સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat

  • Home
  • India
  • Surat
  • સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat

સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat Surat, Gujarat , India .

લખો જય ગણેશ
15/12/2024

લખો જય ગણેશ

આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.  આ ગ્રહ પર નો સૌથી લોકપ્રિય ફૂટબોલ ખેલાડી.      એક દાયકા થી પણ વધુ સમય થી પોર્ટુગલ નેશનલ ટીમ...
14/12/2024

આ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. આ ગ્રહ પર નો સૌથી લોકપ્રિય ફૂટબોલ ખેલાડી.



એક દાયકા થી પણ વધુ સમય થી પોર્ટુગલ નેશનલ ટીમ ના કેપ્ટન રહેલા રોનાલ્ડોને તેના પોર્ટુગલ ટીમ કોચ દ્વારા વર્લ્ડકપ (FIFA WC22 ) ટૂર્નામેન્ટની અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ ગેમ, સ્વિટ્ઝર્લેન્ડ સાથેની નોક આઉટ મેચમાં બેન્ચ પર બેસવાનું કહેવામાં આવ્યું.

પોર્ટુગલનો સૌથી મહત્વનો ખેલાડી અત્યાર સુધીની ટૂર્નામેન્ટની સૌથી મહત્વની 7 ડીસેમ્બર ની નોકઆઉટ ગેમ માં નહોતો રમી રહ્યો....શા માટે?

કારણ કે રોનાલ્ડોએ ગેરવર્તન કર્યું હતું. વર્લ્ડ કપમાં અગાઉની રમતમાં તેના કોચ દ્વારા તેને બદલવામાં આવ્યો ત્યારે તેણે ક્રોધાવેશમાં ગેરવર્તણૂક કરી. કોચ સખત નારાજ થઈ ગયો અને તેણે નક્કી કર્યું કે રોનાલ્ડોને આ અણછાજતી પરિસ્થિતિ પર બહાર બેસીને વિચાર કરવા માટે થોડો સમય આપવો જોઈએ.

અને , હવે આપણે બધા જાણીએ છીએ તેમ પોર્ટુગલે શાનદાર રીતે તે ગેમ 6-1 થી જીતી લીધી જેમાં રોનાલ્ડો નહોતો રમ્યો. અને તે મેચમાં રોનાલ્ડોની જગ્યા લેનાર 21 વર્ષીય યુવાન ખેલાડી ગોનકાલો રામોસે ત્રણ ગોલ કર્યા હતા.!!

તો આ બનાવમાંથી આપણે શું બોધપાઠ લેશું?..આપણા બધા માટે થોડી શીખ:

1. કોઈ પણ વ્યક્તિ અનિવાર્ય નથી. ટીમ અથવા કંપનીમાં તમારું સ્થાન મહત્વપૂર્ણ હોઈ શકે છે પરંતુ તમારી હાજરી વિના પણ કામ અને જીવન ચાલતું રહેશે.

2. તમે તમારા મેનેજર/બોસને પ્રશ્ન પૂછવા અથવા તેની સાથે મતભેદ કરવા માટે સ્વતંત્ર છો. પરંતુ તેનો અનાદર કરશો નહીં; એ સંભવ છે કે તમારે તેના પરિણામો ભોગવવા પડે.

3. યુવાનોને તક આપો. તે એકમાત્ર રસ્તો છે જેનાથી જાણી શકાય કે તેઓ યોગ્ય પરિણામ આપવા સક્ષમ છે કે નહીં.

4. જીવનમાં, કઠણ નિર્ણય લેવામાં શરમાશો નહીં. પછી ભલે તેનો અર્થ તમારા સૌથી લોકપ્રિય ખેલાડીને બહાર બેસાડવાનો હોય.

5. અને અંતે, વિનમ્ર બનો. નહિ તો જીવન તમને તેમ બનવા ફરજ પાડશે.

કરો
13/12/2024

કરો

11 વર્ષના ડી ગુકેશે પોતાને "વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન" બનવાનો ચેલેન્જ આપ્યો હતો. આખરે તેણે સિંગાપોરમાં ચાલી રહેલી W...
13/12/2024

11 વર્ષના ડી ગુકેશે પોતાને "વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન" બનવાનો ચેલેન્જ આપ્યો હતો. આખરે તેણે સિંગાપોરમાં ચાલી રહેલી World Championshipમાં ચીનના Ding Liren ને હરાવીને પોતે આપેલું પ્રોમિસ પૂરું કર્યું.👏

માત્ર 18 વર્ષની ઉંમરે તે વિશ્વનાથન આનંદ પછી વિશ્વ ચેમ્પિયનશિપમાં પહોંચનાર બીજા ભારતીય અને વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. પ્રબળ ઈચ્છાશક્તિ અને સખત મહેનતથી દરેક સપનું પૂરું કરી શકાય છે અને ડી ગુકેશે આ સાબિત કર્યું.

દેશના આ યુવા ચેસ સ્ટારને ધ બેટર ઈન્ડિયા તરફથી ખૂબ ખૂબ અભિનંદન!! 🎉🙌🇮🇳





[D Gukesh, World Chess Champion 2024, Chess,
IndianGrandmaster]

Source the better india

       29 may 2006 ના રોજ જન્મેલ ગુકેશ 18 વર્ષની ઉંમરે સૌથી નાનો યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો...ગુકેશે garry kasparov ...
13/12/2024



29 may 2006 ના રોજ જન્મેલ ગુકેશ 18 વર્ષની ઉંમરે સૌથી નાનો યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો...
ગુકેશે garry kasparov નો 22 વર્ષ 6 મહિના અને 27 દિવસનો જીતેલ 1985 નો રેકોર્ડ તોડ્યો...

D.Gukesh vs

ગુકેશ બ્લેક અને લિરેન વ્હાઇટ...

રમત ડ્રો તરફ આગળ વધી રહી હોય તેવું દેખાતું હતું, લિરેને અચાનક 55મી ચાલમાં એક મોટી ભૂલ કરી, તેના રુકને f2 પર ખસેડ્યો, અને ગુકેશે તરત જ તેને જોયો. પછી તે રાજા અને પ્યાદાની રમત બની ગઈ કારણ કે ડિફેન્ડિંગ ચેમ્પિયને હાર સ્વીકારી અને ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો..

આઘાતજનક પરાજય પછી, લિરેને કહ્યું, "મને એ સમજવામાં થોડો સમય લાગ્યો કે મેં ભૂલ કરી."

Proud of you D ..❤️

આ ફોન વેચવાનો છે..તમારે કેટલામાં ચાલે?  આવકાર્ય....
12/12/2024

આ ફોન વેચવાનો છે..
તમારે કેટલામાં ચાલે?
આવકાર્ય....

12/12/2024

12/12/2024

આજે તારીખ
૧૨+૧૨=૨૪

એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડીલાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલીગૅરન્ટી ખો...
11/12/2024

એક મૅડમ સાડીઓના મોટા શોરૂમમાંથી એક મોંઘી સાડી
લાવ્યાં, પરંતુ પહેલી જ વખત ધોયા પછી એ સાડી બગડી ગઈ. વેપારીએ આપેલી
ગૅરન્ટી ખોટી પડી. એ મેડમે પોતાના ડ્રાઈવર સાથે શોરૂમના માલિકને એક પત્ર
મોકલ્યો : ‘તમારી દુકાનેથી મેં સાડી ખરીદી હતી. આ સાથે તેનું બિલ પરત
મોકલું છું. તમારા શોરૂમના સેલ્સમૅને ગેરન્ટી આપી હતી છતાં સાડી બગડી ગઈ
છે, પરંતુ બિલ મારી પાસે હોય ત્યાં સુધી મને છેતરાઈ ગયાની ફીલિંગ ડંખ્યા
કરે અને બીજું કોઈ જુએ તો તમારા શોરૂમની પ્રતિષ્ઠાને કલંક લાગે. એક સાડી
બગડવાથી મને તો બે-ત્રણ હજારનું જ નુકસાન થયું છે, પણ એટલા જ કારણે તમારા
શોરૂમની પ્રતિષ્ઠા ઝંખવાય તો તમને મોટું નુકસાન થાય. મને હજીયે તમારા
સેલ્સમૅન પર ભરોસો છે. કદાચ તેણે ભૂલથી મને વધુ પડતી ગૅરન્ટી આપી હોય.
તમે પ્રામાણિક વેપારી તરીકે વધુ કામિયાબ થાઓ એવી શુભેચ્છાઓ.’

શોરૂમનો માલિક એ પત્ર વાંચીને ગદ્ગદ થઈ ગયો. તેણે એ જ રાત્રે પોતાના
સેલ્સમૅન દ્વારા વધુ કીમતી એક નવી સાડી મોકલી આપી, સાથે દિલગીરીના થોડાક
શબ્દો પણ.

ગુસ્સો કદી ચમત્કાર ન કરી શકે, નમ્રતા જ ચમત્કાર કરી શકે. કોઈ નફ્ફટ
માણસની સામે નફ્ફટ થવાનું સરળ છે ખરું, પણ નફ્ફટ માણસની સામે પણ સજ્જન
બની રહેવાનું અશક્ય તો નથી જ ને ! ગુસ્સે થઈને આપણે આપણી એનર્જી વેસ્ટ
કરી છીએ, આપણું બ્લડપ્રેશર વધારી છીએ અને એટલું કર્યા પછીયે પૉઝિટિવ
રિઝલ્ટની ગૅરન્ટી તો નથી જ મળતી.

‘યુ-ટર્ન’ પુસ્તક માંથી લેખક Rohit Shah
આ સત્ય ઘટના છે
www.veerja.com

ફોટો પ્રતિકાત્મક છે

કચ્છી દાબેલી:: તમને નવાઈ લાગશે મારી આ પોસ્ટ "વાનગી" પર !! પરંતુ મિત્રો ખાવાનો શોખીન તો હું પણ છું અને કયો ગુજરાતી એમાંથી...
11/12/2024

કચ્છી દાબેલી::
તમને નવાઈ લાગશે મારી આ પોસ્ટ "વાનગી" પર !! પરંતુ મિત્રો ખાવાનો શોખીન તો હું પણ છું અને કયો ગુજરાતી એમાંથી બાકાત હોય...
આમ તો "દાબેલી" નામ સાંભળી મને ખાવાનું ક્યારેય મન ન થતું પરંતુ ત્રણેક વર્ષ પહેલાં ભુજ શૂટિંગ માટે ગયેલો અને સાતેક દિવસ રોકાયેલો ત્યારે અમારા યુનિટના માણસો હોટેલ પર લઇ આવેલ તે મેં ખાધી ને ભાવી...બીજે દિવસે હાજી પીરથી પરત આવતા બજારમાં ગાડી લેવડાવી તો માત્ર દાબેલીની જ અસંખ્ય દુકાન અને ભાતભાત ની દાબેલી મળે તે મેં તો ડિનરમાં જ ઝાપટી ને ત્યારથી વળગી !!
તે હમણાં એક મિટિંગમાં ભુજ જવાનું થયું અને મિટિંગમાં કોણ જાણે સેન્ડવીચ નાસ્તામાં આવી !! હવે ભુજમાં બેઠા હોઈએ ને દાબેલી વિનાનો મેનુ થોડો ચાલે ?
સાંજે છ વાગે મિટિંગ પુરી થઇ પણ એક સબંધીનો આગ્રહ તે એમને ઘેર જવાનું હતું પણ મારા અપાર આનંદ વચ્ચે એમણે નાસ્તામાં ભુજની કચોરી,સમોસા,ચીકી,ગુલાબ પાક અને પ્રખ્યાત ગરમાગરમ દાબેલી આપી જમાવટ કરાવી દીધી
જૂનાગઢમાં કાળવા ચોકથી નાગર રોડ પાર ચડો કે તરત જ એક જણ પોતીકી રેસિપીની દાબેલી બનાવે છે એ પણ એકવાર "બુધવારીયા" માં મજા કરાવી ગઈ પણ એ ભુજની અસલી દાબેલી જેવી નહિ હો...
મને ખાવાનો શોખ તો ખરો જ પણ એ વાનગી વિષે જાણવાનો પણ અતિ રસ તે માહિતી ગોતતો હતો
ત્યાં હમણાં વડોદરાના શ્રી રામચંદ્રભાઈ દાન્થડાએ દાબેલી વિષે સારી માહિતી પૂરી પાડી.મૂળ દાબેલી જે 'કચ્છી દાબેલી'તરીકે પ્રખ્યાત છે;તેની શરૂઆત અથવા શોધ કચ્છ-માંડવી ખાતે થઈ હતી.

આઝાદી બાદ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડતાં ઘણાં સિન્ધી પરિવારો પાકિસ્તાનથી આવી ભારતમાં મુંબઈ,દિલ્હી,આદિપુર,ગાંધીધામ વગેરે સ્થળે સ્થાયી થયા.શ્રી રૂપન સપરિવાર માંડવી ખાતે આવ્યા અને રંગચુલી પાછળ રહેવા આવ્યા અને તેમણે પોતાનો મૂળ ધંધો બેકરીનો ચાલુ રાખ્યો અને માંડવી ખાતે સાંજીપડીમાં બેકરી શરૂ કરી અને તેમની વિશિષ્ઠ આવડતથી ટોસ્ટ (ભટર-કચ્છીમાં),ખારી બિસ્કીટ,નાનખટાઈ,વગેરે શરૂ કર્યા અને માંડવીમાં ખૂબ જ લોકપ્રિય થયા.

માંડવીમાં મોટી બ્રેડનું ચલણ ન હોતાં નાના BUN-જેને 'પાંઉ-રોટી'તરીકે લોકો ઓળખતા,તે પણ બનાવતા;પણ તેમનું ચલણ ઓછું હોતાં તેમને માંડવીના ખારવા શ્રી મોહનભા,જે બટાકાવાળા તરીકે ઓળખાતા અને તેઓ મસાલાવાળા બટાકા;જે ખૂબ જ લોકપ્રિય થયા હતા,તેમને REQUEST કરીને તેમને બટાકાની લારીમાં રાખવા નું શરૂ કર્યું.

આ મોહનભા પરમ શિવભક્ત હતા અને નવરાત્રીની ૯ રાત્રિએ શંકરનો વેશ ધરી,ગળામાં સાચો નાગ રાખી,કમરપર વ્યાઘ્રચર્મ ધારણ કરતા અને વારાફરતે બધી જ ગરબીઓ માં ફરતા અને લોકો-ખાસ કરીને બાળકો એમને જોવા ઉમટતા.મોહનભા એ જેમને ખાલી બટાકા તીખા લાગે તેમને તેઓ પાંઉ-રોટીમાં કાપો કરી,બટાકો અને મસાલો મૂકી,બંને હાથે દાબી,ખાવા આપતા;એટલે આનું નામ"દાબેલી"થયું.

આમ મોહનભાએ એક ક્રાંતિકારી શોધ કરી.આ દાબેલીમાં ગોકલભાઈ ખારવાએ મસાલાદાળ ઉમેરી,કાંદા-લસણની ચટણી સાથે શરૂ કરી અને શ્રી ગાભાભાઈ એ મોટા પાયે એકદમ મસાલેદાર તીખી બનાવી,એમાં મસાલા-સિંગ ભભરાવી પ્રખ્યાત કરી.

પછી ભુજ ખાતે સરદાર શેરડીરસ વાળાએ પણ દાબેલી શરૂ કરી.આમ આ દાબેલી પ્રખ્યાત થઈ,અમદાવાદ,વડોદરા,મુંબઈ સુધી પ્રચલિત થઈ.મોહનભા નિવૃત થઈ ધાર્મિક જીવન ગાળતા ત્યારે માંડવીના પ્રખ્યાત ચંદુભાઈ બટાકાવાળાએ પોતાના મસાલેદાર બટાકા એટલા લોકપ્રિય કર્યા કે તેમણે બટાકા તથા દાબેલી બનાવવા પ્રખ્યાત દાબેલી અને બટાકાનો મસાલો મોટાપાયે માર્કેટમાં મૂક્યો,સાથે સાથે બેટુનો મસાલો પણ એટલો જ લોકપ્રિય થયો.ભુજ,અંજાર,અને ઘણી જગ્યાએ માંડવી ડબલરોટી ઉર્ફે દાબેલી તરીકે લોકપ્રિય FASTFOODની ITEM લોકપ્રિય થઈ અને એમાં મસાલા સીંગ,સેવ,ટૂટી-ફ્રૂટી,સુકો મેવો વગેરે ઉમેરી,ગરમ રોટી તરીકે પણ SERVE કરવામાં આવી રહી છે.આ 'કચ્છી દાબેલી' ની મૂળ શોધ કરનાર-INVENTOR શ્રી મોહનભા ને યાદ કરવા જ રહ્યા. આ "દાબેલી" કચ્છી બર્ગર તરીકે પણ જાણીતી છે અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર,રાજસ્થાન ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ પ્રચલિત બનતી જાય છે
તરલા દલાલ અને સંજીવ કપૂરે પણ પોતાની રેસિપી બનાવી છે ત્યારે કચ્છીઓની માનીતી સહુ ભારતીયોની માનીતી બનતી જાય છે
તમેય કાલે ઠપકારજો - દાબેલી ને છોકરાંઓને કચ્છી બર્ગર કહીને ચખાડજો... હા,મેકડોનાલ્ડ ક્લચર તરત જ સ્વીકારી લેશે

કહો કોઈએ... 🎉Pushpa 2 ફિલ્મ જોવા જેવું કે નહીં? જરૂર જણાવજો
07/12/2024

કહો કોઈએ... 🎉
Pushpa 2 ફિલ્મ જોવા જેવું કે નહીં? જરૂર જણાવજો

જેનું ટેલેન્ટ આખા ગુજરાત ના લોકો એ જોયું છે , જેની ગાયકી ભલભલા કલાકારો ને શરમાવે તેવી છે , ઘણી બધી ભાષાઓનુ જેને જ્ઞાન છે...
07/12/2024

જેનું ટેલેન્ટ આખા ગુજરાત ના લોકો એ જોયું છે , જેની ગાયકી ભલભલા કલાકારો ને શરમાવે તેવી છે , ઘણી બધી ભાષાઓનુ જેને જ્ઞાન છે , ગીતા જ્ઞાન હોય કે પછી કોઈ પણ ધર્મ ની વાત હોય અંશુ થી અજાણી ના હોય , નાના મોટા સૌને એક સરખો આદર ભાવ આપતી અને આખું ગુજરાત જેના નામ થી અને આવડત ઉપર ગૌરવ લઈ શકે એવા અંશુબેન ગુપ્તા ને જન્મ દિવસ નિમિત્તે લાખ લાખ વધામણી , હાર્દિક શુભકામનાઓ માં મોગલ માં સદાય ખુશ રાખે

જે વ્યક્તિ પોતે જ પોતાનો શત્રુ હોય તેને અન્ય શત્રુઓની જરૂર નથી હોતી.ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા હોય અને નિવૃત થઇ ચુક્યા હ...
07/12/2024

જે વ્યક્તિ પોતે જ પોતાનો શત્રુ હોય તેને અન્ય શત્રુઓની જરૂર નથી હોતી.

ભારતીય ક્રિકેટ ટીમમાં રમતા હોય અને નિવૃત થઇ ચુક્યા હોય તેવા 200 કરતાં વધારે ખેલાડીઓ હયાત છે. છતાં વિનોદ કામ્બલીની જ આટલી ચર્ચા કેમ ? કેમકે તે સચિનનો લંગોટિયો મિત્ર છે. સચિન તેંડુલકર પાસે કરવા માટે અલગ અલગ લાખો વાતો છે. પણ કામ્બલીએ દર ત્રીજા વાક્યમાં સચિનની વાત કરી લોકોને યાદ અપાવતા રહેવું પડે છે કે હું અને સચિન નાનપણના દોસ્ત છીએ.

સચિનના ખાસ દોસ્તમાં અજીત અગરકર, અમોલ મજુમદાર, પ્રવીણ આમરે જેવા ખેલાડીઓ રહ્યા છે જે હજુ આજે પણ સચિનના દોસ્ત છે. આ ખેલાડીઓ સચિનની સાથે હાલમાં પણ અવારનવાર જોવા મળે છે. બધા પચાસની આસપાસની ઉંમરમાં છે.. ફીટ અને ફાઈન છે.. એક્ટિવ છે. કામ્બલીએ કરિયરની, પ્રતિષ્ઠાની અને સ્વસ્થની તસ્દી નથી લીધી તેના પરિણામો ભોગવી રહ્યો છે.

વિનોદ કામ્બલી પ્રતિભાશાળી હોવાને કારણે નાનપણથી ક્રિકેટમાં નામ અને ઓળખ મળ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100થી વધારે વન-ડે રમવાની તક પણ મળી. પરંતુ તમેં તમારા પ્રોફેશનને રિસ્પેક્ટ ન કરો તો તેનું નુકસાન તમને જ થવાનું છે. વિનોદ કામ્બલીને બધું લૂંટાઈ ગયા પછી આ બાબતનું જ્ઞાન લાધ્યું.. કરીયર અચાનક ખતમ થઇ ગયું તે બાદ દામ્પત્ય જીવન, પારિવારિક સંબંધોમાં તે નિષ્ફળ રહ્યો. આત્મશુદ્ધિની આશાએ ધર્મ પરિવર્તન પણ કર્યું.

અનુપમ ખેરના ટૉક શૉમાં મનોજ વાજપાઇએ એક વાત કહી હતી કે "સત્યા ફિલ્મની સફળતા પછી મને અનેક એવોર્ડ મળી રહ્યા હતા. એક એવોર્ડ શૉમાં મારા માઁ-બાપને લઈને હું ગયો. ફંક્શન પત્યા પછી મારી માઁએ મને કહ્યું હતું કે મનોજ અત્યારે જે લોકોને સફળતા નથી મળી તેમને મૂર્ખ નહીં સમજવા કે હલકામાં નહીં લેવા.." મનોજે કહ્યું કે ગામડામાં રહેલી મારી માઁએ કહેલી તે વાતની મે ગાંઠ બાંધી દીધી. જો હું કોઈકનું કામ કે કોઈકનું સ્થાન લઈ શકતો હોઉં તો મારી જગ્યા લેવાની ક્ષમતા પણ બીજામાં છે જ. જેથી સફળ થવા જેટલી મહેનત કરી તેનાથી વધારે મહેનત સફળતા ટકાવી રાખવા કરવાની છે. તમારા પ્રોફેશનને રિસ્પેક્ટ આપવાની જવાબદારી તમારી છે. નહીતો તમારું સ્થાન લેવા માટે દુનિયામાં કોઈક ખૂણામાં કોઈક બીજું તૈયારીઓ કરી જ રહ્યું છે.

આવી જ નિષ્કાળજીમાં પોતાનું કરીયર ખતમ કરી ચૂકેલા રાજેશ ખન્નાની ફિલ્મનો જ સંવાદ તે બોલ્યા તો હતા પરંતુ સમજી નહતા શક્યા..

'आज मैं हूं जहां कल कोई और था,
ये भी एक दौर है वो भी एक दौर था'


ઓશો રજનીશે બહુ સરસ એક વાત કહી છે કે, " જ્યારે કોઈ પુરુષ મારા પ્રેમમાં પડે તો કહે છે કે મને તમારા વિચારો ગમે છે માટે તમને...
05/12/2024

ઓશો રજનીશે બહુ સરસ એક વાત કહી છે કે, " જ્યારે કોઈ પુરુષ મારા પ્રેમમાં પડે તો કહે છે કે મને તમારા વિચારો ગમે છે માટે તમને પ્રેમ કરું છું પણ જ્યારે કોઈ સ્ત્રી મારા પ્રેમમાં પડે છે તો એ કહે છે કે હું તમને પ્રેમ કરું છું એટલે મને તમારા વિચારો ગમે છે !!"
સદીઓથી પુરુષે સ્ત્રી સાથે સુતા શીખ્યું છે પણ એની સાથે જાગવાનું નહીં !! આપણા શાસ્ત્રોમાં પણ નારીને નારાયણી તરીકે કલ્પી છે અને કહ્યું છે કે જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ત્યાં દેવતાઓનો વાસ હોય છે એવું કહ્યું છે !! પુરુષ જીતવા માટે સંઘર્ષ કરે છે જ્યારે સ્ત્રી સમર્પણ કરે છે !!પુરુષ ક્રોધમાં ગાળો બોલે જ્યારે સ્ત્રીને ક્રોધ આવે ત્યારે રડે છે !!પુરુષ માનવતાની વાત કરે છે ત્યારે સ્ત્રી મારો ભાઈ, મારો દીકરો, મારો પતિ ની વાત કરે છે !!
શરીર વિના સ્ત્રી નથી કારણ કે સ્ત્રી શરીર સર્જનની લેબોરેટરી છે !! શરીર એ સ્ત્રીની આજીવન હોબી, ધર્મ, કમજોરી છે !! જો કે આ દુનિયાની મોટાભાગની સ્ત્રીઓને પોતાના શરીરથી સંતોષ નથી એ પણ કડવી હકીકત છે એટલે જ આ અબજો ખર્વો રૂપિયાના ડાયેટિંગ ઉદ્યોગો ચાલે છે !!ટૂંકમાં ભગવાને કરેલી ભૂલોને સુધારતા સ્ત્રીની એક આખી જિંદગી ચાલી જાય છે, જેને અત્યારે પાતળા થવાની ફેશન કહેવામાં આવે છે !!!
એક જમાનો હતો જ્યારે સ્ત્રીને 6 બાળકો થતા હતા અને એ સાત કિલો ઘઉં ચક્કી પરથી દળાવી ત્રણ માળ ચડીને આવી શકતી !! પણ એ તો વીતેલા વિસ ત્રીસ વર્ષ પહેલાંની વાત છે !! એ જમાનામાં ભરપૂર સ્ત્રીઓ, છલોછલ સ્ત્રીઓને ખુબસુરત ગણવામાં આવતી પણ એકવીસમી સદીમાં પાતળા રહેવાની ફેશન આવી છે !! જો કે અત્યારે પાતળા રહેવું એ સ્વાસ્થ્ય અને સૌંદર્ય નો એક ભાગ ગણાય છે !!
અંતમાં ભરતૂહરીના શૃંગારશતકમ નો શ્લોક નં.54 " હે મનુષ્યો !! હું પક્ષપાત નથી કરતો, મારી વાત માનો.... આ સંસારમાં રૂપવતી સ્ત્રીઓથી વધીને કોઈ મનોહર પદાર્થ નથી અને એમના જેવો દુઃખદાયી પણ બીજો કોઈ પદાર્થ નથી !!"

- ચંદ્રકાંત બક્ષી

04/12/2024

શિયાળા માં કરેલા સ્નાન ની વેલિડિટી *એક દિવસથી* વધારીને *આઠ દિવસની* કરવામાં આવી છે, જેની લાગતા વળગતા એ નોંધ લેવી...😝😝😝

કોઈ પણ ટેકા વગર ટકેલું આ પોટલું એ લગભગ 2005 ની સાલ થી જ્યારે જ્યારે હીરા ની ચમક જાખી પડી છે ત્યારે ત્યારે  સુરત ને ટેકો ...
03/12/2024

કોઈ પણ ટેકા વગર ટકેલું આ પોટલું એ લગભગ 2005 ની સાલ થી જ્યારે જ્યારે હીરા ની ચમક જાખી પડી છે ત્યારે ત્યારે સુરત ને ટેકો કરવાનું કામ આ ટેકસટાઇલ એમ્બ્રોઇડરી મચીન અને એના લગતા દરેક કામો એ કર્યું છે ... શરૂઆતમાં એમ કેવય છે કે થોડા વર્ષ મોનિપોલી અંતર્ગત બંધ બારણે મચીન ચાલતા હતા પણ પછી આ છેલ્લા 10 વર્ષ માં એ ધંધો આમતો સાવ ઉઘાડો થઈ ગયો છે પણ એટલો જ એનો વ્યાપ વધ્યો છે .. એક મચીન કેટલાય લોકો ધાગાકટિંગ સ્ટીસીંગ સિરોસ્કી સીટો ઝરકન ડાયમંડ ઘડીમારવી પેકિંગ .. વગેરે ઘર બેઠા કેટલાય મહિલાઓ ને રોજગારી પુરી પાડવાનું કામ કરે છે .. સુરત નો આ એમ્બ્રોઇડરી ઉધોગ ભલે હીરા જેટલો ચમકતો કે મોટો બીજનસ તો નથી પણ ... ઘણાં ખરા ગરીબો મઘ્યમવર્ગો ના ઘરે અજવાળું પાથરવાનું કામ
આ ઉધોગ કરે છે ... આમ આ કોઈ પણ ટેકો વગર એમ્બ્રોઇડરીવાળા ની ગાડી પાછળ હરતુફરતું પોટલું સુરત ના કેટલાય ઘરો ને ટેકો કરવાનું કામ કરે છે ...
Jatin Kalathiya JP

Address

Surat
Surat
395008

Telephone

+919722999908

Website

Alerts

Be the first to know and let us send you an email when સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to સુરત મારું ખુબસૂરત surat maru khubsoorat:

Videos

Share

Nearby media companies