Kanabar News Rajula

Kanabar News Rajula રાજુલા ના જડપી સમાચાર એટલે કાનાબાર ન્યૂઝ

મહારાણા.......મહારાણા           # શુભારંભ  #ખુશ ખબર..... ખુશ ખબર રાજુલા થી અમદાવાદ જવા માટે ન્યુ બ્રાન્ડ મહારાજા ટ્રાવેલ...
15/01/2025

મહારાણા.......મહારાણા

# શુભારંભ #

ખુશ ખબર..... ખુશ ખબર

રાજુલા થી અમદાવાદ જવા માટે ન્યુ બ્રાન્ડ મહારાજા ટ્રાવેલ્સ રાજુલા થી દરરોજ રાત્રે 9:30 કલાકે ઉપડશે બુકિંગ સ્થળ પારસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજુલા સીટી
આશિષભાઈ વી ગોંડલીયા
મો..9924413744
9998484576

પાર્સલ સુવિધા ઉપલબ્ધ

*રાજુલા માં દુકાન વેચવાની છે ( ચાલુ ભાડા વળી )**રાજુલા મામલતદાર ઓફિસ ના ગેટ ની એકદમ સામે તથા નવી કોર્ટ ની બાજુમાં ( ચાલુ...
15/01/2025

*રાજુલા માં દુકાન વેચવાની છે ( ચાલુ ભાડા વળી )*

*રાજુલા મામલતદાર ઓફિસ ના ગેટ ની એકદમ સામે તથા નવી કોર્ટ ની બાજુમાં ( ચાલુ ભાડા સાથે ) મોકાની ઓફિસ દુકાન વેચવાની છે .*

*નવું બાંધકામ*
*100% ટાઈટલ ક્લિયર*
*પ્રોપર્ટી કાર્ડ*
*વીજ કનેક્શન લાઈટ ફિટીગ*
*૧૦૦ % લોન થઈ જશે*

સરનામું : નવી કોર્ટ તથા મામલતદાર ઓફિસના મેઇન રોડ ની સામે

રૂબરૂ મુલાકાત કરવી.
મો.8000033325
મો.9081585812
કિંમત ફકત 10.50 લાખ

રામ ખુમાણ... હાલ સોશિયલ મીડિયામાં આ વ્યક્તિને કોણ ન ઓળખે  રાજુલા આવે એટલે અચૂક અમારી મુલાકાત લેવાની સુખમાં સુખી અને દુઃખ...
15/01/2025

રામ ખુમાણ... હાલ સોશિયલ મીડિયામાં આ વ્યક્તિને કોણ ન ઓળખે
રાજુલા આવે એટલે અચૂક અમારી મુલાકાત લેવાની સુખમાં સુખી અને દુઃખમાં લોકોને હિંમત આપનાર એવા અમારા જાબાજ મિત્ર રામ ખુમાણ નો આજે જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા સિવાય ઘણું લખી શકાય એટલું છે પરંતુ આ શૂન્ય માંથી સર્જન કરીને અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા આ ઉત્સાહી જાબાજ અને પરિશ્રમમાં પાછા ન પડે તેવા મારા મિત્રને કાનાબાર ન્યૂઝ ચેનલ પરિવાર જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

રાજુલા માં યોજાશે કેમ્પ
13/01/2025

રાજુલા માં યોજાશે કેમ્પ

ચટાકેદાર ઊંધિયું રાજુલા પ્રેસિડેન્ટ હોટલમાં
13/01/2025

ચટાકેદાર ઊંધિયું રાજુલા પ્રેસિડેન્ટ હોટલમાં

*શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી*__________________________*સાવરકુંડલાના દેવળા ગેઈટ ખાતે 1100 દીવા પ્...
12/01/2025

*શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી*
__________________________*સાવરકુંડલાના દેવળા ગેઈટ ખાતે 1100 દીવા પ્રગટાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી*
સાવરકુંડલામાં શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની વર્ષગાંઠની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. શનિવાર, 11 જાન્યુઆરી 2025ના રોજ રાત્રે 9:30 કલાકે, શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા દેવળા ગેઈટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કબીર ટેકરીના નારાયણદાસ સાહેબના આશીર્વાદ થી, 1100 દીવા પ્રગટાવીને ભવ્ય દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા -લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા મુખ્ય ઉપસ્થિતિ તેમજ સાવરકુંડલા નગરવાસીઓ ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હિરેનભાઈ વેકરીયા, રસિકભાઈ વેકરીયા અને VHRO પરિવાર સાવરકુંડલા આ કાર્યક્રમના મુખ્ય યજમાન હતા.
શ્રી કૃષ્ણ જન્મ સમિતિ સાવરકુંડલા દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજાયો હતો. સમિતિ દ્વારા અગાઉ પણ આવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ જન્મ સમિતિન સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ દ્વારા ભગવાન શ્રી રામના ગુણગાન ગાવામાં આવ્યા હતા અને ભક્તોએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા.

રાજુલા ના જાપોદર ગામ નજીક ટ્રક પલ્ટી મારતાં જાપોદર ગામનો વીજળી પુરવઠો ખોરવાયો રાજુલા સાવરકુંડલા હાઇવે પર જાપોદર ગામ નજીક...
09/01/2025

રાજુલા ના જાપોદર ગામ નજીક ટ્રક પલ્ટી મારતાં જાપોદર ગામનો વીજળી પુરવઠો ખોરવાયો

રાજુલા સાવરકુંડલા હાઇવે પર જાપોદર ગામ નજીક રાત્રિના દસ કલાક આસપાસ એક સિમેન્ટ ભરેલ ટ્રક રાજકોટ જઈ રહેલ હતો ત્યારે અચાનક
જાપોદર ગામ નજીક આ ટ્રકના ડ્રાઈવરે ટ્રક પર કાબુ ગુમાવતા આ ટ્રક પલટી પલ્ટી મારી જવા પામેલ ત્યારે ઘટનાની જાણ થતા આ રોડ પર લોકોના ટોળેટોળા એકત્રિત થયેલા ત્યારે ઘટનાની જાણ જાપોદર ગામના સરપંચ મનુભાઈ ધાખડાને થતા મનુભાઈ ધાખડા સ્થળ પર દોડી આવેલા અને આ રોડ પર આ ટ્રક પલટી મારતા વિજળી ના તાર ઝાડ સાથે અથડાતાં વીજળીના તારો તૂટી જવા પામેલા ત્યારે જાપોદર ગામનો વીજળી પુરવઠો વિજળી 14 કલાક સુધી કલાક બંધ રહ્યો હતો જોકે આ અકસ્માતમાં નાની મોટી ઈજા સીવાય કોઈ જાનહાનિ થવા પામેલ નથી ત્યારે સરપંચે રાજુલા પી.જી.વી.સી.એલ કચેરીને જાણ કરતા તેમની ટીમ દ્વારા સતત 14 કલાકની ભારે જહેમત બાદ ફરીથી આ વિસ્તારનો વીજળી પુરવઠો કાર્યરત થવા પામેલ છે

રાજુલા અંબાજી મંદિરે અંબાજી માતાનું પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે રાજુલા શહેરમાં આવેલ ગર્લ્સ હાઇસ્કુલ નજીક અંબાજી માતાજીના મંદ...
09/01/2025

રાજુલા અંબાજી મંદિરે અંબાજી માતાનું પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

રાજુલા શહેરમાં આવેલ ગર્લ્સ હાઇસ્કુલ નજીક અંબાજી માતાજીના મંદિરનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે ત્યારે આ દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રાગટ્ય દિવસે દર્શન અભિષેક ના દર્શન નું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ પ્રસંગે આ મંદિરના પૂજારી કનુબાપુ ગોંડલીયા એ ધર્મપ્રેમી જનતાને આ દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ છે સ્થળ અંબાજી મંદિર પાણીની ટાંકી પાસે સ્કૂલ રોડ રાજુલા સીટી

રાજુલા શહેરમાં દાંતની સારવાર માટેનો મફત નિદાન કેમ્પનું ભવ્ય આયોજન રાજુલા શહેરમાં દાંતની સારવાર તેમજ વાંકાચુકા તથા આગળના ...
09/01/2025

રાજુલા શહેરમાં દાંતની સારવાર માટેનો મફત નિદાન કેમ્પનું ભવ્ય આયોજન

રાજુલા શહેરમાં દાંતની સારવાર તેમજ વાંકાચુકા તથા આગળના પડતા દાંતની સારવાર માટે અમદાવાદના નિષ્ણાંત ડોક્ટર રાહુલ મુછડીયા રાજુલા શહેરમાં એક દિવસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ તારીખ ૧૧.૦૧.૨૦૨૫ ને શનિવારના રોજ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કેમ્પનું સ્થળ મુછડીયા સર્જીકલ હોસ્પિટલ ગાયત્રી મંદિર રોડ જાફરાબાદ રોડ રાજુલા સીટી ખાતે રાખવામાં આવેલ છે જેનો સમય સવારના ૧૦ થી સાંજના સાત સુધી રાખવામાં આવેલ છે જે કોઈ વ્યક્તિઓને આ કેમ્પમાં લાભ લેવા માંગતા હોય તેમણે નીચે આપેલા નંબર ઉપર પોતાનો કેસ લખાવો મો..8140222378 અને 9408898373 માં ફોન કરી અને કેસ લખાવો દર્દીઓ ને સમયસર અને વધુ સુવિધા મળે તે માટે કેસ લખાવો ફરજિયાત છે

છતડીયા ગામના પુર્વ સરપંચ અને કાઠી સમાજ ના અગ્રણી સ્વ માણસીયાભાઈ ડાભીયા ના નિધનથી દુ:ખ ની લીગણી અનુભવુ છુ... છતડીયા ગામને...
08/01/2025

છતડીયા ગામના પુર્વ સરપંચ અને કાઠી સમાજ ના અગ્રણી સ્વ માણસીયાભાઈ ડાભીયા ના નિધનથી દુ:ખ ની લીગણી અનુભવુ છુ... છતડીયા ગામને હંમેશા આપની ખોટ રહેશે ભગવાન શ્યામ સુંદર આપના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાથના ।। ।।

🙏      બેસણું         🙏સ્વ. ભાવનાબેન કીર્તિકુમાર તલાટી રાજુલા વાળા કીર્તિભાઈ ચીમનભાઈ તલાટી ના ધર્મપત્ની તેમજ કૃપા અને કુ...
08/01/2025

🙏 બેસણું 🙏
સ્વ. ભાવનાબેન કીર્તિકુમાર તલાટી રાજુલા વાળા કીર્તિભાઈ ચીમનભાઈ તલાટી ના ધર્મપત્ની તેમજ કૃપા અને કુલદીપ ના મમ્મી અને ભરત ચીમનભાઈ તલાટી ના ભાભી તેમજ બારપટોળી વાળા હાલ નાલા સોપારા વ્રજલાલ નંદલાલ તારાપરા ના પુત્રી તેમજ રસિકભાઈ વ્રજલાલ તારાપરા ના બહેન તારીખ 4-1-2025 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેમનું બેસણું તારીખ 9-1-2025 ના રોજ રાખેલ છે. 🙏સમય બપોર ના 3:30 થી 5:30
સ્થળ. મન મંદીર રેસિડેન્ટ નંબર 1. છતડિયાં રોડ રાજુલા રાખેલ છે મો. કીર્તિભાઈ 9898727576. રસિકભાઈ 9924975476 ભરત. 9879668261

પ્રેસનોટ                                                                                          તા.૦૮/૦૧/૨૦૨૫બનાસકાંઠા...
08/01/2025

પ્રેસનોટ
તા.૦૮/૦૧/૨૦૨૫
બનાસકાંઠા જીલ્લાના દીયોદર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા આઠેક માસથી નાસતા ફરતા અને બી.એેન.એસ.એસ. કલમ ૭૨ મુજબ ના વોરંટ ના આરોપીને શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ પોલીસ ટીમ

મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પડવા સુચના આપેલ હોય, તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓ તરફથી મીલકત સંબધી ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય જેને શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી કરવા સુચન આપેલ હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ નાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી વી. એમ. કોલાદરા સાહેબ નાઓની રાહબારી હેઠળ રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડની ચોક્કસ બાતમી આધારે બનાસકાંઠા જીલ્લાના દીયોદર પો.સ્ટે.ના ફ.ગુ.ર.નં. ૧૧૧૯૫૦૧૭૨૪૦૩૧૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને એડી.ચીફ.જયુ.મેજી.સા. ની કોર્ટ, દીયોદરનુ બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબ નુ વોરંટ ઇશ્યુ કરેલ હોય જેથી મજકુર ઇસમ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા છેલ્લા આઠેક મહિનાથી નાસતા ફરતાં આરોપીને રાજુલા પોલીસ સ્ટેશનના રાજુલા ટાઉન માથી ચોકકસ બાતમી આધારે આરોપીને શોધી કાઢી બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ કાર્યવાહી કરી દીયોદર પોલીસ સ્ટેશન જી.બનાસકાઠા પો.સ્ટે.ને સોપી આપવા તજવીજ કરેલ છે

( વોન્ટેડ પકડાયેલ આરોપીની વિગત-
પ્રતાપભાઇ ઉર્ફે બાવલો પુનાભાઇ સોલંકી ઉ.વ.૨૦ ધંધો.રાજુલા, તત્વજયોતી તા.રાજુલા જી.અમરેલી

(કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી વી.એમ.કોલાદરા સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના અના.એ.એસ.આઇ મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. હરેશભાઇ ભાયાભાઈ વાળા તથા હેડ કોન્સ. મનુભાઇ રામભાઇ માંગાણી તથા હેડ કોન્સ. હરેશભાઇ નાનજીભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ બારૈયા તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ વરૂ તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. પરેશભાઇ મનુભાઇ દાફડા વિ. પોલીસ સ્ટાફ દ્રારા દ્વારા કરવામાં આવેલ છે.

08/01/2025

જય મહાદેવ

આ રાજુલા શહેરમાં હોસ્પિટલ લાયક મોટી વિશાળ જગ્યા કશ માં ફાયદાથી આપવાની છે
ડોક્ટર દવાખાના હોસ્પિટલ એરિયામાં ટોપ લોકેશન દવાખાના ઓપીડી ઓપરેશન રૂમ લેબોટરી નર્સિંગ રૂમ મેડિકલ વિઝીટર ડોક્ટર ચેમ્બર જેવી સુવિધાઓ કરી શકાય તેમ જ દરેક મોટા બિઝનેસ રેડીમેડ કપડા ઇમિટેશન જ્વેલરી શોરૂમ ટોબેકો લોખંડ હાર્ડવેર ફૂડ પાર્લર એજન્સી શોપિંગ મોલ માટે ચાર મોટા ગાળા ડબલ હાઇટ જવાહર રોડ ટચ સ્વામિનારાયણ માર્ગ બંને રોડ સાઈડની એન્ટ્રી છે પૂછપરછ આવકાર્ય તુરત મળો મો..6353199168

07/01/2025

દોરા વિટવા માટે નો ચરખો
દોરા વિટવા માટે નો એક ચરખો વેચવા નો છે રસ ઘરાવતી વ્યકિત ઓ એ નીચે આપેલા નંબર માં સંપર્ક કરવો ચરખો રાજુલા માં જોવા મળશે કોઈ ને જોવો હોય તો સંપર્ક કરવો
મોબાઇલ નંબર 9824031798

Address

Rajula

Alerts

Be the first to know and let us send you an email when Kanabar News Rajula posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kanabar News Rajula:

Videos

Share