Our Rajkot

Our Rajkot This page is all about to update rajkotians regarding all news, events ,food etc

આજે ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અન...
06/06/2022

આજે ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે..

રાજકોટની ચૌધરી હાઇસ્કુલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. અંગ્રેજીમાં ૩૫ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો.

કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી. મહિનાનો પગાર માત્ર 2500 રૂપિયા. આ નોકરી દરમ્યાન જ આ છોકરાને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે. આ છોકરાએ એમના પિતાજીને આ બાબતે વાત કરી.

પિતાજીએ આ દીકરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી. 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને એ છોકરો કલેકટર બનવાની તૈયારીમાં લાગી ગયો. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.

2012ના વર્ષમાં આ એમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા. આ વિદ્યાર્થીનું નામ છે, તુષાર સુમેરા અને અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુમેરા સાહેબે ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.

વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.

Story via :-

ધોરણ 10નું પરિણામ જાહેર..ધોરણ 10નું કુલ 65.18% પરિણામ જાહેર..સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 પરિણામ, જ્યારે...
06/06/2022

ધોરણ 10નું પરિણામ જાહેર..

ધોરણ 10નું કુલ 65.18% પરિણામ જાહેર..

સમગ્ર રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 પરિણામ, જ્યારે પાટણ જિલ્લાનું 54.29 સાથે સૌથી ઓછું પરિણામ..

સમગ્ર રાજ્યમાં રાજકોટના રુપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ , 94.80 ટકા પરિણામ..

રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ..

દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ; રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ..

294 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું..

121 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું..

ભમી રહ્યો છે માથે ગરમી કેરો કાળ ,વાવો ભાઈ વાવો માથા દીઠ બે ઝાડ !🌳🌱પર્યાવરણ પ્રેમી અને રાજકોટ શહેર તથા આજુ બાજુના વિસ્તાર...
05/06/2022

ભમી રહ્યો છે માથે ગરમી કેરો કાળ ,
વાવો ભાઈ વાવો માથા દીઠ બે ઝાડ !🌳🌱

પર્યાવરણ પ્રેમી અને રાજકોટ શહેર તથા આજુ બાજુના વિસ્તારને હરિયાળુ બનાવવા જેઓ જહેમત ઉઠાવી રહ્યા છે એ સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા અને તેમની ટીમ ખરેખર અભિનંદન ને પાત્ર છે.

રાજકોટના મોટા ભાગના રસ્તાની બાજુમાં અને ઘરે-ઘરે જઈને વૃક્ષો વાવ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે તે વૃક્ષની સમયસર માવજત પણ કરે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે આવો સૌ સંકલ્પ લઈએ. વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામનાઓ..    ...
05/06/2022

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે આવો સૌ સંકલ્પ લઈએ. વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામનાઓ..

રાજકોટમાં પિતાના પરસેવાનું પરિણામ દીકરીએ હાંસલ કરી બતાવ્યું છે. રાજકોટમાં કારખાનામાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા પિતાન...
04/06/2022

રાજકોટમાં પિતાના પરસેવાનું પરિણામ દીકરીએ હાંસલ કરી બતાવ્યું છે.
રાજકોટમાં કારખાનામાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા પિતાની પુત્રી હર્ષિતા કડીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR મેળવ્યા છે.

આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતો વિધાર્થી સ્મિત ...
04/06/2022

આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતો વિધાર્થી સ્મિત ચાંગેલા બાળપણથી જ ન્યૂરોપેથી રોગથી પીડાઇ છે. તે ચાલવામાં અને લખવામાં અસમર્થ છે. છતાં શારીરિક રીતે સશક્ત વિદ્યાર્થીઓને પછડાટ આપી છે. તેમણે આજે 99.97 PR સાથે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. આ પરિણામથી પરિવારમાં ખુશીનો કોઈ પાર નથી.

આગામી સમયમાં હુ UPSC અને GPSCની પરીક્ષા આપવાની મારી ઈચ્છા છે. હું આગળ જઈને વિકલાંગો અને દિવ્યાંગોની સેવા કરવા માંગુ છું, મારે દેશની સેવા કરવી છે.

શારીરિક ક્ષતિ હોવાથી સ્મિતે રાઈટરની મદદથી પરીક્ષા આપી હતી. તેણે કહ્યુ કે, મેં આ પરીક્ષા રાઈટર થ્રુ આપી હતી. મારા રાઈટર તેજ માંકડિયાએ નિસ્વાર્થભાવે મારે મદદ કરી, આજે અમારા બેવની મદદ ફળી છે.

ધોરણ 12 સા.પ્ર.નું પરિણામ જાહેર..રાજ્યનું ધોરણ 12 સા.પ્ર.નું 86.51 ટકા પરિણામ.મસૌથી વધુ ડાંગ જિલ્લામાં 95.41 ટકા પરિણામ....
04/06/2022

ધોરણ 12 સા.પ્ર.નું પરિણામ જાહેર..

રાજ્યનું ધોરણ 12 સા.પ્ર.નું 86.51 ટકા પરિણામ.મ

સૌથી વધુ ડાંગ જિલ્લામાં 95.41 ટકા પરિણામ..

સૌથી ઓછું વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ..

રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ..

રાજ્યમાં 1064 સ્કુલોનું 100 ટકા પરિણામ..

આવતીકાલે ૪ જૂને ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.6 જૂને ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થશે....
03/06/2022

આવતીકાલે ૪ જૂને ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે.

6 જૂને ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર થશે.

હું સક્રિય રાજકારણમાંથી ટૂંકો બ્રેક લઉં છું, આ મારો અંગત નિર્ણય :- કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી
03/06/2022

હું સક્રિય રાજકારણમાંથી ટૂંકો બ્રેક લઉં છું, આ મારો અંગત નિર્ણય :- કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી

રાજકોટની કુખ્યાત મહિલા ડ્રગ પેડલર સુધા ધામેલીયા આજે ફરી પોલીસના હાથે મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાઇ છે. રાજકોટ SOG પોલીસે મહિ...
03/06/2022

રાજકોટની કુખ્યાત મહિલા ડ્રગ પેડલર સુધા ધામેલીયા આજે ફરી પોલીસના હાથે મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપાઇ છે. રાજકોટ SOG પોલીસે મહિલા ડ્રગ પેડલર સુધા અને તેના સાગરીત અનિરૂધ્ધસિંહ વાઘેલાને 10.75 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

સુધા અગાઉ અનેક વખત ડ્રગ્સ, દારૂ, જુગાર, રાયોટિંગ, મારામારી,તેમજ NDPS ના ગુનામાં પોલીસના હાથે પકડાઇ ચુકી છે..

રાજકોટ :- મોટીટાંકી ચોક નજીક હર્ષદ ફર્નિચર માર્ટમાં લાગી આગ..ત્રણ ફાયર  બ્રિગેડની ટિમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ......
03/06/2022

રાજકોટ :- મોટીટાંકી ચોક નજીક હર્ષદ ફર્નિચર માર્ટમાં લાગી આગ..ત્રણ ફાયર બ્રિગેડની ટિમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ...

હાર્દિક પટેલે વિજય મૂર્હતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો.જનહિત માટે ભાજપમાં જોડાયો છું...
02/06/2022

હાર્દિક પટેલે વિજય મૂર્હતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો.

જનહિત માટે ભાજપમાં જોડાયો છું; ભાજપનો કાર્યકર બનીને કામ કરીશ; સમાજના હિત માટે કામ કરવાની મહત્વકાંક્ષા છે; જનહિતની ભાવના સાથે ભાજપમાં જોડાયો છું; ભાજપ સાથે લોકોની અપેક્ષા જોડાયેલી છે: હાર્દિક પટેલ

આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું પણ આંદોલન પૂર્ણ પણ સરકારે જ કર્યું છે, પ્રશ્નો માટે જનતા સરકાર સામે લડે છે: હાર્દિક પટેલ

SPL-સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન-2નો આજથી ખંઢેરી સ્ટેડિયમમાં પ્રારંભ..રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીટૂર્નામેન્ટ...
02/06/2022

SPL-સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન-2નો આજથી ખંઢેરી સ્ટેડિયમમાં પ્રારંભ..

રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી
ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવશે.

પ્રથમ મેચ સોરઠ લાયન્સ V/S ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે..

દર્શકો વિનામૂલ્યે સ્ટેડિયમ પર એન્ટ્રી મેળવી શકશે..

મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ-2 પર નિહાળી શકાશે..

સૌરવ ગાંગુલી એ BBCI અધ્યક્ષ પદેથી રાજીનામું નથી આપ્યું..હું કંઈક નવું પ્લાનિંગ કરી રહ્યો છે,લોકોની સેવા કાર્ય કરવા માંગુ...
01/06/2022

સૌરવ ગાંગુલી એ BBCI અધ્યક્ષ પદેથી રાજીનામું નથી આપ્યું..

હું કંઈક નવું પ્લાનિંગ કરી રહ્યો છે,લોકોની સેવા કાર્ય કરવા માંગુ છું :- સૌરવ ગાંગુલી

10 મિનિટ મોડા હશે તો અડધો દિવસનો પગાર કપાશે..સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોડા આવતા કર્મચારીઓનો અડધા દિવસનો પગાર કપાશે..નિયમ...
01/06/2022

10 મિનિટ મોડા હશે તો અડધો દિવસનો પગાર કપાશે..

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોડા આવતા કર્મચારીઓનો અડધા દિવસનો પગાર કપાશે..

નિયમિત સમય 10.30 કલાકે હાજર થવા પરિપત્ર બહાર પડાયો..

રાજકોટ શહેર SOG પોલિસે મનહર પ્લોટ વિસ્તારમાંથી 6.69 લાખની કિંમતના 66.90 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે યોગેશ બારભાયા નામના ...
01/06/2022

રાજકોટ શહેર SOG પોલિસે મનહર પ્લોટ વિસ્તારમાંથી 6.69 લાખની કિંમતના 66.90 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે યોગેશ બારભાયા નામના વ્યક્તિને ઝડપ્યો..

ઘોઘા-હજીરા વચ્ચેની હાલ ચાલતી રો-પેક્સ ફેરી સર્વીસમાં રૂપિયા 115 કરોડનું નવુ જહાજ સેવામાં મુકાશે જે ઘોઘાથી હજીરા માત્ર બે...
01/06/2022

ઘોઘા-હજીરા વચ્ચેની હાલ ચાલતી રો-પેક્સ ફેરી સર્વીસમાં રૂપિયા 115 કરોડનું નવુ જહાજ સેવામાં મુકાશે જે ઘોઘાથી હજીરા માત્ર બે થી અઢી કલાકમાં પહોંચાડશે.

70 ટ્રક, 700 પેસેન્જર અને 125થી વધુ ગાડીઓની પરિવહન ક્ષમતા હશે જે હાલના જહાજ કરતા બમણી છે ,આ જહાજ હાલ હજીરા ખાતે આવી ગયુ છે અને ટૂંક સમયમાં લોકોની સેવા માટે પણ કાર્યરત થશે. આ ઝડપી જહાજને કારણે જળ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને ભાવનગર સહિતના વિસ્તારોમાં વિકાસના દ્વાર પણ ખુલશે.

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે, AIIMS રાજકોટ દ્વારા મનોચિકિત્સા વિભાગ હેઠળ વ્યસનમુક્તિ સારવાર ક્લિનિકનું ઉદ્ઘાટન કરવા...
31/05/2022

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે, AIIMS રાજકોટ દ્વારા મનોચિકિત્સા વિભાગ હેઠળ વ્યસનમુક્તિ સારવાર ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
OPD :- સોમવારથી શનિવાર,સવારે 10 થી બપોરે 12

On the occasion of World-No To***co Day , AIIMS Rajkot inaugurated Addiction Treatment Clinic under Department of Psychiatry. OPD operational from Monday to Saturday, 10 am to 12 noon.


રંગીલા રાજકોટને વધુ એક નવલા નજરાણાની ભેટ કાલાવડ રોડ પર મળશે,શહેરનો હાર્દસમો વિસ્તાર કેકેવી હોલથી આગળ મોટામવા સ્મશાન અને ...
31/05/2022

રંગીલા રાજકોટને વધુ એક નવલા નજરાણાની ભેટ કાલાવડ રોડ પર મળશે,શહેરનો હાર્દસમો વિસ્તાર કેકેવી હોલથી આગળ મોટામવા સ્મશાન અને ત્યાંથી અવધ રોડ સુધી 5 કિમીના રોડને 45 મીટર પહોળો કરી સિક્સલેન બનાવવાનું આયોજન છે, જેમાં 120 મિલકત કપાતમાં આવતાં તમામ મિલકતધારકોને નોટિસ આપવામાં આવી છે. આગામી દિવસોમાં વાંધા અરજી સામે ફરી હિયરિંગ થશે. હાલ આ રોડ 30 મીટરનો છે, એને જ 15 મીટર વધુ પહોળો કરાશે.

"વિશ્વ તંબાકુ નિષેધ દિવસ"તંબાકુનું સેવન અટકાવો જીવન બચાવો.
31/05/2022

"વિશ્વ તંબાકુ નિષેધ દિવસ"

તંબાકુનું સેવન અટકાવો જીવન બચાવો.

રાજકોટ :- નાણાવટી ચોક નજીક પરમેશ્વર સોસાયટીમાં રિક્ષામાંથી મળ્યો મૃતદેહ...હત્યાની આશંકા ,પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હા...
30/05/2022

રાજકોટ :- નાણાવટી ચોક નજીક પરમેશ્વર સોસાયટીમાં રિક્ષામાંથી મળ્યો મૃતદેહ...
હત્યાની આશંકા ,પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી...

પ્રખ્યાત પંજાબી ગાયક અને રેપર સિદ્ધુ મુસે વાલાની પંજાબના માણસા જિલ્લાના જવાહરકે ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે....
29/05/2022

પ્રખ્યાત પંજાબી ગાયક અને રેપર સિદ્ધુ મુસે વાલાની પંજાબના માણસા જિલ્લાના જવાહરકે ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલા વખતે ગાયક તેની કારમાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો.

Famous Punjabi singer and rapper Sidhu Moose Wala shot dead in Jawaharke village of Mansa District in Punjab. The singer was in his car driving during the attack. Multiple bullets in the body. Two others injured as well. Gory visuals of the body. Not sharing videos. https://t.co/U8HRpAPsDF

રાજકોટમાં અમીન માર્ગ પર કેરટેકરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો..પોલીસની ટીમે CCTV ફૂટેજમાં દેખાતા આરોપીની ઓળખ મેળવવાના ચક્...
29/05/2022

રાજકોટમાં અમીન માર્ગ પર કેરટેકરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો..

પોલીસની ટીમે CCTV ફૂટેજમાં દેખાતા આરોપીની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા, હત્યારો રાજસ્થાનના ભેરાઇ ગામનો અનિલ કરમા મીણા (ઉ.વ.19) હોવાની ઓળખ થઇ હતી, અનિલ અગાઉ પ્રવીણભાઇના વડોદરાના ફાર્મહાઉસમાં ચારેક મહિના કામ કરી ચૂક્યો હતો અને દિવાળી પર રાજકોટમાં બંગલાની સાફસફાઇ માટે આવ્યો હતો.

આરોપી અનિલ મીણાએ પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયત આપી હતી કે, પ્રવીણભાઇના ફાર્મહાઉસમાંથી નોકરી છોડી પોતાના વતન જતો રહ્યો હતો, કોઇ કામધંધો નહીં હોવાથી નાણાંની જરૂરિયાત ઊભી થતાં ચોરીનો વિચાર આવ્યો હતો, રાજકોટમાં અગાઉ પ્રવીણભાઇના બંગલે સાફસફાઇ કરવા આવ્યો હતો, જેથી પ્રવીણભાઇ અને બંગલાના કેરટેકર વિષ્ણુભાઇને ઓળખતો
હતો. પ્રવીણભાઇ ઉદ્યોગપતિ હોવાથી
બંગલામાં રોકડ રકમ હશે અને રૂ. 50 હજાર જેટલી રકમ હાથ આવી જાય તો પોતાનો સમય ટૂંકો થઇ જાય તેવા ચોરીના નિર્ધાર સાથે રાજસ્થાનથી રાજકોટ આવી નિર્દોષ કેરટેકરની હત્યા કરી નાખી હતી.

રાજયના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિના સુધી લંબાવાયો..31 મે 2022 આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. એવામાં ...
29/05/2022

રાજયના DGP આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિના સુધી લંબાવાયો..

31 મે 2022 આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. એવામાં સરકારે 31 જાન્યુઆરી 2023 સુધી 8 મહિનાનું એક્સ્ટેંશન આપ્યું છે.

કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સ્ટેંશન આપવાની મંજૂરી આપી છે. IPS આશિષ ભાટિયાની 31મી જુલાઈ 2020ના રોજ રાજ્ય પોલીસ વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.  IPS આશિષ ભાટિયા 1985 બેંચના IPS અધિકારી છે.

રાજકોટમાં 4 મહિના પહેલા 42 કરોડના ખર્ચે બનેલા લક્ષ્મીનગર અંડરબ્રિજમાં મનપાનો લોગો તૂટ્યો.. રસ્તા પર પડ્યો..સદનસીબે કોઈ જ...
28/05/2022

રાજકોટમાં 4 મહિના પહેલા 42 કરોડના ખર્ચે બનેલા લક્ષ્મીનગર અંડરબ્રિજમાં મનપાનો લોગો તૂટ્યો.. રસ્તા પર પડ્યો..
સદનસીબે કોઈ જાનહાની નહિ..

આ બાજુ જામનગરમાં આયુર્વેદ , અહીંયા રાજકોટમાં મારું એઇમ્સ અને આ આટકોટમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ,એય બાપુડી વટ પડી ગય...
28/05/2022

આ બાજુ જામનગરમાં આયુર્વેદ , અહીંયા રાજકોટમાં મારું એઇમ્સ અને આ આટકોટમાં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ,એય બાપુડી વટ પડી ગયો તમારો...- PM મોદી

આટકોટમાં PM મોદીનું સંબોધન..

ગુજરાતની માટીના જ સંસ્કાર છે કે છેલ્લા 8 વર્ષમાં ભૂલથી પણ એવું કોઈ કામ નથી કર્યું કે જેના કારણે તમારે કે દેશના લોકોએ નીચું જોવું પડે..

2001 માં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી અને 1100 બેઠકો હતી. પરંતુ આજે રાજ્યમાં કુલ મળીને 30 મેડિકલ કોલેજો છે અને મેડિકલ બેઠકો 8000ને પહોંચી ગઈ છે..

એક જમાનો હતો કે ઉદ્યોગની વાત આવે તો માત્રને માત્ર વડોદરાથી વાપી નેશનલ હાઈવે પર બંને બાજુ કારખાના દેખાય..આજે તમે ગુજરાતની કોઈ પણ દિશામાં જાઓ, નાના-મોટા કારખાનાઓ ઉદ્યોગો, પ્રવૃતિ પૂરજોશમાં ચાલી રહી છે..

રાજકોટ :- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આટકોટ ખાતે નિર્માણ પામેલ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટ...
28/05/2022

રાજકોટ :- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આટકોટ ખાતે નિર્માણ પામેલ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થયું..

રંગીલા રાજકોટની ધરતી પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું આગમન..રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આ...
28/05/2022

રંગીલા રાજકોટની ધરતી પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું આગમન..
રાજકોટ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું..

આટકોટ ખાતે શ્રીમતી કે.ડી પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવા જવા રવાના..

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 15 ટ્રેનોમાં મળશે જનરલ ટિકિટ..જૂન, 2022 થી નીચેની ટ્રેનોમાં આરક્ષિત ટિકિટો સાથે અનરિઝર્વ્ડ જ...
27/05/2022

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 15 ટ્રેનોમાં મળશે જનરલ ટિકિટ..

જૂન, 2022 થી નીચેની ટ્રેનોમાં આરક્ષિત ટિકિટો સાથે અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ આપવા માટે પરવાનગી..

1. ટ્રેન નં 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર એક્સપ્રેસ
2. ટ્રેન નં. 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ
3. ટ્રેન નં. 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસ
4. ટ્રેન નં 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસ
5. ટ્રેન નં 22957 અમદાવાદ-વેરાવળ સુપરફાસ્ટ
6. ટ્રેન નં 22958 વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ
7. ટ્રેન નં 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ
8. ટ્રેન નં 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ
9. ટ્રેન નં 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ
10. ટ્રેન નં 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ
11. ટ્રેન નં 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ
12. ટ્રેન નં 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ
13. ટ્રેન નં. 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ
14. ટ્રેન નં 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ
15. ટ્રેન નં 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ

Save soil ઝુંબેશ ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવનું 29મેના  રવિવારે સમુદ્ર માર્ગે ઓમાનથી ભારતમાં જામનગરના બંદરે આગમાન થવાનું...
27/05/2022

Save soil ઝુંબેશ ચલાવતા સદગુરુ જગ્ગી વાસુદેવનું 29મેના રવિવારે સમુદ્ર માર્ગે ઓમાનથી ભારતમાં જામનગરના બંદરે આગમાન થવાનું છે.કોઈમ્બતુર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા 21 માર્ચ 2022 માટી બચાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લંડનથી શરૂ કરેલી ઝુંબેશ 29 દેશોમાં 30 હજાર કી.મી.ની બાઇક ચલાવીને આગામી 29 મે, 2022ના રવિવારે ભારતમાં સૌ પ્રથમ તેઓ સમુદ્ર માર્ગે જામનગરમાં પ્રવેશ કરશે. તેઓ રાજવી પરિવારના મહેમાન બનશે. આ માટે જામનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ સમગ્ર કાર્યક્રમને જામસાહેબના પ્રતિનિધિત્વ એકતાબા સોઢા કરી રહ્યા છે. તેઓએ પણ સેવ સોઈલ અંતર્ગત જામનગરમાં 5000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો છે..

તારીખ 29 મેના બપોરે 12:30 વાગ્યે જામનગરના નવા બેડી બંદરે આવી પહોંચશે. જ્યાં રાજવી પરિવારનું પ્રતિનિધિત્વ કરતા એકતાબા સોઢા તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ જામનગરના ધર્મગુરુઓ, રાજકીય મહાનુભાવો, આર્મી નેવી અને એરફોર્સના પ્રતિનિધિઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે.

ત્યારબાદ સદગુરુ જામસાહેબને મળવા તેમના નિવાસસ્થાને જશે જ્યાં અલગ-અલગ મુદ્દાઓ પર જામ સાહેબ શત્રુસ્લ્યસિંહજી સાથે ચર્ચા કરશે ત્યાંથી સદગુરુ પ્રતાપ વિલાસ પેલેસ માટે રવાના થશે ,પેલેસમાં લોકો ને 45  મિનિટ તેઓ સંબોધન કરશે. ઉપરાંત તેઓ પેલેસમાં રાત્રી રોકાણ કરશે અને બીજા દિવસે સવારે 9 વાગ્યે તેઓ રાજકોટ- અમદાવાદ તરફ જવા માટે  રવાના થશે..

રાજકોટના 27માં પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યો.સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપી કરાયું સ્વાગત...
26/05/2022

રાજકોટના 27માં પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યો.

સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનરનું સન્માન આપી કરાયું સ્વાગત..

પોલીસની ખરડાયેલી છબીને સુધારવા જરૂરી તમામ પગલાઓ લેવામાં આવશે : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

રાજકોટ :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 તારીખે આટકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે પાટીદાર સમાજની રૂ 50 કરોડનાં ખર્ચે બને...
26/05/2022

રાજકોટ :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 તારીખે આટકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે પાટીદાર સમાજની રૂ 50 કરોડનાં ખર્ચે બનેલી કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે.

200 બેડની હોસ્પિટલમાં રૂપિયા 14 કરોડથી વધુના આધુનિક મશીનો સહિતની એઇમ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. જેમાં દર્દીઓ માત્ર 150 રૂપિયામાં જનરલ વોર્ડમાં સારવાર લઈ શકશે. આ હોસ્પિટલમાં 3 ટાઈમ ભોજનની સગવડ આપવામાં આવશે. હાલ PMનાં આ કાર્યક્રમને લઈને જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અહીં સારવાર માટેનો ખર્ચ ખૂબ નજીવો રખાયો છે. જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે માત્ર 40થી 60 હજારમાં જ એન્જીયોપ્લાસ્ટિ કરવામાં આવશે. ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250, જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.

પ્રકૃતી પ્રેમ - લગ્ન પ્રસંગ નિમિતે પર્યાવરણ બચાવોનું સરાહનીય કાર્ય..👏 રાજકોટમાં રહેતા સોરઠીયા પરિવારના  ચી. હર્ષ હિતેશભા...
26/05/2022

પ્રકૃતી પ્રેમ - લગ્ન પ્રસંગ નિમિતે પર્યાવરણ બચાવોનું સરાહનીય કાર્ય..👏

રાજકોટમાં રહેતા સોરઠીયા પરિવારના ચી. હર્ષ હિતેશભાઈ સોરઠિયા અને ચી. દર્શિલ વિનુભાઈ સોરઠિયાના લગ્ન પ્રસંગે તેઓએ ચકલી બચાવો અભિયાન અંતર્ગત મહેમાનોને ૧૦૦૦ ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કર્યું અને આવતા ચોમાસામાં ગામડે ૧૦૦૦ દેસી કુળ ના રોપા નું વિનામૂલ્યે વિતરણ કરવાનો સંકલ્પ લીધો..

રાજકોટ : બે દિવસ પૂર્વે અમીન માર્ગ પર બંગલામાં થયેલ હત્યાનો મામલો..માલવિયા નગર પોલીસે શકમંદ વ્યક્તિના સીસીટીવી ફૂટેજ જાહ...
26/05/2022

રાજકોટ : બે દિવસ પૂર્વે અમીન માર્ગ પર બંગલામાં થયેલ હત્યાનો મામલો..

માલવિયા નગર પોલીસે શકમંદ વ્યક્તિના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા અને આ શકમંદ વ્યક્તિ વિશે માહિતી આપનારને ઇનામ આપવામાં આવશે અને તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી જાહેરાત કરી છે.


Address

Rajkot
Rajkot
360001

Telephone

+919426213525

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Our Rajkot:

Share

Nearby media companies


Other Social Media Agencies in Rajkot

Show All