Evening Standard ES

Evening Standard ES Newspaper
(1)

04/04/2024

આવ્યુંવીઓઆજે મુજમહુડા શિવાજી ચોક પાસે આવેલ બાબા સીતારામ મઠુલીપરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસબાપા ની અસીમ કૃપાથી મૂજમહુડા બાપા સીતારામ ની મઢીના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજ રોજ સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું

01/04/2024

શ્રી સાત ગામ કાછિયા પટેલ દ્વારા ક્રિકેટનું ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું

01/04/2024

પહેલી એપ્રિલ તો વરસમાં
બસ એક જ વાર આવે છે.. ❣

પણ સપનાનું શું ?
જે આંખોને રોજ
એપ્રિલફૂલ બનાવે છે..

30/03/2024

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ના વિવાદિત નિવેદને સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ*.!

*વડોદરા ના ક્ષત્રિય સમાજ ના આગેવાન દવારા ભાદરવા ના ભીંડા અને ચોમાસા ના દેડકા સાથે રૂપાલા ની કરાઈ સરખામણી*.

*વડોદરાના ક્ષત્રિય આગેવાનોએ રૂપાલા ની ઉમેદવારી પરત લેવા ભાજપા ને રવિવાર સુધી નું આપ્યું અલ્ટીમેટમ*..!

29/03/2024

સુરતમાં ACB ની સફળ ટ્રેપ

સુરત લાલગેટ પોલીસ ચોકીમાં એ.સી.બી ની સફળ ટ્રેપ

પોલીસ સ્ટેશન માં 8000 ની લાંચ લેતા મહિલા PSI સહિત 1 ઇસમની પોલીસે કરી ધરપકડ

PSI મંજુલાબેન પારગી તથા અશ્વિન પારગી લાંચ લેતા ઝડપાયા

ફરિયાદીની અરજી નિકાલ કરવા માંગે માંગી હતી લાંચ

લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે (BJP) ઉમેદવાર બદલ્યા પછી પણ નવા ઉમેદવાર સામે વિરોધ વંટોળ ઉગ્ર વધતાં આજે ગૃહ પ...
29/03/2024

લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે (BJP) ઉમેદવાર બદલ્યા પછી પણ નવા ઉમેદવાર સામે વિરોધ વંટોળ ઉગ્ર વધતાં આજે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. તેઓ જિલ્લા પંચાયતના ઘેર આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે.
છેલ્લા 4 કલાકથી BJPની આ મેરેથોન બેઠક ચાલી હતી અને એક પછી એક આગેવાનોને બોલાવામાં આવ્યા હતા. ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ બેઠકમાં પહોંચ્યા હતા. બેઠકમાં ઉમેદવાર બદલવા અંગે ચર્ચા થઇ રહી છે તેમ સુત્રો દાવો કરી રહ્યા છે. બપોરે અઢી વાગે બેઠક પૂર્ણ થઇ હતી. ધવલસિંહે કહ્યું કે કોઇ મોટી નારાજગી નથી. ભાજપને કઇ રીતે 5 લાખની લીડથી જીતાડવી તેની ચર્ચા થઇ હતી. જો કે જિલ્લા ભાજપના આગેવાનોએ કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. ગુજરાતની 26 સીટો જીતવાની છે. તેમણે કહ્યું કે ઉમેદવાર કોઇ પણ હોય તમામ બેઠક જીતવાની છે.

ગૃહપ્રધાન હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ કરવા માટે હિંમતનગર ખાતે પહોંચ્યા

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવાર ને લઈ છેલ્લા કેટલાય સમયથી વિવાદનો વંટોળ ઊભો થયો છે. વિરોધના પગલે આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ કરવા માટે હિંમતનગર ખાતે પહોંચ્યા હતા. હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાન ખાતે બંધ બારણે તેઓએ બેઠક કરી છે. આ બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો સહિતના કેટલાક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. વિરોધનો વંટોળ વધુ તેજ ન બને તે માટેના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે.

28/03/2024

40 થી 50 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો.
હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો.
ઠંડું કે બરફનું પાણી પીવાનું ટાળો!

હાલમાં, મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો "ગરમીની લહેર" અનુભવી રહ્યા છે.

આ શું કરવું અને ન કરવું:

1. *ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે.*

એવું નોંધવામાં આવ્યું કે એક ડૉક્ટરનો મિત્ર ખૂબ જ ગરમ દિવસથી ઘરે આવ્યો - તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો - તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા... અચાનક, તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

2. જ્યારે બહાર ગરમી 38 ° સે સુધી પહોંચે અને જ્યારે તમે ઘરે આવો, ત્યારે ઠંડુ પાણી ન પીવો - ધીમે ધીમે માત્ર ગરમ પાણી પીવો.

જો તમારા હાથ કે પગ તડકામાં હોય તો તરત જ ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરતા પહેલા ઓછામાં ઓછા અડધો કલાક રાહ જુઓ.

3. કોઈ વ્યક્તિ ગરમીથી ઠંડક મેળવવા માંગતો હતો અને તરત જ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી, વ્યક્તિને સખત જડબા સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેને સ્ટ્રોક આવ્યો હતો.

*કૃપયા નોંધો:*
ગરમીના મહિનાઓમાં અથવા જો તમે ખૂબ થાકી ગયા હોવ, તો તરત જ ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળો, કારણ કે તેનાથી નસો અથવા રક્તવાહિનીઓ સાંકડી થઈ શકે છે, જેનાથી સ્ટ્રોક થઈ શકે છે.

_*કૃપા કરીને અન્ય લોકો સુધી ફેલાવો!*_

28/03/2024

જૂની ઝગડાની અદાવત રાખી આજે ફરી લાકડા ની અને બેટનાં ફટકા લઈ દુકાન માં ઘુસી દંપતી ને ઢોર માર મારવા માં આવ્યો

27/03/2024

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફેમા કેસમાં મેક્રોનિયન શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ વિજય કુમાર શુક્લા, સંજય ગોસ્વામી અને તેમની અન્ય કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન રૂ. 2.54 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા. વસૂલ કરાયેલી રકમનો એક ભાગ વોશિંગ મશીનમાં છુપાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો અને ઘણા ડિજિટલ ઉપકરણો પણ મળી આવ્યા છે.
અન્ય કંપનીઓમાં લક્ષ્મીટોન મેરીટાઇમ, હિન્દુસ્તાન ઇન્ટરનેશનલ, રાજનંદિની મેટલ્સ લિમિટેડ, સ્ટુઅર્ટ એલોય્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. જેમાં એમએસ ભાગ્યનગર લિમિટેડ, વિનાયક સ્ટીલ્સ લિમિટેડ, વશિષ્ઠ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. તેમના ડિરેક્ટર અને પાર્ટનર સંદીપ ગર્ગ અને વિનોદ કેડિયાના દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, કુરુક્ષેત્ર અને કોલકાતામાં દરોડા પાડવામાં આવ્યા હતા.

27/03/2024

અમદાવાદમાં ફરી કોરોનાની એન્ટ્રી

અમદાવાદ શહેરમાં બે દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,
મિશ્ર ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો

27/03/2024

RTE અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ..
વાલીઓ 30મી માર્ચ સુધી ભરી શકશે ઓનલાઈન ફોર્મ...
આવક, જાતિના દાખલા મેળવવામાં તકલીફને લઈ નિર્ણય....
અગાઉ 26 માર્ચ ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી

27/03/2024

*તારીખ 27ના રોજ સાત લાખ લોકોને સાંજનું પાણી નહીં મળે*

*કારેલીબાગ, નોર્થહરણી, પુનમનગર,સમા(જુની)ખોડીયારનગર બુસ્ટર, આજવા, પાણીગેટ, નાલંદા, ગાજરાવાડી, એરપોર્ટ બુસ્ટર, વડીવાડી, ગોરવા, સુભાનપુરા, અકોટા, દશામા બુસ્ટર અને કલાલી પાણીની ટાંકી ખાતેથી શહેરીજનોને સાંજના સમયનું પાણી આપી શકાશે નહીં આ વિસ્તારોમાં સાંજના સમયનું પાણીનું વિતરણ બંધ રહેશે*

27/03/2024

અયોધ્યાના શ્રી રામ મંદિર પરિસરમાં તૈનાત PACના પ્લાટૂન કમાન્ડરને ગોળી વાગવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, મંગળવારે 53 વર્ષીય કમાન્ડન્ટ રામ પ્રસાદને શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ પછી સ્થળ પર હંગામો મચી ગયો હતો. કમાન્ડરને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો,

26/03/2024

પદ થી મળતી પ્રતિષ્ઠા અલ્પ હોય છે
પણ વ્યક્તિત્વ થી મળતી પ્રતિષ્ઠા
આજીવન હોય છે....

25/03/2024

ખેડા જિલ્લાના વડતાલમાં આવેલ ગોમતી તળાવમાં પાંચ વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા, જેમાંથી બેને બચાવી લેવાયા હતા જ્યારે બે કિશોર તથા એક કિશોરીના ડૂબી જવાથી મોત

25/03/2024

"તબિયત છે તો બધું છે."

મનોહર પારિકર, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી.

આ બધાં પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું,
પણ વ્યસ્તતાને કારણે કદાચ
હેલ્થ પર ધ્યાન ના આપી શક્યા અને
જીવ ગુમાવ્યો એમ કહી શકાય...

જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા

જલેબી, સમોસા ફેવરિટ હતા અને
ઉપરથી હેવી ડાયાબિટીસ હતું એટ્લે
કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું.

જેટલીજીની એવી ઈચ્છા હતી કે...
પહાડોની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી
પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું.

આ કિસ્સાઓ પરથી
આપણે શું શિખવાનું ?

વૃદ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી
પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું.

આ બધું થવાનાં
મુખ્યત્વે 2 કારણ કહી શકાય.

[ 1 ] વધુ પડતો શારીરિક આરામ અને
[ 2 ] વધુ પડતો માનસિક થાક.

બસ આ 2 બાબતોથી
પોતાની જાતને બચાવી લેજો.

કોઈ પણ માટે ક્યારેય
ભૂખ્યા, તરસ્યા કામ ના કરતા.
પોતાનાં બાળકો માટે પણ નહીં.

કેમ કે તમારું શરીર સ્વસ્થ હશે
તો જ
તમે આગળ જતાં
બાળકોનું ધ્યાન રાખી શકશો અને
એના માથે બોજ બનીને નહીં રહો એ નફામાં..

ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને ભાગ્યમાં હશે એ મળી જ રહેશે.
એટલે મહેનત જરૂર કરવાની
પણ ચિંતા હરગિજ નહીં કરવાની.

જીવનમાં પદ, પૈસો, બધું જ અગત્યનું છે,પણ એ બધાથી પહેલાં તમારું શરીર છે. એને સાચવશો તો તમારું જીવન સાર્થક જ છે...

મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો
શરીર આપમેળે સુડોળ રહેશે જ
અને મન અળવીતરું હશે તો
સાથે સાથે શરીરને પણ બગાડશે અને
એક વાત યાદ રાખજો કે..

શરીરનું મૃત્યુ થાય
ત્યારે સૌ રડે છે પરંતુ
મનનું મૃત્યુ થાય
ત્યારે પોતાને જ રડવું પડે છે.

એના માટે
સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે.
વધુ પડતી અપેક્ષા કે
મોટા સપના ના રાખો
અને જે છે એમાં સંતુષ્ટ રહો તો
કદાચ તમે આસમાનની ઊંચાઈ
ભલે ના મેળવી શકો પણ
સુખી સંસાર જરૂર મેળવી શકશો.

એક રાજા
પોતાના સૈનિકોની સ્થિતિ કેવી છે
એ જાણવા નીકળ્યો તો એને
એક વૃદ્ધ સૈનિક
ઠંડીમાં થોડો બેચેન હોય એવો દેખાણો તો એની પાસે જઇને પૂછ્યું કે, ઠંડી લાગે છે ?

તો પેલા સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ વર્ષોથી આદત છે તો તકલીફ નથી પડતી.

તો રાજાએ કહ્યું કે કાલે તમારા માટે ગરમ કપડાં મોકલી આપીશ
જેથી રાહત રહેશે.

રાજા આ વચન આપીને
ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા.

6 દિવસ પછી પેલો સૈનિક
ઠંડીના કારણે મૃત્યુ પામ્યો અને
રાજાને એક પત્ર લખતો ગયો કે..
વર્ષોથી આ જ કપડાંમાં
ફરજ નિભાવતા હતા અને
ઠંડી સહન કરી લેતા હતા પણ
તમે આવીને ગરમ કપડાંની આશા આપતા ગયા અને અમારું મન નબળું કરતાં ગયા અને
તમારા એ વાયદાએ મારો જીવ લઈ લીધો.

જીવનમાં આશા, સપનાં અને અપેક્ષાનો ઓવરડોઝ ક્યારેય ના થવા દેવો.

કોઈ પણ વ્યક્તિ કે વિચારનો
સહારો ના રાખવો. સહારો હંમેશાં
માણસને કમજોર જ બનાવે છે.

"ખુદ ગબ્બર " બનીને જીવો.

પોતાની તાકાત, પોતાની સહનશક્તિ,
પોતાની ખૂબી પર ભરોસો રાખીને જીવો તો ક્યારેય માંદગી નહીં આવે.

વર્તમાન આર્થિક તંગીમાં
અકળાઈ જવાને બદલે
આ સમય તમને
ઘણું શીખવાડી રહ્યો છે એ શીખો.

દરેક પાસે મોટી અને અમૂલ્ય સંપત્તિ જો કોઈ હોય તો એ
સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે.

આ બંનેની જાળવણી
તમે ખુદ જ કરી શકો છો,
અન્ય કોઈ ચાહે તો પણ નહીં....🌹🙏🌹

24/03/2024

બ્રેકીંગ ન્યૂઝ

ભાજપની પાંચમી યાદી જાહેર
મહેસાણાથી હિરાભાઇ પટેલ
જૂનાગઢથી રાજેશ ચુડાસમા
સાબરકાંઠાથી શોભાબેન બારેયા
સુરેન્દ્રનગરથી ચંદુભાઇ સિહોર
અમરેલીથી ભરતભાઇ સુતારિયા
વડોદરાથી હેમાંગ જોશી

24/03/2024

*બ્રેકિંગ*

વડોદરા ભાજપના ઉમેદવાર જાહેર

ડો.હેમાંગ યોગેશચંદ્ર જોશી

24/03/2024
23/03/2024

2024 લોકસભા ઈલેક્શન

વડોદરા ના ઉમેદવાર બાદ ભાજપ ના વધુ એક ઉમેદવાર ની પીછે હઠ.

સાબરકાંઠા થી ભીખાજી ઠાકોર નો પણ ચુંટણી લડવાનો ઇન્કાર.
સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર હતા ભીખાજી ઠાકોર.
રંજનબેન પછી ભીખાજી નો પણ ચૂંટણી લડવાનો ઇનકાર.

23/03/2024

BJP લોકસભાના ઉમેદવાર રંજનબેન પટેલ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો....

22/03/2024

*બ્રેકિંગ-દિલ્હીનામુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના7 દિવસના રિમાન્ડ મંજૂર*
*શરાબ ગોટાળા કેસમાં ગઈકાલે ધરપકડ થયા બાદ આજે કેજરીવાલને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં કરાયા હતા રજુ*
*બંને પક્ષોની દલીલ બાદ કોર્ટે 7દિવસના રિમાન્ડ મંજૂર કર્યા*
*કેજરીવાલ નીચલીકોર્ટના હુકમ સામે જઈ શકે છે ઉપલી કોર્ટમાં

22/03/2024

આજે વડોદરા ની અટલાદરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સાથે પ્રાથમિક શાળા સવાર પાલી મા આજ રોજ ધોરણ 8 મા ભણતી વિદ્યાર્થીઓનીને વિદાય સમારંભ યોજાયો

20/03/2024

વડોદરા શહેર એલ.સી.બી પોકસોના કેસમાં વીસ વર્ષની સજા થયેલી અને પેરોલ જંપ કરીને નશી ગયેલ કેદીને પકડી પાડતી

19/03/2024

ચૂંટણીમાં વધુ ખર્ચ કરનરાઓ પર નજર રાખવા ચૂંટણી પંચે વિશેષ તૈયારી કરી છે. ચૂંટણી લડનાર ઉમેદવારોના ખર્ચના હિસાબ-કિતાબ પર જિલ્લા સ્તરની કુલ નવ ટીમો ધ્યાન રાખશે. આ ટીમો ઉપરાંત કેન્દ્ર અને રાજ્યોની 25 ટીમોને પણ તહેનાત કરાઈ

19/03/2024

* *બ્રેકિંગ*

વડોદરા ભાજપમાં માથાકૂટ વધી
- સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું
- રાજીનામાના કારણ અંગે અનેક તર્ક વિતર્ક

19/03/2024

*બ્રેકિંગ વડોદરા* ભાજપના કેતન ઇનામદાર નું ધારાસભ્ય પદેથી રાજીનામું

કહ્યું હું રંજનબેન ને સપોર્ટ કરું છું વડોદરા ના રાજકારણમાં નવા જૂની ના એંધાણ

Address

Vadodara
390011

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Evening Standard ES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Evening Standard ES:

Videos

Share

Category


Other Newspapers in Vadodara

Show All