Channel Eye Witness

Channel Eye Witness One Of The Most Reputed.. Most Trusted..Most Viewed. Local TV Channel From Surat.. Since 25 Years

A Channel EyeWitness (Media)

Managing Directer
GaneshBhai P.

Sawant

Directer
Sagar G. Sawant

News Editor
Sharad Sawant

Press Reporter
Himanshu pandya

Camera Men
Paresh Rathod

News Reader
Drashti Naik

Comp. Operator
Alpesh Patel

HR DEPT
Kalpana Pardeshi

તાવની અવગણના કરવી ભારે પડીFollow ભટારના એક યુવકનું મેલેરિયાની બીમારીમાં મોત થયું હતું. તેને 3-4 દિવસથી તાવ આવતો હોવા છતા...
18/11/2024

તાવની અવગણના કરવી ભારે પડી
Follow

ભટારના એક યુવકનું મેલેરિયાની બીમારીમાં મોત થયું હતું. તેને 3-4 દિવસથી તાવ આવતો હોવા છતાં ગંભીરતા દાખવી ન હતી અને આખરે મોતને ભેટ્યો હતો.મૂળ રાજસ્થાનના અને હાલ ભટાર ખોડિયાર નગરમાં રહેતા રાધેશ્યામ બાવરિયા (34) ટાઇલ્સ ફિટિંગનું કામ કરી પત્ની તેમજ પુત્રનું ભરણપોષણ કરતો હતો. તેને ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો, જેથી નજીકની ક્લિનિકમાં રિપોર્ટ કરાવતા મેલેરિયાનું નિદાન થયું હતું. શનિવારે સાંજે તેની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

સુરતમાં બેફામ દોડતા ડમ્પરો હજુ કેટલાનો ભોગ લેશે ??Follow સુરતના પાલ વિસ્તારમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્ય...
18/11/2024

સુરતમાં બેફામ દોડતા ડમ્પરો હજુ કેટલાનો ભોગ લેશે ??
Follow

સુરતના પાલ વિસ્તારમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. રસ્તો ક્રોસ કરતા વિદ્યાર્થીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે અડફેટ લેતા વિદ્યાર્થીને પગના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ ઘટના અંગે ત્યાં સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ ત્યાંથી પસાર થતાં તમામ ડમ્પરોને અટકાવી અને પોલીસને જાણ કરી હતી.આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીં વહેલી સવારથી લઈ દિવસભર ડમ્પરો ચાલે છે અને બેફામ ચાલતા આ ડમ્પરોના કારણે અનેક વખત અકસ્માત સર્જાયા છે તો ઘણી વખત નિર્દોષ લોકોના ભોગ પણ લેવાયા છે. આ ડમ્પરચાલકો મોટાભાગે દારૂના નશામાં હોવાનું પ્રતીત થયું છે.વધુમાં જણાવ્યું હતું કે, અમારે ફક્ત પ્રશાસનને એટલું જ કહેવું છે કે, આ બેફામ ચલાવતા ડમ્પરચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરી આવનારા સમયમાં કોઈપણ નિર્દોષ વ્યક્તિનો ભોગ ના લેવાય. સ્થાનિકો દ્વારા પોલીસને બોલાવવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા ત્રણ જેટલા ડમ્પર પણ કબજે કરી લેવામાં આવ્યા છે. વધુ કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

સુરતમાં ઝોલા છાપ તબીબોનું કારસ્તાન ???Follow સુરત શહેરના અનેક વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે અને પોલીસ આ લોકો ...
18/11/2024

સુરતમાં ઝોલા છાપ તબીબોનું કારસ્તાન ???
Follow

સુરત શહેરના અનેક વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે અને પોલીસ આ લોકો સામે કાર્યવાહી પણ કરે છે, પરંતુ ફરિયાદ અને ધરપકડ બાદ તેઓ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દે છે. હાલમાં સુરત પોલીસે અગાઉ જે ઊંટવૈદુ સામે કાર્યવાહી કરી હતી તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જન સેવા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી દીધી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું. એમાં પણ સુરત શહેરના CP અને ક્રાઇમ JCPનું જાણ બહાર આમંત્રણ પત્રિકામાં નામ છાપી માર્યું. આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર બે કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સાને વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસ તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.હોસ્પિટલની અંદર ઢગલાબંધ દવાઓ પણ જોવા મળે છે. ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા છે. 24 કલાક ઇમર્જન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા બે માળમાં આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઓપરેશન થિયેટર પણ છે. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય, તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે.હોસ્પિટલના સંચાલક ડોક્ટર સજ્જન કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે ગુજરાત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ છે અને અમે એ પ્રમાણે જ હોસ્પિટલની શરૂઆત કરી છે. બબલુ શુકલા, રાજારામ દુબે અને ડોક્ટર મીશ્રા MD ડોક્ટર્સની નજર હેઠળ અહીં RMO તરીકે ફરજ બજાવે છે અને ફક્ત અહીં કામ કરે છે. જ્યારે હોસ્પિટલમાં કોણ કોણ તબીબ તરીકે ફરજ બજાવે છે તેવો સવાલ મીડિયા દ્વારા પુછવામાં આવ્યો ત્યારે હોસ્પિટલના સંચાલકે જણાવ્યું કે અહીંનો માલિક હું છું. ઓર્થોપેડિક ડોક્ટર તરીકે પ્રત્યુષ ગોહિલ અને MD ડોક્ટર તરીકે સજ્જન કુમાર મીના છે અને તે ત્રણેય ડોક્ટરો ફક્ત અમારા નિમંત્રણ પર આવ્યા છે કહીને લુલો બચાવ કર્યો હતો અને પોતે જ આપેલા RMOના નિવેદન પરથી ફરી ગયા હતા.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

સુરત ન્યૂઝ🚨સામાન્ય માણસ જો આવી રીતે અકસ્માત સર્જે તો પોલીસ કેટલાય સીનસપાટા કરે છે. પોલીસે ગાયવાલા પીધેલી હાલતમાં હતો કે ...
17/11/2024

સુરત ન્યૂઝ🚨

સામાન્ય માણસ જો આવી રીતે અકસ્માત સર્જે તો પોલીસ કેટલાય સીનસપાટા કરે છે. પોલીસે ગાયવાલા પીધેલી હાલતમાં હતો કે નહીં તેના રિપોર્ટની પણ રાહ જોઈ ન હતી. બાદ રિપોર્ટના આધારે ડ્રીંક એન ડ્રાઇવની કલમનો ઉમેરો કરી દીધો હતો.

અડાજણ પોલીસ મનપા અધિકારી નિલાંગ ગાયવાલા પર મહેરબાન !!!

ગત તા.14મીએ અડાજણમાં અકસ્માત બાદ નાટ્યાત્મક રીતે નિલાંગ ગાયવાલા હાજર થયો હતો, પણ પોલીસે કડકાઈથી કોઈ પૂછપરછ કરી ન હતી.પોલીસે ગાયવાલા દારૂ બોટલ ક્યાંથી લાવ્યો તેની પણ તપાસ ન કરી, પોલીસે નિલાંગ ગાયવાલાનાં જામીન બાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ઉમેરો કર્યો, ગાયવાલાને ભગાવી જનાર કોણ? તેની પોલીસ નિવેદનમાં જાણવાની કોશિશ નહીં કરી... આગામી દિવસોમાં પોલીસ અધિકારીને ભગાડી જનાર વિરુદ્ધ ગુનો નોંધે છે કે નહીં એ જોવું રહ્યું.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
Follow us more updates
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

શાળાઓની મનમાની નહીં ચાલે🚨‼️Follow us બાળકોને નિશ્ચિત પ્રકારનાં સ્વેટર માટે શાળા સંચાલકો ફરજ નહીં પાડી શકેસુરત સહિત દક્ષિ...
17/11/2024

શાળાઓની મનમાની નહીં ચાલે🚨‼️
Follow us
બાળકોને નિશ્ચિત પ્રકારનાં સ્વેટર માટે શાળા સંચાલકો ફરજ નહીં પાડી શકે

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠંડી જોર પકડી રહી છે, બીજી તરફ સોમવારથી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ રહ્યું છે. જોકે, વિદ્યાર્થીઓના સ્વેટર સહિતના ગરમ કપડાં મામલે સ્કૂલો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ નહીં થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્વની સ્પષ્ટતા કરી છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી પહેરી આવે તે ગરમ કપડાં સ્કૂલોએ માન્ય રાખવા પડશે.અહીંયા વાત એમ છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતની સ્કૂલો સ્ટેશનરી, યુનિફોર્મ, બૂટ-મોજાથી માંડી વિદ્યાર્થીઓના ઠંડીના સ્વેટર સહિતના ગરમ કપડા મામલે પણ મનમાની ચલાવતી હોય છે. દરમિયાન શિયાળો આવતા જ કેટલીક સ્કૂલો વિદ્યાર્થીઓને ફરજિયાત પોતાના યુનિફોર્મ પ્રમાણે નિર્ધારીત થયેલા સ્વેટર સહિતના ગરમ કપડા પહેરવાની ફરજો પાડતી હોય છે. જેથી વાલીઓ દબાણમાં આવે છે અને આર્થિક સ્થિતિ સારી ના હોવા છતાં સ્કૂલોના નિયમનું પાલન કરતા નજરે ચઢે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

16/11/2024

મુંબઈથી હાઈ પ્રોફાઈલ યુવતીઓને લાવી સુરતમાં સેક્સરેકેટ ચાલતું હતું

મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024Follow કાર્યક્રમમાં થનાર મુખ્ય કામોની યાદી• નવું નામ દાખલ કરવું - (ફોર્મ - 6) • નામ કમી ...
16/11/2024

મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2024
Follow

કાર્યક્રમમાં થનાર મુખ્ય કામોની યાદી
• નવું નામ દાખલ કરવું - (ફોર્મ - 6) • નામ કમી કરાવવું - (ફોર્મ - 7) • નામમાં સુધારો- (ફોર્મ - 8) • સરનામું બદલાવું - (ફોર્મ - 8(ક)

💐💐 મતદારયાદીમાં નામ દાખલ કરવાની એક તક 💐💐
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાજ્યના તમામ વિધાનસભા મત વિભાગોની મતદાર યાદીની સુધારણાનો કાર્યક્રમ જાહેર કર્યો છે તે મુજબ તા. 17.11.2024ને રવિવાર, તા. 23.11.2024ને શનિવાર તથા તા. 24.11.2024ને રવિવારના રોજ આપના વિસ્તારમાં,આપ જે મતદાન મથક (બુથ)માં મતદાન કરવા જાવ છો તે મતદાન મથકના બુથ લેવલ ઓફિસર ((BLO)ને મળીને આપના કુટુંબના કોઇ સભ્યને તા. 01.01.2025ના રોજ 18 વર્ષ પૂરાં થતાં હોય તેમનું નામ મતદાર યાદીમાં અવશ્ય દાખલ કરાવી શકશો

જરૂરી પુરાવા
આધાર કાર્ડ (ઝેરોક્ષ) ,ઘરના કોઈ એક સભ્યનું ચુંટણી કાર્ડ (ઝેરોક્ષ),શાળાની L.C (ઝેરોક્ષ),પાસપોર્ટ ફોટો

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

16/11/2024

ખટોદરા પોલીસે ઝડપી પાડ્યું ડ્રગ્સ.
Follow

ખટોદરા પોલીસ અને ઝોન-4 ની ટિમ ની કાર્યવાહી.પોલીસે માદક પદાર્થ મેફેડ્રોન કુલ્લે વજન-૨.૫૭ ગ્રામ ઝડપી પાડ્યું.પોલીસે ડ્રગ્સ સાથે એક ઈસમની ધરપકડ કરી.પોલીસે દાનિશ હારૂનભાઇ શેખ (કુરેશી. ની ધરપકડ કરી.વેચાણ માટે ડ્રગ્સ લાવી છૂટક વેચતો હોવાની વિગત સામે આવી.સુરતમાં નાના દરે ડ્રગ્સ પેડલરોનો ક્રેઝ વધી રહ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

અનિલ રૂંગટા ઉમરા પોલીસ સમક્ષ હાજરFollow જીમ-સ્પામાં બે દીકરીઓના જીવ ગયા એના મિલ્કત માલિક અનિલ સત્યનારાયણ રૂંગટાના ચહેરા ...
16/11/2024

અનિલ રૂંગટા ઉમરા પોલીસ સમક્ષ હાજર
Follow

જીમ-સ્પામાં બે દીકરીઓના જીવ ગયા એના મિલ્કત માલિક અનિલ સત્યનારાયણ રૂંગટાના ચહેરા પર અફસોસની જગ્યાએ સ્મિત દેખાયુ, હસમુખ બિલ્ડર અનિલ સત્યનારાયણ રૂંગટાની ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવશે કે પછી નિવેદન લઈને છોડી મુકાશે ?
રાજનેતાની જેમ હસતાં હસતાં લોકોને હાથ મળાવતા પોલીસ સ્ટેશન હાજર થયા

ચકચારી સિટી લાઇટના જિમ-સ્પા અગ્નિકાંડમાં સિક્કમની બે યુવતીઓના મોતના કેસમાં પોલીસ તપાસ હવે મહત્વના તબક્કા પર આવી છે. આ કેસમાં જીમની મીલકત ખરીદી તેનું ભાડું લેનારા બિલ્ડર અનિલ રૂંગટા ઉમરા પોલીસ સમક્ષ હાજર, અહીં નોંધનીય છે કે, આ કેસમાં પોલીસે મિલકતના અગાઉના માલિક ભૂપેન્દ્ર પોપટને બોલાવી નિવેદન નોંધ્યું હતું, જેમાં તેમણે પોલીસને દસ્તાવેજ સહિતના કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ પોલીસને સોંપ્યા હતા, જેમાં મીલકતની આવક અનિલ રૂંગટાને મળતી હતી અને મિલકત પર હવે તેમનો કોઈ જ કબજો નહોતો. પોલીસને બીજા પ્રયાસમાં જીમના સંચાલકોના પણ રિમાન્ડ મળ્યા હતા એટલે તેમની પણ વધુ પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે. હવે, અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થઈને શું નિવેદન નોંધાવે છે તેની પર પોલીસની આગળની તપાસ અને કાર્યવાહી નિર્ભર છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

16/11/2024

સુરતમાં યુવાન જૈન મુનિ દિવ્યપ્રસન્નકીર્તિસાગરજીએ શતાવધાનની અદભૂત સિદ્ધિ હાંસલ કરી

16/11/2024

ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતિની સુરતના રાંદેર ખાતે હર્ષો ઉલ્લાસથી ઉજવણી

જમાઈ ને બદનામ કરવા માટે સસરાનું કાવતરું.Follow સુરત :: હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા ખોટા નામથી પેમ્પલેટ વાયરલ કર્યા.કો...
16/11/2024

જમાઈ ને બદનામ કરવા માટે સસરાનું કાવતરું.
Follow

સુરત :: હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવા ખોટા નામથી પેમ્પલેટ વાયરલ કર્યા.કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ, ધર્મના નામે ગેરમાર્ગે દોરવા માટે ક્લાસીસ ના પોસ્ટર વાયરલ કર્યા.ટ્યુશન ક્લાસીસ ના પોસ્ટર વાયરલ કર્યા હતા.’’ ફક્ત મુસ્લિમોં નેજ દાખલો આપવામાં આવશે અમારા કામ જગાડવાનું છે,જાગો કે ન જાગો ‘’લીંબાયત પોલીસે સસરા સામે ગુનો નોંધ્યો.પોલીસે સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ સુલેમાન શેખ ની ધરપકડ કરી.આરોપી સસરા સુલેમાન શેખ સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

જિમ-સ્પા આગકાંડFollow ચકચારી સિટી લાઇટના જિમ-સ્પા અગ્નિકાંડમાં સિક્કમની બે યુવતીઓના મોતના કેસમાં પોલીસ તપાસ હવે મહત્વના ...
16/11/2024

જિમ-સ્પા આગકાંડ
Follow

ચકચારી સિટી લાઇટના જિમ-સ્પા અગ્નિકાંડમાં સિક્કમની બે યુવતીઓના મોતના કેસમાં પોલીસ તપાસ હવે મહત્વના તબક્કા પર આવી છે. આ કેસમાં જીમની મીલકત ખરીદી તેનું ભાડું લેનારા બિલ્ડર અનિલ રૂંગટા ઉમરા પોલીસ સમક્ષ હાજર થશે.અહીં નોંધનીય છે કે, આ કેસમાં પોલીસે મિલકતના અગાઉના માલિક ભૂપેન્દ્ર પોપટને બોલાવી નિવેદન નોંધ્યું હતું, જેમાં તેમણે પોલીસને દસ્તાવેજ સહિતના કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ પોલીસને સોંપ્યા હતા, જેમાં મીલકતની આવક અનિલ રૂંગટાને મળતી હતી અને મિલકત પર હવે તેમનો કોઈ જ કબજો નહોતો. પોલીસને બીજા પ્રયાસમાં જીમના સંચાલકોના પણ રિમાન્ડ મળ્યા હતા એટલે તેમની પણ વધુ પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે. હવે, અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થઈને શું નિવેદન નોંધાવે છે તેની પર પોલીસની આગળની તપાસ અને કાર્યવાહી નિર્ભર છે.ત્યારે 16મી નવેમ્બર શનિવારે આ પ્રકરણમાં ઘટના વખતે ફાયર કોલ એટેન કરનાર તમામ ફાયર અધિકારીઓનાં નિવેદન નોંધાવવા માટે તેડું મળ્યું છે. પોલીસ સમક્ષ ફાયર અધિકારીઓનાં નિવેદનો નોંધાયા બાદ સંભવત: પાલિકાના અન્ય સંબંધિત વિભાગોનાં જવાબદારો પાસેથી પણ તપાસમાં જરૂરી પાસાઓ ઉપર ખૂટતી માહિતીઓની પૃચ્છા કરવાની કવાયત તેજ બની છે. જિમ-સ્પા આગ પ્રકરણની તપાસ દરમ્યાન IO દ્વારા ફાયર લો સહિતની માહિતી મેળવાઈ હતી. આ સાથે જ જિમ-સ્પા સામે ફાયર વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીના અંશો એકત્રિત કરાયા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

બાંગ્લાદેશી મહિલા બોગસ ડોક્યુમેન્ટ સાથે સુરતમાં વસવાટ કરતાં ઝડપાઈ, આ રીતે પાર કરી હતી સરહદબાંગ્લાદેશથી ગેરકાયદે ભારતની બ...
16/11/2024

બાંગ્લાદેશી મહિલા બોગસ ડોક્યુમેન્ટ સાથે સુરતમાં વસવાટ કરતાં ઝડપાઈ, આ રીતે પાર કરી હતી સરહદ

બાંગ્લાદેશથી ગેરકાયદે ભારતની બોર્ડર પાર કરીને ઘણા લોકો વસવાટ કરે છે. જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી. આ મહિલાએ પોતાનું નામ બદલવાની સાથે સાથે ડોક્યુમેન્ટ પણ બોગસ ઉભા કર્યા હતાં. માત્ર 15 હજાર બાંગ્લાદેશી કરન્સી આપીને આ મહિલાએ બોર્ડર પાર કરી હતી. જેથી પોલીસે મહિલાને બોગસ પૂરાવા આપનારાથી લઈને બોર્ડર પાર કરાવનારની વધુ તપાસ હાથ ધરી છે.ગેરકાયદેસર રીતે સુરતમાં રહેતી બાંગ્લાદેશી મહિલાની SOGએ ધરપકડ કરી હતી.મહિધરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. તેણીની તપાસમાં સામે આવ્યું હતું કે, મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું. સાથે જ બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટસ પણ બનાવ્યા હતા. મહિલાનું નામ રશીદાબેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા ચાર વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી.મહિલાએ બાંગ્લાદેશના JASHORE જીલ્લાથી પ્રતિબંધિત બોર્ડર થી ભારતના પશ્વિમ બંગાળ રાજયમાં પ્રવેશ કર્યો હતો. તેણીએ બાંગ્લાદેશી એજન્ટને 15000 રૂપિયાની બાંગ્લાદેશી કરન્સી આપીને ઇન્ડિયામાં ગેરકાયદેસર પ્રવેશી હતી. મહિલા બોર્ડર પાર કરીને આવ્યા બાદ અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી. સુરતમાં પણ અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી. મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પૂરાવા બનાવ્યા હતાં. મહિલા વિરુદ્ધમાં મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

15/11/2024

PM મોદીજીના “કેચ ધ રેન” અભિયાનને જન આંદોલનમાં રૂપાંતરિત કરવાની પહેલ, સાકેત ગ્રુપે શરૂ કર્યું

15/11/2024

દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટિયનો સુરતમાં ગરમ કપડા વેંચવા આવી ગયા,અડાજણ ખાતે માર્કેટ શરૂ

15/11/2024

અડાજણ ખાતે નિર્મલ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનુ ૧૭/૧૧/૨૦૨૪ ના રોજ સી.આર. પાટીલના હસ્તે કરાશે ઉદઘાટન

સુરતની અડાજણ પોલીસની કામગીરી શંકાસ્પદ Follow મેડિકલ રિપોર્ટ આવવા પહેલા જ ગાયવાલાને પોલીસ સ્ટેશનથી જામીન આપી દીધી હોવાની ...
15/11/2024

સુરતની અડાજણ પોલીસની કામગીરી શંકાસ્પદ
Follow

મેડિકલ રિપોર્ટ આવવા પહેલા જ ગાયવાલાને પોલીસ સ્ટેશનથી જામીન આપી દીધી હોવાની વાત..દારુ પીવાની લટ્ટ ધરાવતો અઠવા ઝોનનો આસી. ઇજનેર નીલાંગ ગાયવાળા વિરૂદ્ધ હિટ એન્ડ રન નો ગુનો નોંધાયો.અડાજણ વિસ્તારના ભૂમિ કોમ્પલેક્ષ નજીક પીધેલી હાલતમાં બેફામ ગાડી હંકારી ત્રણ ગાડીઓને નુકશાન પહોચાડયું..!નિલાંગ ગાયવાળા વિરૂદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રન અને દારુ પીવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ..આસી ઇજનેર માંથી ડે ઇજનેર તરીકેનું પ્રમોશન આવતા અઠવાડિયે બઢતી મળવાની હતી. જો કે ગુનો નોંધાયા બાદ મ્યુનિસિપાલિટી કમિશનર આસી ઇજનેર નીલાંગ ગાયવાળા વિરૂદ્ધ કાર્યવાહી સસ્પેન્ડ કરે છે કે તે જોવું રહ્યું..!!
વધુ માહિતી માટે અત્યારે જ ફોન કરો 9510070839 / 9227986875
Join Whatsapp Group For Daily Updates! (Link In Bio) 9227986875 & 9510070839
https://wa.me/+919510070839
દરરોજ સુરતને લગતી માહિતી મેળવો.

Address

CHANNEL EYE WITNESS, 2ND FLORR, SANKALP SHOPING COMPLEX, BHATAR, SURAT
Surat
395017

Alerts

Be the first to know and let us send you an email when Channel Eye Witness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Channel Eye Witness:

Videos

Share

Nearby media companies


Other Media/News Companies in Surat

Show All