Siddharth News

Siddharth News news
(1)

07/11/2024
ભાણવડના રેન્જ ઓફિસર જંગલ સફારી ના વિડીયો મુદ્દે બોલવાનો ઇનકારhttps://youtu.be/ZsFcQ5mqL9k?si=Js9tj-ZbdBYHhkyPજંગલ સફારીમ...
07/11/2024

ભાણવડના રેન્જ ઓફિસર જંગલ સફારી ના વિડીયો મુદ્દે બોલવાનો ઇનકાર
https://youtu.be/ZsFcQ5mqL9k?si=Js9tj-ZbdBYHhkyP
જંગલ સફારીમાં વિડીયો વાયરલ થયો છે તેમાં કયા કયા અધિકારી ગયા હતા

વિડીયો 3 માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો

ભાણવડના રેન્જ ઓફિસર જંગલ સફારી ના વિડીયો મુદ્દે બોલવાનો ઇનકાર #કોલ_રેકોર્ડિંગ

જંગલ સફારીમાં વિડીયો વાયરલ થયો છે તેમાં કયા કયા અધિકારી ગયા હતા https://youtu.be/9hva6KpS6c0?si=iQGFQdzd3pa4QRfzજંગલ સફા...
07/11/2024

જંગલ સફારીમાં વિડીયો વાયરલ થયો છે તેમાં કયા કયા અધિકારી ગયા હતા
https://youtu.be/9hva6KpS6c0?si=iQGFQdzd3pa4QRfz
જંગલ સફારીમાં દારૂ બને છે અને વેચાય પણ છે તે મુદ્દે તમે શું કહેશો

વિડીયો બીજા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો

જંગલ સફારીમાં વિડીયો વાયરલ થયો છે તેમાં કયા કયા અધિકારી ગયા હતા #જંગલ #સફારી

07/11/2024

*કિશોરાવસ્થામાં થતા પાન માવા સિગરેટના વ્યસનથી ભાવિપેઢીને દુર રાખવી અનિવાર્ય*

*માતા-પિતા તેમના સંતાનોના વ્યસનો પ્રત્યે જાગૃત બને તે જરૂરી:અમુક પાન-માવાની દુકાનોની અંદર બેસીને સિગરેટ ફુંકતા બાર-પંદર વર્ષના બાળકોને વ્યસનની ગંભીરતા સમજાવવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે કર્યા મહત્વના સુચનો*

પોરબંદર શહેર અને જિલ્લામાં અનેક કિશોરો જુદા-જુદા પ્રકારના વ્યસનો કરી રહ્યા હોવાનું ચોકાવનારું તારણ બહાર આવ્યું છે ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ મુદ્દે માતા-પિતા સહિત બાળકોને જાગૃત કરવા માટે સમજ કરવામાં આવી છે.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં પોરબંદર જિલ્લામાંથી સરેરાશ દરરોજ ૧૦ થી ૧૫ લોકો સારવાર માટે જાય છે અને તેમાં યુવાવસ્થાના લોકોનું પ્રમાણ વધુ છે. અને આ યુવાનોને પુછવામાં આવતા તેઓને તરૂણાવસ્થાથી જ જુદા-જુદા પ્રકારના વ્યસનો લાગ્યા હોવાનું જણાવ્યું હતુ.અને તેથી જ યુવાવસ્થા સુધી પહોંચે તે પહેલા કેન્સરનું ગંભીર પ્રમાણ વધી જતું હોય છે.
પોરબંદર શહેર અને જિલ્લામાં અસંખ્ય કિશોરો જુદા-જુદા પ્રકારના વ્યસનોના શિકાર છે અને પાનમાવાની દુકાને જઈને તમાકુ સહિત જુદા-જુદા પ્રકારના વ્યસનો કરતા જોવા મળે છે. પોરબંદર શહેરમાં તો એવું પણ જોવા મળે છે કે,અમુક દુકાનોની અંદર બેસીને કિશોરો સિગરેટ ફુંકતા હોય છે.૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુનું વેચાણ કરવામાં આવતુ નથી તેવા બોર્ડ મુકવામાં આવ્યા હોય છે,પરંતુ એ જ બોર્ડની નીચે ઊભીને કિશોરો સિગરેટ ફુંકતા હોય અથવા ફાકી ખાતા હોય તેવું જોવા મળ્યું છે.
અત્યારે રામદેવભાઈ મોઢવાડિયાએ આ મુદ્દે મહત્વની સલાહ આપતા જણાવ્યું છે કે,વ્યસનથી શારીરિક-માનસિક આર્થિક અને સામાજિક એમ તમામ પ્રકારનું નુકસાન થાય છે.જો આ વ્યસનોને ઉગતા ડામવામાં નહી આવે તો ભવિષ્યમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે માટે કિશોરોએ આવુ વ્યસન કરતા પહેલા તેનાથી થતા નુકસાન વિશે સમજ મેળવવી જોઈએ એટલું જ નહી,પરંતુ તેમના માતા-પિતાએ પણ સંતાનો આવા વ્યસનનો શિકાર છે કે કેમ?તે અંગે જાગૃત રહીને તપાસ કરવી જોઈએ અને જો તેઓના સંતાનો આવા કોઈ વ્યસનોની ચુંગાલમાં ફસાઈ ગયા હોય તો તેને સારી રીતે સમજાવીને દુર કરવા જોઈએ,એટલું જ નહી પરંતુ જો જરૂર જણાય તો સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે આવા તરૂણોને માર્ગદર્શન આપવા માટે અને તેનું કાઉન્સેલિંગ કરવા માટે પણ કામગીરી થાય છે તેથી તેનો લાભ લેવો જોઈએ.
રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,ભારતની ભાવિપેઢી વ્યસનનો શિકાર બનીને ખોખલી થતી જાય છે,તે ચિંતાજનક છે. તેથી આ મુદ્દે હવે વ્યસનનો શિકાર બની રહેલા તરૂણો અને કિશોરો ઉપરાંત તેમના માતા-પિતાએ પણ જાગૃત બનવું જરૂરી બન્યું છે અને તેમના વ્યસનો ઉપર અત્યારથી જ બ્રેક લગાવવામાં આવશે તો ભારતની ભાવિપેઢીને વધુ મજબુત બનાવી શકાશે તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતુ.

*મૂળ પોરબંદરનાં દંપતીએ આઇ.ટી અને એડવરટાઇસિંગ ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડ્યો.**“ધ અનસ્ટોપેબલ ઇન્ડિયન્સ” મેગેઝીન દ્વારા ...
07/11/2024

*મૂળ પોરબંદરનાં દંપતીએ આઇ.ટી અને એડવરટાઇસિંગ ક્ષેત્રે વિશ્વભરમાં ડંકો વગાડ્યો.*
*“ધ અનસ્ટોપેબલ ઇન્ડિયન્સ” મેગેઝીન દ્વારા આ દંપતીનું કરવામાં આવ્યું વિશિષ્ટ સન્માન.*

આપણું પોરબંદર એટલે પોરહિલું પોરબંદર. અહીંનાં લોકો ખાવા-પીવા અને હરવા ફરવાનાં શોખીન હોવાની સાથો સાથ અલગ અલગ કાર્યક્ષેત્રમાં પણ અવ્વલ છે. ટેકનોલોજી અને કલા જેવા ક્ષેત્રમાં પોરબંદર સહિતનાં સૌરાષ્ટ્રનાં લોકો ડંકો વગાડી રહ્યાં છે, ત્યારે પોરબંદરનાં આ દંપતીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ મેગેઝીન "ધ અનસ્ટોપેબલ ઇન્ડિયન્સ" દ્વારા સન્માનિત કરવામાં આવતા આ દંપતીએ ન માત્ર પોરબંદર પરંતુ સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

પોરબંદરની ભૂમિમાં જન્મેલા જય રાજેશભાઈ રૈયારેલાએ આઇ.ટી અને એડવરટાઇસિંગ ક્ષેત્રમાં આગળ વધી એક અનોખો જ પ્રવાસ શરૂ કર્યો. આજે લગભગ એક દાયકા બાદ, આ દંપતીએ “આઈલેશ ટેક્નોલોજીસ” અને “પોપકોર્ન બ્રાન્ડિંગ” જેવી આંતરરાષ્ટ્રીય સેવાઓ પુરી પાડતી કંપનીઓ દ્વારા વિશ્વભરમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એડવરટાઇસિંગ ક્ષેત્રે સફળતા મેળવી છે.

આ દંપતી તેમની કુશળતા અને ટેકનિકલ ક્ષેત્રે જુદા-જુદા પડકારોને પાર કરી અને ગુજરાતની ધરતીને ગર્વની લાગણી અપાવવાની સાથોસાથ સફળતાનાં શિખરો ઉતરોતર સર કરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ "ધ અનસ્ટોપેબલ ઇન્ડિયન્સ" મેગેઝીન દ્વારા આ દંપતીની કારકિર્દી અને વિશિષ્ટ સિદ્ધિઓ ઉપર એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો અને આ દંપતીને તેનાં કવર પેઈજ ઉપર પણ સ્થાન આપવામાં આવ્યું અને તેમની પ્રેરણાદાયક સફરની ચર્ચા કરવામાં આવી.

દેવભૂમિ દ્વારકાનાં જામ-ખંભાળિયામાં ઉછરેલ દિપાલી, જય રૈયારેલા સાથે તેનાં લગ્ન બાદ પોરબંદરની પુત્રવધૂ તરીકે પરિવારમાં પ્રવેશીને ઘરનાં દીવડા સમાન બની ગઈ. એક પુત્રવધુની ભૂમિકા સાથે તેણે બીઝનેસમાં પણ મોખરાનું સ્થાન હાંસલ કર્યું. મહિલા સશક્તિકરણનાં પ્રતિબિંબ રૂપે, પોતાની વ્યાવસાયિક સફળતાની સાથે સાથે, દિપાલી અત્યંત પ્રતિબદ્ધતા સાથે મહિલાઓને વધુમાં વધુ રોજગારીનાં અવસરો અને શ્રેષ્ઠ કોર્પોરેટ વાતાવરણ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે, જેની ખાસ નોંધ લઇ આ ખ્યાતનામ સંસ્થા દ્વારા દીપાલી રૈયારેલા ને વિશિષ્ટ *“નારી રત્ન એવોર્ડ - ૨૦૨૪”* થી પણ નવાજવામાં આવેલ છે.

"ધ અનસ્ટોપેબલ ઇન્ડિયન્સ" દ્વારા આ સન્માન ફક્ત આ દંપતી માટે જ નહીં પરંતુ પોરબંદર શહેર તથા સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ લઇ આવેલ છે, અને સમગ્ર વિશ્વનાં લોકો તેમનાં ઉપર અભિનંદન વરસાવી રહ્યા છે.

Address

Porbandar

Alerts

Be the first to know and let us send you an email when Siddharth News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Siddharth News:

Videos

Share


Other Media/News Companies in Porbandar

Show All