જામનગર:પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા દરવર્ષે દિવાળીની ઉજવણી પરિવાર સાથે વૃદ્ધાશ્રમ ખાતે કરે છે ત્યારે આજે પણ રણજીતસિંહજી નિરાધાર આશ્રમ ખાતે તેવોએ વૃદ્ધો સાથે ફટાકડા પણ ફોડ્યા મો મીઠા કરાવી અને સૌને શુભકામના પાઠવી
#Diwali #jamnagar #BJPGujarat #diwalivibes
સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ
નર્મદાના એકતા નગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટુંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવું-નવું નજરાણું ઉમેરવાના પ્રયાસો સતત ચાલું હોય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે એકતા નગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યાં છે.જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજારો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. VIDEO COURTESY:SOU MEDIA GUJARAT
#stetueofunity #narmada #gujarat
આ વર્ષે ભારે વરસાદને પગલે રાજ્યમાં કેટલાય જિલ્લાઓમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે એવામાં સરકાર રાહત પેકેજ જાહેર કરે છે અને વિપક્ષ વિરોધ...આ વચ્ચે આજે જામનગર જીલ્લાના જામજોધપુર લાલપુર વિસ્તારના આપના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં આ બન્ને તાલુકાઓના ખેડૂતો પોતાનો નિષ્ફળ થયેલ પાક લઇ અને જામનગર કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો અને નિષ્ફળ ગયેલ પાકની હોળી કરવા સમયે ખેડૂતો, ધારાસભ્ય સહિતનાઓને પોલીસ વચ્ચે ચકમક અને ઝપાઝપી સર્જાઈ હતી
શું કહ્યું ધારાસભ્યે સાંભળો આ વિડીયોમાં
#AapGujarat #hemantkhava #jamnagar #jamjodhpur #Lalpur #cropfailure
કેતન ઇલેક્ટ્રોનીક્સના કામદાર વાડીમાં યોજાયેલ દિવાળી સેલમાં શું છે ખાસ આવો જોઈએ....
કૃષિમંત્રી રાઘવજી પટેલે યુરીયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરનારાઓ પર કાર્યવાહી, DAP ખાતરની કોઈ જગ્યાએ તંગી નહિ રહે, જુલાઈના રાહત પેકેજ સહિતના અલગ અલગ મુદ્દાઓ પર આપી વિગતો
જામનગર જીલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી, આ સભામાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો હોય તે રહ્યો કે જે કામો ચાલુ છે તેને કરવા દો...ખુદ ધારાસભ્ય અને શાશક પક્ષ એક જ વાત કરતા હતા કે તે એજન્સીને ચાલુ કામ કરવા દો બીજી વાત નહિ.. હવે સવાલ એ થાય કે ગાંધીનગર મોટું કે જામનગર..?
જો કે આજની સામાન્ય સભા પછી જામનગર જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એવી ચર્ચાઓ પણ ચાલુ થઇ છે કે જેટલી રસ્તાઓની ચિંતા આજે બધાએ સામાન્ય સભામાં કરી તે સારું પણ તેટલી જ ચિંતા ગ્રામીણ વિસ્તારોમાં અન્ય કેટલાય મુદ્દાઓ વર્ષોથી પડતર છે જેમાં ખેડૂતલક્ષી મુદ્દાઓ, વીજળી, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ સહિતના મુદ્દાઓ પર સૌ સભ્યો આટલી જ ચિંતા કરશે...?
સામાન્ય સભામાં શું થયું જે બાદ સૌ પ્રથમ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખ કણજારીયા, બાદમાં કાલાવડ ધારાસભ્ય મેઘજી ચાવડા અને અંતમાં વિપક્ષ નેતા જે.પી.મારવિયાએ શું શું કહ્યું તે બધું સાંભળ
બેંક એટીએમમાં છેડછાડ કરી ચોરી કરતી ગેંગને જામનગર LCB એ ઝડપી પાડી
અલગ અલગ રાજ્યોના અલગ અલગ બેન્કોના એટીએમમાં છેડછાડ કરી ચોરી કરતી આંતર રાજ્ય ગેંગને જામનગર એલસીબીએ ઝડપી પાડી છે, ગુજરાત ઉપરાંત ક્યા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચોરીઓને અંજામ આપી ચુકી છે આ ગેંગ..? એટીએમ મશીનોમાં છેડછાડ કરી 50 થી વધુ ચોરીઓને અંજામ આપનાર ત્રણ ઈસમો ઝડપાયા ગયા બાદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જામનગર વી.કે.પંડ્યાએ વિસ્તૃત વિગતો જાહેર કરી હતી.
જામનગર આસપાસના વિસ્તારોમાં ગેંગ સક્રિય લોકો ભયભીત
જામનગર તાલુકાના અને મોટાભાગે સતવારા સમાજની વસ્તી ધરાવતા ધુંવાવ, જુના નાગના, નવા નાગના, ખીમરાણા, શેખપાટ સહિતના ગામના લોકો એક ગેંગના ત્રાસથી ભયભીત બન્યા છે અને કંટાળી ગયા છે, ત્યારે આ ગેંગ અંગે જીલ્લા પોલીસવડાને વાકેફ કરવા અને આ ગેંગ સામે યોગ્ય પગલા લેવા જામનગર એસપી કચેરીએ સ્થાનિકો પહોચ્યા ત્યાં રજૂઆતકર્તાઓનું શું કહેવું છે કેવી રીતે ગેંગનો ભોગ બની રહ્યા છે સામાન્ય લોકો જાણો આ વિડીયો અહેવાલમાં...
#jamnagar
ભવ્ય રાસોત્સવ.....
આહીર યુવા ગ્રુપ જામનગર દ્વારા શરદ પૂર્ણિમાના પાવન પર્વે ભવ્ય રાસોત્સવનું આયોજન JMC ગ્રાઉન્ડ, સત્યમ કોલોની આહીર સમાજની બાજુમાં ગતરાત્રીના કરવામાં આવ્યું, આ ભવ્ય રાસોત્સવમાં જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો તો સમાજના અગ્રણીઓ પણ આ રાસોત્સવમાં હાજર રહ્યા હતા
#SharadPurnima #raasgarba #jamnagar
જામનગરના પ્રદર્શન મેદાનથી રાવણદહનના દ્ર્શ્યો
Live:જામનગર જલાની જારથી અનોખા ઈશ્વર વિવાહ...અનોખા વાતવરણની કરશો અનુભૂતિ
#navratri #garba #ishvarvivah #jamnagar #mahadev
Live: જામનગર લીમડાલાઈન શ્રી ભારતમાતા આદર્શ ગરબી મંડળથી પ્રાચીન વેશભૂષા રાસ
#navratri #jamnagar #garba #bharat