Samasya Nivarana Manch

Samasya Nivarana Manch સમસ્યા સિદ્ધપુરની....

સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 9 માં આવેલ ગંગાપુરાથી નવાવાસ જવાના રોડ ઉપર પારાવાર ગંદકીના લીધે આજુબાજુ રહેનારા લોકોની હાલ...
12/03/2024

સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 9 માં આવેલ ગંગાપુરાથી નવાવાસ જવાના રોડ ઉપર પારાવાર ગંદકીના લીધે આજુબાજુ રહેનારા લોકોની હાલત કફોડી બની રહી છે પણ અફસોસ સફાઈ માટે લાખો રૂપિયા સ્વાહા કરનારી નગરપાલિકાને વારંવાર લેખિત, મૌખિક રજુઆત છતાં પણ પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી..

સિદ્ધપુર રુદ્ર મહાલયનો એક પિલ્લર
01/03/2024

સિદ્ધપુર રુદ્ર મહાલયનો એક પિલ્લર

સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાં ભરાતાં લોકમેળામાં નગરપાલિકા સિદ્ધપુર દ્વારા ટેન્ડર કરીને ચકડોળ લગાવવા માટે ઇજારો આપ્યો હતો....
03/12/2023

સિદ્ધપુર સરસ્વતી નદીના પટમાં ભરાતાં લોકમેળામાં નગરપાલિકા સિદ્ધપુર દ્વારા ટેન્ડર કરીને ચકડોળ લગાવવા માટે ઇજારો આપ્યો હતો. આજે અમને જાણવા મળ્યું કે મેળામાં જે ચકડોળ છે જેની ટીકીટ70 રૂપિયા જેટલી છે એ દરેક ટીકીટ ઉપર મામલતદારશ્રી નો સિક્કો અનિવાર્ય છે. જેના લીધે આજે મેળામાં જતાં અમે આ ટિકિટોની ચકાસણી કરી તો એકપણ ટીકીટ ઉપર સિક્કો જોવા મળ્યો ન હતો જેની પૂછપરછ કરી તો કહેવાતા મેનેજર દ્વારા જવાબ મળ્યો કે બધાને મોટા મોટા હપ્તા આપીએ છીએ તો અમારે ખર્ચ ક્યાંથી કાઢવાનો ??
બોલો આ ઉડાઉ જવાબ સરકારી તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન આપી રહ્યો છે. વધુ આશ્ચર્ય તો એ થાય છે કે આ વેચાણ થઈ રહેલી ટિકિટોની ખરાઈ માટે કોઈ અધિકારી હાજર કેમ ન હતા ??
શુ આ જાણી જોઈને ટેક્સ ચોરી કરવા દેવામાં આવે છે ??
એકબાજુ સિદ્ધપુર નગરના આર્થિક કમજોર લોકો પાસેથી 70 રૂપિયા જેવી માતબર રકમની ટિકિટો ખરીદી કરાવી નગરપાલિકા પણ પોતાની જવાબદારી માંથી છટકી રહી છે.
આર્થિક સક્ષમ,લાગવગ વાળા અને ચૂંટાયેલા સદસ્યોને મફત પાસ આપી બીજા લોકોને લૂંટવાના ?? આ વ્યવસ્થા લોક મેળામાં જોવા મળી..
અફસોસ સાથે લખવું પડે કે સિદ્ધપુર નગરપાલિકાએ આ સંસ્કૃતિ સાથે જોડાયેલ કારતકના લોકમેળો માત્ર આવક અને કૌભાંડ કરવા માટેનો અવસર બનાવી દેવામાં આવ્યો છે.
હવે જોઈએ કે આ નકલી ટિકિટો બાબતે સરકારી વિભાગ કોને જવાબદાર ઠેરવે છે ??
-સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર
મો.9904924365
#કૌભાંડ #ભ્રષ્ટાચાર #મેળો #લોકમેળો

16/11/2023

દિવાળીના મહાપર્વ સમયે જ સિદ્ધપુરના મુખ્ય બજારમાં આવી હાલત છે..
ચૂંટાયેલા સદસ્યો એ સિદ્ધપુર ઇ હાલત શરમજનક કરી નાખી છે...

01/11/2023

સિદ્ધપુર દેથલી ખાતે આવેલ સરકારી ડેન્ટલ કોલેજના દિન ધર્મેન્દ્ર શાહનો ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતાં પકડાયા તો પાછળ કૂતરું પડ્યું હોય તેમ ભાગ્યા...
ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ ને સુવિધાઓ કરતા દુવિધા વધુ આપનાર ડિન છે આ..

21/09/2023

જુઓ સિદ્ધપુરની હાલત...
મત તો......😊😊😊

27/08/2023

સિદ્ધપુરની સમસ્યા બાબતે એડ.સંજીવનભાઈ શર્માજીનો અહેવાલ..
-સમસ્યા નિવારણ મંચ, સિદ્ધપુર
મો.9904924365
#સિદ્ધપુર

21/08/2023

એક બાજુ "પાણી બચાવો " ના સૂત્રો સિદ્ધપુરની દિવાલો ઉપર ચિતરાવી નગરપાલિકાના લાખો રૂપિયા સાફ કરવામાં આવી રહ્યાં છે જ્યારે હકીકતમાં સિદ્ધપુરના ઘણાં વિસ્તારમાં પીવાના પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે પણ તંત્ર ત્યાં ચૂપ છે.
આપ જે વિડિઓ જોઈ રહયા છો એ જગ્યાએ છેલ્લા અઠવાડિયાથી પીવાના પાણીનો બગાડ થતો હોવાની લોકો દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે પણ અફસોસ સાથે કહેવું પડે કે નગરપાલિકા તંત્ર માત્ર ઉંચી બિલ્ડીંગ બનતી હોય ત્યાં અને ગેરકાયદેસર બાંધકામ કરવા દેવાના અને પાછળથી.....
ત્યાં જ મગ્ન છે, પણ આ મહામુલું પાણી બચાવવામાં કોઈ રસ નહિ..
#સિદ્ધપુર અધોગતિના પંથે...
-સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર
મો.9904924365

18/08/2023

માતૃગયા યાત્રાધામ તરીકે વિશ્વભરમાં જાણીતું છે આપણું શહેર સિદ્ધપુર....
રાજસ્થાન તરફથી સિદ્ધપુર શહેરના આવતાં હાઈવે રોડ પરથી રાત્રે પસાર થતા આ એક ઐતિહાસિક નગરી જોવાતી પણ નથી..
આ એજ શહેર છે જ્યાંથી ઉધોગમંત્રી ચૂંટાઈ આવે છે પણ અફસોસ આ હાઇવે ઉપર મહિનાઓ થી રાત્રી લાઈટ બંધ જોવા મળે છે..
ફોટો શેશનમાં મસ્ત આગેવાનો આ વિષયમાં ચૂપ રહેવાનું પસંદ કરે છે અને પોતાની જાતને શહેરના નેતા તરીકે પ્રોજેકટ કરે છે જે સાચા અર્થમાં શરમજનક છે..
આ તંત્ર રાજ્યના ઉધોગમંત્રી ની આબરૂ પણ નિલામ કરવામાં કોઈ કસર છોડતું નથી..
#અંધકારમય નગરી બની રહી છે સિદ્ધપુર....
આ શહેરની દુર્દશા કરનારા લોકો વિરુદ્ધમાં લખવું અને બોલવું એટલે હેરાનગતિ નોતરવી બરાબર છે પણ માતાનું દૂધ લજવું એ પણ કાયરતા છે..
તમે તમારા શહેરની સચ્ચાઈ ઉજાગર કરવામાં ડર અને શરમ અનુભવો તો 100% તમારા લોહીમાં ખામી હોવી જોઈએ..
સિદ્ધપુર નગર જુઓ અને આસપાસના શહેરની હાલત જુઓ...
શરમ આવશે પણ હા જેમને આવવી જોઈએ એ લોકો તો સોશિઅલ મીડિયમાં ફોટા મૂકી મોટા નેતા બની રહ્યાં છે...
બોલો ભારત માતા કી......
*-સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર*
*મો.9904924365*

20/07/2023

સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 4 વિસ્તારમાં વેડફાતું પાણી...
લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા હતાં આવી અસુવિધા માટે...

સિદ્ધપુર નગરમાં કાકોશી ચાર રસ્તાથી તાહેરપુરા સુધી બની રહેલા બ્રિજમાં હલકું કામ થવાની ફરિયાદ સાથે વોર્ડ નંબર 6 ના સદસ્યોએ...
16/07/2023

સિદ્ધપુર નગરમાં કાકોશી ચાર રસ્તાથી તાહેરપુરા સુધી બની રહેલા બ્રિજમાં હલકું કામ થવાની ફરિયાદ સાથે વોર્ડ નંબર 6 ના સદસ્યોએ લેખિતમાં ફરિયાદ કરી..

06/06/2023
*ગઈ કાલે આપણાં સિદ્ધપુરમાં એક ક્રાંતિકારી સમયની ઝલક જોવા મળી...*સિદ્ધપુર નગરપાલિકા દ્વારા પીવાનું સ્વચ્છ પાણી દિવસો સુધી...
26/05/2023

*ગઈ કાલે આપણાં સિદ્ધપુરમાં એક ક્રાંતિકારી સમયની ઝલક જોવા મળી...*
સિદ્ધપુર નગરપાલિકા દ્વારા પીવાનું સ્વચ્છ પાણી દિવસો સુધી યોગ્યરીતે લોકો સુધી ન પહોંચાડતા ગઈ કાલે મંડી બજારથી લઈ નગરપાલિકા સુધી માતાઓ અને બહેનોએ થાળી વેલણ અને માટલ લઈ સરઘરરૂપે રેલી લઈ નગરપાલિકા સુધી આવી પહોંચ્યા...
મિત્રો આપણે સમજીએ છીએ કે કોઈપણ દુર્ગટના થઈ હોય તો કોઈ સુવિધા આપવામાં તંત્ર સમય માંગી લે પણ અહીંયા તો આવી કોઈ સમસ્યા જોવાતી નથી નગરમાં જે દુર્ગટના થઈ ત્યારબાદ નગરપાલિકા ચીફ ઓફિસર અને ચૂંટાયેલા લોકોએ કઈ નવું વિચાર્યું જ નથી માત્ર પાઈપ સફાઈ માટે જ ધ્યાન દોર્યું...
પાણીની ટાંકીથી સપ્લાય આપવાનું કેટલું જોખમી બની શકે છે એ આપણે આ ઘટના પરથી જાણ્યું પણ નગરપાલિકા દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણાયક કાર્ય કરવામાં આવ્યું નથી.
પહેલાં સરકારમાં સારું દેખાવા માટે વિનુભાઈ પટ્ટણી જેવા કર્મચારીને સસ્પેન્ડ કર્યા અને કાલે ટોળું આવ્યું એટલે વોટરવર્ક્સ કમિટીના ચેરમેન પાસેથી દબાણ પૂર્વક રાજીનામું પ્રમુખશ્રી એ લખવી લીધું..
*શુ આ રાજીનામાં થી આ સમસ્યાનો ઉકેલ આવી જશે..??*
સાથીઓ સાચું કહીએ તો આપણાં ચૂંટાયેલા લોકો માત્ર બ્લોક,સી.સી. રોડ જેવા કામો કરવામાં જ વિકાસ માને છે એનું લોકો કહે છે એક કારણ માતબર કમીશન હોઈ શકે છે.
નગરપાલિકાના અંદરના સૂત્રો દ્વારા નામ ન આપવાની શરતે શંકા વ્યક્ત કરવામાં આવી છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ કરવા માટે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટર અને કર્મચારીઓ જવાબદાર છે.
આ લોકો એમના કામ માટે અને મોટા બિલ માટે જાણી જોઈ લાઈનો તોડવી અને ગટરો ઉભરાય એવા કૃત્ય કરતા હોવા જોઈએ..
મિત્રો ઉપરોક્ત શંકા ખોટી હોય એવું લાગતું નથી...
ગઈ કાલે જે આક્રોશ સાથે નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો એ જોતાં નગર સેવકોએ સામુહિક રાજીનામાં આપી દેવા જોઈએ અને સિદ્ધપુર નગરમાં નવેસરથી ચૂંટણી યોજવી જોઈએ એવી લોકોની માંગ ઉઠી રહી છે.
લોકોની માંગ વ્યાજબી છે કારણ કે આ સવા બે વર્ષમાં એવા કોઈ કામ નથી થયા જે સેવકોને બિરદાવવા જોઈએ..
વધુ બીજી વખતમાં..
*-સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર*
*મો.9904924365*

09/05/2023

સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીમાં નગરપાલિકા દ્વારા ઠાલવાતી ગંદકી.....

મેરા સિદ્ધપુર મહાન..
26/04/2023

મેરા સિદ્ધપુર મહાન..

10/04/2023

*સિધ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલ હલકી કક્ષાના રોડની કામગીરી છુપાવવા ઢાંકપિછોડો..*
શહેરીજનોની સ્થિતિ બકરૂ કાઢતાં ઉટ પેસ્યો જેવી સજૉઈ : તંત્ર એકશન લેશે કે પછી..??

સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી બાંધકામની કામગીરી ખૂબ જ હલકી કક્ષાની થતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે તેમાંય ખાસ કરીને રોડની કામગીરી ખૂબ જ હલકી કક્ષાની થતી હોવાનું ચર્ચાય છે.
હાલમાં જ એક મહિના પહેલા દેથળી ચાર રસ્તાથી તાલુકા સેવા સદન, પ્રાંત કચેરી, ભાજપ મધ્યસ્થ કાર્યાલય, જ્યુડિશિયલ કોર્ટ થઈ બસસ્ટેશન સુધીનો રોડ ખૂબ જ હલકી કક્ષાનો બનાવવામાં આવ્યો હોવાની બુમરાણ ઉઠવા પામી છે તો આ અંગેની ફરિયાદો ઉઠતાં ગત રાત્રે રોડ ઉપર ડામરના ફુવારા મારી તેના પર કપચીનો પાવડર છાંટવામાં આવ્યો છે આમ થવાથી ડામર રોડની ઉપરની સપાટી ઉપર રહેવાથી જતા આવતા વાહનોના ટાયરમાં આ કપચી ચોંટી જાય છે. તેમજ ફોરવીલ વાહન પસાર થવાથી ડામરના છાંટા અન્ય ચાલકોને ઉડી રહ્યા છે.તેમજ ચાલતા જતા લોકોના બુટ ચંપલ મા પણ ડામરમાં ચોંટવાની સમસ્યા ઉદભવતાં લોકો ની મુશ્કેલીઓ વધી રહી છે.
આમ હલકી કક્ષાની રોડની કામગીરી છુપાવવા કરાયેલી કામગીરી ને લીધે નવી તકલીફો ઊભી થવા પામી છે અને સમગ્ર શહેરમાં આ હલકી કક્ષાની રોડની કામગીરી ની ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.ત્યારે શહેર સંગઠનના સભ્યો તેમજ નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યો પણ આ મામલે કોઈ કાર્યવાહી નહિ કરતા તેઓની સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. સરકારી કચેરીઓ તેમજ સરકારના મંત્રીના કાર્યાલય આગળ જ રોડ ના કામમાં થયેલા ભ્રષ્ટાચાર ની પોલ શહેરીજનો સમક્ષ ખુલી પડી છે ત્યારે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે શું એકશન લે છે..??

  Birthday ડૉ. બી.કે.શેઠ...  તા.8 એપ્રિલ 2023 એટલે સિદ્ધપુરના મહાન વ્યક્તિ કે જેઓનું જીવન માનવ કલ્યાણ માટે ઉપયોગી બન્યું...
08/04/2023

Birthday ડૉ. બી.કે.શેઠ...
તા.8 એપ્રિલ 2023 એટલે સિદ્ધપુરના મહાન વ્યક્તિ કે જેઓનું જીવન માનવ કલ્યાણ માટે ઉપયોગી બન્યું એવા "નેત્રવીર" ડૉ. ભગવાનદાસ કાળીદાસ શેઠનો 92મો જન્મ દિવસ... છે. સિદ્ધપુરના આ મહાન પુરુષના જન્મ દિવસ નિમિત્તે *સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર* એમને શબ્દાજંલિ આપતાં આપ સહુ સમક્ષ એમના વિશે જાણકારી રજૂ કરતા ગૌરવ અનુભવે છે.
આપણાં શહેર સિદ્ધપુરના પણ વ્યાવસાયિક રીતે પશ્ચિમ બંગાળના કલકત્તામાં સ્થાઈ થયેલા કાળીદાસ શેઠના ઘેર તા.8 એપ્રિલ 1931 ના દિવસે શેઠ ભગવાનદાસનો જન્મ થયો હતો. 40ના દાયકામાં પશ્ચિમ બંગાળએ સ્વતંત્રતા સેનાનીઓ માટેનું કેન્દ્ર બિંદુ હતું અને આ વિસ્તારમાં સેવાભાવી સંસ્થાઓનો પ્રભાવ પણ ખૂબ જ હતો જેના લીધે જ કદાચ વિદ્યાર્થીકાળમાં ભગવાનદાસે સંકલ્પ લીધેલ કે દિન દુઃખીજનોની સેવા કરવા માટે જીવન ઉપયોગમાં લાવીશ.
શેઠ ભગવાનદાસે મુંબઈમાં આવેલ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં મેડીકલનો અભ્યાસ કરી એમ.બી.બી.એસ. ની ડીગ્રી મેળવી હતી અને ડોકટરીના પ્રારંભમાં આપણાં ગુજરાતના પ્રાંતિજ ખાતે દવાખાને સેવા આપી રક્તપિત્તના દર્દીઓની સેવા કરેલ અને ત્યારબાદ વાલમ અને સિદ્ધપુરમાં ડોકટર તરીકે ખૂબ જ સુંદર સેવા આપેલ.
#સિદ્ધપુરમાં ધીમેધીમે ડૉ. બી.કે.શેઠ તરીકે ખ્યાતનામ બન્યા હતા. એક દિવસ ડૉ. શેઠના જીવનમાં એક ખૂબ જ દુઃખદ અને કરુણ પ્રસંગ બન્યો અને જાણવા મળ્યું કે આ દુઃખદ ઘટના બાદ ડૉ. ભગવાનદાસના જીવનમાં સેવાક્ષેત્રનો વળાંક આવ્યો.
ડૉ. ભગવાનદાસના યુવાન પુત્ર કે જેઓ પણ ડોકટર હતા તેઓનું એક અકસ્માતમાં મૃત્યુ થયું અને આ દુઃખદ ઘટનાથી આઘાત પામેલાં ડૉ. બી.કે.શેઠે પોતાના યુવાન પુત્રના ચક્ષુનું દાન કર્યું હતું અને સિદ્ધપુરનું આ સહુ પ્રથમ ચક્ષુદાન હતું.
આ ગોજારી ઘટના બાદ ડૉ. બી.કે.શેઠે પોતાના જીવનમાં નવો રાહ નક્કી કર્યા એ મુજબ સિદ્ધપુર નગરમાં કોઈનું પણ મૃત્યુ થાય ત્યાં ડૉ. સાહેબ ત્યાં પહોંચી જતાં અને મૃતકના સ્વજનોને સમજાવી ચક્ષુદાન મેળવી લેતાં.
ડૉ.બી.કે.શેઠની આ માનવતા માટેની અમૂલ્ય સેવાની કદર કરી સરસ્વતી મુક્તિધામ દ્વારા એમને મદદરૂપ બન્યું.
ડૉ.બી.કે.શેઠ નિયમિત સવારે છ વાગે સરસ્વતી નદી કિનારે આવેલ સ્મશાનમાં પહોંચી જાય અને ઓછામાં ઓછી બે જોડ ચક્ષુદાન મળે પછી જ સ્મશાનગૃહ છોડે અને આ એમની નિયમ 365 દિવસ જાળવતા.
1991 થી 1996 સુધીમાં 3389 ચક્ષુદાન લઈ આ મહાન વ્યક્તિએ આંધળા લોકોની ઉજાસ આપવાના ભગીરથ કાર્યમાં નિમિત્ત બન્યા હતાં.
એમના ત્રીજા પુત્રના લગ્ન સમયે સ્મશાનગૃહથી ચક્ષુદાન માટેના સમાચાર મળતા જ તેઓ પોતાના સ્કૂટર પર સવાર થઈ ચક્ષુદાન માટે ઉપડી ગયા હતાં અને ચક્ષુદાનનું કાર્ય પતાવી પોતાના પુત્રના વિવાહકાર્યમાં જોડાયા હતાં.
સિદ્ધપુર માંથી ચક્ષુદાન મેળવી તેઓ અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, કોઈમ્બતુર,દિલ્હી સહિત અન્ય રાજ્યમાં મોકલતાં હતાં. આ સેવાકીય કાર્યમાં સરકારી ખર્ચે અને વધુ આર્થિક બોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ઉપાડવામાં આવતો હતો.
આ બધી પ્રવૃત્તિઓ માંથી સમય ફાળવી દરરોજ સાંજે બિન્દુસરોવર રોડ પર રામજી મંદિર પાસે દિપક દવાખાનું ચલાવતાં અને એમાં ફી પેટે માત્ર 1 રૂપિયો લેતા જેમાં દવાઓ પણ આપતાં હતાં. એમની આ 1 રૂપિયા વાલા દવાખાનાનો લાભ જે તે સમયે મિલ કામદાર લોકોના પરિવારજનો એ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ લીધેલ અને આ મેડિકલ સેવાયજ્ઞ માટે ડૉ. શેઠ વાર્ષિક 25000 થી વધુ અંગત પોતાનો ખર્ચ કરતા હતાં.
ડૉ. શેઠ પોતે રામજી મંદિરમાં ટ્રસ્ટી પદે સારી એવી સેવા આપેલી અને રામજી મંદિરની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ ફિજયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં એમની યોગદાન ભૂલવું જોઈએ નહીં, જે ફિજીયોથેરાપી સેન્ટર આજે સિદ્ધપુર વાસીઓ માટે ઉત્તમ સાબિત થઈ રહ્યું છે.
આવા મહાપુરુષની સેવાની નોંધ લઈ રાજકોટનો પ્રતિષ્ઠિત "અશોક ગોંદીયા" એવોર્ડ એમને આપવામાં આવ્યો હતો અને બીજા એવોર્ડમાં અમદાવાદથી સંસ્કાર એવોર્ડ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,સિદ્ધપુર દ્વારા "ચક્ષુવીર એવોર્ડ" આપીને એમની સેવાકીય પ્રવૃત્તિની નોંધ લીધી હતી.
તેમના દ્વારા 5 વર્ષમાં 3389 ચક્ષુદાન મેળવી રેકોર્ડ કરેલ જેની નોંધ લિમ્કા બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી અને ડો. શેઠને પર્સનલ ઓફ ધી ઈયરનો સન્માનીય ખિતાબ આપ્યો હતો.
#સિદ્ધપુરના આર્થિક કમજોર પરિવારના હમેશાં મદદરૂપ બનેલાં સિદ્ધપુરના આ વીર સપૂત 14 ઓગષ્ટ 2010માં સ્વર્ગવાસ પામ્યા હોવાં છતાં પણ આજે લોકોના હૃદયમાં બિરાજેલા છે..
#સિદ્ધપુરની નવી પેઢીના લોકોમાં આપણાં ભૂતકાળમાં સેવાભાવી અને કર્મવિરો વિશે માહિતી પહોંચાડવા માટે સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુરનો એક પ્રયાસ છે જેમાં કોઈ ભૂલ કે ખામી હોય તો સુધારવા માટે અમને જાણ કરશો અને સિદ્ધપુરની નવી પેઢી માટે આ અમૂલ્ય વારસો વધુ સારી રીતે પ્રસરે એ માટે વધુ લોકો સુધી આ મેસેજ સેર કરવા વિનંતી..
આજે 8 એપ્રિલ એટલે આ મહાન ડૉ. ભગવાનદાસ કાળી દાસનો 92મો જન્મ દિવસ નિમિત્તે #સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર સ્મરણાંજલિ અર્પણ કરે છે અને આ લેખ આ મહાપુરુષને અર્પણ કરે છે..
#સિદ્ધપુરમાં આ ચક્ષુદાનની પ્રવૃત્તિમાં જરૂરી બરફની સેવા ડૉ. બી.કે શેઠના પરમ મિત્ર અને પ્રખ્યાત લાલુમલ લસ્સીવાલા તરફથી વિના મૂલ્યે આપવામાં આવતી હતી અને મિત્રતાં માં વચન આપેલ મુજબ લાલુમલ દાદા એ પરિવારને કહેલ મુજબ તેઓ ચક્ષુદાતા બન્યા હતાં.
(માહિતી સ્ત્રોત: સિદ્ધપુરના કર્મવિરોની સેવાસૌરભ પરિચય ગ્રંથ & વડીલો સાથેનો સંવાદ..)
-સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર
*મો.9904924365*

સિદ્ધપુરમાં ધોળે દિવસે લીલા ઝાડ કાપી લઈ જવાનો વેપલો..બધા જ પાપના ભાગીદાર બની રહ્યા છીએ આપણી આવનારી પેઢી માટે આપણે બચાવી ...
04/03/2023

સિદ્ધપુરમાં ધોળે દિવસે લીલા ઝાડ કાપી લઈ જવાનો વેપલો..
બધા જ પાપના ભાગીદાર બની રહ્યા છીએ આપણી આવનારી પેઢી માટે આપણે બચાવી શકીએ એમ છીએ તો એ માત્ર જ પ્રકૃતિ જ છે...
વૃક્ષ એ પ્રકૃતિ છે એ ભૂલ્યા છીએ 😢😢😢

22/02/2023

સિદ્ધપુરના સેવાભાવી ડૉ. મુરજમલ ટેકચંદ નિહાલાની 50મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર શ્રદ્ધાંજલિ પાઠવે છે....💐💐
ભારત પાકિસ્તાનના ભાગલાં પહેલાં જ્યારે અખંડ ભારત હતું ત્યારે સિંધ પ્રદેશમાં આવેલ હુસરી ગામ જે આજે પાકિસ્તાનમાં આવેલ છે. એ ગામમાં ટેકચંદ નિહાલાની ના ઘેર ર્ડા. મુરજમલનો જન્મ થય હતો. પિતાશ્રીનું ઘર મધ્યમ વર્ગનો જમીદાર પરિવારમાં ગણાતું પરંતુ પિતાશ્રી સિંધ પ્રદેશમાં જે આજનું પાકિસ્તાન છે ત્યાં સારી એવી જમીન ધરાવતા હતા. આમ ખેતીએ પિતાશ્રીનો મુખ્ય વ્યવસાય હતો. મુરજમલભાઈનો બાલ્યકાળ અને પ્રાથમિક માધ્યમિક શાળાનો અભ્યાસ એ સમયે ભારતનું અને વર્તમાન સમયમાં પાકિસ્તાન માં આવેલ હુસરી ગામમાં પ્રાપ્ત કરેલ. મુરજમલભાઈનો પરિવાર ખાનદાન પરિવાર ગણાય પિતા ટેકચંદભાઈ અને માતૃશ્રી પાસેથી માણસાઈના સંસ્કાર - મૂલ્યવાન ગુણો પ્રાપ્ત કરેલા. મુરજમલભાઈ નાનપણથી ધર્મપ્રેમી, સત્ય, દયા, પ્રેમ, કરૂણાના દિવ્યગુણો સંપાદન કરેલા, જે મોટા પણે તેમના સેવાકીય જીવનનું મૂલ્યવાન ભાથું બનેલ. તેઓશ્રીએ મુંબઈ શહેરમાં જઈને ર્ડાકટર નો અભ્યાસ કરેલ અને એલ.સી.પી.એલ.ની ઉપાધિ મેળવેલ.
ગાંધીજીની અહિંસક લડત થકી ભારત આઝાદ થયું. અંગ્રેજોની કુટીલ નીતિના કારણે મહંમદઅલી ઝીણાને ઉશ્કેરીને ભારતના મુસ્લીમોએ પાકિસ્તાન પ્રદેશની માગણી કરી. આમ ભારત આઝાદ થયેલ ભારત અને પાકિસ્તાન બે દેશ અસ્તિત્વમાં આવ્યા. વચ્ચે ભયાનક કત્લેઆમ થયું આજના પાકિસ્તાન પ્રદેશમાં રહેતા હિન્દુઓ, સિંધી ભાઈ - બહેનો પાકિસ્તાન પ્રદેશ છોડી ભારતમાં આવ્યા. પાકિસ્તાન છોડી જે સિંધ પ્રદેશમાંથી આવ્યા તે સિંધી તરીકે નિરાશ્રિત ભાઈઓના ઘર બાર કંઈ ભારતમાં હતાં નહીં. આ સમય કોંગ્રેસના સેવાદળના ભાઈઓએ આ નિરાશ્રિતોને આશ્રય આપવાની જવાબદારી સોપાઈ.
*મુરજમલભાઈ ના પરિવાર સાથે ઘણા સિંધી ભાઈ બહેનોએ સિદ્ધપુર નગરમાં આવી વસાહતમાં વસવાટ શરૂ કર્યો.* આ સમયે મુરજમલભાઈએ ડોક્ટરી ઉપાધિ મેળવેલી હતી.
ડૉ.મુરજમલભાઈએ સિદ્ધપુર નગરમાં મંડી બજારમાં જયા આજે લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલય છે ત્યાં નીચે ભાડે મકાન રાખી દવાખાનું શરૂ કર્યું. મુરજમલભાઈનો મૃદુમાયાળુ સ્વભાવ જનસેવા એજ પ્રભુસેવા એમનો જીવન મંત્ર હતો. સામાન્ય ફી લઈ ડૉ. મુરજમલભાઈ દર્દીની સારવાર કરતા. ગરીબ દર્દીઓની ક્યારે ફી પણ લેતા નહીં, મુરજમલભાઈ માનતા કે દર્દીએ એમના માટે ભગવાન છે, ર્ડા. મુરજમલભાઈની સેવાકીય ભાવના થકી સિદ્ધપુર નગરના માનીતા સેવાભાવી ડૉ. બન્યા મુરજમલભાઈનું દવાખાનું એ દવાખાનું નહીં પણ દુવા અર્પતું દવાખાનું બન્યું. ગરીબ ધનવાન સૌ ર્ડા. મુરજમલભાઈ સાહેબની દવા લેતા. દર્દીનું અધું દુઃખ તો મુરજમલભાઈ સાહેબના પ્રેમાળ સ્વભાવ થકી ઓછું થઈ જતું તેમના માટે સામાન્ય ફી લઈ દર્દીઓની સેવા એજ પૂજા બની ગઈ. ડૉ.મુરજમલભાઈ સાહેબઆમતો રાજકારણથી પર રહેનાર મહામાનવ હતા. કિન્તુ લોકોના આગ્રહથી નગરપાલિકા ના સભ્ય તરીકે તેઓશ્રીએ અપેલ સેવા અવિસ્મરણીય બની રહેશે.
નગરપાલિકાની હોસ્પિટલમાં ચેરમેન સ્થાને રહી સિદ્ધપુર નગરજનો માટે પ્રાથમિક તબીબી સારવાર રાહત દરે તેમના નૈતૃત્વ નીચે આપવામાં આવતી. સિંધી સમાજના પ્રમુખ સ્થાને બિનહરીફ રહી સમાજના વિકાસ માટે તેઓશ્રીએ અથાગ પુરૂષાર્થ કરેલ છે. નગરમાં સર્વ જનો સાથે સિંધી ભાઈઓ વચ્ચે સંપ જળવાઈ રહે તે માટે તેઓશ્રી સાંકળરૂપ બનેલા, ડાં, મુરજમલભાઈ સાહેબનું વ્યક્તિત્વ જ એવું કે ગમેતેવા જટિલ પ્રશ્નો ને તેઓશ્રી હળવાશથી સમાધાન કરાવી શકતા. સમગ્ર સિંધી સમાજમાં ગુજરાત રાજ્યમાં તેઓશ્રી લોકપ્રિય બની ગયા. ભલે સિંધ પ્રદેશ થી મુરજમલ સાહેબનો પરિવાર સિદ્ધપુરમાં આવેલા પણ આ વિસ્તારના લોક લાડીલા સેવાભાવી ડાંક્ટર તરીકેની લોકપ્રિયતા સંપાદન કરી ધન્ય જીવન જીવી ગયા છે.
સિંધી સમાજના અગ્રણી વેપારી કનુભાઈ શિવનાનીએ ડૉ. મુરજમલ નિહાલાનીની દવા લેવા સમયના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે ડૉ. મુરજમલ સિંધી સમાજમાં મોભાદાર હતા સાથે સાથે અન્ય સર્વ સમાજમાં પણ ખૂબ જ આદરપાત્ર બનેલા હતા અને ગરીબો માટે સાચા અર્થમાં ભગવાન સમાન ડોકટર હતાં.
સિદ્ધપુરમાં ખૂબ જ લોકપ્રિય અને લોક લાડીલા બનેલા ડૉ. મુરજમલ નિહાલાની સાહેબ 50 વર્ષ પહેલાં બરાબર આજના દિવસે એટલે કે તા. 22/02/1973 ના રોજ સ્વર્ગવાસી થયા હતા.
(માહિતી સ્ત્રોત:સિદ્ધપુરના કર્મવીરો પુસ્તક & વૃદ્ધ લોકો સાથેનો સંવાદ...)
-સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર
મો.9904924365

Address

Sidhpur
384151

Telephone

+919904924365

Website

Alerts

Be the first to know and let us send you an email when Samasya Nivarana Manch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samasya Nivarana Manch:

Videos

Share

Nearby media companies


Other Sidhpur media companies

Show All