નડિયાદ ખાતે કિન્નર સમાજના સભ્યો દ્વારા અચૂક મતદાન કરવાના શપથ લેવામાં આવ્યા
ખેડા લોકસભા મતવિસ્તારના અન્ય જાતિના તમામ મતદારોને ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા આગેવાન શ્રી શબનમકુંવરની અપીલ
શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા દ્વારા ખેડા જિલ્લા વાસીઓને લોકસભા સામાન્ય ચુંટણી-2024માં વધુમાં વધુ મતદાન કરવા અપીલ
આગામી 07 મે, 2024ના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. જેના માટે સમગ્ર રાજ્યભરમાં મતદાન જાગૃતિ કરવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં પણ વિવિધ સમુદાયો દ્વારા અવશ્ય મતદાન માટે શપથ લેવામાં આવી રહ્યા છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદ પીજ-ભાગોળ સ્થિત દાદા ગંગારામી કિન્નર અખાડાના કિન્નર સમુદાયના સભ્યો દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2024માં કોઈ પણ પ્રકારના ભેદવાવ રહિત, પ્રલોભન રહિત અન નિર્ભયતાપુર્ણ મતદાન કરવા મા
સેવાલિયા : પેટ્રોલ ભરેલી ટેન્કર પલટી ખાતા પેટ્રોલની રોડ ઉપર થઈ રેલમ છેલ
સેવાલિયા નજીકથી પસાર થતાં ઈન્દોર અમદાવાદ હાઈવે ઉપર સર્જાયો અકસ્માત
પેટ્રોલ ભરેલી ટેન્કરે નાની કાર ને ટક્કર મારી ખાધી પાલટી
પેટ્રોલ ભરેલી ટેન્કર પલટી ખાતા પેટ્રોલની રોડ ઉપર થઈ રેલમ છેલ
ટેન્કરમાં સવાર એક વ્યક્તિ ટેન્કર નીચે દબાયો
સેવાલિયા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી
પોલીસ દ્વારા ક્રેન બોલાવી ટેન્કરને ઊભું કરી દબાયેલા વ્યક્તિને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી
અકસ્માતને લઈ એક સાહેબનો ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો બંધ
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડા ગામે ચાલી રહેલી સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનના કામ દરમિયાન જમીન ધસી પડતા ચાર મજૂર દટાયા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું છે, જ્યારે ત્રણને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેડા જિલ્લાના ચૂંટણી કાર્યાલયનો નડિયાદમાં પ્રારંભ, ગોરધન ઝડફિયાએ કહ્યું- ગુજરાતની તમામ 26 બેઠકોમાં કમળ ખીલશે
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ખેડા લોકસભામાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો નડિયાદમાં પ્રારંભ થયો છે. સત્તાધારી પક્ષ ભાજપે ચૂંટણીના શ્રીગણેશ કરી દીધા છે અને આજથી રાજ્યની 26 લોકસભામાં ચૂંટણી કાર્યાલયો શરુ કરી દીધા છે જે દિવસ-રાત ધમધમશે. ત્યારે ભાજપે રાજ્યની 26 લોકસભામાં કમળ ખીલશે એટલું જ નહીં પણ દરેક લોકસભામાં 5 લાખથી વધારે લીડ સાથે જીત હાંસલ કરીશું હોવાનો દાવો પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ મીડFયા સામે કર્યો છે. વિકાસ, સારવાર અને ઈકોનોમિક્સના મુદ્દાઓ સાથે આ ચૂંટણીમાં ભાજપ ઝંપલાવશે.
નડીઆદ ડુમરાલ બજારમાં એક દુકાનદાર કચરો વાળતા વાળતા રોડ પર કાઢતો હોઇ ત્યાંથી પસાર થતા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના નજરે ચઢયો હતો. તેમણે દુકાનદારને ટકોર કરી પાલિકા મારફતે દંડ કરાવ્યો હતો. ઉપરાંત જાહેર જનતાને જો કોઈ રોડ પર કચરો ફેંકે તો તેના ફોટોગ્રાફ્સ પાલિકાને મોકલશો તો પાલિકા 500-1000 દંડ કરશે તેમ જણાવ્યું હતું..
નડિયાદ : MLA પંકજભાઈ દેસાઈએ પશ્ચિમ વિસ્તાર ના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કર્યુ
નડિયાદ પશ્ચિમ વિસ્તારના વૈશાલી ચોતરા થી વૈશાલી સિનેમા,નારણપુરાથી માંગલ્યફલેટ,ભાગ્યોદય હોટલથી સમતા પાર્ટી પ્લોટ,વસંતવિહાર સોસાયટી તરફનો રોડ,અંજલિ કોમ્પલેક્ષ થી અરિહંત સોસાયટી અને શિલ્પા ફલેટ થી પ્રાઈમ ફલેટ સુધીના રસ્તાઓનું ખાતમુહૂર્ત...
નડિયાદ : વૈશાલી ગરનાળાને ઊંડું અને પહોળુ કરવાના ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોવાથી રસ્તાનું કામ બંધ રખાયુ
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વૈશાલી ગરનાળાને ઊંડું અને પહોળુ કરવાની ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોવાના કારણે અને જે જગ્યાએ ખોદકામ કરવાનું હોય તે જગ્યાએ રોડ ના બનાવવા મુખ્યમંત્રી ની સૂચના ને ધ્યાને રાખી રોડ નું કામ બંધ કરાયુ.
અયોધ્યા , શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના શુભ અવશરે " શ્રી સંતરામ સમાધી સ્થાન " , નડિયાદ. માં ઉજવાશે............. " આનંદોત્સવ " 🚩🚩🛕
🚩 તારીખ : 22/01/2024 , સોમવાર 🚩
પોષ સુદ 12
🕉️ પ્રભાતફેરી
સમય : સવારે 6:30 થી 7:30
શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ નગર નડિયાદના જુદા જુદા વિસ્તારોમાં " શ્રી રામ જય રામ જય જય રામ " નાકીર્તન સાથે પ્રભાતફેરી ફરશે.
🕉️ શ્રી રામધુન
સમય : સવારે 8:30 થી 9:15
શ્રી સંતરામ વિદ્યાલય તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ તથા શ્રી સંતરામ ભક્તો શ્રી સંતરામ મહારાજની સમાધિ સમીપે " શ્રી રામ જય રામ જય જય રામ " ની ધૂન કરશે.
🕉️ શ્રી હનુમાન ચાલીસા ના પાઠ
સમય : સવારે 10:00 થી 11:15
સ્થળ : શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પરિસર.
શ્રી સંતરામ વિદ્યાલય , શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા શ્રી બ્રહ્મર્ષિ સંસ્કારધામના વિદ્યાર્થ
નડિયાદ : નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુમાર મેધરાજને ત્યાં ઈન્ક્મટેક્સના દરોડા
ITના દરોડા:નડિયાદ પાસે એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝના માલિકને ત્યાં ઈન્ક્મટેક્સ વિભાગના દરોડા, બેનામી આવક શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું
નડિયાદ : 'તેરા તુજકો અર્પણ' : નડિયાદ ડિવિઝન દ્વારા નાગરિકોના ખોવાયેલ, ચોરાયેલ, કબ્જે લીધેલ મુદ્દામાલને પરત સોંપવાનો ખાસ કાર્યક્રમ યોજાયો
નડિયાદ : રૂપિયા એકની ચલણી નોટો થી રામલલ્લા માટે હાર બનાવવામાં આવ્યો
અયોધ્યામાં હવે રમલલ્લા તેમના નિવાસ્થાનમાં બિરાજમાન થવાના છે જે ઉત્સવમાં સહભાગી થવા દેશભરના લોકો તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરના સંચાલકો દ્વારા રૂપિયા એકની ચલણી નોટો થી રામલલ્લા માટે હાર બનાવવામાં આવ્યો છે. જે હાર આગામી દિવસોમાં અયોધ્યા ખાતે મોકલવામાં આવશે.
નડીઆદ નજીક એકસપ્રેસ વે પર ચાલુ કારમાં આગ
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે મરિડા ચાલુ કારમાં લાગી અચાનક આગ... કાર માં સવાર બંન્ને વ્યક્તિઓનો આબાદ બચાવ...નડિયાદ ફાયર બિગ્રેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો
આરાધ્ય પ્રભુ શ્રી રામના અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરી ના રોજ ભવ્યતા થી ઉજવાની થનાર છે ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશના મંદિરો અને તીર્થસ્થાનો પર સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને સાર્થક કરવા કરવાની અપીલ કરી છે ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ રામજી મંદિર ખાતે સ્વચ્છતા કરી હતી.
નડિયાદ : ઉત્તરાયણમાં સંતરામ રોડ પર દાનની સરવાણી વહી
ઉત્તરાયણ પર્વ ને લઈ નડીઆદ સંતરામ મંદિરના વર્તમાન ગાદીપતિ મહંત રામદાસજી મહારાજ દ્વારા ભિક્ષુકો ને દાન આપવામાં આવ્યું હતું. બાદ સંતરામ રોડ પર બેસેલ ભિક્ષુકો ને નડીઆદવાસીઓ અને એન આર આઈ દ્વારા દાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું...
નડિયાદ નગરપાલિકાના કર્મચારીઓને પગાર કેમ મોડો મળે છે.? આ રહ્યું કારણ..
જ્યારે પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલે પગારના વિલંબ બાબતે જણાવ્યું કે, નગરપાલિકાના મહિને પેન્શન 1 કરોડ 25 લાખ 83 હજાર 995 ચૂકવવામાં આવે છે. અને કાયમ અને રોજગારી કર્મચારીઓને એક માસનો પગાર 1 કરોડ 13 લાખ 20 હજાર 542 ચૂકવવામાં આવે છે. આમ કુલ 2 કરોડ 39 લાખ 4 હજાર 497 ખર્ચ હોય અને એમાંથી રાજ્ય સરકાર 1 કરોડ 35 લાખ 192 ઓક્ટ્રોય પેટે આપે છે. આમ નગરપાલિકાને સ્વભંડોળમાંથી ખર્ચ થતો હોય આમ છતાં પણ દર મહિને નડિયાદ નગરપાલિકા પેન્શન અને પગાર સમયસર ચુકવી દે છે. પરંતુ ચાલુ માસે પગાર મોડો થયો હોવાનું જેમાં ચાલુ માસે ગ્રાન્ટ ગતરોજ જમા થઈ હોવાનું જણાવ્યું છે. આથી ગતરોજ મોડી સાંજે આ પગાર ચૂકવી દેવામાં આવ્યો છે.
નડિયાદ : નડિયાદીઓએ જો જાહેર જગ્યા પર ગંદકી કરતા ઝડપાય તો 500-1000 વાળી થશે
નડિયાદ શહેરમાં ઠેર ઠેર ખુલ્લા કાંસ અને અન્ય જગ્યાઓ પર ગંદકીને લઈ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં ભાગ બટાઈ થતી હોવાને કારણે યોગ્ય કાર્યવાહી નહી થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે બાદ સમગ્ર મામલે પાલિકા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં પાલિકા ચીફ ઓફિસર રૂદ્રેશ હુદળે પાલિકામાં ઓછો સ્ટાફ અને પેન્શનનો વધારે પડતો ખર્ચ હોવાનો બચાવ આગળ ધર્યો હતો. ઓછો સ્ટાફ હોવાને કારણે પાલિકાને સફાઈ કામગીરીમાં મુશ્કેલી નડી રહી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
નડિયાદ : નવરંગ બીટ્સ દ્વારા સુરક્ષા ગાર્ડ સળિયાનું વિતરણ
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ની પ્રેરણાથી "નવરંગ બીટ્સ ગ્રુપ"દ્વારા ઉતરાયણ પર્વને ધ્યાને રાખી ઘાતક દોરીથી નુકસાન ન પહોંચે તે માટે ઈપ્કોવાલા હોલ બહાર ટુ-વ્હીલર વાહન ચાલકોને વિનામૂલ્યે સુરક્ષા ગાર્ડ સળીયા નું વિતરણ...
ઠાસરા : મૂળિયાદ પાસે આવેલી મહી કેનાલમાં આણંદ જિલ્લાના બે યુવક પાણીમાં તણાયા
ઠાસરા તાલુકામાંથી પસાર થતી મહી કેનાલમાં બે યુવક તણાયા
મૂળિયાદ પાસે આવેલી મહી કેનાલમાં આણંદ જિલ્લાના બે યુવક પાણીમાં તણાયા
એક યુવકને બચાવવા જતાં બીજો યુવક પણ પાણીમાં તણાયો
આણંદ નો રેહાન ખાન પઠાણ અને સામરખા વાઘપુરાના સુનિલ પરમાર નામના યુવક પાણીમાં ખાપ્યા
સ્થાનિક મહિલા દ્વારા રેહાન પઠાણને બચાવી લેવામાં આવ્યો જ્યારે સુનિલ પરમાર ની શોધખોળ ચાલુ છે
ઘટનાની જાણ થતા ઠાસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી
નડિયાદ : બિલ્ડર ગ્રુપ નેક્સસ દ્વારા નિશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવા માં આવ્યા
સોમવારે સમી સાંજે 25 વર્ષીય યુવતી નું પતંગની દોરી થી ગળું કપાતા મૃત્યુ થયું હતું. જે ઘટના બાદ વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવા નડિયાદ માં જાણે કે જુંબેશ શરૂ થઈ છે. બુધવારના રોજ નડિયાદ ના જાણીતા બિલ્ડર ગ્રુપ નેક્સસ દ્વારા નિશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવા માં આવ્યા હતા
નડિયાદ : R&B ડિપાર્ટમેન્ટ દ્વારા નડિયાદ નગરપાલિકાના રોડ રીપેરીંગ કામ શરૂ
આજરોજ R&B ડિપાર્ટમેન્ટ દ્વારા નડિયાદ નગરપાલિકાના રોડ રીપેરીંગ કામ શરૂ કરેલ છે ત્યારે દેસાઈ સંસ્કાર કેન્દ્ર ચાર રસ્તા થી ખેતા તળાવ ઢાળ તરફ જતો રસ્તો અને કોલેજ રોડ સ્પર્શ ફ્લેટ પાસે થી સ્ટેટ બેંક સોસાયટી અને સરદાર પાર્ક ના મેઈન રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ, કાઉન્સિલર ભાવેશભાઈ ભાઇજી, શિલ્પનભાઈ, પૂ.સંગઠન પ્રમુખ હિરેનભાઈ, સંગઠન ઉપપ્રમુખ ચિરાગભાઈ, અગ્રણી શ્રી મોન્ટુભાઈ, સુશિલભાઈ, વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.