Jignesh kalavadia

  • Home
  • Jignesh kalavadia

Jignesh kalavadia Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jignesh kalavadia, Media, .

09/01/2024

लोकतंत्र में अगर जनता नागरिक नहीं बनेगी तो नेताओ को राजा बनने में देर नहीं लगेगी।

Satyamev jayate
09/01/2024

Satyamev jayate

08/01/2024
જય સરદાર..
25/12/2023

જય સરદાર..

23/09/2022
અંબિકા ટાઉનશિપ માં આયોજિત વેલકામ નવરાત્રી કાર્યક્રમ માં...
23/09/2022

અંબિકા ટાઉનશિપ માં આયોજિત વેલકામ નવરાત્રી કાર્યક્રમ માં...

Friends,Wellcome to my page 🌹🌹🌹🌹
18/06/2022

Friends,
Wellcome to my page 🌹🌹🌹🌹

01/10/2021

શાં માટે યુવાનો દેશ છોડી રહ્યા છે ??

યુનેસ્કોએ જાહેર કરેલ આંકડા મુજબ ભારતની ભ્રષ્ટ અને સડેલી સિસ્ટમ થી કંટાળીને દર વર્ષે દસ લાખ આસપાસ વિદ્યાર્થીઓ વિદેશ સેટલ થવાનાં પાક્કા ઈરાદા સાથે અભ્યાસ અર્થે જાય છે... એક વિદ્યાર્થી નો સરેરાશ ખર્ચ ઓછામાં ઓછો 25 લાખ ગણો તો આ હજારો કરોડ નો બિઝનેસ છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિદેશ જવાની બાબતમાં 20 થી 30% નો સરેરાશ ઉછાળો આવ્યો છે તેની પાછળ ક્યાં પરિબળો જવાબદાર છે તે ચર્ચાનો વિષય છે. બહુ મોટી સંખ્યામાં બ્રેઈન વિદેશ માં ટ્રાન્સફર થઈ રહ્યું છે તેની કોઈને ચિંતા નથી.. ખરેખર આ પ્રશ્ન દેશની સંસદ અને વિધાનસભાઓમાં ચર્ચાવો જોઈએ કે આ દેશનાં પ્રતિભાશાળી યુવાનો આ દેશમાં શાં માટે રહેવા ઈચ્છતા નથી ??? પરંતું સંસદ અને વિધાનસભાઓમાં બિરાજતા માનનીય અભણ કક્ષાનાં મહાનુભાવો માટે એ અગત્યની બાબત ન હોય તે સમજી શકાય છે. વિશ્વ ગુરુની ફાંકા ફોજદારી ઠોકવાથી અને Wtsap યુનિ. માં ભ્રમણાઓ ફેલાવવાથી ખરેખર દેશ મહાન બની જતો નથી એ વરવી વાસ્તવિકતા છે. ભારતની મૂડી મોટા પ્રમાણમા અભ્યાસ નાં નામ પર વિદેશોમાં ઠલવાઈ રહી છે અને વિદેશોની યુનિ. ઓ ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ આ અબજોના ટર્ન ઓવર માટે પાથરે છે એ હકિકત છે. ભારતીય વિદ્યાર્થીઓ ને પણ નહિવત ભ્રષ્ટાચાર અને નહિવત ગુનાખોરી ધરાવતાં તેમજ કોમવાદ કે જાતિવાદ ની માનસિકતા થી ઉપર ઉઠીને માણસ ને માત્ર માણસ તરીકે ટ્રીટ કરતાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની જેવાં દેશ આકર્ષી રહ્યાં છે. પ્રતિભાશાળી અને તાર્કિક યુવાનો ને આ દેશમાં પોતાનું ભવિષ્ય દેખાતું નથી એ હકિકત છે જેનો ઇનકાર થઈ શકે તેમ નથી... ટીવી ચેનલો એ મંદિર મસ્જિદ નાં મુદ્દા છોડી ને ખરેખર દેશને ભવિષ્યમાં બુદ્ધિધન થી વંચિત કરી દેનારા વિષય પર કામ કરવું જોઈએ પરંતું તે નહી કરે કારણકે લોકો જાગૃત થઈ જાય તો પછી તેમના આકાઓની ઘેટાશાહી થોડી ચાલે ???

__જિજ્ઞેશ કાલાવડિયા
9825020064

03/09/2021

એક મિત્રએ મને પૂછ્યું..
તમે કોંગ્રેસ, ભાજપ કે આપ સાથે કેમ જોડાઈ જતા નથી..
મેં જવાબ આપ્યો...
હું જાણતો હોવા છતા ફકત મારા વ્યક્તિગત સ્વાર્થ માટે મારા લોકોને કૂવામાં ધકેલવા ઈચ્છતો નથી..

પક્ષ.. સ્થાપકો અને પ્રણેતાઓ..

(૧) કૉંગ્રેસ - એલન હ્યુમ, જવાહરલાલ નહેરુ.
(૨) ભાજપ - દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખરજી
(૩) આમ આદમી પાર્ટી - અરવિંદ કેજરીવાલ..

આપણે કહીએ છીએ કે ભારત દેશ ખેતીપ્રધાન છે,70% થી વધુ આબાદી સીધી કે આડકતરી ખેતી નાં માધ્યમથી રોજી રોટી મેળવે છે આમ છતાં આઝાદી બાદ ખેતી અને ખેડૂતો સતત પાછળ પડી રહયા છે.. આ વાસ્તવિકતા છે તેનાં મૂળમાં ખેડૂત પાસે ક્યારેય સત્તા નું કેન્દ્ર રહેવા પામ્યું નથી. સરદાર પટેલ હોય, ચૌધરી ચરણસિંહ હોય, દેવિલાલ હોય કે કેશુભાઈ પટેલ હોય કે યોગેન્દ્ર યાદવ હોય... આ તમામ પક્ષોએ તેમનો ઉપયોગ કરી સત્તા મેળવી છે પરંતું ખરી સત્તા તેમનાં હાથ સુઘી પહોંચવા દીધી નથી.. આ ભારત ની દુઃખદ વાસ્તવિકતા છે.
ખેડૂતો કે મજદૂરો.. જ્યાં સુધી ખરી ષડ્યંત્ર કારી રાજનીતિ ને ઓળખશે નહીં ત્યાં સુધી તેમનો ઉદ્ધાર થવાનો નથી.. તમે લગામ એવાં લોકોનાં હાથમા સોંપી રહયા છો જેમને તમારી જમીની સમસ્યાઓ બાબતે કોઈ અનુભવ નથી.
આ ષડ્યંત્ર કારી રાજનીતિ સફળ થાય છે... કૉર્પોરેટ મિડીયા ને કારણે... જે તમને તમારા યોગ્ય નેતા કે યોગ્ય પક્ષ નો વિકલ્પ ઊભો થવા જ દેતું નથી..
આ વિષચક્ર છે જેમાંથી બહાર નહીં નીકળો ત્યાં સુધી તમે કાયમ ગુલામ જ રહેશો !!!! હું ભગતસિંહ ને મારા આદર્શ માનું છુ એટલે મને ગુલામી પસંદ નથી !!

Inqlab zindabad..
31/08/2021

Inqlab zindabad..

31/08/2021

એકલ દોકલ ગરીબ લોકોને ધમકાવી માસ્ક નાં દંડ વસુલનાર તંત્ર જાહેર સ્થળોએ હજારો ની ભીડ સામે મૌન કેમ થઈ ગયું ?? કાયદાઓ માત્ર ગરીબ અને નબળા લોકોને જ લાગુ પાડવાનાં હોય છે ???

21/08/2021

યાર રહેવા દે, મને નહીં ફાવે..

રોજ ખોટું બોલવાનું ને
ખાલીખમ જીવવાનું,
યાર રહેવા દે મને નહીં ફાવે..

અમસ્તાં જ હસવાનું ને
છાના ખૂણે રડવાનું,
યાર રહેવા દે, મને નહીં ફાવે..

હું તો ખુલ્લો માણસ છું,
બંધ બારણે મળવાનું,
યાર રહેવા દે, મને નહીં ફાવે..

તારી અમીરી તને મુબારક,
અમથું કોઇને નડવાનું,
યાર રહેવા દે, મને નહીં ફાવે..

રામ રામ બોલતા રહેવાનું ને,
રાવણ જેવું કરવાનું,
યાર રહેવા દે, મને નહીં ફાવે..

જીવતાં જીવતાં મરવાનું ને,
મરતા મરતા જીવવાનું,
યાર રહેવા દે, મને નહીં ફાવે..

રોજ ખોટું બોલવાનું ને,
ખાલીખમ જીવવાનું,
યાર રહેવા દે, મને નહીં ફાવે..

__જિગર સન્યાસી.

મિત્રો..       હું ફેસબૂક નાં મારા પર્સનલ એકાઉન્ટ પરથી મારી એકિટવિટી મર્યાદિત કરી રહયો છું, મારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ...
23/07/2021

મિત્રો..
હું ફેસબૂક નાં મારા પર્સનલ એકાઉન્ટ પરથી મારી એકિટવિટી મર્યાદિત કરી રહયો છું, મારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં રહેવા ઈચ્છતા મિત્રો ખાસ મારું ફેસબૂક પેઈઝ....
(1) Jignesh kalavadia
Follow અને like કરે.
મારી સાથે જોડાયેલાં પત્રકાર મિત્રો ખાસ..
(2) अखिल भारतीय पत्रकार सुरक्षा समिति નું પેઈઝ follow કે લાઈક કરી શકે છે.
મારા દ્વારા ઓપરેટ થતા અન્ય ફેસબૂક પેઇઝ છે...
(3) Bhagatsingh kranti dal - ભગતસિંહ ક્રાંતિ દળ
(4) Patel parivar
(5) Chakravat news

__jignesh kalavadia
9825020064. 🙏

18/07/2021

❤️ ક્ષણ માં સાક્ષાત્કાર.. ❤️

જીવન બાગ સૂકાય છે મનવા,
પગરવ મોત સંભળાય મનવા..

આયુષ ડોર એમ જ છૂટે મનવા,
ક્ષણે ક્ષણે આયખું ભૂંસાય મનવા..

સફર નો અંત ન પમાય મનવા,
હવે જીવનનાદ રૂંધાય મનવા..

રહસ્ય આ જીવનનું ન સમજાય,
આયખું એમ જ જાય મનવા..

જીવન આ નિરંતર ભાગા દોડી,
આવ્યાં એમ જ જવાય મનવા..

બન તું જ તારો આધાર મનવા,
કર ક્ષણમાં સાક્ષાત્કાર મનવા...

__જિગર સન્યાસી.

04/07/2021

મારા પરમ મિત્ર,ગુજરાત સરકાર નાં ક્લાસ 1 અધિકારી અને મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા નાં
અંગત સચિવ શ્રી સુભાષભાઈ સાવલીયા દ્વારા
"પટેલ પરિવાર" ને રૂ.11000/- આજીવન સહયોગ રાશી એનાયત કરવામાં આવી. ખૂબ ખૂબ આભાર.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Jignesh kalavadia posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share