12/03/2016
પાણીપુરીના નામથી જ માંઢામાં પાણી છૂટવા ના માંડતુ હોય, એવા લોકો આપણને ભાગ્યે જ મળે. નાનાંથી મોટાં બધાં જ પાણી-પુરીનાં દિવાનાં હોય છે. તો આજે માણો...." લિજ્જતદાર પાણીપુરી"
* પુરી બનાવવા માટેની સામગ્રી :
૧ – કપ ઘઉંનો લોટ અથવા મેંદા નો લોટ (૧-કપ =૨૦૦ ગ્રામ)
૧ કપ રવો (સૂજી)
૧ ટે.સ્પૂન તેલ
૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર
તળવા માટે જરૂરી તેલ
* રીત:
લોટ, રવો અને બેકિંગ પાઉડર તેમજ તેલને સરખી રીતે મિક્સ એક વાસણમાં કરી દેવા. પાણીની મદદથી ( સોડા ના પાણીથી પણ બાંધી શકાય છે) ખૂબજ મસળી અને થોડો પુરીના લોટ કરતાં સખત / કકઠણ લોટ બાંધી દેવો/ગૂંથવો. અને લોટને એક કપડું ઢાંકી અને ૨૦ મિનિટ સુધી સેટ કરવા અલગ રાખી દેવો.
ગુંથેલા લોટમાંથી નાના નાના લોઆ કરી દેવા, અને ત્યારબાદ તણે કપડાથી ઢાંકી દેવા (લોટ સૂકાઈ ના જાય તે માટે). ત્યારબાદ, એક લોઆને લઇ અને તેની પુરી ૨” ઈંચ ના વ્યાસમાં વણવી (ગોળાઈમાં). અને એક પ્લેટમાં રાખી અને કપડાથી ઢાંકી દેવી, આમ બધીજ પુરી વણી લેવી. અને ઢાંકી દેવી.
બસ પુરી તૈયાર થઇ જાય એટલે હવે તળી લઈએ.
-જ્યારે તળો ત્યારે ઝારાની મદદથી થોડી દબાવવાથી તે ફૂલશે.
- પુરી તેલમાં નાખ્યા બાદ, ઝારાની મદદથી ગરમ તેલ કડાઈમાંથી પુરી ઉપર રેડવાથી તે બન્ને બાજુ જલ્દી તળાઈ જશે અને ફૂલશે. બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.
- પુરી જેવી ફૂલે કે તાપ મધ્યમ થી ધીરો કરવો.
બહુ તેજ તાપથી પુરી તળવાથી પણ પુરી નરમ થઇ જશે. અને ગરમ પુરીને પણ ઢાંકવાથી પણ તે નરમ થઇ જાય છે તેથી તેં ખુલ્લી જ રાખવી.
- રવાની પુરી બનાવવી હોય તો તેમાં થોડું તેલ ઉમેરી લોટ બાંધવો અને ૧ કલાક ઢાંકી ને રાખી દેવો.
એક કડાઈમાં તેલ લઈને ગરમ કરવું, ત્યાર બાદ, ૪ થી ૫ પુરી કડાઈમાં નાંખી ઝારાની મદદથી તોધિ દબાવી અને તેલમાં ડૂબાડવી અને ઝારાની મદદથી ગરમ તેલ પુરી પર રેડતા જવું. જેથી પુરી ફૂલી તરત જશે અને જેવી ફૂલે કે ગેસ નો તાપ ધીમો કરી દેવો અને પુરીને પલટાવવી અને બને સાઈડ બ્રાઉન થઇ જાય એટલે કાઢી લેવી. ત્યારબાદ બીજી પુરી તળવી અને આમ બધીજ પુરી તળી લેવી.
બસ, પાણી પુરીની તમારી પુરી તૈયાર છે.
* હવે વારો પાણીનો....
પાણી પુરીનું પાણી બનાવવાનો સૌથી સરળ ઉપાય જોઈએ તો જલજીરાનો મસાલો લઇ તેણે પાણીમાં મિક્સ કરવો. અને સારો સ્વાદ બનાવવા લીંબુનો રસ અને મીઠું મિક્સ કરવું. પાણી પુરી ખાવાનું પાણી તૈયાર છે.
બાફેલા બટેટા ની છાલ ઉતારી, તેણે સમરી કે મેસ કરી શેકેલું જીરું અને મીઠું મિક્સ કરી દેવું, અથવા લાલ મરચાનો પાઉડર પસંદ હોય તો પણ મિક્સ કરી શકાય છે.
* મીઠી ચટણી બનાવી લેવી:
ખજુરના ઠળીયા કાડી, ખજુરને બાફી દેવી. ત્યાર બાદ તેને મિક્સરમાં ક્રશ કરી ગાળી લેવી. હવે તેમાં મીઠુ, થોડુ મરચુ અને જીરૂ નાખવું. થોડી ખટમીઠી બનાવવી હોય તો, ખજુરને બાફતી વખતે તેમાં આંબલીના બે ટુકડા નાખી દેવા. મીઠી ચટણી પણ તૈયાર છે.
પરંતુ જો તમે પાણી ઘરમાંજ બનાવા ઈચ્છાતા હો તો તેના માટેની સામગ્રી :
જલજીરાનું પાણી ના ભાવતુ હોય અને ફુદિનાનું બનાવવું હોય તો, પાણી બનાવવા રીત...
* સામગ્રી :
૧૦૦ ગ્રામ લીલે કોથમીર
૧૦૦ ગ્રામ ફૂદીનો
૪ નાની ચમચી આમલી કે આમ્ચૂરનો પાઉડર અથવા લીંબુનો રસ)
૩-૪ નંગ લીલા મરચા
૧ નંગ આદુ નો કટકો (૧ ઈંચ નો ટુકડો)
૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (જો તમને તીખાશ પસંદ હોય તો)
મીઠું સ્વાદઅનુસાર
* રીત :
કોથમીર અને ફૂદીના ના પાન ને ચૂંટી અને પાણીમાં ધોઈ ને સાફ કરી લેવા. બધાજ મસાલા અને ફૂદીના અને કોથમીર ને મિક્સ કરી મિક્સીમાં બારીક પીસી લેવા. પીસી લીધેલા મસાલામાં ૨ લીટર પાણીમાં મિક્સ કરી દેવું. બસ, તમારી જાતે બનાવેલ પાણી તૈયાર છે.
બસ તો હવે રાહ કોની જુઓ છો? ઉડી પડો આ સ્વાદિષ્ટ પાણી-પુરી પર..