જાહેર રજાના દિવસે પાદરા નગરપાલિકા પાણીની ટાંકીથી ત્રિકમજી મંદિર સુધી ડામરનું કામ ચાલુ હોય.
આજે પણ ત્યાં કોઈ ઇજનેર જગ્યાએ હાજર ના હોય ફક્ત કન્સલ્ટન્ટ દ્વારા ભાઈ બેઠેલા છે જુઓ આ કામગીરી કેવા પ્રકારની થઈ રહી છે.
પયગમ્બર સાહેબ વિરુદ્ધ અભદ્ર ભાષા બોલનાર વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવામાં માંગ..
મુસ્લિમ સમાજ ના લોકો જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ને રજુઆત કરવા પહોંચ્યા હતા.
તેઓ એ જણાવ્યુ કે પોલીસ ઇન્સ્પેક્ટર ને રજુઆત કરવા ગયા હતા ત્યારે તેઓ એ અરજી ન લેતા રજુઆત કરવા પહોંચેલ લોકોએ એસીપી એ.વી રાજગોરને રજુઆત કરવાની ફરજ પડી હતી.
રેમડેસીવીર ઇન્જેક્શન ના કળાબજારી કરતા બે ઈસમોની કરી ધરપકડ
પીસીબી એ ૨ અલગ અલગ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી.
રાવપુરા અને પાણીગેટ માં ટ્રેપ ગોઠવી.
એક આર્યુવેદિક ડોકટર સહિત એક પેરામેડિકલ સ્ટાફ ની અટકાયત કરવામાં આવી.
રેમડીસીવીર ઇન્જેક્શન ૭૫૦૦ થી ૯૦૦૦ માં વેંચતા હતા.
રાવપુરા પોલીસ સ્ટેશન અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ...
અટલાદરા વિસ્તારમાં કોરોના અંગેના રસીકરણ નુ આયોજન કરવામાં આવ્યુ..
જે પ્રકારે કોરોના વૈશ્વિક મહામારી એ સમગ્ર દેશ મા હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના અંગે ની રસી પણ આવી ગયેલ છે તથા 45 વર્ષ કે તે થી વધુ વયના લોકો ના રસીકરણ ની શરૂઆત કરી દેવામાં આવેલ છે.
ત્યારે શહેર ના અટલાદરા વિસ્તારમાં આવેલ વર્ધમાન કોમ્પ્લેક્સ ખાતે અટલાદરા અર્બન હેલ્થ સેન્ટર ના સ્ટાફ ના સહયોગ થી કોરોના અંગે ના રસીકરણ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમા લોકો એ મોટી સંખ્યા માં કોરોના અંગે ની રસી મુકાવી હતી.
ફ્લેટ મા મહેફિલ માણતા 5 લેડીઝ તથા 1 જેન્ટ્સ ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
પોલીસ ને સૂત્ર દ્વારા મળેલ જાણકારી તથા મળેલ ખાનગી બાતમી મુજબ શહેર ના અટલાદરા સ્થિત નારાયણ વાડી પાસે આવેલ વચનામૃત રેસિડેન્સી ના ટાવર - નં - ૦૪ ના રૂમ - નં - ૧૦૩ માં રેઇડ કરી મહેફિલ માણતા 5 લેડીઝ તથા 1 જેન્ટ્સ સહિત 6 લોકો ની જેપી રોડ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
જેપી પોલીસ સ્ટેશન ના પોલીસ સબ. ઇન્સ્પેક્ટર સહીત પોલીસ કર્મીઓ ને સાથે રાખી આ રેઇડ કરવામાં આવી હતી.
જેમાં 5 લેડીઝ તથા 1 જેન્ટ્સ સહિત કુલ 6 ની અટકાયત કરી જેપી રોડ પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાદરાની સરદાર પટેલ શાક માર્કેટ મા કોવિડ નિયમો ના ધજાગરા ઊડતા જોવા મળ્યા...
હજારો ની સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સ વિના માર્કેટ મા ઉમટ્યા...
એક બાજુ વડોદરા મા કૉરૉના એ મોત નો તાંડવ મચાવ્યો છે ત્યારે બીજી બાજુ પાદરામા કૉરૉના બેકાબૂ બનતો જાય છે ત્યારે કૉરૉના કેસોમાં સતત વધારો થય રહ્યો છે છતા પાદરા APMC મા કોવિડ નિયમોના ધજાગરા જોવા મળ્યા...
પાદરા નુ સરદાર પટેલ માર્કેટ આગાઉ કૉરૉના ની પ્રથમ લહેર મા સુપર સ્પેડર બન્યુ હતુ છતા આવી ભયાનક તસ્વીરો જોવા મળી છે....
માર્કેટ ના ગેટ પર મૂકવામાં આવેલ થર્મલ ગન અને સેનેટાઇજર માત્ર શોભાના ગાઠ્યા બન્યા , કોઈ કર્મચારી જોવા મળતા નથી...
આ બેદરકારી પાદરા માટે સર્જી શકે છે કોરોના વિસ્ફોટ...