17/05/2017
લગ્ન ના ફોટોગ્રાફરની આપવીતી
લગ્ન મા ફોટોગ્રાફર હોવુ એ ઘણુ અઘરુ કાર્ય છે
પેહલા તો તમારે લગ્ન સ્થળ પર વાયરીગ અને ચાર્જીગ ના પોઇનટ શોધવા પડે એ મળે અને વિડિયોગ્રાફી સ્ટાર્ટ કરો ત્યા સુધી મા કોઇક ચાલતુ ચાલતુ વાયર ખેચી કાઢે.
વર-વધુ ને ભેગા કરીને ફોટૉ પાડવાનુ શરુ કરો હજુ એક કે બે પોઝ આપ્યા હોય ત્યા કોઇક કાકા આવીને બુમાબુમ ચાલુ કરી દે '' ફોટા તો આખી જીદગી પડાવાના છે હસ્ત મેળાપ નુ મુહર્ત જતુ રેહશે જલ્દી કરો ''
તમારો એસ.એલ.આર કેમેરો નાના ટાબરીયાઓ ના નેટવર્ક મા ના આવે એનુ ધ્યાન રાખવુ પડે અને તમે જયારે ફોટો પાડવા જતા હો ત્યા કોક દુરનુ સગુ પોતાનો ફોટો પડાવવા વચ્ચે ઘુસી જાય.
ગોર મહારાજ નો જરાય સપોર્ટ ના મળે એમની ઉતાવળને કારણે તમારે ઘણા પોઝ મીસ થૈઇ જાય 99% કેસ મા ગોરમહારાજ અને ફોટોગ્રાફર ને 36 નો આંકડો હોય છે.
હજુ બચારો ફોટોગ્રાફર જમવાની પ્લેટ લે ત્યા જ કોક દુરનુ સગુ આવીને બુમ પાડે જમી લીધુ હોય તો મારા ટેણીયાનો મસ્ત ફોટો પાડી આપજોને
વિદાય વખતે પણ ઘણા એટલુ રોતા હોય કે મેકઅપ વિખરાઇ જાય અને ગળે વળગી વળગી ને રોવાના કારણે કોઇનાય ફેસ દેખાય નહી .
અને પછી જો ભુલથીયે કોઇ ફોટો ખરાબ આવ્યો તો '' યાર ફોટોગ્રાફર સારો નહતો જોને કેવા ફોટા પાડ્યા છે."
સારુ છે ડુબતાને તણખલા નો સહારો એવી જ રીતે ફોટોગ્રાફર માટે ''ફોટોશોપ ''