09/02/2023
હું ઇકબાલ !!
ગુજરાતી થ્રિલર અને સસ્પેન્સ ફિલ્મ નો નવો યુગ.
2 દિવસ પેહલા બોપલ માં આવેલા મુકતા સિનેમા માં રાત્રે 10:45 ના શૉ માં આ ફિલ્મ જોઈ. ચાલુ દિવસે સિનેમા 60% ભરેલું હતું એમ પણ રાતે 10:45 એ.
ફિલ્મ ના ડિરેક્ટર અને લેખક પલ્લવ પરીખ ને 3 ઇડિયટ ની સ્ટાઇલ માં તુસ્સી ગ્રેટ હો રીવ્યુ કબૂલ કરો. તમને 100 ટોપો ની સલામી.
ફિલ્મ જોવાનું મુખ્ય કારણ આ ફિલ્મ નું ટ્રેઇલર, અને Devaki , ટ્રેઇલર જોયી હું સિનેમા સુધી તો પોહચી ગયો.
Rj દેવકી ની એક મિનિટ ની વાર્તા મને બહુ જ ગમે, અને આ તો આખી ફિલ્મ હતી એટલે ચોક્કસ જોવી જ પડે.
હવે કરીયે ફિલ્મ ની વાત :
ફિલ્મ શરુ થઇ ને એન્ડ ક્યાં આવી જાય છે એ બિલકુલ જ ખબર નઈ પડે, તમને ફિલ્મ જોતી વખતે પ્રાઉડ ફીલ થશે કે બૉલીવુડ, સાઉથ ને ટક્કર મારે એવી આપણી ભાષા ની ફિલ્મ જોઈ રહ્યા છો.
મેં પણ રોબરી અને ચોરી વાળી ગણી ફિલ્મો જોઈ છે પણ " હું ઇકબાલ " સૌથી અલગ ફિલ્મ.
ચાલો વાત કરીયે ફિલ્મ ની
એક એવી ચોરી અને ચોર ની ફિલ્મ જે તમને ઇન્ટરવલ માં પણ ખુરશી થી ઉભા નઈ થવા દે.
ફિલ્મ ના મુખ્ય પાત્ર કમિશનર મેડમ , RJ devki ( પત્રકાર ) મિત્રા ગઢવી Mitra Gadhvi અને C. b. i હેડ ઇકબાલ ખુરેશી.
ફિલ્મ શરુ થતા ની સાથે જ સુપર્બ BGM સાથે એક અલગ પ્રકાર નો રોમાંચ ની શરૂઆત થાય છે.
એક જવેલરી શોપ માં આ ફિલ્મ નો ચોર ઇકબાલ ( પેલો CBI હેડ ઇકબાલ ખુરેશી નહિ ) પેડા નું બોક્સ લઈને ને શૉ રૂમ ના સ્ટાફ જોડે જાય છે, શૉ રૂમ સ્ટાફ પણ ઇકબાલ ને પ્રેમ થી આવકારી કહે છે આવો ઇકબાલ ભાઈ કેમ છો.
ઈકબાલ કહે લો પેડા ખાવો આજે ખુશી નો દિવસ છે સ્ટાફ વાળા પેડા ખાવા નું શરુ કરે ત્યારે ઈકબાલ, શો રૂમ ના માલિક ને પણ મીઠાઈ ખવડાવા પોહચી જાય છે, (આ શો રૂમ ના માલિક એટલે 90 % ગુજરાતી ફિલ્મો નું પ્રોડક્સન નું કામ કરતા ધવલ પડ્યા.)
ધવલ પડ્યા ને ઇકબાલ કાજુ કતરી ખવડાવે છે. અને એ ખુબ પ્રેમ થી ખાય છે.
કાજુ કતરી પુરી થતા ઈકબાલ કાગળ પર કઈ લખે છે અને ધવલ ને કહે છે આ દુકાન માં ચોરી થવા ની છે, તમારો સ્ટાફ બેભાન થઇ ગયો છે અને હવે તમે પણ બેભાન થઇ જાસો.
કાગળ પર ઈકબાલ નજીલ ના પોલીસ સ્ટેશન નો ફોન નંબર લખે છે પોલીસ ને બોલાવી લેજો.
પછી ઇકબાલ એની અનોખી સ્ટાઇલ માં ચોરેલા ઘરેણાં લઈને ને શૉ રૂમ બહાર મુકેલી સાઇકલ માં ભાગી જાય છે.
( તમને એમ થતું હશે પકડાઈ જશે હેને )
પણ ટ્રેલર માં આ ફિલ્મ ની પંચ લાઈન ના જોઈ " ઔકાત હોય તો પકડી બતાવો " વાંચો આગળ 😝
કટ ટુ....
સવારે પોલીસ અધિકારી મિત્રા અને જીગ્નેશ મોદી શો રૂમ માં એન્ટ્રી કરે છે ધવલ ની પૂછ પરછ કરે છે.
ધવલ ના કહેવા પ્રમાણે ઈકબાલ ને 1 વર્ષ થી ઓળખે છે અને અત્યાર સુધી 15 લાખ સુધી ના ઘરેણાં ખરીદ્યા છે. એ જુના ગ્રાહક છે.
પોલીસ તરત ધવલ ને પૂછે છે ઇકબાલ નું સરનામું અને મોબાઈલ નંબર આપો, ત્યારે ધવલ કહે છે ઇકબાલ પાસે મોબાઈલ નથી અને સરનામું પણ મને ખબર નથી.
તેમ છતાં ઓવર કોન્ફિડેન્સ માં કુદતા પોલીસ ઓફિસર મિત્રા ધવલ ને કહે છે આજે લંચ સુધી ઈકબાલ ને પકડી લઈશું.
તેના સાથે જ એમના બીજા પોલીસ અધિકારી ને કહે છે ફટાફટ બધા સીસી ટીવી ફૂટેજ ભેગા કરો, ઈકબાલ અહીં થી ક્યાં ગયો, કયા રસ્તે ગયો, દુકાન ના, ચાર રસ્તા ના ટ્રાફિક સિગ્નલ ના બધા કેમેરા ચેક કરી મને એક કલ્લાક માં રિપોર્ટ આપો.
કટ ટુ સેટેલાઇટ પોલીસ સ્ટેશન
મિત્રા ને તેમની પોલીસ ના CC ટીવી ઓપરેટર અચરજ સાથે બધી ફૂટેજ બતાવવા નું શરુ કરે છે. અચરજ એટલે કે એને તો આ ફૂટેજ જોઈ જ.
મિત્રા આ CC ટીવી ફૂટેજ જોવે છે, ઇકબાલ ઘરેણાં ચોરી એક સાયકલ પર શો રૂમ ના આગળ ના ચાર રસ્તે સિગ્નલ પર ઉભો થઇ જાય છે.
આ દ્રશ્ય જોઈ મિત્રા ના ચેહરા પર સ્મિત આવે છે કે હમણાંજ આનો ચેહરો જોઈ લઇસ અને ઇકબાલ ને પકડી લઇસ.
જોત જોતા માં એક સિગ્નલ પર બીજા ઇકબાલ જેવા જ 10 ઇકબાલ આવે છે, બધા એ ઇકબાલ જેવી જ પાગડી, કેડિયું, ઘડિયાળ, સેન્ડલ, સાઇકલ અને ઘરેણાં ચોરી ને જે થેલી માં મુક્યા એનું વજન પણ એક સરખું.
હવે મિત્રા પણ અચરજ સાથે સીસી ટીવી ફૂટેજ જોઈ રહ્યો છે, આ 10 ઇકબાલ આગળ ની ચોકડી થી અલગ અલગ દિશા માં વળી જાય છે, મિત્રા ની અચરજ હજી વધવા ની છે ઓપરેટર અમદાવાદ ના બધા જ ચાર રસ્તા ના સિસિ ટીવી જોવે છે તો અમદાવાદ ના દરેક ચાર રસ્તા પર 10 ઈકબાલ દેખાય છે. મિત્રા નું મગજ કામ કરતુ બંધ થઇ જાય છે કે આટલા બધા ઈકબાલ ક્યાં થી આવ્યા.
એટલા માં અમદાવાદ પોલીસ કમિશનર અરુદ્ધતિ સીંગ નો કોલ મિત્રા પર આવે છે અને તાત્કાલિક કમિશનર ઓફિસે બોલવા નું કહે છે. મિત્રા પોલીસ કમિશનર ઓફિસે પોહચે છે એ આ ચોરી ની વાત કરે એ પેહલા કમિશનર મિત્રા ને કહે છે કે અમદાવાદ માં એક જ સમયે એક જ વ્યક્તિ દ્વારા 28 ચોરી થયી છે.
આવુ પોસિબલ કઈ રીતે થાય, મિત્રા ને જયારે કમિશનરે બોલાવ્યો ત્યારે CBI હેડ ઇકબાલ ખુરેસી ને પણ કમિશનર બોલાવે છે, બધા જોડે ચર્ચા થાય છે કે આપણે ચોર ને કઈ રીતે પકડીયે.
બીજી તરફ મિત્રા એના CC ટીવી ઓપરેટર ના સંપર્ક માં રહે છે અને એને કહે છે ગમે તેમ ઇકબાલ નો ચેહરા નો ફોટો આપ.
અહીં કમિશનર ઓફિસે ચોરી નો આકડો ધીમે ધીમે વધી રહ્યો છે
ચોરી નો આકડો હવે 100 જવેલર્સ ની દુકાન સુધી પોહ્ચ્યો અને 100 કરોડ ની ટોટલ ચોરી.
એટલા માં મિત્રા પાસે એના ઓપરેટર દ્વારા ચોર નો ફોટો આવે છે, અને એ ફોટો CBI હેડ ઇકબાલ ખુરેસી નો હોય છે. 😝😝
ત્યાર બાદ ઓપરેટર કહે જે બધા સિગ્નલ પર એક જ વ્યક્તિ હતો ઇકબાલ. જેનો ચેહરો ઇકબાલ ખુરેસી CBI હેડ નો જ છે. 😝
ખરેખર ઇકબાલ કોણ છે , CBI હેડ ઈકબાલ, અથવા કોઈ બીજું એના જેવો હમ શકલ, પણ એક જ વ્યક્તિ પણ એક જ ટાઈમ પર 100 જગ્યાએ ચોરી કઈ રીતે કરે??
આવુ કઈ રીતે બની શકે.
તે માટે ઇકબાલ જોવી પડે, 100% તમને બઉજ મજા પડશે.
કમિશનરે પણ ટ્રેલર માં કીધું છે કે 80 લાખ અમદાવાદી ઇકબાલ ને શોધવા માં મદદ કરેશે અને હું કઉં છું કે 6 કરોડ ગુજરાતી ઓ એ આ ફિલ્મ જોવી જોઈએ 😉
ફિલ્મ ના ડાયરેક્ટર થી લઈને ને કલાકારો, BGM, કેમેરા મેન પ્રિ અને પોસ્ટ સૌએ એક ટિમ વર્ક થી કામ કર્યું છે.
5 માં થી સ્ટાર
4.5 સ્ટાર
( આ રીવ્યુ કોઈ સ્પોન્સર કે રૂપિયા લઈને નથી આપ્યો, )
મને શું લાગે છે??
મને એવુ લાગે છે આ ફિલ્મ ની સિકવલ બોલીવુડ અથવા સાઉથ માં જરૂર બનશે.
અને આ ફિલ્મ માઉથ માર્કેટિંગ થી વધુ માં વધુ ચાલશે ચાલ મન જીતી લઈયે ના જેમ.
ચાલો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સારી ફિલ્મો ને આગળ લઈ જવા એક હેસ્ટેગ બનાવીયે
#હુંમારીભાષાનીફીલ્મજોઇશ
રીવ્યુ લખનાર
હું અમદાવાદી આ પેજ નો એડમીન
ભાઈ આવી સસ્પેન્સ ફિલ્મ નો રીવ્યુ લખનાર નું નામ પણ સસ્પેસ જ રખાય ને 😉😉
તમને બધા ને રીવ્યુ ગમતા રહેશે તો મારું નામ પણ કહીશ.
લખાણ ની સ્પેલિંગ મિસ્ટેક હોય તો માફ કરોજો શરૂઆત છે. કોમેન્ટ જરૂર આપજો તમે સુઈ રહ્યા છો હું લખુ છું😝😝