26/11/2022
કોઈ અજાણી વ્યક્તિ આ રીતે 35 ટુકડા ના કરી શકે:જ્યારે શ્રદ્ધા મદદ માગી રહી હતી તો પરિવાર, સમાજ કેમ મદદ માટે આગળ ના આવ્યો?
2 દિવસ પહેલા
તે 27 વર્ષની છોકરી હતી. સુંદર, શહેરી અને શિક્ષિત. સ્વતંત્ર વિચારો ધરાવતી છોકરી, પોતાનું જીવન પોતાની શરતો પર જીવવા વાળી. જે સંસારના નિયમોનું, માતા-પિતાના બંધનનો, સ્વપ્ન જોનાર,ખુશ રહેનાર અને પ્રેમ કરનાર.
એક એવી છોકરી, જેમ કે ઘણી છોકરીઓ માત્ર બનવાનું સપનું જોવે છે, પરંતુ બની શકતી નથી.
કોણે વિચાર્યું હશે કે એક દિવસ તે છોકરી તેના જ ઘરના ફ્રીજમાં 35 ટુકડાઓમાં મળી આવશે. એક દિવસ તે આ દુનિયા છોડીને જતી રહેશે. એક દિવસ તે જ છોકરો છરી વડે તેના શરીરના 35 ટુકડા કરી દેશે, જેને તે સૌથી વધુ પ્રેમ કરતી હતી, સૌથી વધુ વિશ્વાસ કરતી હતી, જેના માટે દુનિયાથી લડી ગઈ, પરિવાર સાથે બળવો.
27 વર્ષની તેજસ્વી અને ચમકતી આંખોવાળી શ્રદ્ધા વાલકર હવે આ દુનિયામાં નથી. તેના બોયફ્રેન્ડ અને લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેની હત્યા કરી અને તેના શરીરના 35 ટુકડા કરી મેહરૌલીના જંગલોમાં ફેંકી દીધા. તે એ જ રૂમમાં 18 દિવસ સુધી સૂતો જ્યાં શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. તે શ્રદ્ધાના સોશિયલ મીડિયા પેજને સતત અપડેટ કરતો રહ્યો જેથી લોકોને લાગે કે તે જીવિત છે.
આ તે છોકરો હતો જેને તે છોકરી પ્રેમ કરતી હતી. આપણે કલ્પના પણ કરી શકીએ કે એક દિવસ આપણે આપણા પ્રેમીના હાથે આ રીતે દફનાવવામાં આવશે. શ્રદ્ધા તો હવે આ દુનિયામાં નથી, પણ આવી ઘણી બધી શ્રધ્ધા છે, જેઓ એ છોકરીની જેમ બિન્દાસ અને મુક્ત રહેવા ઈચ્છે છે.
પોતાના જીવનના નિર્ણયો જાતે જ લેવા માગે છે, પોતાની મરજીથી પ્રેમ કરવા અને ઇચ્છા મુજબ જીવનસાથી પસંદ કરવા ઈચ્છે છે, હા અને ના કહેવાનો અધિકાર માગે છે. તે છોકરીઓ માટે શ્રદ્ધાના જીવનમાંથી શીખવા જેવો સૌથી જરૂરી પાઠ શું છે?
આ કરુણ કહાની પરંપરાગત, સાંસારિક અર્થઘટનોમાં, વિશ્વ અને પરંપરા ફક્ત તેમના મોંને ઢાંકી રહી છે અને વ્યાખ્યામાં વાસ્તવિક ગુનેગાર સંપૂર્ણપણે ગાયબ છે.
આ ઘટના પર લખવામાં આવી રહેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ, એડિટોરિયલ્સ અને તમારી આસપાસના લોકોના વિચાર સાંભળો. તેમના મતે કોને દોષ આપવો?
તેમની નજરમાં છોકરો દોષિત છે. તેમની નજરમાં દોષિત લિવ-ઇન રિલેશનશિપ છે. તેમની નજરમાં દોષિત પ્રેમ અને પ્રેમની સ્વતંત્રતા છે. તેમની નજરમાં છોકરો અને છોકરી માટે બેખોફ સાથે રહેવું દોષિત છે. તેમની નજરમાં છોકરાનો એક ખાસ ધર્મ દોષિત છે.
માતા-પિતા તેમની દીકરીઓના પ્રેમની વિરૂદ્ધ, પોતાની મરજીના સંબંધો વિરૂદ્ધ, લિવ-ઈન વિરૂદ્ધ, આંતર-જ્ઞાતિ અને આંતર-ધાર્મિક સંબંધો વિરૂદ્ધ ધમકાવી રહ્યા છે. લોકો બેશરમ થઈને સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે પ્રેમમાં જીવતી છોકરીઓ સાથે આવું જ થાય છે.
લોકોની સલાહ છે કે આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવાનો રસ્તો એ છે કે જૂના પરંપરાગત લગ્નો તરફ પાછા વળવું. માતા-પિતાનું કહેવું માનવું. લગ્ન સુધી અસ્પૃશ્ય, કુંવારી રહીને તેમની મરજીથી, તેમના શોધેલા વર સાથે લગ્ન કરવા.
તેઓ ફરીથી એ બધી છોકરીઓને નિર્લજ્જતાથી અવગણે છે જેમણે પરંપરાની સામે માથું નમાવ્યું, જેઓ પોતાના ઘરેથી તેમના સાસરે જીવિત ગઈ હતી અને લાશ બનીને પાછી આવી. જેમને માતા-પિતાએ પસંદ કરેલા સંસ્કારી પતિઓના હાથે મોત મળ્યું. જેમને દહેજ માટે જીવતા સળગાવી દેવામાં આવી.
તેઓ એ કહાનીઓને પણ નજરઅંદાજ કરી દે છે, જ્યાં પ્રેમમાં પડ્યા પછી છોકરીને તેના જ માતા-પિતા અને ભાઈઓએ કાપીને તેમના જ ઘરના આંગણામાં દાટી દીધી અને તેના પર તુલસી ઉગાવી રહ્યાં છે.
પુરુષના હાથે સ્ત્રીની હત્યા કોઈ નવી વાત નથી. યુએન વુમનના ડેટા કહે છે કે સમગ્ર વિશ્વમાં મહિલાઓ સાથે થનાર 70 ટકા ક્રાઈમમાં ક્રિમિનલ પરિવાર અને ઓળખાન વાળા લોકો હોય છે.
માતા-પિતા, ભાઈ, પતિ, ઈંટીમેટ પાર્ટનર. કોઈ અજાણી વ્યક્તિ આવીને છોકરીના માત્ર એક જ દિવસમાં છોકરીના 35 ટુકડા ન કરી શકે. આ કામ એજ કરી છે, જેના પર તે ભરોસો કરતી હોય છે.
આ બધા જે આરોપ લગાવી રહ્યાં છે તેમણે માત્ર એક જ પક્ષને આ દોષમાંથી મુક્ત રાખ્યો છે અને તે છે શ્રદ્ધાના માતા-પિતા અને તેનો પરિવાર. શ્રદ્ધાએ તેના પરિવારની મરજી વિરુદ્ધ આ સંબંધ પસંદ કર્યો હતો. છોકરીએ જે ઈચ્છ્યું તે કર્યું તો માતા-પિતાએ શું કર્યું. તેમણે સંબંધનો અંત લાવી દીધો. પોતાનો સપોર્ટ પરત લઈ લીધો.
છોકરી તેના સાસરે હોય અથવા તેના લિવ-ઈન પાર્ટનર સાથે. તે માર ખાય છે છે, હિંસા સહન કરે છે, દુર્વ્યવહાર સહન કરે છે, પરંતુ ઘરે પાછી ફરીને જતી નથી. કોઈની મદદ માગતી નથી. મોં ખોલીને બોલતી નથી કે તે ખુશ નથી. તેને બચાવી લો. કોઈ ક્યારે મદદ નથી માગતું?
જ્યારે તે જાણે છે કે તેની પાસે તેની મદદ કરવાવાળું કોઈ નથી. જ્યારે તેને ખબર છે કે તેને કોઈ બચાવશે નહીં. તે દુનિયામાં એકલી પડી ગઈ છે.
આ માનવીનો સ્વભાવ છે કે તેને અસુરક્ષિત મેહસૂસ થતાં જ તે સુરક્ષિત જગ્યા શોધે છે. આગથી હાથ બળી જતાં તે પાણીની શોધ કરે છે. વરસાદ પડે ત્યારે છાંયડો. બાળકને ઈજા પહોંચે ત્યારે તે માતા તરફ દોડે છે. પરંતુ આ મહિલાઓ જ છે કે જે જ્યાં માર ખાતી હોય, દુખ સહન કરતી હોય, તે ત્યાં જ મરતી રહે છે.
એ હદે કે એક દિવસ તેને મારી નાખવામાં આવે છે. પરંતુ તે સુરક્ષાની શોધમાં નથી જતી. તે મદદ નથી માગતી. તે ખુલીને કહેતી નથી કે હું જોખમમાં છું. મને બચાવો.
કારણ કે તમારી આ મહાન, સંસ્કારી દુનિયામાં રક્ષણ અને મદદ નથી. આ નિષ્ફળતા, આ દોષ, તે તમારો છે. આ સમાજનો, પરિવારનો, સંસ્કારો, સ્વાર્થી અને કપટી જાળનો.
દરેક છોકરી જેને તેના સાસરામાં જીવતી સળગાવી દેવામાં આવે છે, જે તેના પતિ દ્વારા મારવામાં આવે છે, જે ચૂપચાપ બધા દુ:ખ સહન કરે છે, જેનું માથું ફોડી નાખવામાં આવે છે, હાડકાં ભાંગી નાખે છે.
જેના માથા અને કમર પર ઈજાના નિશાન છે, આનો દોષ તેને મારનાર છોકરા કરતાં વધુ તેના માતા-પિતાનો, પરિવારનો, સમાજનો અને આ દુનિયાનો છે, જેણે આ છોકરીઓને એકલી છોડી દીધી. જે ક્યારેય મદદ માટે આગળ નથી આવ્યા.
આમાંના ગરીબ, બેવડા, સામંતવાદી અને પુરૂષવાદી મૂલ્યો, જેણે પુરુષો દ્વારા કરવામાં આવતી હિંસાને સામાન્ય બનાવી રાખી છે. છોકરીઓ પોતાના ઘરમાં પિતાની હિંસા જોઈને, માતાને પિતાની સામે અપમાનિત થતા જોઈને, ભાઈનો રૌફ સહન કરીને, ખુલ્લેઆમ રોડ પર તેની છાતી તરફ જોતી પુરુષોની ગંદી નજર અને ફિલ્મોમાં કબીર સિંહ પોતાની પ્રેમિકાને થપ્પડ મારતા જોઈને મોટી થાય છે.
આપણો સમાજ દરેક પગલે પુરુષોની હિંસાને સામાન્ય બનાવે છે. તેને સ્વીકારે છે, તેના માટે જગ્યા બનાવે છે. તે છોકરીઓને શીખવે છે કે ડોલી પિતાના ઘરેથી અને અર્થી પતિના ઘરેથી નીકળે છે. તે હજારો રીતે સ્ત્રીઓને પુરુષોના ઘમંડ, ગુસ્સા અને હિંસા સહન કરવા અને મૌન રહેવાનું શીખવે છે. તે મદદનો દરેક હાથ ખેંચી લે છે. તે પોતાની દીકરીઓને પીડા અને મરવા માટે એકલા છોડી દે છે.
એક શ્રદ્ધાની કહાની આજે એટલી મોટી થઈ ગઈ છે કે તે મીડિયાની હેડલાઈન્સમાં છે. પરંતુ આવી હજારો શ્રદ્ધા દરરોજ મરી રહ્યી છે કારણ કે તેમની પાસે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કોઈ મદદ નહીં, વિશ્વાસ નહીં, પ્રેમ નહીં, સલામતી નહીં. તેનો પોતાનો પરિવાર, માતા-પિતા તેની સાથે નથી. એવું કોઈ નથી કે જેને ડર લાગે તો અવાજ ઉઠાવી શકે, બોલાવી શકે.
તેથી તે છોકરીને દોષ ન આપો, ન તો લિવ ઇન, ન પ્રેમ, ન સ્વતંત્રતા, ન પોતાના નિર્ણયો લેવાની ઇચ્છાને. તમારી પોતાની જાતને દોષ આપો કે તમે તમારી દીકરીઓને પોતાનું સન્માન કરવું, પોતાને માન આપવાનું, પોતાના માટે ઊભા રહેવાનું, કોઈપણ ખોટું કામ સહન ન કરવાનું શીખવ્યું નથી.
તમે તેને ઝેરી પુરુષત્વને ઓળખવાનું, માથું ન નમાવવું, સહન ન કરવાનું શીખવ્યું નથી. તમે તેને કહ્યું નહોતું કે કોઈ તને થપ્પડ પણ મારી શકે નહીં, કોઈ તમારી અવાજને દબાવી શકે નહીં, કોઈ તમારા પર રૌફ ન જમાવી શકે, કોઈ તમારા પર અધિકાર ન કરી શકે.
તમે તેને મૌન રહેવાનું શીખવ્યું. તેથી તે ચૂપ રહી અને મૃત્યુ પામી. જ્યારે તમારી દીકરીઓને માર મારવામાં આવતો હતો ત્યારે તમે ક્યાં હતા? તેઓ જીવતી લાશમાં ફેરવાઈ રહ્યી હતી, દફનાવવામાં આવતી હતી.
તમે સંસ્કૃતિ બચાવી રહ્યા હતા. એ જ સંસ્કૃતિ જેની ભવ્ય ઈમારત તમારી દીકરીઓની કબરો પર ઉભી છે.