અયોધ્યા શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને કેલીફોર્નિયા ના સીલીકોન વેલી ખાતે વધાવતા શ્રી રામ ભક્તો
75 માં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડ કર્તવ્યપથ,નવી દિલ્હી ખાતે "ધોરડો"ગુજરાતની સરહદી પ્રવાસની વૈશ્વિક ઓળખ આધારિત ઝાકી રજૂ થઈ જેમાં કચ્છના લોક ગાયિકા દિવાળીબેન આહીર ના સુરીલા અવાજ ઉપર ઝાંખી જૂમી ઉઠી.
#kirtigujarati
#gujaratisamachar
#ripablikday2024
#dhordo
અયોધ્યા શ્રી રામ મંદિર ના પ્રથમ દિવસ ની આરતી ના દર્શન.
#kirtigujarati
#ayodharammandir
#rammandir
#kirtigujarati
#Jaysreeram
#bayadsamachar
#sreeramsobhayatra
બાયડ તાલુકાના વોટડા (કાવડ) ગામે પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ પટેલ તેમજ શિક્ષક ગણ સાથે રહીને શાળાના બાળકો દ્વારા વોટડા ગામમાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી.
શોભાયાત્રામાં શાળાના બાળકો વેશભૂષા વસ્ત્રો પહેરીને શ્રીરામ, શ્રી લક્ષ્મણ ,સીતાજી, શ્રી હનુમાન ,જેવા પાત્રો ભજવીને ગામમાં શોભાયાત્રા યોજવામાં આવી જેમાં ગામના નાગરિકોએ શ્રી રામની શોભાયાત્રા ને ઉત્સાહભર વધાવી તેમજ દર્શનનો લાભ લીધો.
#Kirtigujarati
#kapadavanjsachamachar
કપડવંજ થી બેટાવાડા, નીરમાલી ને જોડતો વરાંશી નદી ઉપર બનેલ પુલના પીલરમાં પોલાણ થતાં હાલ બ્રીજ બંધ કરવામાં આવ્યો છે,ત્યારે૧૯ જાન્યુઆરી એ ગાંધીનગર થી એક્સપર્ટ ટીમ તેમજ નડીયાદ RNB વિભાગ ના અધિકારીઓ ને સાથે રાખી બ્રીજ ની મુલાકાત ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા સાહેબ એ લીધી તેમજ તાત્કાલિક ધોરણે બ્રીજ નું સમારકામ કરાવા માટે
યોગ્ય સુચન કર્યા.
હાલ આ બ્રીજ બંધ છે જેની વિસ્તાર ના સર્વે નાગરીકોએ નોંધ લેવી.
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કપડવંજ જીલ્લા આયોજિત ઠાસરા તાલુકાના સાધેલી ગામે વિશ્રામપુરા વસાહત ખાતે ૯ જાન્યુઆરી ના રોજ શ્રી રામ યજ્ઞ યોજાયો, જેમાં ૪૧ વનવાસી દંપતીઓએ યજ્ઞ માં બેસી પૂજા કરી.
#kirtigujaratii
#visvhinduparishad
#bajrangdal
#sreeramyagna
ખેડા જિલ્લાના બિલોદરા ખાતે વિષ્ણુ સિહ દિપસિહ સોઢા ના આયોજન હેઠળ તારીખ 14/12/2023 ગુરૂવાર ના રોજ પાવર ઓફ ક્ષત્રિયાણા ગૃપ નું સ્નેહ મિલન તથા સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા 17 દિકરીઓ ના સામુહિક લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
જેમા પાવર ઓફ ક્ષત્રિયાણા ગૃપ ના તમામ ભાઇઓ નું સંમ્માન કરવામાં આવ્યું
મુખ્ય અતિથિ તરીકે શૌર્યધામ ફાગવેલ પ્રમુખ શ્રી ભરતસિંહ પરમાર,પાવર ઓફ ક્ષત્રિયાણા ગૃપ સામંતસિંહ પરમાર તથા ભાઈઓ, હરસિદ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરા પ્રમુખ શ્રી કલ્યાણસિંહ પુવાર મેટરકીગ બન્ના વિજયસિંહ વિહોલ,દરબારી મોરલો કિશનસિંહ પરમાર હાજર રહ્યા
સમિતિ ના હોદ્દેદારો અને કાર્યકરોની મહેનત થી સંપુર્ણ આયોજન સફળતા પુર્વક પુર્ણ થયું.
#kirti gujarati.
મહીસાગર જિલ્લામાં બે દિવસ સતત વધુ વરસાદ હોવાને કારણે નદી કાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત કરી જરૂરીયાત મંદ પશુપાલકોને ઘાસચારો પ્રબંધ કરી આપવામાં આવ્યો.
કપડવંજ તાલુકાના મોટીઝેર ગામના એકલવ્ય વિદ્યાવિહાર સ્કૂલના બાળકોને મોટીઝેર ગામમાં આવેલ સ્થિત પ્રાચીન સોમનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી.