Veraval_City

Veraval_City The Headquarters of Gir Somnath District
News Photos Story Updates.

Happy & Safe Makarsankranti..Save Birds Let Them Live!
14/01/2025

Happy & Safe Makarsankranti..Save Birds Let Them Live!

આપણા ગીર સોમનાથ જિલ્લામાંથી કોણ કોણ જવાનું કોમેન્ટ કરોMahaKumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથ...
13/01/2025

આપણા ગીર સોમનાથ જિલ્લામાંથી કોણ કોણ જવાનું કોમેન્ટ કરો
MahaKumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો આજથી પ્રારંભ થઇ ગયો છે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડુબકી લગાવીને શાહી સ્નાન કરશે. પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે જેને પગલે અગાઉ કરતા વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 35 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે છે.

વેરાવળ ખાતે ચોપાટી ઉત્સવ તેમજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉલ્લાસભેર ઉજવણીશ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિ કુમારો ...
12/01/2025

વેરાવળ ખાતે ચોપાટી ઉત્સવ તેમજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિ કુમારો દ્વારા યજ્ઞ અને પૂજાથી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આ શહેર અનેકવિધ સુંદર સ્થળોથી સજ્જ છે. વેરાવળ ચોપાટીના વિકાસથી શહેરીજનોને હરવા-ફરવાનું એક નવું સ્થળ મળશે તેમજ રોજી-રોટી મેળવતા ધંધાર્થીઓને પણ ફાયદો થશે. હજુ પણ હાઈ માસ્ટ ટાવર, રોડ-રસ્તા, પેવર બ્લોક વગેરેના માધ્યમથી વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટીનો વિકાસ વેગવંતો કરવામાં આવશે.

શહેર તેમજ ચોપાટીને સ્વચ્છ રાખવાનું આપણા સૌનું કર્તવ્ય છે એમ કહી કલેક્ટરશ્રીએ ચોપાટી તેમજ શહેરને સ્વચ્છ રાખવાની નાગરિકોને અપીલ કરી હતી.

કલેકટરશ્રીએ ઊંટ, ઘોડાની ફેરી કરતા ધંધાર્થીઓ તેમજ વિવિધ સ્ટોલધારકો સાથે સૌજન્ય મુલાકાત પણ કરી હતી. વેરાવળ ચોપાટી ખાતે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવવા બદલ સ્ટોલધારકોએ કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ચોપાટી ઉત્સવમાં વિજ્ઞાન કોલેજ, મહિલા કોલેજ, સવજાણી કોલેજ, ચોક્સી કોલેજ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ કળાના માધ્યમથી નાગરિકોને વીરરસ, હાસ્યરસ સહિત કળાના નવરસનું પાન કરાવ્યું હતું.

વિદ્યાર્થીઓએ રાજસ્થાની ઘૂમર નૃત્ય, ગરબા અને રાસ, વાંસળીવાદન, પીરામીડ, આર્મી પર્ફોર્મન્સ, તલવારબાજી, લઘુ નાટક, રસ્સાખેંચ, સંસ્કૃત ગરબો સહિતની પ્રસ્તુતીઓ રજૂ કરી હતી. આ સાથે જ સુંદર શણગારેલી બૉટ અને આતશબાજીનો ભવ્ય નજારો પણ માણ્યો હતો.

નાગરિકોએ હર્ષાબહેન ગોંડલિયા અને ચિરાગ સોલંકી નાદ બ્રહ્મ ગૃપ દ્વારા રજૂ કરાયેલી કર્ણપ્રિય સંગીતસંધ્યાને પણ મનભરી માણી હતી.

આ ચોપાટી ઉત્સવ સાથે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી દરમિયાન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કેમ્પસથી ચોપાટી શોભાયાત્રા યોજાઈ હતી.
Report By

સોમનાથ મંદિર પરિસરમાં આવતી કાલે આંતરરાષ્ટ્રીય કલાકાર કથ્થક નૃત્યથી શિવ આરાધના કરશે કથક નૃત્ય કોરિયોગ્રફર સુસ્મિતા બેનર્જ...
12/01/2025

સોમનાથ મંદિર પરિસરમાં આવતી કાલે આંતરરાષ્ટ્રીય કલાકાર કથ્થક નૃત્યથી શિવ આરાધના કરશે

કથક નૃત્ય કોરિયોગ્રફર સુસ્મિતા બેનર્જી દ્વારા આવતી કાલે તા.13 ના રોજ સાંજના 6 થી 7 વાગ્યે સોમનાથ મંદિર પરિસરમાં એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે.નટેશ્વરની નૃત્ય આરાધનાની સાથે-સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર શ્રદ્ધાળુઓને આ નૃત્ય કાર્યક્રમનો અલભ્ય લાભ મળશે.

🙏😇❤️ 🙏🌿🕉️

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચારલોસ એન્જલસમાં દાવાનળથી અબજોનું નુકસાન, હજારો લોકો બેઘર
12/01/2025

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આગ સામે લાચાર

લોસ એન્જલસમાં દાવાનળથી અબજોનું નુકસાન, હજારો લોકો બેઘર

મહારાષ્ટ્રના માછીમારોની મીટિંગ યોજાઇ,અખિલ ગુજરાત| માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડાની હાજરી રહી...આ મિટિંગમાં માછીમા...
11/01/2025

મહારાષ્ટ્રના માછીમારોની મીટિંગ યોજાઇ,અખિલ ગુજરાત| માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડાની હાજરી રહી...

આ મિટિંગમાં માછીમાર ને લાગતી વિવિધ પ્રકારના પ્રશ્નો વિશે વિસ્તાર પુર્વક ચર્ચા કરવા આવી હતી સાથે આવનારા દિવસોમાં ગોવા, કર્ણાટક, કેરલ, તાલિમનાડુ, ઓરીસ્સા અને આંધ્રપ્રદેશના માછીમાર આગેવાનો સાથે મળીને રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ કરવામાં આવશે. મિટિંગને સફળ બનાવવા માટે ગુજરાત ખારવા સમાજના પૂર્વ પ્રમુખ સુનીલ ગોહેલે જહેમત ઉઠાવી હતી.

વેરાવળમાં આજે બપોર પછી પીવાના પાણીનું વિતરણ બંધ રહેશે....આજ રોજ તા. 11/01/2025 ના રોજ સવાર ના 9:30 થી બપોર ના 3:00 વાગ્ય...
11/01/2025

વેરાવળમાં આજે બપોર પછી પીવાના પાણીનું વિતરણ બંધ રહેશે....

આજ રોજ તા. 11/01/2025 ના રોજ સવાર ના 9:30 થી બપોર ના 3:00 વાગ્યાં સૂધી દેવકા ટાકી તથા રાજેન્દ્ર ભવન ટાકી વિસ્તારમાં પીજીવીસીએલ નું શટડાઉન હોવાથી વેરાવળમાં બપોર પછીની કોઈ પણ સપ્લાય (પાણી) વિતરણ કરવામાં આવશે નહીં જેથી દરેક શહેરીજનોએ નોંધ લેવા પાલીકાના અધિકારી જેઠાભાઈ સોલંકીએ જણાવ્યું છે.

🚩🚩🚩જય શ્રી રામ 🚩🚩🚩અયોધ્યાજીમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની આપ સૌને હાર્દિક શુભકામના. 🎉🥳💐🙏રામમંદિરનુ...
11/01/2025

🚩🚩🚩જય શ્રી રામ 🚩🚩🚩
અયોધ્યાજીમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની આપ સૌને હાર્દિક શુભકામના. 🎉🥳💐🙏

રામમંદિરનું નિર્માણ અને રામલલાનું બિરાજમાન થવું એ ભારતના અમૃતકાળનો પાવન સંકેત છે. આ ભારતની અસ્મિતાનો જયઘોષ છે.


🚩

વેરાવળ તથા ગીર સોમનાથ જિલ્લા ના તમામ નગરજનો ને પધારવા જિલ્લા વહીવટ તંત્ર તરફથી હાર્દિક આમંત્રણ છે.
11/01/2025

વેરાવળ તથા ગીર સોમનાથ જિલ્લા ના તમામ નગરજનો ને પધારવા જિલ્લા વહીવટ તંત્ર તરફથી હાર્દિક આમંત્રણ છે.

💥⚡ પાવર ઓફ વિજળી બંધ રહેશે ⚡💥વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા તા.11/01/2025 ને શનિવારે સવારે 9.30 થી બપોર ના 2.30 સ...
10/01/2025

💥⚡ પાવર ઓફ વિજળી બંધ રહેશે ⚡💥

વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા તા.11/01/2025 ને શનિવારે સવારે 9.30 થી બપોર ના 2.30 સુધી 11 કેવી ભવાની ફીડર નું સમાર કામ હોવાથી ભવાની હોટલ ,જૈન દેરાસર ચોક,ડાભોર રોડ,ગીતા -1,ટાગોર નગર,બિહારી નગર,શિક્ષક કોલોની,જીવન જ્યોત સોસાયટી,સિદ્ધાર્થ સોસાયટીમાં પાવર ઓફ રહેશે જેની નોંધ લેવી.

*ખાસનોઘ*
સમાર કામ પુર્ણ થયે કોઈ જાણ કર્યા વગર પાવર ચાલુ કરી આપવામાં આવશે.

નાયબ ઈજનેર
પીજીવીસીએલ
વેરાવળ.

ગીર સોમનાથમાં ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધ...
10/01/2025

ગીર સોમનાથમાં ટંડેલ માટે ફરજિયાત પોલીસ વેરિફિકેશન

ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયાકિનારો ધરાવે છે. જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ સિવાય જિલ્લામાં પર્યટનનાં તથા ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે. જયાં વિશાળ પ્રમાણમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. જિલ્લાનાં મુખ્ય મથક વેરાવળ ખાતે મત્સ્યઉદ્યોગ કેન્દ્ર આવેલ છે. જિલ્લાની મોટા ભાગની વસ્તી દરિયાઈ ખેતી સાથે સંકળાયેલી છે. જેથી માછીમારી કરવા માટે બહારથી કે અન્ય રાજયોમાંથી માણસો લાવી તેમને ટંડેલ તરીકે કામમાં ઉપયોગ કરવામાં આવે છે. આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલા લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ બોટ માલીક દ્વારા ટંડેલને જયારે કામે રાખવામાં આવે તે પહેલા તેનું પોલીસ વેરીફિકેશન કરાવવા માટે તેમને જે તે પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે અને પોલીસ વેરીફિકેશન થયા બાદ જ તેમને કામે રાખવાના રહેશે. તેમજ જે તે પોલીસ સ્ટેશને આવા ટંડેલની તમામ હકિકત અંગે યોગ્ય અને પૂરતી ચકાસણી કરવાની રહેશે. આ જાહેરનામું ૧૧/૦૧/૨૦૨પથી તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ગૌરવ: વેરાવળ ના વિદ્યાર્થીઓ CA ફાઇનલ ની પરીક્ષા માં ઝળક્યા.CA હોંશલ ભરત ભાઈ પટેલીયાCA સાગર જીવન ભાઈ દુસારા CA નિકી કિશોર...
09/01/2025

ગૌરવ: વેરાવળ ના વિદ્યાર્થીઓ CA ફાઇનલ ની પરીક્ષા માં ઝળક્યા.
CA હોંશલ ભરત ભાઈ પટેલીયા
CA સાગર જીવન ભાઈ દુસારા
CA નિકી કિશોર ભાઈ રૂપારેલ

અહીં ના વિધાર્થીઓ ને મોટા શહેર માં અભ્યાસ માટે ઘર થી દૂર ન જવું પડે એવા હેતુ થી 2016 થી ગીર સોમનાથ જીલ્લા વેરાવળ માં CA ના અભ્યાસ ની શરૂઆત કરવાનો શ્રેય CA વિજય સુબા અને તેમના પત્ની CA અમિતા સુબા ને ફાળે જાય છે.
અત્યાર સુધી 35 થી પણ CA બની ચુક્યા છે,
અને વેરાવળ માં જ રાષ્ટ્રીય કક્ષા નું CA નુ શિક્ષણ મળી રહે છે માટે આસપાસ ના ચાર જિલ્લા ના વિધાર્થીઓ CA ના અભ્યાસ માટે વેરાવળ માં જ રહી CA નો અભ્યાસ કરી રહ્યા છે..veraval

🏛 Darshan University - Rajkot🏛🖥 BBA/B.Com. Placement🎓 Exciting Opportunities Await After 12th Commerce/Arts! 🎓🌟 Explore ...
09/01/2025

🏛 Darshan University - Rajkot🏛
🖥 BBA/B.Com. Placement
🎓 Exciting Opportunities Await After 12th Commerce/Arts! 🎓
🌟 Explore the best Education possibilities with Darshan University’s Cutting-Edge 21st Century ! 🌟
✅ BBA (Hons.) Digital Marketing
✅ BBA
✅ B.Com. (Hons.) with CA Preparation
✅ B.Com.

Join Darshan University to elevate your with top-notch and opportunities.
📚💼

For Admission Inquiry, contact us at +91 7096979973 or visit www.darshan.ac.in


ગીર સોમનાથમાં જુદા જુદા ચાર સ્થળોએથી બિલ્ડીંગ લાઈમ સ્ટોન, રેતી ભરેલા 4 ટ્રેકટર, 1 ડમ્પર સહિત 40 લાખનો મુદ્દામાલ ઝડપાયોજી...
07/01/2025

ગીર સોમનાથમાં જુદા જુદા ચાર સ્થળોએથી બિલ્ડીંગ લાઈમ સ્ટોન, રેતી ભરેલા 4 ટ્રેકટર, 1 ડમ્પર સહિત 40 લાખનો મુદ્દામાલ ઝડપાયો
જીલ્લા કલેકટરની સુચનાથી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર રીતે થતી ખનીજ પદાર્થોની હેરાફેરી રોકવાની જીલ્લા કલેક્ટરની સુચના મુજબ વેરાવળ, તાલાલા, કોડીનાર અને ઉનાના જુદા જુદા વિસ્તારોમાંથી રેતી અને બિલ્ડીંગ લાઈમસ્ટોન ભરેલ 4 ટ્રેકટરો અને 1 ડમ્પર સહિત રૂ.40 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીના પગલે ખાણીજચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે.
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ ભૂસ્તરખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ભૂમાફિયાઓ સામે આકરી કાર્યવાહી કરી છે. જેમાં તાલાળા તાલુકાના બોરવાવ ખાતેથી સાદી રેતીનું એક ડમ્પર તેમજ કોડીનારના છારા જાપા ખાતેથી રેતી ભરેલા એક ટ્રેક્ટરને ગેરકાયદેસર વહન સબબ અટકાયત કરીને આશરે રૂ.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.આ ઉપરાંત ઉના તાલુકાના જાખરવડા ખાતેથી સાદી રેતીના 2 ટ્રેક્ટર તેમજ વેરાવળ બાયપાસ ખાતેથી બિલ્ડિંગ લાઈમ સ્ટોનના એક ટ્રેક્ટરની ગેરકાયદેસર વહન સબબ અટકાયત કરી રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં એક દિવસમાં ખાણીજચોરો સામે થયેલ કાર્યવાહીના પગલે ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે....

વેરાવળને મળશે નવું નજરાણુંવેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશેજિલ્લા કલ...
07/01/2025

વેરાવળને મળશે નવું નજરાણું
વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ ચોપાટી ખાતે રૂ. ૧૩૪ લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ આજે વેરાવળ ચોપાટી ખાતે અંદાજીત કુલ રૂ.૧૩૪ લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો પાસે રસ્તો ડેડલોક થતો હતો. તેને ખોલીને કલેક્ટર બંગલોની પાછળથી ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટરશ્રીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, વેરાવળમાં સામાન્ય નાગરિકને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે. તેના બદલે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતાં લોકોને આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું મળશે.

આપણે ત્યાં દરિયો છે, તેથી તેનું મહત્વ બહુ ઓછું સમજાય છે પરંતુ જ્યાં દરિયો નથી ત્યાં નાગરિકોને મોર્નિંગ વૉક માટેનો સારો વૉક-વે મળે અને નાગરિકોને મનોરંજન માટેનું નવું સરનામું મળે તે ખૂબ અગત્યનું હોય છે, ત્યારે આ દિશામાં આગળ વધતા આગામી એક મહિનાની અંદર જ આ સ્થળ ખાતે સી.સી.રોડ અને પેવર બ્લોકના કામથી વેરાવળ ચોપાટી ખાતેના રોડનું વિસ્તૃતિકરણ કરી અને આ રસ્તાને સુંદર બનાવવા ઉપરાંત સ્ટ્રિટલાઈટ્સ, હાઈમાસ્ટ ટાવર સહિતની સુવિધાઓ વિકસાવી સ્થાનિકો અને પ્રવાસીઓની સગવડતાઓ વધે એવા નાગરિકલક્ષી કામો હાથ ધરવામાં આવશે.

કલેક્ટરશ્રીએ વેરાવળ ખાતે આવેલ ચોપાટી પાસે એસ.પી.બંગલોની પાછળ સી.સી.રોડ અને પેવર બ્લોકના રૂ. ૬૮.૧૦ લાખના કામોનું તેમજ પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ પર પેવર બ્લોક અને ટ્રીપ્લાન્ટેશન વર્કના રૂ.૬૬.૨૮ લાખનું એમ કુલ રૂ.૧૩૪ લાખના બે કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રીએ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી તાકિદના ધોરણે આ કામ મંજૂર કર્યું છે. અને ઝડપથી આ સ્થળ ખાતે આનંદ પ્રમોદ સાથે બીચ વોલિબોલ અને હેન્ડબોલ જેવી વૈશ્વિક કક્ષાઓની સ્પર્ધાઓનું આયોજન થાય તે દિશામાં પણ તંત્ર કાર્યરત બન્યું છે. આ સિવાય નાના બાળકોથી માંડી મોટેરાઓને મનોરંજન મળે તેમજ એડવેન્ચરસ એક્ટિવિટી ઉપલબ્ધ થાય તે માટે ઊંટ, ઘોડાની સવારી જેવા ઉપક્રમો પણ હાથ ધરાનાર છે. તેની વિગતો આપી હતી.

ચીનનો HMPV વાયરસ ગુજરાત પહોંચતા ખળભળાટ, દેશમાં કુલ ત્રણ કેસ મળ્યા.
06/01/2025

ચીનનો HMPV વાયરસ ગુજરાત પહોંચતા ખળભળાટ, દેશમાં કુલ ત્રણ કેસ મળ્યા.

વેરાવળમાં નોંધાયો ગુજસીટોક અંતર્ગત ગુન્હો...વેરાવળ ની વાંદરી ગેંગ વિરુદ્ધ નોંધાયો ગુન્હો વેરાવળ માં બીજો ગુજસીટોક અંતર્ગ...
05/01/2025

વેરાવળમાં નોંધાયો ગુજસીટોક અંતર્ગત ગુન્હો...

વેરાવળ ની વાંદરી ગેંગ વિરુદ્ધ નોંધાયો ગુન્હો

વેરાવળ માં બીજો ગુજસીટોક અંતર્ગત ગુન્હો નોંધાયો..

ગીર સોમનાથ LCB એ ગેંગ ના 14 અસામાજિક ઈસમો રાઉન્ડ અપ કર્યા.

શરીફ ચીનોઈ અને વસીમ ભૂરો ગેંગ લીડર...

વેરાવળના તુરક સમાજનો પ્રમુખ જાવિદ મહમદ તાજવાણી પણ ગેંગ નો સભ્ય..

LCB એ કર્યો રાઉન્ડ અપ..

આ ગેંગ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષ માં 194 જેટલા ગુન્હા નોંધાયા...

જિલ્લા માં 4 થી વધુ ગુજસીટોક અંતર્ગત ગુન્હા નોંધાયા..

પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી
05/01/2025

પાણીપુરી વાળાને ફટકારી GST નોટિસ, UPI દ્વારા એક વર્ષમાં 40 લાખની કરી કમાણી

Address

Veraval

Website

Alerts

Be the first to know and let us send you an email when Veraval_City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share