પંખ e-magazine

પંખ e-magazine 'જૂના' સાહિત્યને સાથે લઈને 'નવા'ને પોંખ?

મૃત્યુ અને બરફ 😶
03/04/2023

મૃત્યુ અને બરફ 😶

Tag your college friends. ❤️
02/04/2023

Tag your college friends. ❤️

Tag your college friends. ❤️
02/04/2023

Tag your college friends. ❤️

ધ્રુવદાદા ❤️
01/04/2023

ધ્રુવદાદા ❤️

મના કલ્પનું વૃક્ષ કે કામધેનુ?પ્રભુ સમ છે શું રૂપ ચિંતામણીનું?મળે પૂર્ણ સામર્થ્ય જેના ઈશારેનથી રામની સામ્યતા કોઈ સાથે- સમ...
30/03/2023

મના કલ્પનું વૃક્ષ કે કામધેનુ?
પ્રભુ સમ છે શું રૂપ ચિંતામણીનું?
મળે પૂર્ણ સામર્થ્ય જેના ઈશારે
નથી રામની સામ્યતા કોઈ સાથે

- સમર્થ સ્વામી રામદાસ

🤟
29/03/2023

🤟

🙏
29/03/2023

🙏

લિજ્જત છે... ❤️
27/03/2023

લિજ્જત છે... ❤️

❤️
26/03/2023

❤️

ધુળિયે મારગ ચાલ.... ચાલ ને.... ❤️
25/03/2023

ધુળિયે મારગ ચાલ.... ચાલ ને.... ❤️

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?કોઈ પારેવું વાદળભરી રોતું હશે?જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટનાભીતર એક જ નામની રટના, નામ...
24/03/2023

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ? આટલું બધું o

– સુરેશ દલાલ

સિદ્ધિના શિખરે જ મને ભાન એ થયુંમાણસની ઝંખનાઓથી ઊંચું કશું નથી- રઈશ મનીઆર
23/03/2023

સિદ્ધિના શિખરે જ મને ભાન એ થયું
માણસની ઝંખનાઓથી ઊંચું કશું નથી

- રઈશ મનીઆર

કોને ખબર?તમને ખબર?
19/03/2023

કોને ખબર?
તમને ખબર?

આવું કોઈ સ્ટેપ્લર છે તમારી અંદર?
19/03/2023

આવું કોઈ સ્ટેપ્લર છે તમારી અંદર?

કૃષ્ણ ❤️
19/03/2023

કૃષ્ણ ❤️

પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,બાજી રમીએ અમે અને હા, જીત તમારી.તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,તમે વસંતના કોક...
18/03/2023

પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.

તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ, અમે ચાતક ને ચોમાસું;
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી.

સાવ અચાનક તમને ક્યારેક ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે;
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી.

– સુરેશ દલાલ

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,કોણ...
18/03/2023

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

– ‘મરીઝ’

તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં.ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,શરાબ જેમ બધું કેમ સાવ...
11/03/2023

તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,
તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં.

ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,
શરાબ જેમ બધું કેમ સાવ મૂકી દઉં.

હશે નસીબમાં એ ત્યાં લઈ જશે આખર,
કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં.

અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.

રમતમાં આમ તો જીતી જવાય એવું છે,
પરંતુ થાય છે કે મારો દાવ મૂકી દઉં.

- ભરત વિંઝુડા

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.ભોંયભેગો ભલે થયો છું હું,હજી હિમ્મત નથી પડી હેઠી.સૌના જીવનના પ્રશ્ન...
28/02/2023

જોઈ લીધી ખુશી, વ્યથા વેઠી,
તોય ક્યાં જિંદગીની ગડ બેઠી.

ભોંયભેગો ભલે થયો છું હું,
હજી હિમ્મત નથી પડી હેઠી.

સૌના જીવનના પ્રશ્નપત્ર અલગ,
એમાં ચાલે નહીં નકલ બેઠી.

મન છલોછલ છે એની યાદોથી,
એમાં ગમગીની કઈ રીતે પેઠી?

હું જ્યાં બે પાંદડે થયો ન થયો,
ઋતુ બદલાઈ, પાનખર બેઠી.

– હેમંત પૂણેકર

| Happy Valentine's Day |
14/02/2023

| Happy Valentine's Day |

| ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ || ગણપતિ બાપ્પા મોરિયા |આરંભે શુભ કામનાં, ગૌરીપુત્ર ગણેશ રેઝળહળતાં કરજો હવે, ગૂઢ ચિત્...
31/08/2022

| ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ |
| ગણપતિ બાપ્પા મોરિયા |

આરંભે શુભ કામનાં, ગૌરીપુત્ર ગણેશ રે
ઝળહળતાં કરજો હવે, ગૂઢ ચિત્તનો દેશ રે.

- ચિનુ મોદી

વધુ લંબાયેલા શિયાળામાં ગોદડું ઓઢીને વાંચી શકાય એવો 'પંખ'નો અઠ્ઠાવનમો અંક....https://pankhmagazine.com/issue-58-january-3...
31/01/2022

વધુ લંબાયેલા શિયાળામાં ગોદડું ઓઢીને વાંચી શકાય એવો 'પંખ'નો અઠ્ઠાવનમો અંક....

https://pankhmagazine.com/issue-58-january-30/

વધુ લંબાયેલા શિયાળામાં ગોદડું ઓઢીને વાંચી શકાય એવો 'પંખ'નો અઠ્ઠાવનમો અંક.... [pdf-light-viewer id="3

જૂના વર્ષનો છેલ્લો અંક, આ સરનામે:https://pankhmagazine.com/issue-57-december-31/
06/01/2022

જૂના વર્ષનો છેલ્લો અંક, આ સરનામે:

https://pankhmagazine.com/issue-57-december-31/

જૂના વર્ષનો છેલ્લો અંક. નવા કેલેન્ડર માટે અભિનંદન... [pdf-light-viewer id="3028"]

તું પ્રથમ જયારે મળી'તી, લાભપાંચમ એ હતીસામે જોઈને હસી'તી, લાભપાંચમ એ હતીકાંઈપણ પામ્યા વિના મેં જિંદગી સોંપી દીધીતું મને અ...
09/11/2021

તું પ્રથમ જયારે મળી'તી, લાભપાંચમ એ હતી
સામે જોઈને હસી'તી, લાભપાંચમ એ હતી

કાંઈપણ પામ્યા વિના મેં જિંદગી સોંપી દીધી
તું મને અનહદ ગમી'તી,લાભપાંચમ એ હતી

તું મધુરું સ્મિત આપી નીકળી ગઈ, ને પછી?
મેં ગઝલ પહેલી લખી'તી લાભપાંચમ એ હતી

સ્વપ્ન મારુ જોઈ મલકાતી, ને આંખો ખુલતા
છાનીમાની તું રડી'તી, લાભપાંચમ એ હતી

જયારે હું આવ્યો હતો પ્રસ્તાવ લઈને પ્રેમનો
તારી બે આંખો ઢળી'તી, લાભપાંચમ એ હતી

લઈ ગઈ તારી શરમ જે ક્ષણ, એ પાછી પામવા
મેં તને ચૂમી લીધી'તી, લાભપાંચમ એ હતી

- સંદીપ પૂજારા

આવી ગયો છે પંખનો દિવાળી અંક! વાંચીને પ્રતિભાવો જરૂરથી આપશો... :) https://pankhmagazine.com/issue-55-october-31/
31/10/2021

આવી ગયો છે પંખનો દિવાળી અંક!
વાંચીને પ્રતિભાવો જરૂરથી આપશો... :)

https://pankhmagazine.com/issue-55-october-31/

[pdf-light-viewer id="3014"]

| વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને કવિ નર્મદના જન્મદિન નિમત્તે |મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરા...
24/08/2021

| વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને કવિ નર્મદના જન્મદિન નિમત્તે |

મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે.

- કવિ નર્મદ













'પંખ' તરફથી બધા વાચક ભાઈ-બહેનોને વીરપસલીની ભેટ - ત્રેપનમો અંક.💙https://pankhmagazine.com/issue-53-august-22/
22/08/2021

'પંખ' તરફથી બધા વાચક ભાઈ-બહેનોને વીરપસલીની ભેટ - ત્રેપનમો અંક.💙

https://pankhmagazine.com/issue-53-august-22/

'પંખ' તરફથી બધા વાચક ભાઈ-બહેનોને વીરપસલીની ભેટ - ત્રેપનમો અંક. [pdf-light-viewer id="2999"]

|  રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા |મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી; હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી. છે પિતા થડ...
22/08/2021

| રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા |

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી;
હે પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.

છે પિતા થડ જેમ, માતા ડાળખી, હું પાન છું;
બહેન તું તો સાવ નાજુક કૂલની એક પાંખડી!

કોક દી ચશ્માં બની દુનિયા બતાવી બહેન તેં!
માર્ગમાં કાંટા જો આવ્યા તું બની ગઈ ચાખડી,

ઘરને લાગેલો ઘસારો દૂર કરવા માટે તે,
માની સાથોસાથ કાયમ રાખી બાધા-આખડી.

આજ રક્ષા બંધને આ હૈયું ઊભરાઈ ગયું,
આંખમાંથી છૂટી ગઇ સૌ આંસુઓની ગાંસડી.

- અનિલ ચાવડા

.












રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !...
03/08/2021

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ !

વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત;
વળી વળી નીરખે છે કુંજગલી પૂછે છે: કેમ અલી ? ક્યાં ગઇ તી આમ ?
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ;
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ !

– સુરેશ દલાલ













દવા થઇ જાય છે મિત્રો, દુઆ થઇ જાય છે મિત્રો,ઘણી વેળા મટી માણસ, ખુદા થઇ જાય છે મિત્રો.તમે કઠણાઈમાં હો તો ન પૂછશે કોઇ પણ તમ...
01/08/2021

દવા થઇ જાય છે મિત્રો, દુઆ થઇ જાય છે મિત્રો,
ઘણી વેળા મટી માણસ, ખુદા થઇ જાય છે મિત્રો.

તમે કઠણાઈમાં હો તો ન પૂછશે કોઇ પણ તમને
જો પૈસાદાર થઇ જાઓ, બધા થઇ જાય છે મિત્રો.

ઘણી વેળા સગા લોકો સગા જેવા નથી રહેતા,
ઘણી વેળા સગાથી પણ સગા થઇ જાય છે મિત્રો.

હવે તો બંદગીમાં પણ બરાબર ધ્યાન ના રહેતું,
કરું સજદા ખુદાના હું, અદા થઇ જાય છે મિત્રો.

બધા ખરતા રહે છે પાનખરના પાનની માફક,
હજુ કાલે મળ્યા, આજે કથા થઇ જાય છે મિત્રો.

જીવનનો તાપ જ્યારે ઉચ્ચ કક્ષાએ જ્યાં પહોંચે છે,
વરસવાને મુશળધારે ઘટા થઇ જાય છે મિત્રો.

'નિનાદ' એ ક્ષણ અમારી જિંદગાનીની છે બદતર ક્ષણ,
ભરી મહેફિલથી જયારે પણ ઉભા થઇ જાય છે મિત્રો.

- નિનાદ અધ્યારુ













એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !- અંકિત ત્રિવેદી
28/07/2021

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

- અંકિત ત્રિવેદી













એક હાથમાં મસાલેદાર ગરમ ચાનો કપ અને બીજા હાથમાં તમારા સ્માર્ટ-ફોનમાં 'પંખ'નો આ બાવનમો અંક - વરસાદને હેલ્લો કરવા આનાથી વધુ...
27/07/2021

એક હાથમાં મસાલેદાર ગરમ ચાનો કપ અને બીજા હાથમાં તમારા સ્માર્ટ-ફોનમાં 'પંખ'નો આ બાવનમો અંક - વરસાદને હેલ્લો કરવા આનાથી વધુ સારું કોમ્બિનેશન હોય શકે?

https://pankhmagazine.com/issue-52-july-27/

એક હાથમાં મસાલેદાર ગરમ ચાનો કપ અને બીજા હાથમાં તમારા સ્માર્ટ-ફોનમાં 'પંખ'નો આ બાવનમો અંક - વરસાદને હ

છતી ના થાય હૈયાની ઉદાસી, કાળજી રાખો,કહી આંસુને સ્ટેચ્યુ, દ્વાર પાંપણના તમે વાખો.વલોવી છે વ્યથા ખાસ્સી, જો ના વિશ્વાસ હો ...
22/07/2021

છતી ના થાય હૈયાની ઉદાસી, કાળજી રાખો,
કહી આંસુને સ્ટેચ્યુ, દ્વાર પાંપણના તમે વાખો.

વલોવી છે વ્યથા ખાસ્સી, જો ના વિશ્વાસ હો તમને-
તરીને આવ્યું છે જે સ્મિતનું માખણ, જરી ચાખો.

પ્રણય પ્રકરણ ભલે નાનું હતું જીવનના પુસ્તકમાં,
મને મમળાવવા આપી ગયું સંભારણા લાખો.

ગગન તો હાથ લાગે, પણ છૂટી જાશે ઘણા અંગત,
બસ, એ કારણથી ફેલાવી નથી ક્ષમતાની મેં પાંખો.

તમે કહો છો કે સુંદર છે તો ઓઢી લઉં કફન, ચાલો!
પ્રથમ એ ખાતરી આપો કે કોરી રાખશો આંખો.

– અંજના ભાવસાર ‘અંજુ’













હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે.તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,સકળ બ્રહ્...
20/07/2021

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે.

તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ ૫૨ જો વ્યથા આવે,

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી ૫૨ મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉ૫૨ બુદબુદા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.

– ‘કામિલ’ વટવા













13/07/2021
કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!હવે લૂછી દે પાંપણનાં દખ.- ...
09/07/2021

કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?

ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

- વિનોદ જોષી













દરરોજ નવા હાથનું હથિયાર બનીને કંટાળી જવાયું છે ગુનેગાર બનીને સાચું કે મદદ મળતી નથી કોઈ મફતમાં,ચુકવાઈ રહ્યો છું હવે આભાર ...
08/07/2021

દરરોજ નવા હાથનું હથિયાર બનીને
કંટાળી જવાયું છે ગુનેગાર બનીને

સાચું કે મદદ મળતી નથી કોઈ મફતમાં,
ચુકવાઈ રહ્યો છું હવે આભાર બનીને.

ઈશ્વરનો અનુભવ તો મને રોજ થયો છે,
મારા ઘરે એ વ્યાપ્ત છે અંધાર બનીને

શું કાઢી લીધુ એણે આ મનમાંથી ખબર નહી!
મન પાછું ફર્યું ખૂબ વજનદાર બનીને

એનાથી કદી સાવ અહિંસક ન થવાશે
ઈચ્છાનું કરે કત્લ જે ખૂંખાર બનીને

ના ધ્યાન કોઈ આપે, ખબર ના કોઈ પૂછે,
અણધાર્યો થયો ફાયદો બીમાર બનીને

બંનેમાં પછી પીઢતા એવી તો વધી ગઈ
જીવે છે હવે મિત્રતા વહેવાર બનીને

એ જોતી હતી રાહ ઘણાં વર્ષથી મારી
અંતે હું મળ્યો એક સમાચાર બનીને

- ભાવિન ગોપાણી













આ વર્ષે પણ શિક્ષણમાં ચાલતા ઓનલાઇન 'સ્ક્રીનખંડો',  વરસાદના આગમન તથા આખા દેશમાં સામાજિક, રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા અને ...
20/06/2021

આ વર્ષે પણ શિક્ષણમાં ચાલતા ઓનલાઇન 'સ્ક્રીનખંડો', વરસાદના આગમન તથા આખા દેશમાં સામાજિક, રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા અને અફરાતફરીના મહાસંગ્રામ વચ્ચે 'પંખ'નો એકાવનમો અંક આપની સમક્ષ હાજર છે.
Stay safe and healthy.

અંક ડાઉનલોડ કરવા માટેની લિંક:

https://pankhmagazine.com/issue-51-june-21/

આ વર્ષે પણ શિક્ષણમાં ચાલતા ઓનલાઇન 'સ્ક્રીનખંડો', વરસાદના આગમન તથા આખા દેશમાં સામાજિક, રાજકીય અને આર્

ક્યારેક આપણે ‘સોરી’ નથી કહી શકતા, તો ક્યારેક તેઓ ‘થેન્ક યુ’ નથી કહી શકતા. પપ્પાને ઘણું બધું નથી કહી શકાતું કારણકે મમ્મીન...
20/06/2021

ક્યારેક આપણે ‘સોરી’ નથી કહી શકતા, તો ક્યારેક તેઓ ‘થેન્ક યુ’ નથી કહી શકતા. પપ્પાને ઘણું બધું નથી કહી શકાતું કારણકે મમ્મીની સામે ઉછળકૂદ કરતી ભાષા, પપ્પાની હાજરીમાં ક્યાંક સંતાઈ જાય છે. અને એટલે જ પપ્પાને લખીને કહેવું પડે છે કે ‘આઈ લવ યુ.’

-ડૉ. નિમિત્ત ઓઝા













Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when પંખ e-magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to પંખ e-magazine:

Videos

Share

Category



You may also like