Sidhi Khabar News

  • Home
  • Sidhi Khabar News

Sidhi Khabar News A Leading News & Media platform

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.લાલકૃષ્ણ અડવા...
14/12/2024

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા તેમને ઓગસ્ટ મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અલ્લુ અર્જુન જેલમાંથી છૂટ્યો, મહિલા મૃત્યુ કેસમાં કોર્ટમાંથી મળી રાહત
14/12/2024

અલ્લુ અર્જુન જેલમાંથી છૂટ્યો, મહિલા મૃત્યુ કેસમાં કોર્ટમાંથી મળી રાહત

પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ હુમલામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી"તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્ર...
13/12/2024

પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ હુમલામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી
"તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપતું રહેશે. આપણે તેમની હિંમત અને સમર્પણ માટે સદાકાળ આભારી રહીએ છીએ." - મોદી

#2001

અમરેલી જીલ્લામાં વહેલી સવારે ધરતી ધ્રુજી ;સવારે 5.51 મીનીટે 2.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. અમરેલીથી 42 કિલોમીટર...
13/12/2024

અમરેલી જીલ્લામાં વહેલી સવારે ધરતી ધ્રુજી ;સવારે 5.51 મીનીટે 2.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. અમરેલીથી 42 કિલોમીટર દૂર દક્ષિણમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ

ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બોમ્બની ધમકી મળી છે. ગુરુવારે બપોરે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો....
13/12/2024

ભારતીય રિઝર્વ બેંક (RBI)ને બોમ્બની ધમકી મળી છે. ગુરુવારે બપોરે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આ ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. ઈ-મેલમાં રશિયન ભાષામાં રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો; વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર વિશ્વનો સૌથી યુવા ખેલ...
13/12/2024

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો; વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો ડી ગુકેશ

માહિતી અનુસાર, ભટનાગર પબ્લિક સ્કૂલ, પશ્ચિમ વિહાર, કેમ્બ્રિજ સ્કૂલ શ્રી નિવાસપુરી, ડીપીએસ ઈસ્ટ ઓફ કૈલાશ, દક્ષિણ દિલ્હી પબ...
13/12/2024

માહિતી અનુસાર, ભટનાગર પબ્લિક સ્કૂલ, પશ્ચિમ વિહાર, કેમ્બ્રિજ સ્કૂલ શ્રી નિવાસપુરી, ડીપીએસ ઈસ્ટ ઓફ કૈલાશ, દક્ષિણ દિલ્હી પબ્લિક સ્કૂલ ડિફેન્સ કોલોની, દિલ્હી પોલીસ પબ્લિક સ્કૂલ સફદરજંગ એન્ક્લેવ અને વેંકટેશ પબ્લિક સ્કૂલ રોહિણીમાં ફોન પર ધમકીઓ મળી છે. શાળાઓએ ​​વાલીઓને તેમના બાળકોને શાળાએ ન મોકલવા મેસેજ મોકલ્યો છે. ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે છે. શાળાઓમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના પ્રવાસે ; આગામી કુંભના મેળા માટે વિકાસ કાર્યોનું કરશે નિરીક્ષણ   ...
12/12/2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના પ્રવાસે ; આગામી કુંભના મેળા માટે વિકાસ કાર્યોનું કરશે નિરીક્ષણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મના આજે બે વર્ષ પુર્ણ, નાગરિકોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો
12/12/2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મના આજે બે વર્ષ પુર્ણ, નાગરિકોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે ...
12/12/2024

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે. 16 થી 24 ડિસેમ્બર વચ્ચે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન શાસ્ત્રીએ પવનની સાથે સાથે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ઠંડીનો ચમકારો વધારે રહેશે તો તેવી સ્થિતિમાં કરા પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતી કાવ્ય સંગીતના ભીષ્મ પિતામહ અને ફિલ્મ સંગીતકાર પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાય નું દુ:ખદ અવસાન..
12/12/2024

ગુજરાતી કાવ્ય સંગીતના ભીષ્મ પિતામહ અને ફિલ્મ સંગીતકાર પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાય નું દુ:ખદ અવસાન..

રાજયભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે,સમગ્ર કચ્છમાં કોલ્ડવેવની અસર સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. નલિયા 6....
11/12/2024

રાજયભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે,સમગ્ર કચ્છમાં કોલ્ડવેવની અસર સાથે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. નલિયા 6.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. વડોદરામાં 10.2 ડિગ્રી, દાહોદમાં 11 ડિગ્રી,ડીસામાં 11.8, પાલનપુરમાં 12.2 ડિગ્રી,ગાંધીનગરમાં 12.1 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી,રાજકોટમાં 12.4 ડિગ્રી, અમરેલીમાં 13.1 ડિગ્રી,જૂનાગઢમાં 13.1 ડિગ્રી, મહેસાણામાં 13.2 ડિગ્રી,નર્મદા 14.2 ડિગ્રી, દ્વારકામાં 15.8 ડિગ્રી,દ્વારકામાં 15.8 ડિગ્રી, વેરાવળમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, કોઈએ પહેલા ફોન કરીને ધમકી આપી હતી કે, તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો અને બીજાના...
11/12/2024

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, કોઈએ પહેલા ફોન કરીને ધમકી આપી હતી કે, તું અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો અને બીજાના પ્રોગ્રામ કરે છે. આ મામલે ફોનમાં બોલાચાલી પણ થઈ હતી. ત્યારે બાદ પોતાના પ્રોગ્રામ ખુબ જ શિડ્યુઅલ હોય છે તેવું વિજય સુવાળાએ જણાવ્યું હતું. જેથી ફોન કરનારાઓએ ધમકી આપી કે, તારે અમે કહીંએ તો પ્રોગ્રામ કરવા પડશે, નહીં તો તને જાનથી મારી નાખીશું. પહેલા આવી ધમકી મળી અને બાદમાં કાલે મોડી રાત્રે તલવારો સહિતાના હથિયારો વડે હિંસક હુમલો થયો હતો.

11/12/2024

બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા જોઈને વિશ્વભરના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. કેનેડામાં હિન્દુ સમુદાયના સભ્યોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તાજેતરમાં થયેલા હુમલા સામે ટોરોન્ટોમાં બાંગ્લાદેશ વાણિજ્ય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષના સાંસદો તરફથી અદાણી કેસ પર ચર્ચાની સતત માગ કરવામાં આવી રહી છે, તેની સાથે સંસદ પરિસરમાં રોજ...
10/12/2024

સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષના સાંસદો તરફથી અદાણી કેસ પર ચર્ચાની સતત માગ કરવામાં આવી રહી છે, તેની સાથે સંસદ પરિસરમાં રોજ નવા પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસ, DMK, ઝારખંડ મુક્તિ મોરચા (JMM), ડાબેરી પક્ષોના સાંસદો સહિત અન્ય સાંસદોએ મકર દ્વારની પગથીયા સામે વિરોધ પ્રદર્શન કર્યું. આ સાંસદો કાળા રંગની 'બેગ' લઈને આવ્યા હતા, જેની એક તરફ મોદી અને અદાણીના વ્યંગચિત્રો છપાયેલા હતા અને બીજી બાજુ 'મોદી અદાણી ભાઈ-ભાઈ' લખેલું હતું.

અંબાલાલ પટેલની આગાહી : આજે 24 કલાકમાં તાપમાનનો પારો વધુ 2 ડિગ્રી સુધી નીચે જવાની સંભાવનાઓ છે, આ વર્ષના અત્યારસુધીના શિયા...
10/12/2024

અંબાલાલ પટેલની આગાહી : આજે 24 કલાકમાં તાપમાનનો પારો વધુ 2 ડિગ્રી સુધી નીચે જવાની સંભાવનાઓ છે, આ વર્ષના અત્યારસુધીના શિયાળાની મહત્તમ ઠંડી આજે પડશે

વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષની હાર બાદ  ઈન્ડિયા  ગઠબંધનની કમાન મમતા બેનર્જીને સોંપવાની માંગણી તેજ બની છે. હવે બિહારના પૂર્વ...
10/12/2024

વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષની હાર બાદ ઈન્ડિયા ગઠબંધનની કમાન મમતા બેનર્જીને સોંપવાની માંગણી તેજ બની છે. હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલુ યાદવે પણ મમતા બેનર્જીને વિપક્ષી ગઠબંધનના નેતા બનાવવાની માંગ કરી છે. લાલુ યાદવના આ નિવેદનને કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયેલા શહેરના તમામ હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિંદુઓને સુરક્ષિત કરવાની માગ કરી છે. આ સાથે ...
10/12/2024

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયેલા શહેરના તમામ હિન્દુ સંગઠનોએ બાંગ્લાદેશમાં હિંદુઓને સુરક્ષિત કરવાની માગ કરી છે. આ સાથે હિંદુ સંગઠનોને વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. સાથે ઇસ્કોનના ચિન્મય દાસજી મહારાજને મુક્ત કરવાની માગણી કરી છે. સમગ્ર સંત સમાજ હિંદુઓ પરના અત્યાચારને વખોડયા છે.

Address


Alerts

Be the first to know and let us send you an email when Sidhi Khabar News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sidhi Khabar News:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share