16/07/2023
વાપી તાલુકાના બલીઠા ગામે એક વાછરડાને નહેરમાં પડી જતા ગૌરક્ષકો દ્વારા તેનું રેસ્કયુ કરાયું હતું. જેમાં રવિવારે સવારે 8 વાગ્યે વાપી તાલુકાના બલીઠા ગામ માં આવેલ નહેરમાં એક વાછરડું પડી ગયું હતું, જેની જાણકારી મળતાં વાપી એનિમલ રેસ્ક્યું ના વર્ધમાન શાહ, ધવલ ઠાકુર, હિતેશ રાઠોડ, મનીષ ધોડી, મુકેશ રાજપુરોહિત અને ધવલ ભંડારીને થતા ઘટના સ્થળે પહોંચી લગભગ 3 કલાક ની મહામહેનતે વાછરડાંને નહેર માથી હેમખેમ બહાર કાઢી જીવનદાન આપ્યું હતું. રેસ્કયુ ટીમના તરવૈયા દ્વારા નહેરમાં ઉતરી વાછરડાંને બાંધી બહાર કાઢ્યો હતો. નહેરની દીવાલ ઊંચી હોવાથી વાછરડું ઉપર ચઢી શકે એમ ન હતું અને વાછરડું ગભરાયેલો હોવાથી નહેરમાં નાસભાગ કરતું હતું જોકે નહેરમાં પાણી ઓછું હોવાથી રેસ્કયું ટીમના તરવૈયાઓ દ્વારા સાવધાની પૂર્વક તેને બહાર કાઢી લેવાયો હતો.