PmediaGuru

PmediaGuru Television & Media Production House

01/01/2024
01/01/2024
સ્વ.અટલજી એ જ્યારે ભુવનેશ્વર થી કાશીપુરના જંગલોમાં વસતા આદિવાસી ઓના નૃત્ય ..સંગીતની મજા સાથે ,હાજર આદિવાસી મહિલાઓ સાથે વ...
25/12/2023

સ્વ.અટલજી એ જ્યારે ભુવનેશ્વર થી કાશીપુરના જંગલોમાં વસતા આદિવાસી ઓના નૃત્ય ..સંગીતની મજા સાથે ,હાજર આદિવાસી મહિલાઓ સાથે વાતો કરીને ..રાષ્ટ્ર ને એક ખુબ મહત્વનો સેટે લાઈટ અર્પણ કરેલો ,દેકું /ઈસરો તરફથી સમગ્ર પ્રસંગ નું મેં અને મારી ટીમે કાશીપુરના જંગલમાં telekast mate studio taiyaar કરીને સ્વ.અટલજીની કાશીપુરની આદિવાસી મહિલાઓ જોડે વાર્તા લાપ કરાવેલો...ચાર કલાક એ ઘટનાનું લાઈવ તેલીકાસ્ત કર્યું હતું.એ ઘટના યાદ કરી હું ગૌરવની લાગણી અનુભવું છું .

30/11/2023

Happy ni be heplio...khub cute che

29/11/2023

My most loveble daughter,daughter krishna.

07/10/2023

Guj.uni.documentry competition ma nirnayk. Banvani tak mali sathe sathe ek no.one director mihir upadyay. ane vikram no prem.

23/09/2023

I

09/07/2023

Yes..18000000.time suport to ucc.

07/07/2023

દોસ્તો...છેલ્લા ૨૦ દિવસથી મારા ઘરમાં ટામેટા હું નથી લાવ્યો...કારણકે મારા ઉત્તર ગુજરાતના એક બાળપણ ના ખેડૂત દોસ્તે મને ફોન કરી કહ્યું છે''પ્રફુલ્લ હમણાં એકાદ મહિનો ટામેટા વગર ચલાવી લેજે...કેમ કે ટામેટા ની ખેતી માંથી ટામેટા વધુ પકવવા ...વધુ પડતા રાસાયણિક ખાતરો નો ઉપયોગ કરવામાં આવ્યો છે ..જેથી વધુ ઉત્પાદન મળે....પરંતુ એમાં આપની તંદુરસ્તી માટે હાનીકારક અને બીજી આડઅસરો થવાનો પુરેપુરો ભય છે માટે ...એક જાણકાર મિત્ર અને ખેડૂત તરીકે તને મારી સલાહ છે કે એકાદ મહિનો ટામેટા નો ત્યાગ કરજે એ ટૂંક સમય માં જ સૌને ખબર પડશે.

Pura suport mera for comman civil code.
05/07/2023

Pura suport mera for comman civil code.

यू सी सी का फुल समर्थन करता हूं🙏🙏

05/07/2023

यू सी सी का फुल समर्थन करता हूं🙏🙏

''આદિપુરુષ''ફિલ્મ માટે સૌએ પોતાનો વિરોધ નોધાવ્યો છે,જે નિર્વિવાદ સાચો અને હિંદુ ધર્મ માટે કલંક સમાન છે.રામાનંદ સાગરના ''...
01/07/2023

''આદિપુરુષ''ફિલ્મ માટે સૌએ પોતાનો વિરોધ નોધાવ્યો છે,જે નિર્વિવાદ સાચો અને હિંદુ ધર્મ માટે કલંક સમાન છે.રામાનંદ સાગરના ''રામાયણ ''ની તોલે તો ક્યાંથી આવે?ફિલ્મના તમામ પાસાઓ ખુબ નબળા અને અર્થહીન છે,ખરેખર દરેક ભારતીઓની લાગણી ને ઠેસ પહોચી છે,આજે હું મારો અભિપ્રાય મારા પ્રિય પાત્રો નલીન દવે અને અરવિંદ ત્રિવેદી ની અભિનય ક્ષમતા ને જાણું છું,એક તો કુમ્ભકર્ણ નું પાત્ર ભજવી ને યાદગાર બની ગયેલ સ્વ.નલીન દવે જેમણે મારા અનેક ટી.વી પ્રોગ્રામો અને સીરીઅલ માં અભિનય કરીને એ તમામ પ્રોગ્રામો ને સફળ બનાવી દેતા...અને બીજા નિરાભિમાની ..કરડો ચહેરો ..અને મૃદુ ભાષી અરવિંદભાઈ ત્રિવેદી ,જેમને ''રામાયણ ''સીરીયલમાં રાવણ ..લંકેશ નું પાત્ર ભજવી લોકમાનસ ઉપર છવાયેલ હતા અને આજે પણ યાદગાર છે...અરવિંદભાઈ ત્રિવેદીની નિરાભિમાની છબી અને વ્યક્તિત્વ નો મને સાચો અનુભવ ''સુંદરકાંડ'' ના શુટિંગ માં થય્ર્લો...મારા મિત્ર અશ્વિનભાઈ પાઠક ના આગ્રહને કારણે મેં અને મારી દીકરી અનોખીએ સુંદરકાંડ નું શુટિંગ કર્યું ત્યારે સ્વ.અરવિંદભાઈ એ સામે ચાલી એમાં ભાગ લીધેલો..પરંતુ એમની એક વિનંતી હતી ''પ્રફુલ્લ ભાઈ આમાં હું માત્ર મારી આસ્થા જોડાઈ ,મને કોઈ યશ ના આપતા કે મારું નામ પણ ના લખશો' સાચે જ રામાયણ માં એમણે લંકાપતિ રાવણ નું જે પાત્ર ભજવ્યું છે એ જોઈ મોટા ગજાના કલાકાર ..સેફ અલીખાન ..અને પ્રભાસ ની એક્ટિંગ સાવ જ ફિક્કી લાગે છે...મારો આ મત છે...તમારો શો અભિપ્રાય છે?

100000..salam un farmers ko.
23/06/2023

100000..salam un farmers ko.

अपने लटकाए जाए!..तो क्या होगा।

Where is kumbhbh karn?
18/06/2023

Where is kumbhbh karn?

દોસ્તો...મારી ટેલીવિઝન ની કારકિર્દી માં ગુજરાતના અનેક દિગ્ગજ કલાકારો એ મારા દિગ્દર્શન માં ખુબ પ્રેમ થી કામ કરીને મારા કા...
16/06/2023

દોસ્તો...મારી ટેલીવિઝન ની કારકિર્દી માં ગુજરાતના અનેક દિગ્ગજ કલાકારો એ મારા દિગ્દર્શન માં ખુબ પ્રેમ થી કામ કરીને મારા કાર્યને ચાર ચાંદ લગાવી દીધા છે.આજે એવા જ એક લીજેંડ ..બહુમુખી ...ચેમ્પિયન અને મારા ફેવરીટ સ્વ.જયંતીરામ પટેલ ને દિલથી યાદ કરી શ્રદ્ધાંજલિ આપું છું એમની યાદ માં ત્રણ ફોટો મૂકી એમની યાદોને જીવંત કરવાનો નમ્ર પ્રયાસ કરું છું .we miss you jayantiram patel..always.

Want to order 95 ..vala tifin...pl.
11/06/2023

Want to order 95 ..vala tifin...pl.

mara bapuji keta ,''બેટા પર પ્રકાશિત સૂર્ય બનવા કરતા ..સ્વ પ્રકાશિત દીવો બની અજવાળું પાથર જે''જેથી તારી પોતાની અલગ ઓળખાણ...
23/05/2023

mara bapuji keta ,''બેટા પર પ્રકાશિત સૂર્ય બનવા કરતા ..સ્વ પ્રકાશિત દીવો બની અજવાળું પાથર જે''જેથી તારી પોતાની અલગ ઓળખાણ ઉભી થશે''. દોસ્તો , મેં નાટક..ફિલ્મ..અને ટેલીવિઝન માધ્યમ માં ખુબ મહેનત અને પ્રમાણિકતા થી આજદિન સુધી કાર્ય કર્યું છે,જેનો મને સવિશેષ આનંદ અને ગૌરવ છે.તારીખ .૨૧/૫/૨૦૨૩ નો દિવસ એ વાતની સાક્ષી સમાન પુરવાર થયો,જેમાં મને અતિથી વિશેષ તરીકે આમાંત્ગાંરિત કરેલ.ગાંધીનગર ખાતે સીનીયર સીટીઝન કાઉન્સિલ ના ઉપક્રમે મારું લખેલ એકાંકી ''સાચ ને નહિ આંચ'' ને શ્રી પ્રકાશ લાલા દ્વારા દિગ્દર્શિત કરી પ્રક્ષકો સમક્ષ સફળતાથી રજુ કર્યું ત્યારે લોકોએ તાલીઓના ગડગડાટ સાથે વધાવી ને પ્રેમ થી માણ્યું...સાથે સાથે મારા લખેલ દ્વિઅંકી નાટક ''અવતાર ''પુસ્તકનું વિમોચન આજીવન રંગકર્મી શ્રી પ્રકાશ લાલા એ ખુબ ઉષ્મા પૂર્વક કરી પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા હતા ..અને મારી આંખો હર્ષ થી છલકાઈ ગઈ હતી.

Truth of the life.
12/04/2023

Truth of the life.

Vary true.
12/04/2023

Vary true.

Eske liye ham sabko ek hona padega.
09/04/2023

Eske liye ham sabko ek hona padega.

I want to purchase.
18/02/2023

I want to purchase.

Amara jivan no saday hasato heplo che.
22/12/2022

Amara jivan no saday hasato heplo che.

29/11/2022

આ છે સાચું ગુજરાત નું ચિત્ર...વિકાસ નું મોડેલ.

02/11/2022

Morabi na nirdosh lokona mrutyu mate jawabdar oreva compony no total bahiskar kari ne j ..mrutyu pamel lokone sachi shradhdhanjali...challo aa compony no lifetime bahiskar kari e...aavi companies future ma pan avaj kaubhando kari gujarati lokone motna mukh ma mokli chatki jashe.

ગુજરાત ના સૌ કલાસ્ક્બીઓને શિવરાત્રી પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ....
28/02/2022

ગુજરાત ના સૌ કલાસ્ક્બીઓને શિવરાત્રી પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ....

13/02/2022
લાંબા વિરામ બાદ હવે છેલ્લી ઈનીંગ રમવા મેદાન માં ઉતરવાની તૈયારી કરું છું...ચાલો જે મિત્રોને મારી ટેલી ફિલ્મ...બાળફિલ્મ .....
27/07/2021

લાંબા વિરામ બાદ હવે છેલ્લી ઈનીંગ રમવા મેદાન માં ઉતરવાની તૈયારી કરું છું...ચાલો જે મિત્રોને મારી ટેલી ફિલ્મ...બાળફિલ્મ ..સામાજિક ફિલ્મ માટે જરૂર છે સારા બાળકલાકારો...નવા... અનુભવી .કલાકારો મને આજ નંબર ઉપર બાયોડેટા ..ફોટા ..વોટ્સઅપ કરજો...ખુબ જલ્દી કામ શરુ થશે....અને હા મારે પ્રમાણિક ..અનુભવી ..કમેરામેન....આસીસ્ટન્ટ દિગ્દર્શક...ની જરૂર પડશે...રસ ધરાવતા સૌ કોઈએ સંપર્ક કરવો...આભાર.

ગુજરાતની લોક્ભાવાઈ ધીરે ધીરે વિસરાતી જાય છે...એના ઉપર હું ઘણું સંશોધન અને દસ્તાવેજીકરણ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યો છ...
16/07/2021

ગુજરાતની લોક્ભાવાઈ ધીરે ધીરે વિસરાતી જાય છે...એના ઉપર હું ઘણું સંશોધન અને દસ્તાવેજીકરણ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યો છું...બાળપણ માં વિસનગર..વડનગર...અને ઊંઝા ની આસપાસના ગામોમાં ભવાઈ મંડળીઓ જુદા જુદા વેશોની રજૂઆત કરી થોડીઘણી આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવતી.આધુનિક જમાનાનો પવન ફુંકાતા આપણી સંસ્કૃતિક ધરોહર ના પ્રતિક સમ લોક્ભાવાઈ મૃતપ્રાય થવા માંડી છે,રાજ્ય સરકાર દ્વારા ભવાઈ ને જીવંત રાખવાના ઘણા પ્રયત્નો ..અઢળક રૂપિયા ખર્ચીને યોજનાઓ અમલમાં મુકવાના પ્રયત્નો જરૂર થયા છે...પરંતુ ભવાઈને નામે કેટલાક લેભાગુ ...બની બેઠેલા જાણકારોએ આ યોજનાઓં માટે ફાળવાતી ગ્રાન્ટો હજમ કરવાની પ્રવૃત્તિઓ આદરી ..ભવાઈના નામે ''ગોરખ ધંધા કરી ગુજરાતની લોક્ભાવાઈને ખુબ મોટો અન્યાય કર્યો છે. સંગીત નાટક અકાદમીમાં મારા મિત્ર જીતેન્દ્ર ઠક્કર સભ્ય સચિવ હતા ,એમની ઈચ્છા હતીકે હું કેટલીક ભવાઈ તાલીમ શિબિરોનું સંચાલન કરું.એનો સ્વીકાર કરી મેં કેટલીક ભવાઈ તાલીમ શિબિરોનું ખુબ પ્રમાણિક રહીને સંચાલન કરેલું.ભવાઈ ની તાલીમ લેવા આવેલા યુવાનોને આધુનિક ભવાઈના સ્વરૂપો અને મહત્વ સમજાવી સાંપ્રત સમાજની સમસ્યાઓ ઉપર ના વિષયો ઉપર ના ભવાઈ વેશો ની તાલીમ આપી હતી.અસાઈત ઠાકર ના સ્વપ્નને સાકાર કરવા આપણા સૌનો સાથ અને સહકાર અનિવાર્ય છે.આભાર..અસ્તુ.

ભાઈ શ્રી અમિત દવેના ખુબ જ આઘાત જનક સમાચાર મળતા ઊંડા દુખની લાગણી અનુભવું છું,આમતો અમિત સાથે ૪૦.વર્ષોનો ઘાઢ સબંધ હતો.ઈસરો ...
03/07/2021

ભાઈ શ્રી અમિત દવેના ખુબ જ આઘાત જનક સમાચાર મળતા ઊંડા દુખની લાગણી અનુભવું છું,આમતો અમિત સાથે ૪૦.વર્ષોનો ઘાઢ સબંધ હતો.ઈસરો ના પીજ કેન્દ્ર માટે જયારે હું ''ગામડું જાગે છે''નામની ગ્રામવિકાસ આધારિત કાર્યક્રમ શ્રેણી નું નિર્માણ .દિગ્દર્શન કરતો..એ અરસામાં કેટલાક યુવા મિત્રોને ''ગામડું જાગે છે''માં જોડાવાની તક આપતો...સાથે સાથે યુવાનો માં પડેલી શક્તિઓને ટી.વી.માધ્યમ સાથે જોડવામાં હું સાંકળરૂપ કડી બનવાનો પ્રમાણિક પ્રયત્ન સતત કરતો હતો.એમાંના કેટલાય મિત્રો આગળ જતા ખુબ મોટા ગજાના દિગ્દર્શક..કલાકારો બન્યા છે ,એનું મને ખુબ ગૌરવ છે.ગામના યુવાનો જાગૃત થઇ પોતાના ગામના વિકાસ માટે આગળ આવી ગ્રામવિકાસની યોજનાઓ ને સરકારી ચોપડેથી પોતાના ગામના પાદર સુધી જો ખેંચી લાવેતો ગ્રામવિકાસ ઝડપી અને ઉપયોગી થાય ....એ વિચારે મેં ગુજરાત યુનિવર્સીટી ની કોલેજોમાં દર વર્ષે યોજાતા તાલીમ શિબિરોમાં ..જો યુવાનોને ગામડે જઈને ગ્રામવિકાસમાં પોતાનું યોગદાન આપવાની તક અપાય તો?પરીણામો ખુબ આવકારદાયક અને ઉપયોગી નીવડે,''ગામડું જાગે છે ''નો એ પ્રયોગ ખુબ સફળ થયેલો.દોસ્તો ,મારા એ પ્રયાસ માં એ દિવસોમાં બે ખુબ જ પ્રતિભાશાળી યુવાનો હતા ..ભાઈ શ્રી હરિન ઠાકર અને અમિત દવે .[હરિન ઠાકર તો તો આજે ગુજરાતના ખુબ સફળ નિર્માતા..લેખક..દિગ્દર્શક તરીકે ખ્યાતી પામી કેનેડા ખાતે કાર્યરત છે]જયારે અમિત દવે ખુબ મોટા ગજાના તાલીમ સંચાલક તરીકે ગુજરાતની અનેક માતબર સંસ્થાઓ માં પોતાની સેવાઓ આપી રહ્યા હતા,,પરંતુ કોણ જાણે કેમ>અને કેવી પરિસ્થિતિએ આ જગતને અલવિદા કરવી પડી છે એનો જવાબ તો મારી પાસે આજે નથી ..પરંતુ મને સદાય ગુરુ તરીકે સન્માન આપતા સ્વ,અમિત દવેના અણધાર્યા નિધન થી હતપ્રભ છું.પ્રભુ અમિત દવેને ખુબ શાંતિ અર્પે એવી પ્રાથના અસ્તુ..

બી.વી.ડી.કોલેજમાં ચાર એકાંકી ખુબ સરસ કરેલા...એ ફોટામાં હું જ મને ઓળખી શકતો નથી..અરે પી.ભાવસાર તમે એટલા પાતળા હતા?એ દિવસો...
15/06/2021

બી.વી.ડી.કોલેજમાં ચાર એકાંકી ખુબ સરસ કરેલા...એ ફોટામાં હું જ મને ઓળખી શકતો નથી..અરે પી.ભાવસાર તમે એટલા પાતળા હતા?એ દિવસોમાં પણ સ્ત્રીપાત્રો મળવા મુશ્કેલ હતા...માબાપ પરવાનગી આપતા જ નોટા...આ નાટક નું નામ''હું કઈ કરી બેસીશ''હતું કદાચ..રક્ષા નામની ખુબ ટેલેન્ટેડ છોકરી એ મારા દિગ્દર્શન માં સરસ કામ તો કરેલું...પરંતુ શો ના દિવસે એણે એના અભિનય થી મને ઝાંખો પડી દીધેલો.

ગુજરાતની રંગભૂમિ ઉપર ...લોક નાટ્ય ભવાઈ નું સ્થાન અવ્વલ નંબરે છે..દોસ્તો સમય સાથે આપણે આપણી સંસ્કૃતિ અને ઓળખાણ પણ વિસારે ...
11/03/2021

ગુજરાતની રંગભૂમિ ઉપર ...લોક નાટ્ય ભવાઈ નું સ્થાન અવ્વલ નંબરે છે..દોસ્તો સમય સાથે આપણે આપણી સંસ્કૃતિ અને ઓળખાણ પણ વિસારે પાડી રહ્યા છીએ ત્યારે ..કેટલાક નાટ્ય કર્મીઓ આજે પણ સેવા નો ભેખ લઇ નિસ્વાર્થ રીતે રંગભૂમિ ઉપર પોતાનું અદકેરું પ્રદાન આપી રહ્યા છે ,જેમાં એક નામ હું ખુબ ગૌરવ થી ઉમેરીશ ..એ નામ છે મારા મિત્ર ભાઈ શ્રી ચારી નું.વડોદરામાં છેલ્લા ઘણા સમયથી સતત પ્રવૃત્ત રહીને રંગભૂમિ ઉપર નવયુવાન કલાકારો ને પ્રોત્સાહિત કરીને કલાક્ષેત્રે આગળ વધારી રહ્યા છે.તારીખ .૬.અને ૭.વડોદરા ત્રિવેણી સંસ્થા ના બેનર હેઠળ સંગીત નાટક અકાદમી પ્રાયોજિત ભવાઈ વર્કશોપ નું સુંદર આયોજન કરવામાં આવ્યું ,જેમાં મને વર્કશોપનું સંચાલન કરવાની જવાબદારી સોપાઈ હતી...મારા બાળપણ ના ૩.૪.૫.ધોરણ નો અભ્યાસ મેં વડોદરા માં કરેલો..પિતાજી ફતેગંજ પોસ્ટ ઓફિસમાં પોસ્ટંમાસ્ટર હતા..નિઝામપુરાની વેબ મેમોરીયલ માં અભ્યાસ કરેલો..નાનપણ ના દોસ્તો સાથે ટ્રેનીંગ કંપાઉંડ માં ખુબ મજા કરેલી.નાની બહેન માયાનો જન્મ એજ પોસ્ટ ઓફીસના ક્વાટર માં થયેલો.દોસ્તો ભવાઈ ની વર્કશોપમાં આવેલા તાલીમાર્થીઓ સાથે વિતાવેલો સમય મારા માટે હંમેશા યાદગાર રહેશે.અને હા વડોદરામાં વસેલા મારા મિત્ર ડાહ્યાભાઈ પટેલે ત્રિવેણી માં પ્રવૃત્તિને પ્રોત્સાહન માટે એજ દિવસે આર્થિક સહયોગ આપી મારું માન વધારી દીધું...વડોદરામાં માનનીય માર્કંડ ભટ્ટનું કલાક્ષેત્રે ખુબ મોટું પ્રદાન છે.મારા સદનસીબે મેં માર્કંડ ભાઈસાહેબ નાજીવન ઉપર ખુબ ટૂંકા સમયમાં ઝડપથી તૈયાર કરેલ ટી.વી.દસ્તાવેજી નો પ્રિવ્યુ પણ નામાંકિત રંગકર્મીઓ માટે રાખેલો.મને કહેતા આનંદ થાય છે કે એ ટી.વી.દસ્તાવેજીને આનંદ અને અશ્રુઓ સાથે ખુબ પ્રેમથી તાળીઓ સાથે વધાવી હતી .આભાર ત્રિવેણી અને ભાઈ શ્રી ચારી સાહેબનો.પ્રસંગના કેટલાક ફોટો યાદગીરી માટે મુકેલ છે.

09/03/2021

​ ​ ​ ​ ​ ​ ​ ​ ​ ...

Address

C-192, Someshwar Park-3, Opp/grand Cambay Hotel, Thaltej
Ahmedabad
380054

Telephone

+919825333015

Website

Alerts

Be the first to know and let us send you an email when PmediaGuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PmediaGuru:

Videos

Share


Other Media/News Companies in Ahmedabad

Show All