11/04/2023
ડભોઇ (દભૉવતી નગરી) માં ઠેર ઠેર ડ્રેનેજ લાઇનો લીકેજ
થતાં ગંદા પાણી બહાર આવતા પ્રજા ને હાલાકી ભોગવવી પડે છે અને મચ્છર વધી જતાં આવનારા સમયમાં રોગચાળો ફેલાય એવી શક્યતાઓ વધી રહી છે તે છતાંય હજુ સુધી નગર પાલિકા દ્વારા આ ડ્રેનેજ લાઇનો નું કોઈ પણ જાત નું નિરાકરણ લાવવા માટે તૈયાર નથી વર્ષો જૂની ડ્રેનેજ લાઇનો અંદર થી પાઈપો ટુટી જતા વારંવાર લીકેજ થવા ની ઘટના બની રહી છે દભૉવતી નગરી માં નવી લાઈનો કરવામાં આવે તો જ દભોવતી નગરી ની પ્રજા ને કાયમી રાહત થાય એમ છે.