અમદાવાદ.media

અમદાવાદ.media અમદાવાદ ~ Ahmedabad
NEWS - UPDATES - INFORMATION

રાજ્યમાં દારૂબંધી વચ્ચે અમદાવાદ શહેરમાં ચાલી રહેલા કોમ્બિગ દરમિયાન રાત્રીના સમયે અનેક દારૂ પીધેલી હાલતમાં મળી આવે છે ત્ય...
02/12/2024

રાજ્યમાં દારૂબંધી વચ્ચે અમદાવાદ શહેરમાં ચાલી રહેલા કોમ્બિગ દરમિયાન રાત્રીના સમયે અનેક દારૂ પીધેલી હાલતમાં મળી આવે છે ત્યારે હાલ ચેકીંગના લીધે દારૂની હેરાફેરી મુશ્કેલ બનતા બૂટલેગર દ્વારા દારૂની હેરફેરનો નવો કીમિયો સામે આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
• ન્યુ રાણીપના પ્રમુખ ચોક પાસે આજે (2 ડિસેમ્બર)ના રોજ એક ઈકો ગાડી ચાલક સાથે એક ભંગારની લારી અથડાઈને પડી જતાં તેમાંથી વિલાયતી બનાવટની દારૂ ભરેલી બોટલો મળી આવી હતી.
• આ ઘટના બાદ આસપાસમાં ઉભેલા લોકોએ આ કચરો એકઠો કરતા યુવાનની વધુ પૂછપરછ કરતાં તેને આગળ લઈ જઈ કચરાના ઢગલામાં રહેલી 2 દારૂની પેટી બતાવી હતી.
• જો કે દારૂની આ પેટી ક્યાંથી આવી તેની વધુ કોઈ જાણકારી મળી શકી નહોતી.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

અમદાવાદમાં ફરી એક વાર નશાની હાલતમાં કાર ચાલકે અન્ય વાહનચાલકને અડફેટે લેતાં 2 નિર્દોષોના ભોગ લેવાયા.• નરોડા-દહેગામ રોડ પર...
02/12/2024

અમદાવાદમાં ફરી એક વાર નશાની હાલતમાં કાર ચાલકે અન્ય વાહનચાલકને અડફેટે લેતાં 2 નિર્દોષોના ભોગ લેવાયા.
• નરોડા-દહેગામ રોડ પર ગઈકાલ (1 ડિસેમ્બર)ની મોડી રાત્રિએ એક કાર ચાલક નશાની હાલતમાં ગાડી ચલાવી રહ્યો હતો, જે કાર પર કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર કૂદીને સામેથી આવી રહેલ એક્ટિવા સાથે અથડાઈ હતી જેમાં 2 યુવકો સવાર હતા, જેને ગંભીર ઈજાઓ પહોંચતા બન્નેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
• આ ઘટના બાદ સ્થાનિકોના ટોળેટોળાં ભેગા થઈ જતાં, કારચાલકને માર મારી પોલીસ હવાલે કર્યો હતો.
• હાલ બન્ને મૃતક યુવકોના મૃતદેહ PM અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

શહેરમાં છેલ્લા 5 દિવસથી પોલીસનું મેગા કોમ્બિંગ, અનેક સ્થળોએ રાત્રી દરમિયાન કડક ચેકીંગ.• 5 દિવસના ચેકીંગ દરમિયાન 82,508 વ...
01/12/2024

શહેરમાં છેલ્લા 5 દિવસથી પોલીસનું મેગા કોમ્બિંગ, અનેક સ્થળોએ રાત્રી દરમિયાન કડક ચેકીંગ.
• 5 દિવસના ચેકીંગ દરમિયાન 82,508 વાહનોની તપાસ, 3992 વાહન ડિટેઇન, કુલ 7425 વાહનચાલકોને મેમો ફટકાર્યા છે અને કુલ ₹52.90 લાખનો દંડ વસૂલ્યો છે, આ સિવાય 1016 દારુ પિધેલા ઝડપાયા, 16 જુગાર કેસ, 425 હથિયાર કેસ, 397 એમવી એક્ટ કેસ નોંધાયા છે.
• આ સાથે અલગ-અલગ 1228 આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી છે બીજી તરફ 349 આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે.
• સિધુંભવન રોડ પર વાહન ચેકિંગ દરમિયાન McLaren કારના ચાલક પાસે પૂરતા પ્રમાણમાં વાહનના કાગળિયા ના હોવાથી આ કારને પણ ડિટેઈન કરવામાં આવી હતી, આ સિવાય અન્ય 8 લક્ઝરીયસ કાર પણ ડિટેઈન કરી હતી.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

અમદાવાદ શહેરમાં દોડતી આપણી લાલ બસ કરોડોની ખોટમાં ચાલી રહી છે,• AMTS પ્રતિ દિવસ ₹1 કરોડ કરતાં વધુની ખોટ ખાઈ રહી છે.• અત્ય...
01/12/2024

અમદાવાદ શહેરમાં દોડતી આપણી લાલ બસ કરોડોની ખોટમાં ચાલી રહી છે,

• AMTS પ્રતિ દિવસ ₹1 કરોડ કરતાં વધુની ખોટ ખાઈ રહી છે.
• અત્યાર સુધીમાં AMTS પર ₹4025 કરોડનું દેવું, વર્ષ 2023-24: 400 કરોડની ખોટ, વર્ષ 2022-23: 364 કરોડની ખોટ ખાઈ હતી.
• વર્ષ 2023-24માં ₹541 કરોડનું ખર્ચ સામે ₹141 કરોડની આવક સર્જાઈ હતી.
• આમ દર વર્ષે AMC દ્વારા સંચાલિત AMTS બસો ખોટમાં ચાલી રહી છે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

અમદાવાદના મ્યુનિસિપલના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા દુકાનો, કારખાના, ઓફિસ, કિટલીઓ જેવા કોમર...
01/12/2024

અમદાવાદના મ્યુનિસિપલના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા દુકાનો, કારખાના, ઓફિસ, કિટલીઓ જેવા કોમર્શિયલ એકમોને નોટિસ ફટકારી દંડ વસૂલવામાં આવે છે અને ઘણીખરી વાર દુકાન કે એકમ સિલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, ત્યારે હાલ હવે રહેણાંક વિસ્તારમાં પણ ટીમ કાર્યવાહી કરશે.

• રહેણાંક વિસ્તાર એટલે કે સોસાયટી, મકાન, ફ્લેટની આજુબાજુમાં કચરો ફેંકતા અને ગંદકી કરતા રહીશો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
• આ કાર્યવાહીની શરૂઆતમાં જ દક્ષિણ ઝોનમાં 17 મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે, અને આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ પ્રમાણમાં હાથ ધરવામાં આવશે.
• હાલ શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે AMC દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમ છતાં અનેક લોકો ગંદકી અને કચરો કરતા જોવા મળે છે જેની સામે હવે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

ઠેર ઠેર ફૂટી નીકળેલા સ્પા માં થઈ રહેલા ગોરખ ધંધાને લઈને વારંવાર સમાચાર સામે આવે છે તેવામાં હવે CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા...
30/11/2024

ઠેર ઠેર ફૂટી નીકળેલા સ્પા માં થઈ રહેલા ગોરખ ધંધાને લઈને વારંવાર સમાચાર સામે આવે છે તેવામાં હવે CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજ્ય સરકારને સ્પાને નિયંત્રિત કરવા માટે સૂચનો મોકલવામાં આવ્યા છે જેમાં નીચે મુજબના કેટલાક નિયમો બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

• રહેણાંક વિસ્તાર, સ્કૂલ કે કોલેજના 200 મીટરમાં સ્પા કે મસાજ સેન્ટર પર રોક લગાવવામાં આવે
• સ્પા અને મસાજ સેન્ટરે સ્થાનિક આરોગ્ય વિભાગ પાસેથી ટ્રેડ લાયસન્સ લેવું પડશે
• સ્પાના ટેબલને લઈને પણ નિયમો બનાવવામાં આવ્યા છે, સ્પાનું ટેબલ 28 થી 30 ઇંચ પહોળું 71 ઇંચ થી વધારે લાંબુ ન હોવું જોઈએ.
• સ્ત્રી અને પુરુષો માટે સ્પાની અંદર અલગ અલગ રૂમ રાખવામાં આવે બંધ રૂમમાં મસાજ કરી શકાશે નહીં.
• સ્પામાં કામ કરી રહેલા વિદેશી કર્મચારીના પાસપોર્ટની માહિતી જાહેર કરવી પડશે મસાજ કરનારા પાસે ફિઝિયોથેરાપીસ્ટ, એક્યુપ્રેશર અને વ્યવસાયિક સારવારનું લાયસન્સ હોવું જરૂરી છે.

વધુ સમાચારો અને માહિતી માટે
ને Follow કરો!

રિક્ષાનો મેમો બાઈકચાલકને !!!શહેરમાં હાલ ટ્રાફિક નિયમ ભંગને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના અનેક જંક...
29/11/2024

રિક્ષાનો મેમો બાઈકચાલકને !!!

શહેરમાં હાલ ટ્રાફિક નિયમ ભંગને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના અનેક જંક્શન અને મુખ્ય માર્ગો પર લગાવેલા CCTV કેમેરા મારફતે લોકોને ઇ મેમો ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ઘણી વાર સામાન્ય ભૂલને લીધે અથવા નંબર પ્લેટ ઝાંખી દેખાવાના લીધે કોઈ અન્યને મેમો મોકલી દેવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
• હાલ થોડા દિવસ પહેલા એક બાઈક ચાલકને મેમો ઇસ્યુ થયો હતો જે મેમોમાં પોતાનું વાહન નહી પરંતુ એક રિક્ષાનો ફોટો જોવા મળ્યો હતો.
• સરખેજ નજીક રિક્ષા દ્વારા કરેલા ટ્રાફિક નિયમ ભંગ બદલ એક બાઈક ચાલકને મેમો મોકલી દેવામાં આવ્યો હતો, જો કે આ ભૂલને લીધે બાઈક ચાલકે હવે CP ઓફિસ ધક્કો ખાવો પડશે અને મેમો રદ કરવાની અરજી કરવી પડશે.
• મેમો જનરેટ કરતી વખતે સામાન્ય ભૂલ કે વેરીફાઈ કર્યા વગર મોકલેલ મેમોને લીધે સામાન્ય નાગરિકને ધક્કા ખાવા પડી રહ્યા છે ત્યારે ઘણીવાર લોકોને સમજ નથી હોતી કે ખોટા મેમાં અંગે ક્યાં ફરિયાદ કરવી, જેને લઇને પણ ઘણીવાર મૂંઝવણ ઊભી થતી હોય છે.
• હાલ આવી રીતે ખોટા મેમો અંગે કોઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવે તો વાંક વગરના લોકોને ધક્કા ખાવા ન પડે અને મેમો જનરેટ કરતી વખતે પણ જો કર્મચારી એક વાર ક્રોસ વેરીફાઈ કરે તો સામાન્ય નાગરિક ને હેરાન થવું ન પડે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

શહેરમાં છેલ્લા એક મહિનામાં બનેલા ક્રાઇમ ઘટનાઓને લઈને અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી નાઈટ કોમ્બિંગ યોજવામાં આવી ...
29/11/2024

શહેરમાં છેલ્લા એક મહિનામાં બનેલા ક્રાઇમ ઘટનાઓને લઈને અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી નાઈટ કોમ્બિંગ યોજવામાં આવી રહ્યું છે, ત્યારે રાત્રી દરમિયાન અનેક વાહનચાલકોને પણ તપાસવામાં આવી રહ્યા છે.

• RTOના ડેટા મુજબ છેલ્લા 5 દિવસમાં અમદાવાદમાં દંડાયેલ લોકોમાંથી 1500 લોકો મેમો ભરવા આવ્યા હતા જેની પાસેથી ₹50 લાખ દંડની વસુલાત કરવામાં આવી છે.
• 25 નવેમ્બરે 200 લોકોએ, 26એ 250 લોકો, 27એ 500 લોકો, 28એ 520 લોકો અને 29ના રોજ બપોર સુધીમાં 120 લોકોએ RTO જઈને દંડ ભર્યો હતો.
• જો વાત કરીએ 2024 વર્ષની તો 1 જાન્યુઆરીથી 19 નવેમ્બર સુધીમાં હેલ્મેટ ન પહેરવા બદલ 6.6 લાખ નાગરિકોને કુલ ₹33.47 કરોડનો દંડ ફટકાર્યો હતો. 324 દિવસનાં સમયગાળા દરમિયાન, 14.79 લાખ વાહનચાલકોને 12 અલગ અલગ ટ્રાફિક ઉલ્લંઘન બદલ 103 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
• આ વર્ષે માત્ર 10 મહિનાની અંદર જ અમદાવાદ ટ્રાફિક નિયમ ભંગ બદલ ₹100 કરોડની ક્લબમાં પહોચી ગયું છે, જો કે હાલ અનેક લોકોએ દંડ ભર્યો નથી, ત્યારે હાલ જો 3 મહિનામાં દંડ ભરવામાં ન આવે તો મેમો કોર્ટમાં પહોચી જાય છે જ્યાં તેનો નિકાલ કરવામાં આવે છે, ગુનો સાબિત થતાં ત્યાં બે ગણો દંડ ભરવાનો પણ આવી શકે છે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

અમદાવાદમાં દારૂના પકડાયેલ કેસના મુદ્દામાલ પર બુલડોઝર,• અમદાવાદના ઝોન-1 વિસ્તારમાં પકડાયેલ દારૂ પર ફરી બુલડોઝર, કુલ 42 લા...
29/11/2024

અમદાવાદમાં દારૂના પકડાયેલ કેસના મુદ્દામાલ પર બુલડોઝર,

• અમદાવાદના ઝોન-1 વિસ્તારમાં પકડાયેલ દારૂ પર ફરી બુલડોઝર, કુલ 42 લાખના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
• આ પહેલા થોડા દિવસ અગાઉ ઝોન-6 વિસ્તારમાંથી છેલ્લા એક વર્ષમાં પકડાયેલ અંદાજિત અડધા કરોડના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

SG હાઇવે પર ઇસ્કોન ક્રોસ રોડથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે બનશે 5 ફૂટ ઓવર બ્રિજ, • શહેરના સૌથી વ્યસ્ત રોડ એવા SG હાઇવે પર રાહ...
29/11/2024

SG હાઇવે પર ઇસ્કોન ક્રોસ રોડથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે બનશે 5 ફૂટ ઓવર બ્રિજ,
• શહેરના સૌથી વ્યસ્ત રોડ એવા SG હાઇવે પર રાહદારીઓને રસ્તો ક્રોસ કરવા સરળતા રહે તે માટે હવે ઈસ્કોનથી વૈષ્ણોદેવી સુધીના 13 કિમીના રોડ પર કૂલ 5 ફૂટઓવર બ્રિજ બનાવવામાં આવશે.
• પ્રત્યેક ફૂટ ઓવર બ્રિજ માટે ₹3 કરોડનો ખર્ચ થશે, દરેક ફૂટઓવર બ્રિજને રોડથી 6 મીટરની ઊંચાઈએ બનાવવામાં આવશે, તેમજ તેમાં લીફ્ટની સુવિધાઓ પણ હશે.
• આ જગ્યાએ બનશે ફૂટ ઓવરબ્રિજ,
1). ઈસ્કોન અને પકવાન ફ્લાય ઓવરની વચ્ચે રાજપથ ક્લબ પાસે,
2). થલતેજ અંડરપાસની વચ્ચે બિનોરી હોટેલ પાસે,
3). થલતેજ અંડરપાસ અને પકવાન ફ્લાયઓવરની વચ્ચે ગ્રાન્ડ ભગવતી પાસે,
4). ગોતા ફ્લાયઓવર અને ઓલિવેટેડ કોરિડોર વચ્ચે પંજાબ નેશનલ બેંક પાસે,
5). વૈષ્ણોદેવી સર્કલ પાસે નિરમા યુનિવર્સિટી પાસે બનશે.

• હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેમ્પ હનુમાનજી મંદિર અને શાહિબાગમાં સ્વામિનારાયણ મંદિર નજીક ફૂટઓવર બ્રિજ બનાવ્યો છે, જે અનેક લોકો માટે ઉપયોગી સાબિત થાય છે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

હવે બાઈકચાલક ડ્રાઈવરે જ હેલ્મેટ પહેર્યું હશે અને પાછળ કોઈ વગર હેલ્મેટે બેઠું હશે તો પણ મેમો આવશે.• હાલ અમદાવાદ પોલીસ દ્વ...
28/11/2024

હવે બાઈકચાલક ડ્રાઈવરે જ હેલ્મેટ પહેર્યું હશે અને પાછળ કોઈ વગર હેલ્મેટે બેઠું હશે તો પણ મેમો આવશે.
• હાલ અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ ભંગને લઈને કડક કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે લોકોને ઇ મેમો પણ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં ઘણા વાહનચાલક પોતે હેલ્મેટ પહેરેલું હોવા છતાં ચલણ ઇસ્યુ થયાં હતાં, જેમાં તેની પાછળ બેસેલ વ્યક્તિએ હેલ્મેટ ન પહેર્યું હોય તેવા લોકોને પણ મેમો ઇસ્યુ કરાયા છે.
• MV act 194D મુજબ બાઈક ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, નિયમ ભંગ બદલ ₹500-1000 દંડ થઈ શકે છે.
• એટલે હવે જો શહેરમાં તમે કોઈ અન્ય વ્યક્તિ સાથે બાઈક પર જઈ રહ્યા છો કે તમે કોઈને બેસાડીને જાવ છો તો બન્ને વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, નહી તો મેમો ઇસ્યુ થઈ શકે છે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

નકલીની બોલબાલા!!!• શહેરમાં નકલી ઘી, નકલી દૂધ, નકલી પનીર, નકલી અધિકારી અને નકલી ભારતીય ચલણ બાદ હવે નકલી વિદેશી ચલણ છાપતી ...
28/11/2024

નકલીની બોલબાલા!!!
• શહેરમાં નકલી ઘી, નકલી દૂધ, નકલી પનીર, નકલી અધિકારી અને નકલી ભારતીય ચલણ બાદ હવે નકલી વિદેશી ચલણ છાપતી ફેક્ટરી ઝડપાઈ.
• વટવામાં આવેલ પ્લેટિનમ એસ્ટેટમાંથી નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતી ફેક્ટરી ઝડપાઈ.
• SOG ને બાતમી મળી હતી કે એક વ્યક્તિ સસ્તા ભાવમાં ઓસ્ટ્રેલિયન ડોલર વેચે છે જેને લઇને તપાસ કરતા રોનક રાઠોડ નામનો વ્યક્તિ ઝડપાયો હતો તપાસ કરતા તેની પાસેથી 119 નકલી 50ના દરની ઓસ્ટ્રેલિયન ડોલરની નોટ મળી આવી હતી.
• પોલીસે આ અંગે વધુ પૂછપરછ કરતાં તેણે વટવામાં આ નકલી ડોલર છાપતા હોવાની જાણકારી આપી હતી, જે બાદ વટવાના પ્લેટિનમ એસ્ટેટમાં તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને સાથે વધુમાં 180 નકલી 50 ડોલરની નોટ મળી આવી હતી, જેની સાથે અન્ય 3 આરોપી ખુશ પટેલ, મૌલિક પટેલ, ધ્રુવ દેસાઈની પણ પોલીસે ધરપકડ કરી હતી.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

શહેરના સાબરમતી કિનારે બનેલ સાબરમતી રિવરફ્રન્ટ પહેલા ફેઝ બાદ ભવિષ્યમાં વધુ સારી સગવડતા અને ડેવલોપમેન્ટ માટે વાસણા બેરેજથી...
28/11/2024

શહેરના સાબરમતી કિનારે બનેલ સાબરમતી રિવરફ્રન્ટ પહેલા ફેઝ બાદ ભવિષ્યમાં વધુ સારી સગવડતા અને ડેવલોપમેન્ટ માટે વાસણા બેરેજથી લઈને ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ વિકસાવવાનું નક્કી કર્યું હતું, જેમાં કુલ 7 ફેઝમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે,
• હાલ ફેઝ-2 શાહીબાગ ડફનાળાથી લઈને ઈન્દીરા બ્રિજ સુધીનું કાર્ય ઘણુંખરું પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે અને સાથે ફેઝ 5 ગિફ્ટ સિટી નજીક શાહપુર બ્રિજથી PDPU બ્રિજ વચ્ચેનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
• ગિફ્ટ સિટી પાસે બનાવવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ ની કુલ લંબાઈ 10 કિમી જેવી હશે જેમ બન્ને બાજુ 5-5 કિમી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

મોડીફાઇડ વ્હાઈટ LED લગાવનાર વાહનચાલકો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ.• આજકાલ અનેક કાર ચાલકો પોતાના વાહનોમાં હેવી બીમ એટલે ...
27/11/2024

મોડીફાઇડ વ્હાઈટ LED લગાવનાર વાહનચાલકો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ.
• આજકાલ અનેક કાર ચાલકો પોતાના વાહનોમાં હેવી બીમ એટલે કે મોડીફાઇડ વ્હાઈટ LED લગાવતાં હોય છે, જેને કારણે અન્ય વાહનચાલકોને વાહન ચલાવવામાં પરેશાની થતી હોય છે.
• હાઈ બીમ અને વધુ તીવ્રતાના પ્રકાશથી સામે આવતા વાહનચાલકો અંજાઈ જતા હોય છે અને થોડા સમય સુધી અંધાપા જેવી અસર થઈ હતી હોય છે જેના કારણે અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે.
• હાલ અનેક કારમાં કંપની ફિટિંગ વ્હાઈટ LED આવે છે પરંતુ તેની તીવ્રતા અને એંગલ જરૂરી ધારા ધોરણ મુજબ સેટ કરવામાં આવેલ હોય છે, જેને લીધે સામે આવતા વાહનચાલકોને તેની ખરાબ અસર થતી નથી, પરંતુ હાલ બજારમાં લોકો જઈને મોડીફાઇડ LED લગાવતા હોય છે જે કોઈ સ્ટાન્ડર્ડ ધારા ધોરણ મુજબ હોતા નથી અને નુકશાનકારક પણ હોય છે.
• દેશના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ અંગે સૂચનો મળતા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે ગંભીરતા સમજી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

અમદાવાદ રેલવે સ્ટેશન રિ ડેવલોપમેન્ટ કામગીરીને લઈને અનેક ટ્રેનને થશે અસર, હાલ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આગામી દ...
27/11/2024

અમદાવાદ રેલવે સ્ટેશન રિ ડેવલોપમેન્ટ કામગીરીને લઈને અનેક ટ્રેનને થશે અસર, હાલ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ સ્ટેશન પર કામગીરી આગળ ધપાવવા અને ટ્રેનોનું ભારણ ઘટાડવા માટે અનેક ટ્રેનને નજીકના સ્ટેશનમાં શિફ્ટ કરવામાં આવશે.
• અંદાજિત 84 જેટલી ટ્રેનને નજીકના સાબરમતી, અસારવા, વટવા, મણીનગર સ્ટેશનમાં શિફ્ટ કરાશે, એટલે કે હવે ટ્રેન કાલુપુર સ્ટેશનના બદલે ઉપડશે અને આવશે અન્ય સ્ટેશન પર.
• આગમી દિવસોમાં ક્રમબદ્ધ વાર અનેક ટ્રેનો શિફ્ટ કરાશે.
• આ સિવાય કાલુપુર સ્ટેશનમાં ઊભી રહેતી લાંબા રૂટની ટ્રેનોના સ્ટોપ પણ અન્ય સ્ટેશનમાં શિફ્ટ કરાશે જેથી કાલુપુર ટ્રેન આવવા છતાં ઊભી રહેશે નહિ અને અન્ય સ્ટેશન સુધી મુસાફરોએ લંબાવું પડશે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસથી નાઈટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે રવિવાર અને સોમવારની રાત્રી દરમિયાન 3...
27/11/2024

પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસથી નાઈટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે રવિવાર અને સોમવારની રાત્રી દરમિયાન 3,000 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે અને અનેક વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા.
• વાહન ડિટેઇન અને મેમો ભરવા માટે 2 દિવસથી RTOમાં લાઇન લાગી છે, અચાનકથી આ ડ્રાઇવ યોજીને હજારો વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે.
• લોકો દ્વારા આ અંગે નારાજગી પણ દર્શાવવામાં આવી છે, સામાન્ય નિયમ ભંગ બદલ વાહન ડિટેઇન અને મેમો આપીને RTOનાં ધક્કા ખાતા વાહનચાલકોએ ત્યાં લાંબી લાઇનમાં ઉભવાનો વારો આવ્યો છે.
• હાલ સુભાષબ્રિજ RTO ખાતે અનેક દંડાયેલા વાહનચાલકો આવી પહોંચતા RTO કચેરી ખાતે પણ ભીડ જમાં થઈ ગઈ છે, વાહન છોડાવવા માટે પહેલા દંડ ભરીને જેતે જગ્યાએ પોતાનું વાહન લેવા જવા માટે પણ પરેશાની ઉઠાવવી પડી રહી છે, જો કે રાત્રી દરમિયાન વાહન જપ્ત થતાં ફરી પોતાના ઘરે જવામાં પણ લોકોએ હાલાકી વેઠવી પડી હતી.
• હાલ આગામી દિવસોમાં પણ આ ડ્રાઇવ અને કોમ્બિંગ યથાવત્ રહેશે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

શહેરમાં થોડા સમય પહેલા થયેલ હત્યાના બનાવો અને અન્ય અસામાજિક તત્વોના આતંક વધતા ગૃહરાજ્ય મંત્રી દ્વારા સઘન તપાસ, નાઈટ પેટ્...
27/11/2024

શહેરમાં થોડા સમય પહેલા થયેલ હત્યાના બનાવો અને અન્ય અસામાજિક તત્વોના આતંક વધતા ગૃહરાજ્ય મંત્રી દ્વારા સઘન તપાસ, નાઈટ પેટ્રોલીંગ અને પોલીસ કોંબિંગ કરવાના કડક સૂચનો મળ્યા હતા.
• છેલ્લા થોડા દિવસોથી શહેરમાં રાત્રે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે રવિવાર રાત્રિથી મંગળવાર સવાર સુધીમાં અનેક વાહનોના ચેકીંગ હાથ ધરાયા હતા જેમાં આશરે 3,000 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
• આ કાર્યવાહીમાં શહેર પોલીસ, ટ્રાફિક વિભાગ, SOG, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ચેકીંગ માટે રસ્તાઓમાં ઉતરી હતી, આ સિવાય દારૂના કેસ, જુગાર રમતા, જૂના આરોપીઓના તપાસ પણ હાથ ધરાઇ હતી.
• જો કે આ ચેકીંગ બાદ અનેક વાહનો ડિટેઇન કરતા અને મેમો આપ્યા બાદ બીજા દિવસથી RTO માં લાઈનો લાગી છે, વાહન છોડાવવા અને દંડ ભરવા માટે લોકો સવારથી RTO કચેરીએ પહોંચ્યા હતા પરંતુ ત્યાં ધીમી કામગીરીને લીધે લોકો અટવાયા છે.

વધુ સમાચારો અને માહિતી માટે ને Follow કરો!

Address

Ahmedabad

Website

https://yt.openinapp.co/6ew7c

Alerts

Be the first to know and let us send you an email when અમદાવાદ.media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to અમદાવાદ.media:

Videos

Share

Category

Nearby media companies


Other Media in Ahmedabad

Show All