિધાર્થીઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાય તેવા હ...
27/04/2024

શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલી ખાતે વિધાર્થીઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાય તેવા હેતુસર સાયબર ક્રાઇમ પ્રિવેન્શન તથા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

રાજ્યમાં પાંચ દિવસ બાદ ફરી ગરમીનું પ્રમાણ વધ્યું,સાત શહેરોમાં તાપમાન 40 ડિગ્રી થી વધુ જોવા મળ્યું.રાજ્યમાં પાછલા પાંચ વર...
25/04/2024

રાજ્યમાં પાંચ દિવસ બાદ ફરી ગરમીનું પ્રમાણ વધ્યું,સાત શહેરોમાં તાપમાન 40 ડિગ્રી થી વધુ જોવા મળ્યું.

રાજ્યમાં પાછલા પાંચ વર્ષમાં 55 ટકા જેટલા થર્ડ જેન્ડર મતદારોનો વધારો

રેલ્વે હવે જનરલ કોચમાં પણ 20 રૂપિયામાં શરૂ કરશે ભોજન વ્યવસ્થા.

રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન નો પ્રથમ રાઉન્ડ પૂર્ણ

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 250 થી વધુ પ્રજ્ઞા ચક્ષુઓ ભાગવત કથાનું કરી રહ્યા છે રસપાન.

આજની હેડલાઇન્સ - #અમરેલીમાં આકરી ગરમીમાં આંશિક રાહત: મહત્તમ તાપમાન 39 ડિગ્રીએઅમરેલી જિલ્લામાં રીંગણીયાળા, છાપરીમાં શ્રમિ...
23/04/2024

આજની હેડલાઇન્સ -
#અમરેલીમાં આકરી ગરમીમાં આંશિક રાહત: મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ
અમરેલી જિલ્લામાં રીંગણીયાળા, છાપરીમાં શ્રમિકોને મતદાનનું મહત્વ સમજાવાયું

બાબરા તાલુકાના રાયપર ગામે પૂજ્ય સંતશ્રી વીરાઆપાની તિથિ મહોત્સવ આગામી તા.24 અને 25 એપ્રિલના રોજ બે દિવસીય મહોત્સવ ઉમંગભેર ઉજવાશે.

બાબરા તાલુકાના રાયપર ગામે પૂજ્ય સંતશ્રી વીરાઆપાની તિથિ મહોત્સવ આગામી તા.24 અને 25 એપ્રિલના રોજ બે દિવસીય મહોત્સવ ઉમંગભેર ઉજવાશે.
અમરેલીમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી મોબાઈલ ફોન શોધી મૂળ માલીકને પર આપવામાં આવ્યો હતો. અમરેલીના યુવક સીનીયર સીટીઝન પાર્કમાં મોબાઈલ ફોન ભૂલી ગયો હતો.અમરેલીમાં સીસીટીવી કેમેરાથી મોબાઈલ ફોન શોધી અપાયો

અમરેલી જિલ્લામા હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી કરાશે. તે પુર્વે અમરેલીથી ભુરખીયા તરફ પદયાત્રિકોનો પ્રવાહ જોવા મળ્યો હતો. રસ્તામા ઠેરઠેર પદયાત્રિકો માટે ઠંડાપીણા, ખાણીપીણીના સ્ટોલ ઉભા કરાયા છે. હનુમાન જયંતિના પાવન પર્વ પર મંદિરોમા મહાઆરતી, સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠનુ આયોજન કરાયુ છે.

આજની વિશેષ ખબર:->સરકારી ચોખ્ખી કર આવક માં 18 ટકાનો જંગી વધારો.>65 વર્ષની વયમાં પણ ખરીદી શકાશે વીમા પોલિસી.કંપનીઓ રજૂ કરશ...
22/04/2024

આજની વિશેષ ખબર:-
>સરકારી ચોખ્ખી કર આવક માં 18 ટકાનો જંગી વધારો.
>65 વર્ષની વયમાં પણ ખરીદી શકાશે વીમા પોલિસી.કંપનીઓ રજૂ કરશે વિવિધ પ્લાન.
>4 વર્ષની યુ.જી. ડિગ્રી ધારક વિદ્યાર્થીઓ સીધા નેશનલ એલીજીબિલિટી ટેસ્ટ આપી શકશે.
>માધવપુરના પાંચ દિવસીય ભાતીગળ લોકમેળાનું સમાપન.
>મોરબીમાં બે હજાર મહિલાઓ દ્વારા માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
>દેશમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના,બંગાળ માં રેડ જ્યારે ઓડિશા બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર

21/04/2024

અમરેલી:-ધારી ગીરના આંબરડી રેવન્યુ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગી, ફાયરની ટીમ દોડતી થઈ

21/04/2024

amreli news
1...ભવિષ્ય નું બજાર..2025 સુધી બેટરી 38 ટકા સુધી સસ્તી થશે. 10 લાખની ev કાર 7 લાખની થશે....

2...બ્રિટનમાં 2009 પછી જન્મેલા લોકો ધુમ્રપાન નહિ કરી શકે...કડક કાયદો.

3...હેલ્થ ઇન્સ્યોરન્સ.. વય મર્યાદા દૂર...કેન્સરના દર્દીને પણ લાભ. અગાઉ બીમારી હશે તો 36 મહિના પછી કવરેજ ઉપલબ્ધ થશે...IRDA રિપોર્ટ...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહાર પડી ભરતી
16/04/2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહાર પડી ભરતી

Miyawkaki gardan
01/12/2022

Miyawkaki gardan

  અમરેલી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રસીકરણ કામગીરીની સમીક્ષા કરાઈ વિવિધ કર્મચારી અધિકારીઓની ઉ...
26/08/2022

અમરેલી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રસીકરણ કામગીરીની સમીક્ષા કરાઈ

વિવિધ કર્મચારી અધિકારીઓની ઉપસ્થિત રહ્યા અને જરૂરી માર્ગદર્શન આપ્યું

અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રૂટીન રસીકરણ અંતર્ગત જિલ્લાકક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોવિડ-19 રસીકરણ કામગીરી સમીક્ષા, રૂટીન ઇમ્યુનાઈઝેશન કામગીરી સમીક્ષા, Td વેક્સિનેશન સમીક્ષા વગેરે વિષયક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં આજસુધીમાં કોવિડ-૧૯નો બીજો ડોઝ બાકી હોય ઉપરાંત પ્રિકોશન ડોઝ બાકી હોય તેવા તમામ લોકોને રસી આપવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં કોવિડ-19 રસીકરણ કામગીરી ઉત્તમ રીતે કરવામાં આવી હોય આથી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે રસીકરણની કામગીરીને લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા

 #અમરેલી:-સાવરકુંડલાના આંબરડી ગામમાં નદીના પૂરની માફક વહેતા થયા       સાવરકુંડલાના આંબરડીમાં સામાન્ય વરસાદ પડ્યો હોવા છત...
25/06/2022

#અમરેલી:-સાવરકુંડલાના આંબરડી ગામમાં નદીના પૂરની માફક વહેતા થયા
સાવરકુંડલાના આંબરડીમાં સામાન્ય વરસાદ પડ્યો હોવા છતા ગામની બજારમાં નદીના પાણી ઘૂસી આવ્યા હતા. આંબરડી ગામની ઉપરવાસમાં આવેલા અભરામપરા,
કૃષ્ણગઢ અને જંગલ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસતા આંબરડી ગામની બજારોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓએ મુશ્કેલીઓનો
સામનો કરવો પડ્યો હતો.
ધારીના ડાંગવદરમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ
ધારી તાલુકાના કાગસા, સુખપુર, ગોવિંદપુર, સમેરડી, કોટડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે
વહેતી થતા અનેક કોઝવે પર પાણી ફરી વળ્યા છે. નદીમાં પૂરના કારણે ધારી-બગસરા રોડ પણ બંધ થઈ ચૂક્યો છે.બગસરાના નીચાણવાળા વિસ્તારોમાપાણી ભરાયા
બગસરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જાણકા, સિલાણા, જેઠિયાવદર, સમઢીયાળા,મુજીયાસર, સાપર અને સુડાવડમાં
પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડીયાના મેધાપીપરિયામાં પણ સ્થાનિક નદીમાં ધોધમાર પૂર આવ્યું હતું.

28/05/2022

              લેટેસ્ટ સાયબર એટેક અને તેનાથી બચવાના ઉપાયો જાણવા our amreli ના સોશીયલ મિડીયા પેજને ફોલો, લાઇક અને સબ્સક્રા...
26/05/2022


લેટેસ્ટ સાયબર એટેક અને તેનાથી બચવાના ઉપાયો જાણવા our amreli ના સોશીયલ મિડીયા પેજને ફોલો, લાઇક અને સબ્સક્રાઇબ કરો.

26/05/2022

કારકિર્દી મર્ગદર્શન:- ધોરણ 10 અને 12 પછી શું?એકજ ઈમેજ માં સંપૂર્ણ વિગત
12/05/2022

કારકિર્દી મર્ગદર્શન:- ધોરણ 10 અને 12 પછી શું?એકજ ઈમેજ માં સંપૂર્ણ વિગત

રાજ્યમાં આજથી બેંકના સમયમાં થયો ફેરફાર બેંક ખોલવાના સમયમાં થયો ફેરફારદેશભરમાં 1 કલાક બેંકો વહેલી ખુલશેસવારે 9 વાગ્યાથી શ...
18/04/2022

રાજ્યમાં આજથી બેંકના સમયમાં થયો ફેરફાર

બેંક ખોલવાના સમયમાં થયો ફેરફાર
દેશભરમાં 1 કલાક બેંકો વહેલી ખુલશે
સવારે 9 વાગ્યાથી શરૂ થશે કામ

 #અમરેલી:- ડુંગર સળગ્યો...         ખાંભા સાવરકુંડલા રોડ પર નાનુડી ગામ નજીક લાપાળા ડુંગર વિસ્તારમા ગઇકાલે બપોરબાદ અચાનક દ...
20/03/2022

#અમરેલી:- ડુંગર સળગ્યો...
ખાંભા સાવરકુંડલા રોડ પર નાનુડી ગામ નજીક લાપાળા ડુંગર વિસ્તારમા ગઇકાલે બપોરબાદ અચાનક દવ ફાટી નીકળ્યો હતો. વનવિભાગના કર્મચારીઓ અહી કલાકો સુધી ન ડોકાતા દવ વધુ વિકરાળ બન્યો હતો. બાદમા 300 જેટલા કર્મીઓને કામે લગાડવા છતા બીજા દિવસે બપોરે પણ આગના લબકારા દેખાતા હતા. આગથી વન્યસૃષ્ટિને વ્યાપક નુકશાન થયુ છે. જયાં મોટી સંખ્યામા સાવજોનો વસવાટ છે તે મિતીયાળા જંગલથી માત્ર એકાદ કિમીના અંતરે નાનુડી ગામ નજીક લાપાળા ડુંગરમા ગઇકાલે બપોરબાદ અચાનક દવની શરૂઆત થઇ હતી.

ઉનાળો બેસવાનો સમય છે તેવા સમયે જંગલ પણ સુકુભઠ્ઠ છે અને ધરતી પરનુ ઘાસ પણ સુકાઇ ગયુ છે. તેવા સમયે જોતજોતામા આ દવ ઝડપથી પ્રસરી ગયો હતો. અહી સરકારી પડતર, ગૌચર અને ખાનગી વિડીઓ આવેલી છે. જેમા ઉગેલા વૃક્ષો, ઝાડી ઝાખરા અને ઘાસનો સંપુર્ણ સફાયો થઇ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરાઇ હતી. પરંતુ સ્ટાફ જાણે ધુળેટીની રજાના મુડમા હતો. તેમ અહી વનતંત્રમાથી મેાડે સુધી કોઇ ડોકાયુ ન હતુ. જેના કારણે આગ વધુ વિસ્તારમા પ્રસરી ગઇ હતી. જો કે આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હોય આખરે વનતંત્રની ઉંઘ ઉડી હતી અને આરએફઓથી લઇ વન્યપ્રાણી મિત્રો, મજુરો સુધીના લોકોને આગ બુઝાવવા માટે કામે લગાડવામા આવ્યા હતા.

ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો પણ ચલાવાયો હતેા. જો કે બીજા દિવસે બપોરે પણ કેટલાક વિસ્તારમા આગના લબકારા દેખાતા હતા. તંત્ર દ્વારા 230 હેકટરમા આગ ફેલાયા બાદ તેના પર કાબુ મેળવવાનો દાવો કરાયો હતો. પરંતુ હકિકત એ છે કે મોટાભાગની આગ સ્વયં ઓલવાઇ ગઇ હતી. આવા સમયગાળા દરમિયાન ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમા દવની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. જો સમયસર આગ પર કાબુ મેળવાય તો વન્યસંપદાને વધુ નુકશાની અટકાવી શકાય છે. અહી મોટી સંખ્યામા સરીસૃપ જીવજંતુઓ આગમા જીવતા ભુંજાયા હતા.

Address

Amreli

Alerts

Be the first to know and let us send you an email when Our Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share