NEWS1 Gujarati

NEWS1 Gujarati Fight for justice News/media

અરણેજ બગોદરા માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ જુડો રમતવીરોની સ્વાસ્થ્ય પૃચ્છા કરતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને ...
02/01/2022

અરણેજ બગોદરા માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ જુડો રમતવીરોની સ્વાસ્થ્ય પૃચ્છા કરતા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ


સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ઇજાગ્રસ્ત બાળકોની મુલાકાત લઇ શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રીશ્રીઓ એ સંવેદના વ્યક્ત કરી અરણેજ-બગોદરા માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રાજ્યકક્ષાની અંડર ૧૯-જૂડો સ્પર્ધાના પ્લેયર્સ કે જેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની આજરોજ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મુલાકાત લઈ આરોગ્ય પુચ્છા કરી.

બંને મંત્રીશ્રીઓએ આ બાળકોની મુલાકાત લઇ તેમની પ્રવર્તમાન આરોગ્ય સ્થિતિ વિશેનો તાગ મેળવી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીઓ એ બાળકોના પરિવારજનો સાથે પણ વાર્તાલાપ કરીને તેમને સાંત્વના આપી હતી. બાળકો જલ્દીથી સારવાર મેળવી ને સાજા થઇ ઘરે પરત થાય તે માટે મંત્રીશ્રીઓ એ પ્રભુને પ્રાર્થના કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ આ તમામ રમતવીરો ની હાલત અત્યારે સ્થિર છે. ‌આ તમામ બાળકો ડિસ્ચાર્જ થયા બાદ પોતાના વતન અથવા રાજ્યની કોઇપણ હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર મેળવી શકે તે માટે રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.

વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશનના મુસાફરો માટે રિંગરોડ પર ફૂટ ઓવરબ્રિજ બનશેગોળાકાર આકારનો આકર્ષણ બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન...
02/01/2022

વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશનના મુસાફરો માટે રિંગરોડ પર ફૂટ ઓવરબ્રિજ બનશે

ગોળાકાર આકારનો આકર્ષણ બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

મેટ્રોે ટ્રેન સ્ટેશન સુધી પહોંચવામાં રિંગ રોડનો ટ્રાફિક ન નડે, અકસ્માતનું જોખમ ન રહે તે માટે બ્રિજનું કામ આરંભાયું

અમદાવાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનની પાસેથી સરદાર પટેલ રિંગ રોડ પસાર થઇ રહ્યો છે. મેટ્રોના મુસાફરોને મેટ્રો સ્ટેશને જતા રોડ ઓળંગવો ન પડે, અકસ્માતનું જોખમ કે ટ્રાફિકજામની સમસ્યા વેઠવી ન પડે તે માટે હાલમાં રિંગ રોડ પર મેટ્રો બ્રિજની નીચે, રિંગરોડ પર જ ગોળાકાર આકારના ફૂટઓવરબ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે. જેના થકી મુસાફરોની ઉપરોક્ત તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે.

અમદાવાદમાં આ વર્ષે મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. તે દિશામાં હાલમાં અંતિમ ચરણનું કામકાજ ચાલી રહ્યું છે. અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી લઇને થલતેજ સુધીનો એક મેટ્રોનો રૂટ છે. જેમાં વસ્ત્રાલ ગામ સ્ટેશન પાસે રિંગરોડ આવતો હોવાથી ત્યાં મુસાફરોની સુવિધા માટે ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું કામ પુરજોશમાં હાથ ધરાયું છે.

સરદાર પટેલ રિંગ રોડ પર મેટ્રોના સંકલનમાં રહીને ઔડા દ્વારા આ ફૂટ ઓવરબ્રિજનું કામકાજ હાથ ધરાયું છે. જેને લઇને મુસાફરોને મોટી રાહત મળી રહેશે. આ ફૂટ ઓવરબ્રિજ ગોળાકાર બનાવાયો છે. જેને લઇને હાલમાં તેની આકર્ષણ ડિઝાઇન લોકોમાં કુતુહલ અને આકર્ષણ જન્માવી રહી છે.

સરદાર પટેલ રિંગ રોડ પર હાથીજણ સર્કલથી માંડીને છેક ઓઢવ સર્કલ સુધી રોજ તેમાંય ખાસ કરીને પીક અવર્સમાં ચક્કાજામની સ્થિતિ રહેતી હોય છે. રોડ ક્રોસ કરવો પણ મોટી મુસીબત છે. ટ્રાફિકજામ વચ્ચે અકસ્માતનું જોખમ પણ રહેલું હોવાથી આ ફૂટ ઓવરબ્રિજ મુસાફરોની તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરશે.

રિંગ રોડ પર ટ્રાફિક પોલીસનો અભાવ જોવા મળે છે, સર્વિસ રોડ પરના દબાણો, વાહનોનું અતિભારણ, રામોલ ટોલનાકું, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેમાં પ્રવેશ માર્ગ, રોડ પર મોટી સંખ્યામાં ટ્રકોનું પાર્કિંગ સહિતના કારણોસર રિંગરોડ તેનો સળત અને સુરક્ષિત વાહન વ્યવહારનો તેનો હેતુ સર કરી શક્યો નથી. આ સ્થિતિમાં મેટ્રો બ્રિજની નીચે વસ્ત્રાલમાં ફૂટઓવરબ્રિજ મુસાફરો માટે આશિર્વાદરૂપ સાબિત થશે.

કરફ્યૂના અમલ વચ્ચે, કાલુપુર સર્કલ પાસેની ધી વિજ્યા બેન્કમાંથી રૃા.9.75 લાખની ચોરીપોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ  ચોરેય બાજ...
02/01/2022

કરફ્યૂના અમલ વચ્ચે, કાલુપુર સર્કલ પાસેની ધી વિજ્યા બેન્કમાંથી રૃા.9.75 લાખની ચોરી

પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ
ચોરેય બાજુના તાળા તોડયા

બેન્કના તાળા તોડી સેલ્ફ ડિપોઝીટ વોલ્ટ જેમાંથી લાખોની મત્તાની ચોરાઇ

૩૦ ડિસેમ્બરે વર્ષની આખરી તારીખે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરફૂયુના કડક અમલના દાવા કરવામાં આવી રહ્યા હતા, તેમ છતાં ટ્રાફિકથી ધમધમતા કાલુપુર સર્કલ પાસે આવેલી ધી વિજ્યા બેન્કના તાળા તોડીને તસ્કરો રૃા. ૯.૭૫ લાખની ચોરી કરી હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બેન્કમાં રૃા. ૧.૬૦ કરોડ રોકડા હતા, બેન્કના તાળા તોડી સેલ્ફ ડિપોઝીટ વોલ્ટ જેમાંથી લાખોની મત્તાની ચોરાઇ

આ કેસની વિગત એવી છે, કે શાહીબાગ ડફનાળા પાસે નવરોજી હોલ પાસે પાયસ ફ્લેટમાં રહેતા અને કાલુપુર સર્કલ પાસેની ધી વિજ્યા કો.ઓ. બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અનિલકુમાર જગદીશચન્દ્ર પટેલ (ઉ.વ.૪૨)એ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિએ સામે ફરિયાદ નાંેધાવી છે કે તેમની બેન્કમાંથી તા.૩૦ના રોજ મધરાતે કોઇક અજાણી વ્યક્તિએ બેન્કના ચારેય બાજુના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને રોકડા રૃા. ૯.૭૫ લાખની ચોરી કરી હતી.

પોલીસ તપાસમાં બેન્કમાં કુલ રૃા. ૧.૬૦ કરોડ રોકડા હતા તસ્કરો બેન્કના તાળા તોડીને લોકરમાંથી રોકડા રૃપિયાની ચોરી કરીને જતા રહ્યા હતા. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે બેન્કમાં લગાડેલા તથા કાલુપુર માર્કટ પાસેની દુકાનોના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વટવામાં ટ્રક નીચે કચડતાં વૃધ્ધનું મોત 70 મીટર સુધી મૃતદેહ ઢસડાયોએસ.પી.રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનાસાયકલ લઇને જતા અજાણ...
02/01/2022

વટવામાં ટ્રક નીચે કચડતાં વૃધ્ધનું મોત 70 મીટર સુધી મૃતદેહ ઢસડાયો

એસ.પી.રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના
સાયકલ લઇને જતા અજાણ્યા વૃધ્ધને મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર

પૂર્વ વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ ઉપર હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે, વટવા રિંગ રોડ ઉપર ગઇકાલે બપોરે સાયકલ લઇને જતા વૃધ્ધને કચડીને મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાયકલ લઇને જતા અજાણ્યા વૃધ્ધને મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર ઃ ટ્રક નીચે કચડાતાં વૃધ્ધનું માથુ ચહેરાનો ભાગ કમરથી પેટનો ભાગ છુંદાઇ ગયો

આ કેસની વિગત એવી છે કે વટવા વિસ્તારમાં મોટા ભોઇવાડા ખાતે રહેતા અને વટવા રિંગ રોડ ઉપર ગામડી ચાર રસ્તા પાસે નાસ્તાની લારી ધરાવતા વિષ્ણુભાઇ છગનભાઇ ભોઇએ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે અજાણ્યા વૃધ્ધ ગામડી ચાર રસ્તાથી સાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા.

આ સમયે રોપડા ચાર રસ્તા તરફથી પૂર ઝડપે ટ્રક લઇને ડ્રાઇવર આવી રહ્યો હતો તેના વાહનના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા સાયકલ ચાલકને ટક્કર મારી હતી જેથી વૃધ્ધ ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા અને ટ્રક પૂર ઝડપે દોડી રહી હોવાથી વૃધ્ધનો મૃતદેહ ૭૦ મીટર સુધી ઢસડાયો હતો.જેથી ટ્રક નીચે કચડાતાં વૃધ્ધનું માથુ ચહેરાનો ભાગ કમરથી પેટનો ભાગ છુંદાઇ ગયો હતો, ટક્કર મારીને ટ્રક લઇને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો આ ઘટના અંગે જે ટ્રાફિક ડિવિઝન પોલીસે અકસ્માતે મોતને ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે ફરાર ટ્રક ચાલક તથા મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ખારીકટ કેનાલમાં કાળુ -ડામર જેવુંપાણી વહી રહ્યું છે, જનઆરોગ્ય જોખમમાં મ્યુનિ.ડ્રાફ્ટ બજેટમાં કેનાલનો પ્રશ્ન સમાવવા માંગણી...
02/01/2022

ખારીકટ કેનાલમાં કાળુ -ડામર જેવુંપાણી વહી રહ્યું છે, જનઆરોગ્ય જોખમમાં

મ્યુનિ.ડ્રાફ્ટ બજેટમાં કેનાલનો પ્રશ્ન સમાવવા માંગણી
પૂર્વની સૌથી મોટી સમસ્યા પ્રત્યે મ્યુનિ.તંત્ર, રાજ્ય સરાકર બંને લાપરવાહ, લોકો નર્કાગારમાં જીવવા મજબૂર

અમદાવાદ પૂર્વમાં ખારીકટ કેનાલની દશા દિનપ્રતિદિન ખરાબ થતી જઇ રહી છે. જશોદાનગર પાસે ખારીકટ કેનાલમાં કાળુ-ડામર જેવું પાણી વહી રહ્યું છે. જે જનઆરોગ્ય માટે જોખમી છે. પર્યાવરણ માટે પણ હાનિકારક છે, બીજી તરફ સ્થાનિક રહીશો પણ જાણી જોઇને ચિંતા કર્યા વગર જ ઘરનો કચરો સીધો કેનાલમાં પધરાવી દેતા હોવાથી દુર્ગંધ, ગંદકીની માત્રા વધી જવા પામી છે.

ચાલુ મહિનમાં મ્યુનિ.તંત્ર દ્વારા ડ્રાફ્ટ બજેટ બનાવવામાં આવશે. આ બજેટમાં ખારીકટ કેનાલની તમામ સમસ્યાઓના ઉકેલની રૂપરેખા નક્કી કરવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના રહીશો કરી રહ્યા છે.

દર વખતે મ્યુનિ.તંત્રમાં બજેટમાં મોટી મોટી ઘોષણાઓ કરવામાં આવતી હોય છે. સીસીટીવી કેમેરા લગાવવા, લોકોને કેનાલમાં કચરો ફેંકતા રોકવા દંડની જોગવાઇ કરવી, કેનાલ પાસે કચરા પેટીઓ મુકવી, કેનાલમાં ગંદું ુપાણી છોડતા ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારોનું ગટરનું પાણી છોડતા જોડાણો કાપી નાંખવા અને આવા તત્વો સામે પગલા લેવા સહિતના વાયદા-વચનો હવા ખાઇ રહ્યા છે.

એકબાજુ રાજ્ય સરકારે પણ અગાઉ ખારીકટ કેનાલના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઇ કરી હતી. તે પૈસા પણ ખર્ચ કરાયા હોય તેવું ખારીકટ કેનાલની દશા જોઇને લાગી રહ્યું નથી.

પૂર્વમાં ખારીકટ કેનાલનો પ્રશ્ન નો નથી, આ ગંભીર પ્રશ્ન છેકે જેના તરફ તંત્ર બિલકુલ ધ્યાન આપી રહ્યું નથી. નરોડાથી નારોલ સુધીના ૨૬ કિ.મી.લાંબા પટ્ટામાંથી આ કેનાલ પસાર થાય છે. જ્યાં કેનાલની બંને તરફ લાખો રહેણાંક મકાનો આવેલા છે. ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં આ વિસ્તારના લોકોની હાલત કફોડી બની જતી હોય છે. જનઆરોગ્યને જોતા ખારીકટ કેનાલના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી રહીશો માંગણી કરી રહ્યા છે.

પતંગ-દોરીની કિંમત આસમાને : ભાવમાં ૨૫થી ૩૦%નો વધારો-પતંગરસિયાઓને આ વખતે વધુ કિંમત ચૂકવવી પડશે-કાચા માલની કિંમત, મજૂરીમાં ...
02/01/2022

પતંગ-દોરીની કિંમત આસમાને : ભાવમાં ૨૫થી ૩૦%નો વધારો

-પતંગરસિયાઓને આ વખતે વધુ કિંમત ચૂકવવી પડશે

-કાચા માલની કિંમત, મજૂરીમાં ગત વર્ષ કરતાં વધારો, કાચા માલની મર્યાદિત આવકને લીેધે ગત વર્ષ કરતાં ભાવ વધ્યા

ઉત્તરાયણનું પર્વ ગુજરાતીઓ માટે મહાપર્વ છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પતંગરસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે ૩૦% વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમત આસમાને ગઇ છે.

ગત વર્ષે ૨૦ પતંગની કિંમત રૃપિયા ૮૦થી રૃપિયા ૧૦૦ હતી. જેના માટે આ વર્ષે હવે રૃપિયા ૧૩૦થી રૃપિયા ૧૫૦ ચૂકવવા પડશે. આ જ રીતે હજાર વારની ફિરકીની કિંમત ગત વર્ષે રૃપિયા ૧૫૦ હતી. તેના માટે આ વર્ષે રૃપિયા ૨૦૦થી વધુ ચૂકવવા પડશે. પતંગની ખરીદી અને દોરી ઘસાવવા માટે આવનારાનું પ્રમાણ પણ હજુ સાધારણ જોવા મળી રહ્યું છે. જોકે, આગામી એકાદ સપ્તાહમાં તેમાં વધારો થશે તેવો વેપારીઓને આશાવાદ છે. ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં ૨૦% સુધી વધે તેમ પતંગબજારના વેપારીઓનું માનવું છે.

પતંગના વેચાણ સાથે સંકળાયેલા અમદાવાદના ઈકબાલ વાલેમે જણાવ્યું કે, 'પતંગ માટેની કમાન કોલકાતાથી અને તેનો વાંસ આસામથી આવે છે. કમાન, વાંસ, કાગળ સહિતના કાચા માલ તેમજ મજૂરીની કિંમતમાં વધારો થતાં પતંગની કિંમત આ વખતે ૩૦% સુધી વધી ગઇ છે. આ ઉપરાંત કોરોનાને કારણે ઉત્તરાયણમાં આ વખતે પતંગનું વેચાણ કેવું રહેશે તેને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. જેના કારણે મોટી કંપની હોય કે નાનો ઉત્પાદક તેમણે પતંગ-દોરીનું પ્રોડક્શન હજુ ૫૦% કર્યું છે. માલની અછત પણ પતંગ-દોરીની કિંમતમાં થયેલા ભાવ વધારા માટે મહત્વનું પરિબળ છે.'

દોરી ઘસવા માટેના દિલ્હી-લખનૌના કારિગરો ૨-૩ મહિના માટે ગુજરાતમાં આવતા હોય છે. ગત વર્ષની સરખામણીએ દોરી ઘસવાની કિંમતમાં પણ વધારો થયો છે. દોરી ઘસવા માટે લૂગદી-કાચની કિંમતમાં વધારો થતાં તેની કિંમત વધી ગઇ છે. આ ઉપરાંત દોરી ઘસનારાઓએ ગત વર્ષ કરતાં આ વખતે મજૂરી પણ વધારી દીધી છે.

પતંગ-દોરીની કિંમતમાં કેટલો વધારો?

ગત વર્ષે ૨૦ પતંગના સેટની કિંમત રૃપિયા ૮૦થી રૃપિયા ૧૦૦ હતી. જેના માટે આ વર્ષે હવે રૃપિયા ૧૩૦થી રૃપિયા ૧૫૦ ચૂકવવા પડશે. ચીલ પતંગની એક કોડીની કિંમત ગયા વર્ષે રૃપિયા ૬૦ થી રૃપિય

પાણીની લાઈન તૂટતા પાનચકલાથી ભરવાડી દરવાજામાં પાણીની રેલમછેલભૂગર્ભ ગટર લાઈનના ખોદકામ દરમિયાનકોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણ...
02/01/2022

પાણીની લાઈન તૂટતા પાનચકલાથી ભરવાડી દરવાજામાં પાણીની રેલમછેલ

ભૂગર્ભ ગટર લાઈનના ખોદકામ દરમિયાન

કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીનો બેફામ વેડફાટ
કેટલાંક વિસ્તારના લોકો તરસ્યા રહ્યા

વિરમગામ નગરપાલિકા દ્વારા પાનચકલાથી લાલપીરબાવાના રોઝા પાસે આ વિસ્તારમાં સતત ઉભરાતી ભૂગર્ભ ગટરનો પ્રશ્ન હલ કરવા માટે ભૂગર્ભ ગટરની લાઈન નાંખવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ ત્યારે ભૂગર્ભ ગટરની લાઇન નાખવા માટે જીસીબી મારફત ખોદકામની કામગીરી દરમ્યાન પીવાના પાણીની લાઈન તૂટી જવાથી પાનચકલાથી ભરવાડા દરવાજા સુધી પાણીની રેલમછેલ જોવા મળી હતી.
જેના કારણે વાહનચાલકો રાહદારીઓ વહેપારીઓ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા છેલ્લા બે દિવસથી પાણી સપ્લાટના ટાઈમે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીની પાઇપ લાઈન તૂટતા પીંજારકોડ માંડલીયાફળી કંસારા બજારા ઘાંચીની મસ્જીદ સહિતના વિસ્તારમાં પીવાનું પાણી ઘરે ઘરે નળમાં ન આવતા આ વિસ્તારના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે લાઈન રીપેરીંગ કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોની માંગણી છે.

02/01/2022

ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને સલાહ આપે

ઉત્સવોમાં ભીડ ભેગી કરનારા નેતાઓ ગાઈડલાઈનના પાલનનું સૂચન કરે છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નિકોલમાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યું
દેશમાં 93 ટકાને પ્રથમ, 63 ટકાને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે: માંડવિયા

ગુજરાત સહિત દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપથી આવી રહી છે ત્યારે તેનાથી બચવા લોકોએ માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગની સાથે રાજ્ય-કેન્દ્ર સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

અમદાવાદ ડાયમંડ એસોસિએશન અને મેડિકલ ટ્રસ્ટે નિકોલ ખાતે શરૂ કરેલી કોઠિયા સુપર મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓએ પણ લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. બીજી બાજુ આ જ નેતાઓએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક ઉત્સવો-સંમેલનોનું આયોજન કરી ભીડ એકત્ર કરી ગાઈડલાઈનનો સતત ભંગ કર્યો હતો.

કોઠિયા હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને સરકારે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકોના રસીકરણ માટે ખાસ ડ્રાઈવ શરૂ કરાશે. જ્યારે 10 જાન્યુઆરીથી રાજ્યના આરોગ્યકર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ તેમજ વડીલોને સુરક્ષા કવચ પૂરું પાડવા રસીકરણ હાથ ધરાશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ લોકોને કોરોનાની તમામ ગાઈડલાઈનને અનુસરવાની સલાહ આપતાં જણાવ્યું કે, કોરોના રસીકરણ ક્ષેત્રે દેશના 93 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ, 63 ટકા લોકોને બીજો ડોઝ આપી દેવાયો છે. કોરોનાની તમામ વિષમ પરિસ્થિતિથી લડવા કેન્દ્ર-રાજ્ય સરકાર સુસજ્જ હોવાનું જણાવતા તેમણે વધુમાં કહ્યું કે, આજે દેશની 204 જેટલી કંપનીઓ ટેસ્ટિંગ કિટ નિર્માણ કરી રહી છે.

અમદાવાદ જિલ્લામાં 1.5 લાખ બાળકોને રસી મુકાશે આજથી કોવિન પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન થશેજિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ...
02/01/2022

અમદાવાદ જિલ્લામાં 1.5 લાખ બાળકોને રસી મુકાશે

આજથી કોવિન પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે

જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, ત્રણ દિવસમાં 25 કેસ મળ્યા
અમદાવાદ,તા.31 ડિસેમ્બર 2021,શુક્રવાર

અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના આશરે ૧.૫ લાખ બાળકોને આગામી તા.૩ જાન્યુઆરીથી કોવેક્શીનની રસી મુકવાના અભિયાનની શરૂઆત કરાશે. જિલ્લામાં આવેલી તમામ ૨૫૦ શાળાઓના બાળકોને તેમાં આવરી લેવાશે. શાળાએ જતા કે ન જતા તમામ બાળકોને આગામી તા.૯ જાન્યુઆરી સુધીમાં રસી મુકી દેવામાં આવશે.

જિલ્લામાં કોરોનાથી બાળકોને બચાવવા માટે કોવેક્શીનની રસી મુકવાની ઝૂંબેશ હાથ ધરાશે. જેમાં તા.૧ જાન્યુઆરીથી કોવિન પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરી શકાશે. વેક્શીનેશનમાં સ્પોટ રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરાઇ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ તા.૩ થી૭ જાન્યુઆરી સુધી શાળા, આંગણવાડી, પીએસચી ખાતે બાળકોને રસી મુકાશે. તા.૭ જાન્યુઆરીના રોજ મેગા વેક્શીનેશન કેમ્પ યોજવામાં આવશે. તા.૮ અને ૯ જાન્યુઆરીના રોજ રહી ગયેલા બાળકોને રસી આપવાની વિશેષ ઝૂંબેશ હાથ ધરાશે.

બાળકોના રસીકરણની આ કામગીરીમાં શિક્ષણ વિભાગ, આઇટીઆઇ, પોલીટેકનીક શાખાની મદદ લેવાશે. આશરે ૮૦૦ જેટલા કર્મચારીઓ બાળ રસીકરણની કામગીરીમાં જોતરાશે.

નોંધપાત્ર છેકે અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા. સાણંદના શેલા ગામેથી ૪ કેસ મળ્યા હતા. તેમજ વિરમગામ શહેર અને તેની પાસે આવેલા જોશીપુરા ગામેથી ૧ મળીને ૨ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ ૯૬ લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્રીજી વેવ આવી રહી છે તેવામાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્શીનનું રક્ષા કવચ મળી રહેશે હવે બાળકોને પણ વેક્શીનનું રક્ષા કવચ મળવું જરૂરી છે.

વિરમગામ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ અને વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણપશુઓના મોત અને ગટર ચોકઅપ થવાનું મુખ્ય કારણ૨૦ મા...
02/01/2022

વિરમગામ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ અને વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ

પશુઓના મોત અને ગટર ચોકઅપ થવાનું મુખ્ય કારણ

૨૦ માઇક્રોન અંગેના સરકારી આદેશનો શહેરમાં થતો ઉલ્લંઘન : જવાબદારો સામે પગલા લેવાની માંગ

વિરમગામ : વિરમગામ શહેરમાં દુકાનદારો શાકભાજી, ફળફ્રુટ તેમજ અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારી વર્ગ દ્વારા ૨૦ માઇક્રોન નીચેના પ્લાસ્ટિક બેગનો બેરોકટોક ખુલ્લેઆમ વાપરતા હોવાની જીવદયાપ્રેમીઓમાં ફરિયાદ ઉઠી છે.
વિરમગામ શહેરમાં ૨૦ માઇક્રોનથી નીચેના ઝભલાઓનું પ્લાસ્ટિકની ચાની પ્યાલીઓનું દુકાનોની અંદર ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યું હોવાનું જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું. વિરમગામ શહેરમાં દુકાનદારો શાકભાજી ફળફળાદી વેચનાર અન્ય ચીજવસ્તુઓ વેચનાર વેપારીઓ દ્વારા ગ્રાહકોને ૨૦ માઇક્રોન નીચે ઝભલા ગ્રાહકોને વસ્તુ મુકી ખુલ્લેઆમ આપી રહ્યા છે. આ ઝભલાઓમાં એંઠવાડ તેમજ અન્ય ચીજવસ્તુઓ નાખી ડસ્ટબીનમાં કચરો એકત્ર થતાં હોય તેવી જગ્યામાં નાખવાના કારણે ગાયો અને અન્ય પશુઓ ઝબલા સાથે ખાદ્યવસ્તુ ખાઈ જતાં હોય છે જેના કારણે અબોલ પશુઓ સોંપવામાં આવતી ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તેવી જીવદયાપ્રેમીઓની લાગણી અને માગણી છે.

શિકારની બાતમીની શંકામાં ભરવાડ શખ્સની હત્યા  આરોપીએ વિડીયો ઉતારી ગળે ફાંસો ખાધોનળ સરોવર વિસ્તારમાં ધરજી ગામની ચકચારી ઘટના...
02/01/2022

શિકારની બાતમીની શંકામાં ભરવાડ શખ્સની હત્યા
આરોપીએ વિડીયો ઉતારી ગળે ફાંસો ખાધો

નળ સરોવર વિસ્તારમાં ધરજી ગામની ચકચારી ઘટના

ભરવાડ શખ્સની હત્યા માટે નટુભાઇ પઢાર પોતે જ જવાબદાર હોવાનો વિડીયો ઉતારીને વાઇરલ કર્યો : ત્રણ સામે ફરિયાદ

નળસરોવરમાં પોલીસની બે દિવસની શોધખોળ બાદ લાશ મળી : પંથકમાં તંગદિલી જેવો માહોલ વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બગોદરા : અમદાવાદના નળ સરોવર વિસ્તારમાં ધરજી ગામની સીમમાં શિકારની બાતમીના વહેમ રાખી સમગ્ર મામલો બિચક્યાનું સામે આવ્યું છે. જેમાં ભરવાડ શખ્સની હત્યા કરી આરોપીએ વિડીયો ઉતારીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. આરોપીએ ગળેફાંસો ખાતા પહેલા વિડીયો બનાવી આ ઘટનામાં પોતે એક જ ગુનેગાર છે અને બીજા કોઇ જવાબદાર નથી તેમ જણાવ્યું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી વાઇરલ કરી દેવાતા સનસનાટી મચી હતી. આ ઘટનામાં પોલીસે બે દિવસ નળ સરોવરમાં શોધખોળ કર્યા બાદ ભરવાડ શખ્સની લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે ત્રણ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં ગામમાં તંગદિલીભર્યા માહોલને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લામાં નળસરોવર વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાથી ખળભળાટ મચ્યો છે. હત્યા પછી હત્યારાએ પોતે પણ ગળેફાંસો ખાઇ લેતા અને તે અંગેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાયો હતો. નળસરોવર વિસ્તારમાં ધરજી ગામ પાસે જુપાળી માતાના મંદીર નજીક એક યુવકની ૩૦મી ડિસેમ્બરના રોજ લાશ મળી હતી. જેને પગલે પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં આ મૃતક યુવાને પોતે એક ભરવાડ શખ્સની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા જણાયું હતું કે નટુભાઇ ઉર્ફે ઘોડો કસાભાઇ પઢાર (રહે. ધરજી, (દુર્ગી) તા. બાવળા)એ સગરામભાઇ જોધાભાઇ ભરવાડ નામના શખ્સને મોતને ઘાટ ઉતારી તેની લાશ નળસરોવરમાં ફેંકી દીધી હતી. પોલીસ તપાસમાં જણાયું હતું કે પઢાર શખ્સ શિકાર કરતા હોવાની બાતમી સગરામભાઇ આપતા હોવાનું મનદુઃખ રાખી મોતને ઘાટ ઉતાર્યા હતા.

આ અંગે વાઇરલ થયેલા વિડીયોમાં નટુભાઇ પઢાર કહેતા સંભળાય છે. તેમણે એક ભરવાડ શખ્સની હત્યા કરી છે. બીજા કોઈને દોષિ ના મનતા, એને ના માર્યો હોત તો એ મને મારી નાખત એટલે મે આ કામ કર્યું છે. ને હું હવે ગળો ફાસો ખાઉ છું. દરમિયાન પોલીસે મૃતક સગરામભાઇ ભરવાડની લાશ શોધવા નળસરોવરનો વિસ્ત

મૌરૈયાના 3 જણાએ 5200 પરત આપવા ના પડે તે માટે મિત્રની હત્યા કરી હતીરાણપુર તાલુકાના યુવકની તીક્ષ્ણ હથિયારથી ઘા મારી હત્યા ...
02/01/2022

મૌરૈયાના 3 જણાએ 5200 પરત આપવા ના પડે તે માટે મિત્રની હત્યા કરી હતી

રાણપુર તાલુકાના યુવકની તીક્ષ્ણ હથિયારથી ઘા મારી હત્યા કરાયેલી લાશ કોલટ જવાના રોડ પરથી મળી હતી, 3 આરોપીઓ પોલીસ પકડમાં

31 ડિસેમ્બરે સાણંદના મોટી દેવતી થી કોલટ જવાના રોડ નજીક ખેતરમાં 24 વર્ષીય યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી હતી જેમાં સાણંદના મોરૈયા ગામના 3 યુવકોએ તેના મિત્રને પૈસા પરત ન આપવા માટે તીક્ષ્ણ હથિયારથી ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 3 યુવકોને ચાંગોદારમાંથી ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.

પોલીસ તપાસમાં પારસભાઇ કાંતિભાઇ વાજા (ઉં.24 મૂળ રહે.સુંદરીયાણા ગામ તા.રાણપુર જી.બોટાદ) નામના યુવકની લાશ હોવાનું સામે આવ્યું હતું. યુવક એક વર્ષથી તેના ગામની 21 વર્ષીય યુવતી સાથે ભાગીને આવીને બંને જણા પતિ પત્ની તરીકે રહેતા હતા. યુવકને ગળા અને છાતી અને પેટાના ભાગે તિક્ષણ હથિયારના ઘા ઝીકિ હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને મૃતક યુવકની પત્નીએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત ગુરુવારે તેનો પતિ પારસભાઇ વાજા નોકરી જતો હતો ત્યારે સાણંદના મોરૈયા ગામના તેના મિત્ર જયેશ ડાહ્યાભાઈ પીપળીયા પણ સાથે ગયા હતા અને રસ્તામાં જયેશના મિત્ર અભિષેક વણકર અને ચિરાગ ચાવડા સાથે ગાડીમાં બેસેલા હતા.

મૃતક પારસભાઇ કાંતિભાઇ વાજા તેના મિત્ર જયેશ ડાહ્યાભાઈ પીપળીયા પાસેથી 3000 અને અભિષેક વણકર પાસે 2200 રૂપિયા અવાર નવાર માગતો હતો. જેથી ત્રણેય યુવકોએ પૈસા પરત આપવા ના પડે તે મારે પારસભાઇ કાંતિભાઇ વાજાની હત્યા કરી હોવાની ફરિયાદ થતાં પોલીસે જયેશ ડાહ્યાભાઈ પીપળીયા, અભિષેક વણકર, ચિરાગ ચાવડા (ત્રણેય રહે. મોરૈયા સાણંદ)ના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પી.આઈ આર.જી ખાંટની પોલીસની અલગ અલગ ટીમોએ મોડી રાત્રિ સુધી તપાસ કરતા ચાંગોદરના કેસર સિટી ખાતેથી તાત્કાલિક ઝડપી લીધા હતા. ડીવાયએસપી કે.ટી.કમરિયાના જણાવ્યા અનુસાર યુવકની હત્યા કરનાર જયેશ ડાહ્યાભાઈ પીપળીયા યુવકે તીક્ષ્ણ હત્યાના ઘા માર્યા હતા.

પીંપણ ગામ પાસેની કેનાલમાં પગ લપસતાં યુવાન ડૂબ્યોમુળ ખેડાનો યુવાન ચાંગોદરમાં રહેતો હતોશનિવારે સાણંદના પીંપણ ગામ પાસેની કે...
02/01/2022

પીંપણ ગામ પાસેની કેનાલમાં પગ લપસતાં યુવાન ડૂબ્યો

મુળ ખેડાનો યુવાન ચાંગોદરમાં રહેતો હતો
શનિવારે સાણંદના પીંપણ ગામ પાસેની કેનાલમાં ચાંગોદાર ખાતે રહેતો યુવકનો પગ લપસી જતાં કેનાલમાં ડૂબી જતા મોત થયું હતું. જેની જાણ વાયુ વેગે આસપાસના વિસ્તારમાં થતાં લોકોના ટોળાં કેનાલે એકઠા થયા હતા.બનાવ અંગે નટવરભાઈ ખેંગારભાઈ વણકરે સાણંદ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.

યુવકની લાશને બહાર કાઢી પીએમ માટે સાણંદ સિવિલ ખસેડી હતી. કેનાલમાં ડૂબી જનાર યુવક કિરીટભાઈ નટવરભાઈ વણકર સાણંદના ચાંગોદર ખાતે રહેતો હતો મૂળ ખેડા જિલ્લાના ખડગોદરા ગામનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આદરોડા - કોચરિયાની સીમમાંથી રૂ. 2.2 લાખના વીજવાયરની ચોરીસિમેન્ટના 3 થાંભલા પાડી દીધા - બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇબાવ...
01/01/2022

આદરોડા - કોચરિયાની સીમમાંથી રૂ. 2.2 લાખના વીજવાયરની ચોરી

સિમેન્ટના 3 થાંભલા પાડી દીધા - બાવળા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

બાવળા તાલુકામાં યુ.જી.વી.સી.એલ.નાં વીજ વાયરો અને એલ્યુમીનીયમનાં તારની ચોરીઓ વધી જવા પામી છે.બાવળા તાલુકાનાં બાવળા-કોચરીયાની સીમમાંથી યુ.જી.વી.સી.એલ.ની વીજલાઇન નાં બે ગાળાનાં કેબલ વાયર 330 મીટ૨ જેની કિમંત 57,712 રૂપીયા થાય તથા એલ્યુમીનીયમનાં તાર 28 ગાળાનાં 4635 મીટર તેની કિમંત 1,45,020 રૂપીયા થાય.જેથી કુલ 2,02,732 રૂપીયાનાં મુદામાલની કોઇ ચોર ધારદાર હથીયારથી કાપી ચોરી કરીને તેમજ સીમેન્ટનાં ત્રણ થાંભલા પાડી નાખીને 6,051 રૂપીયાનું નુકશાન કરી નાશી છૂટયો હતો.જેથી આ બાબતની બાવળા પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતાં બાવળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળાની યુ.જી.વી.સી.એલ.માં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતાં જતીનભાઇ વસંતભાઇ સોલંકીએ બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ગઇ 20 તારીખે બાવળાનાં સીમ સર્વે નંબર 235 જેનો ખાતા નંબર 102 છે.તે આદરોડા - કોચરીયા રોડ ઉપર આવેલી જમીનનાં માલીક ભોપાભાઇ અરજણભાઇ ભરવાડે (બાવળા) અમારી કચેરીએ આવી લેખીતમાં અરજી આપી હતી કે બાવળા સીમમાં આટો મારવા ગયો હતો તો જોયું તો વીજતાર નીચે પાડી દઇ તેના કટકા કરી વીજતારની ચોરી કરવાનાં હેતુથી બે ગાળાનાં તાર કોઇ અજાણ્યા ચોર ચોરી કરી લઇ ગયા છે.

જેથી અમારા જુનીયર એન્જીનીયર એ.જે સૈયદ અને હેલ્પર એસ.એન પટેલ સ્થળ ઉપર જઇ રોજકામ કરતાં એક ગાળાનાં ત્રણ વાયરોનો કેબલ વાયર લેખે આશરે એક ગાળાની લંબાઇ 55 મીટર એટલે કે એક ગાળાનાં 55 મીટર લેખે કુલ બે ગાળાનાં 330 મીટર કેબલ વાયરની ચોરી થયાંનું જણાતાં તેની કિંમત 57,712 રૂપીયા થાય. જે કોઇ ધારદાર હથીયારથી કાપી કોઇ ચોર ચોરી કરી લઇ ગયો હતો. તેમજ ગઇ 27 તારીખે સવારનાં દસ- સવા દસ વાગ્યે આમારા જી.ઇ.બી. કન્ટ્રોલમાં હસનનગર ગામનાં ખેડુત નરસિંહભાઇ તળશીભાઇ રાઠોડ વિગેરે ખેડુતોનાં ફોન આવ્યા હતાં કે વીજલાઇન બંધ છે. જેથી ચેક કરતાં આદરોડા ગામથી હસનનગર ગામ તરફ જતી વીજલાઇનનાં એલ્યુમીનીયમનાં એક ગાળાનાં ત્રણ તાર લેખે 28 ગાળાનાં કુલ 4,635 મીટર લંબાઇનાં વાયરની કિમંત 1,45,020 રૂપીયાની ચોરી થયાનું જણાઇ આવ્યું હતું.

કર્ફ્યૂ ભંગ કરનારા 300 લોકો, માસ્ક વગરના 550 પકડાયા; રાત્રે 11 પછી બહાર નીકળેલા 68 વાહન ડિટેઈન કરી 10 લાખ દંડ
27/12/2021

કર્ફ્યૂ ભંગ કરનારા 300 લોકો, માસ્ક વગરના 550 પકડાયા; રાત્રે 11 પછી બહાર નીકળેલા 68 વાહન ડિટેઈન કરી 10 લાખ દંડ

સાણંદ તાલુકામાં 40219 હેક્ટરમાં શિયાળું વાવેતર ગત વર્ષ કરતાં વાવેતરમાં 30 ટકાનો વધારો નોંધાયોસાણંદ તાલુકામાં મોટા પ્રમાણ...
26/12/2021

સાણંદ તાલુકામાં 40219 હેક્ટરમાં શિયાળું વાવેતર ગત વર્ષ કરતાં વાવેતરમાં 30 ટકાનો વધારો નોંધાયો

સાણંદ તાલુકામાં મોટા પ્રમાણમાં શિયાળું પાકનું વાવેતર કરવામાં આવ્યું હોવાથી ખેતરો લીલાછમ દેખાઇ રહ્યા છે.

સાણંદમાં ઠંડી જામી રહી છે ત્યારે રવિ વાવેતરમાં આગેકુચ જોવા મળી રહી છે, ગત વર્ષ કરતાં વાવેતરમાં વધારો

આાગામી દિવસોમાં ઠંડી પડવાની આગાહી હોવાથી પાકને ફાયદો થશે

સાણંદમાં ઠંડી જામી રહી છે ત્યારે રવિ વાવેતરમાં આગળકૂચ થઈ રહી છે. કડકડતી ઠંડીમાં સાણંદ તાલુકામાં 40219 હેક્ટરમાં શિયાળુ વાવેતર થવા પામ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રવિ પાકના વાવેતરમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આ વર્ષ ખેડૂતો માટે રવિ પાક સફળ સાબિત થશે તેવું લાગી રહ્યું છે.

સાણંદ તાલુકામાં વર્ષ 2020 માં રવિ પાકોનું વાવેતર કુલ 30150 હેક્ટર જમીનમાં થયું હતું. જયારે ચાલુ વર્ષે એટલે કે 2021માં આ વાવેતર 40219 હેક્ટરમાં થયું છે. જે ગત વર્ષ કરતા લગભગ 30 ટકા વધુ વાવેતર થયું છે. સાણંદના મુખ્ય એવા ઘઉંના પાકનું ગત વર્ષે માત્ર 26400 હેક્ટરમાં વાવેતર થયું હતું. જે ચાલુ વર્ષ 37020 હેકટરમાં થયું છે. સાથે સાથે આ વર્ષે 782 હેક્ટર જમીનમાં શાકભાજીનું થયું છે. આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની આગાહી છે ત્યારે રવિ પાકને પણ અનેક ફાયદો થશે.

ઠંડીથી ફાયદો થશે
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેવી કરવામાં આવેલી આગાહીના પગલે ખેડૂતોમાં ઠંડી વધતા પાકને ફાયદો થાય તેવી આશા જન્મી છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાથી રવિ પાકને ફાયદો થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. ગત વર્ષ કરતાં શિયાળું પાકના વાવેતરમાં વધારો થયો છે. માવઠાની આગાહી વચ્ચે પણ ખેડૂતોએ સારા પ્રમાણમાં પાકનું વાવેતર કર્યું છે. જો માવઠું થશે તો ઘઉં સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ સેવાઇ રહી છે.

રાજ્યમાં દોઢ લાખથી વધુ લાઇસન્સ પેન્ડિંગલાઇસન્સ કાર્ડ ખતમ થતાં લોકોએ પ્રિન્ટ લઈ ફરવું પડશે, હાલ પ્રિન્ટને માન્ય ગણવા પરિપ...
25/12/2021

રાજ્યમાં દોઢ લાખથી વધુ લાઇસન્સ પેન્ડિંગ
લાઇસન્સ કાર્ડ ખતમ થતાં લોકોએ પ્રિન્ટ લઈ ફરવું પડશે, હાલ પ્રિન્ટને માન્ય ગણવા પરિપત્ર કરાયો

સમગ્ર રાજ્યમાં વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સના સ્માર્ટ કાર્ડ તૈયાર કરતી સ્માર્ટચીફ કંપનીએ સ્માર્ટ કાર્ડની કામગીરી બંધ કરી દેતા અરજદારો રઝળી પડયા છે. વાહનવ્યવહાર વિભાગે અરજદારોને લાઇસન્સની પ્રિન્ટ લઇને ફરવા મજબૂર કરી દીધા છે.

વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સ સબંધિત અરજી એપ્રુવલ થયા પછી તેની પ્રિન્ટ માન્ય ગણવા પરિપત્ર કર્યો છે. જેથી હવે વાહનના ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડ નહીં હોવાથી લોકોને હવે લાઇસન્સની પ્રિન્ટ લઇને ફરવું પડશે. માત્ર સ્થાનિક રહેતા લોકો માટે આ સુવિધા છે. ઇન્ટરનેશનલ લાઇસન્સના અરજદારોને વગર લાઇસન્સે વિદેશ જવું પડશે. બીજી તરફ સમગ્ર રાજ્યમાં દોઢ લાખથી વધુ લાઇસન્સ પેન્ડિંગ છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓની અરજી એપ્રુવ થયા પછી લાઇસન્સનું સ્માર્ટ કાર્ડ અરજદારના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળામાં અરજદારને લાઇસન્સ અંગે મોબાઇલ નંબર પર મેસેજ મળે છે. આ મેસેજ બાદ એસએમએસ લિન્ક અથવા સારથી પોર્ટલ પર પ્રિન્ગ
ડ્રાઇવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી એ-4 સાઇઝમાં લાઇસન્સની પ્રિન્ટ કાઢીને રાખશે તો લાઇસન્સની પ્રિન્ટ મોટર વ્હિકલ રુલ્સ 1998 હેઠળ માન્ય રહેશે.

ડાંગર વેચવા ખેડૂતોને આખી રાત ઠંડીમાં ઠુંઠવાવું પડ્યું ગોડાઉનથી હાઇવે સુધી 2 કિમી લાંબી ટ્રેક્ટરોની લાઇનટ્રેક્ટરોની લાંબી...
25/12/2021

ડાંગર વેચવા ખેડૂતોને આખી રાત ઠંડીમાં ઠુંઠવાવું પડ્યું ગોડાઉનથી હાઇવે સુધી 2 કિમી લાંબી ટ્રેક્ટરોની લાઇન

ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી હતી.

ટેકાના ભાવથી કૃષિ માલ ખરીદીમાં માઇક્રો પ્લાનિંગના અભાવે ખેડૂતોએ તંત્ર સામે બાંયો ચઢાવી રોષ વ્યક્ત કર્યો

સાણંદમાં 24 કલાક થવા છતાં ડાંગરની ખરીદી ન થતાં હાલાકી

જિલ્લામાં ડાંગરના ઉત્પાદન માટે જાણીતા સાણંદ તાલુકામાં ખેડૂતોને ડાંગરના ટેકાના ભાવે ખરીદીમાં માઇક્રો પ્લાનિગના અભાવને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાણંદના ઇયાવા ગામથી આગળ આવેલા સરકારી ગોડાઉનથી લઈને હાઇવે સુધી 2 કિમીની લાંબી લાઈનો લાગતા તંત્રની કામગીરી સામે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. માઇક્રો પ્લાનિગ કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે.

જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ધરમશીભાઈ પટેલ તેમજ મંત્રી જયંતીભાઈ ડાભીએ આ અંગે રોષ વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, સાણંદ તાલુકામાં સરકારી તંત્ર દ્વારા ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ડાંગર ખરીદી કરવાનું ચાલુ છે અને તે માટે ઓનલાઈન નોંધણી પણ ખેડૂતો કરી રહ્યા છે. પરંતુ ક્યાંકને ક્યાંક તંત્રની ટેકાના ભાવથી કૃષિ માલ ખરીદીમાં માઇક્રો પ્લાનિગના અભાવને લઈને ખેડૂતોએ તંત્રની કાર્ય પદ્ધતિ સામે બાંયો ચઢાવી રોષ વ્યક્ત કર્યો છે.

સાણંદના ઇયાવા ગામ સામે આવેલ એસ્ટેટની અંદર આવેલ પુરવઠા વિભાગના સરકારી ગોડાઉન ખાતે ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. જે માટે ખેડૂતોને મેસેજ કરીને કૃષિ માલ સાથે બોલાવવામાં આવે છે. સાણંદ તાલુકાનાં છેવાડાના ગામોમાંથી વહેલી સવારથી ખેડૂતો ટ્રેક્ટરો લઈને લાઇનમાં ઊભા રહી જાય છે. પરંતુ સરકારી તંત્રના કર્મીઓના માઇક્રો પ્લાનિગના અભાવને કારણે ખેડૂતોને ટેકાના ભાવે કૃષિ માલ વેચવા માટે 2-2 દિવસ લાઇનમાં રહેવું પડી રહ્યું છે.

રાતે ઠંડીમાં પણ હાઇવે પર લાઇનમાં ખેડૂતોને બેસવાનો વારો આવ્યો છે. જેને લઈ રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા અંગે અનેક ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીદી કરતાં અધિકારીઓએ અને કર્મીઓને રજૂઆત કરતાં હોય છે, પંરતુ તંત્રના આશીર્વાદને કારણે આ અધિકારીઓ અને કર્મીઑ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં રસ દાખવતાં હોતા છે.નથી. જેને લઈને અમુક ખેડૂતો ના છુટકે વેપારીઓને સસ્તા ભાવે ડાંગર વેચવા મજબૂર બને છે. જો માઇક્રો પ્લાનિગ કરાય તો ખેડૂતો અને સરકારને પણ ફાયદો થઈ શકે તેમ છે. આ અંગે સાણંદ પુરવઠા અધિકારીન

બાવળાનાં ગાંગડ રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતાં 1 વ્યક્તિનું મોતગાંગડના રહીશ રોજ સાંજે રોડ પર ચાલવા જતા હતાબાવળા તાલુકા...
25/12/2021

બાવળાનાં ગાંગડ રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતાં 1 વ્યક્તિનું મોત

ગાંગડના રહીશ રોજ સાંજે રોડ પર ચાલવા જતા હતા

બાવળા તાલુકાનાં ગાંગડ ગામની વ્યક્તિ નિત્યક્રમ મુજબ સાંજના ગાંગડ રોડ ઉપર ચાલવા જતાં અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેમને ભટકાડી અકસ્માત કરી માથામાં તથા જમણા પગે ગંભીર ઇજા કરી નાશી જતાં તેમને સારવાર મળે તે પહેલા તેમનું મોત થતાં બગોદરા પોલીસમાં અક્સ્માતની ફરિયાદ નોંધાવતાં અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા તાલુકાનાં ગાંગડ ગામમાં આવેલા ગાંગડીયા ફળીમાં રહેતાં અશોકદાન વખતદાન ગઢવીએ બગોદરા પોલીસમાં ફરીયાદ લખાવી છે કે હું મારા ઘરે હતો તે વખતે અમારી બાજુમાં રહેતા મારા કાકા નવલદાન જીવાભાઇ ગઢવી રાત્રીના સાડા સાત વાગે તેમનાં નિત્યક્રમ મુજબ ઘરેથી ચાલવા માટે નિકળેલા અને હું મારા ઘરે હતો.

તે વખતે રાત્રીના આશરે પોણા આઠ વાગે ગામના કિશોરસિંહ ભરતસિંહ સીસોદીયાનો ફોન આવ્યો હતો કે હું મારા ઘરેથી બાઇક લઇ ખેતરે જતો હતો અને ગાંગડ ગામથી ગાંગડ - કોઠ ચોકડી નજીક ગાંગડ જવાના રસ્તે જોયું તો રોડની સાઇડમાં કોઇ માણસ પડ્યો હોવાથી મેં મારૂં બાઇક ઉભુ રાખીને જોયું તો તે તમારા કાકા નવલદાન હતાં.અને તેમને શરીર ઇજા થઇ છે તમો ત્યાં આવો.

જેથી હું અને અમારા કુટુંબનાં તથા ગામનાં માણસો ત્યાં ગયા હતાં. ત્યાં જઇને જોયું તો નવલદાન રોડની સાઇડમાં પડ્યાં હતાં.તેમને માંથામાં તથા જમણા પગે ગંભીર ઇજા થઇ હતી અને અર્ધ બેભાન અવસ્થામાં હતાં.મારા કાકાને કોઇ વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ટક્કર મારીને જતો રહ્યો હતો. કોઈએ 108ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં તે તરત જ ઘટના સ્થળે પહોંચી જતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઇ ગયાં હતાં પરંતુ તેમનું મોત થવા પામ્યું હતું

અમદાવાદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં મોડી રાત સુધી મતગણતરી ચાલી, મોડી રાતે વિજેતાઓનાં સરઘસ નીકળ્યાંદેત્રોજ : મોડી રાત સુધી ...
23/12/2021

અમદાવાદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં મોડી રાત સુધી મતગણતરી ચાલી, મોડી રાતે વિજેતાઓનાં સરઘસ નીકળ્યાં

દેત્રોજ : મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહી, 12 વાગ્યા બાદ કામગીરી પૂર્ણ

તમામ પંચાયતોનાં પરિણામ જાહેર થયાં
ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે યોજાયા બાદ મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીમાં કેટલીક પંચાયતોના પરિણામો ઝડપી તો ક્યાંક ગણતરી ધીમી ચાલતા સરપંચના ઉમેદવારના નામ મોડા જાહેર થયા હતા. મંગળવારે મોડી રાત સુધી ચાલી હતી.

માંડલ ગ્રામ પંચાયતમાં લીલાબેન ભરવાડ વિજેતા
માંડલ ગ્રામ પંચાયતના ભાજપ પ્રેરીત સરપંચના ઉમેદવાર લીલાબેન છનાભાઈ ભરવાડનો ભવ્ય વિજય થયો છે. મતગણતરી મોડી રાત સુધી ચાલી હતી. મતગણતરીના શરૂઆતથી પાછળ રહેલા ઉમેદવાર છેલ્લા બે વોર્ડની મતગણતરી દરમિયાન વધુ વોટ તેમને મળતા વિજય જાહેર થયા હતા. રાતે 3 વાગ્યે ડીજે સાથે વિજય સરઘસ મહાત્મા ગાંધી વિનય મંદિરથી શરૂ થઈ નીકળ્યું હતું. હાજર હનુમાન મંદિર સુધી વિજય સરઘસ નીકળ્યું હતું.

વધુ મતોથી વિજય થતા લીલાબહેને તમામ મતદારોનો આભાર માન્યો હતો. ગામમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. ગામલોકોને નડતી મુશ્કેલીઓ દૂર થાય અને ગામનો વિકાસ થાય તેવી આશા નવા સરપંચ પાસેથી નાગિરકો રાખી રહ્યા છે. ત્યારે નવા સરપંચ લોકોની ખાતરી પર ખરા ઉતરે છે કે નહીં તે જોવું રહ્યું.

દેત્રોજમાં રાત્રે બાર વાગે પનાર, ડાંગરવા,ગુંજાલા પરિણામ જાહેર
દેત્રોજ તાલુકા ની 26 ગ્રામ પંચાયતોની મત ગણતરી દેત્રોજ મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં 21 મી ડિસેમ્બરના રોજ સવારે 9:00 કલાકથી શરૂ થઈ હતી. રાત્રે 12 વાગ્યા સુધી મતગણતરી નું કાર્ય પૂર્ણ થયું હતું. મોડી રાત્રે દેત્રોજ તાલુકાના પનાર, ડાંગરવા, અને ગુંજાલા ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા.

ડાંગરવા ગ્રામ પંચાયતના સરપંચ પદે પટેલ ચંદ્રિકાબેન સુરેશભાઈ નો 46 મતોથી વિજય થયો હતો. જ્યારે પનાર ગ્રામ પંચાયતમાં સીતાબેન વનરાજસિંહ ઝાલા 241 મતોથી સરપંચ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ગુંજાલા ગ્રામ પંચાયત ના પરિણામમાં ભાવુભા શિવસિંહ ઝાલા 90 મતોથી સરપંચ પદે વિજયી થયા હતા.

સુંવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 મતોથી સરપંચ ચૂંટાયા
દેત્રોજ તાલુકાના છેવાડે આવેલા કટોસણરોડ -સુંવાળા ગ્રુપ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. રસાકસી ભરેલી સુવાળા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઠાકોર બચુજી તલાજી ને 689 મતો પ્રાપ્ત થયા હતા. જયારે હરીફ ઉમેદવારને 687 મળ

બાવળાના રામનગર પાસે રોડ ક્રોસ કરતી વ્યક્તિનું કારચાલકે ટક્કર મારતાં મોત.
21/12/2021

બાવળાના રામનગર પાસે રોડ ક્રોસ કરતી વ્યક્તિનું કારચાલકે ટક્કર મારતાં મોત.

રેશ્મા સોલંકીનો સ્ફોટક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ:લખ્યું - મારા પતિ ભરતસિંહ રાજકીય સ્ટેટસ માટે કોંગ્રેસને ખતમ કરી રહ્યા...
21/12/2021

રેશ્મા સોલંકીનો સ્ફોટક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ:

લખ્યું - મારા પતિ ભરતસિંહ રાજકીય સ્ટેટસ માટે કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ઉદ્દેશીને પત્ર લખ્યો
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીના પત્નિ રેશ્મા સોલંકીએ એક સ્ફોટક પત્ર સોશીયલ મિડીયામાં વહેતો કર્યો છે. આ પત્ર સાથે વિડીયો પણ વહેતો કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા,સોનિયા ગાંધી,રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં રેશ્મા સોલંકીએ જણાવ્યું હતું કે, ભરતસિંહને મુખ્યમંત્રીના ફેસ તરીકે જાહેર થવું છે,તેને જાહેર નહીં કરો તો કોઇને મુખ્યમંત્રી બનવા દેશે નહીં, તેઓ નરેન્દ્ર મોદી સાથે મળેલા છે અને કોંગ્રેસને જાણી જોઇને સત્તામાં લાવતા રોકી રહ્યા છે. રેશ્મા સોલંકીએ પોતે અસહાય છે અને સત્યને સાથ આપીને કોંગ્રેસ ગરિમા બનાવે તેવી આશા પત્રમાં વ્યકત કરી છે.

જાણી જોઇને કોંગ્રેસને સત્તામાં આવતા રોકે છેઃ રેશ્મા
રેશ્મા સોલંકીએ પત્રમાં લખ્યું છે કે, મારા પતિ તેમના પોલીટીકલ સ્ટેટસ માટે કોંગ્રેસને ખતમ કરી રહ્યા છે,ગુજરાતના લોકોમાં જાણી જોઇને ખોટા સંદેશ મોકલીને કોંગ્રેસને સત્તામાં આવવા માટે રોકી રહ્યા છે. તેમની બુધ્ધિ ચતુરાઇ એવી છે કે, બોલશે સારું પણ પરદા પાછળ એ‌વું ખોટું કરે છે કે, કોંગ્રેસ આગળ જ ન વધે. ભરતી સામે આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, તેમને જે જે મહિલાઓ સાથે ગૈર નૈતિક સંબંધ રાખ્યા તેમને ટીકીટ અપાવી અને સારી મહિલાઓને આગળ આવતી રોકી છે.

ભૂતકાળનાં કરતૂતોનું વર્ણન કર્યું
નેતા સોલંકીના ભૂતકાળના કરતુતોનું વર્ણન પણ પત્રમાં કરીને તેમણે કહ્યું છે કે, તેમનું વલણ કોંગ્રેસના કાર્યકરો સાથે પણ વિપરીત રહ્યું છે. તેમની વય 67 વર્ષની છે, મારાથી 23 વર્ષ મોટા છે,છતા મને ઘરેથી કાઢી મુકી હતી. મે તેમને અ્નેક વખત સમજાવ્યા પણ તે સમજતા નથી. રેશ્માએ કોંગ્રેસ મોવડી મંડળને વિનંતી કરી છે કે, ભરતસિંહને કોંગ્રેસમાંથી મુકત કરીને ઘરે પાછા મોકલે, જેથી તેમની સાન ઠેકાણે આવે.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when NEWS1 Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Broadcasting & media production in Ahmedabad

Show All