TRIJI ANKH NEWS 25-02-2019 રેલવે પોલીસ દ્વારા સુરક્ષા અંગે લોકજાગૃતિ
બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં આર.પી.એફ અને ગુજરાત રેલવે પોલીસ દ્વારા સુરક્ષા અંગે લોકજાગૃતિ આવે તે માટે રેલવે પ્લેટફોર્મ પર કુલી, ગેંગમેન, પાર્કિંગ તેમજ ચા નાસ્તા સ્ટોલ પર વેપારીઓ સાથે બેઠક કરી સુરક્ષા અવરનેશ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આતંકી હુમલા ને લઈને સુરક્ષા સંસ્થાઓ સતર્ક થઈ છે. એવામાં ગુજરાત ને હાઇએલર્ટ કરી દેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય પાકિસ્તાનની સરહદ ને અડીને આવેલ ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત લઈને હાઇએલર્ટ છે.તેમજ આઈ બી ઇનપુટ ની જાણકારી અનુસાર રાજ્યના રેલવે સ્ટેશન આતંકવાદીઓના ટાર્ગેટ પર હોવાથી રાજયના તમામ રેલવે સ્ટેશન પર સુરક્ષા સતર્ક કરી દેવામાં આવી છે.ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં પણ આર.પી.એફ અને ગુજરાત રેલવે પોલીસ દ્વારા સુરક્ષા અંગે લોકજાગૃતિ આવે તે માટે બેઠક યોજવામાં આવી હતી. આ અંગ
TRIJI ANKH NEWS 25-02-2019 બનાસકાંઠામાં સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમ
જમીનમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે અને ચોમાસામાં વધુ પાણીનો સંગ્રહ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના આકેડી ગામેથી કેન્દ્રીય પ્રધાન હરિભાઇ ચૌધરીએ આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
TRIJI ANKH NEWS 24-02-2019 બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમસ્થાને
પ્રધાનમંત્રી કિસાન યોજનાના પ્રારંભ પ્રસંગે પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો* પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અમલીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમસ્થાને* બનાસકાંઠા જિલ્લાના ૨.૯૫ લાખ ખેડૂતોને એક વર્ષમાં ૧૭૭ કરોડ અને પાંચ વર્ષમાં ૮૮૭ કરોડ રૂપિયા ચૂકવાશે* વર્ષ-૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવા સરકાર સક્રિય અને સંકલ્પબ્ધ છે-કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી
TRIJI ANKH NEWS 24-02-2019 MAHINDRA XUV300 LONCHING SHIVAM GROUP PALANPUR
પાલનપુર ના શિવમ સેલ્સ કોર્પોરેશન ખાતે મહિન્દ્રા એક્સયુવી 300 નું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આકર્ષક લુક સાથે સુવિધા સભર આ ગાડી દરેક ગ્રાહકોને જરૂર ગમશે તેવો આશાવાદ ડિરેક્ટર મહેશભાઇ પટેલે વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે મહિન્દ્રા કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક ભારદ્વાજ તેમજ કલસ્ટર ટ્રેનર ત્રુલાલ ખત્રી અે ઉપસ્થિત લોકોને ગાડીની વિશેષતાઓ અંગે માહિતગાર કર્યા હતા.આ પ્રસંગે શિવમ ગ્રુપના ચેરમેન શિવરામભાઇ પટેલ, ડિરેક્ટર અમૃતભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, કોમેટ પટેલ , યસ પટેલ , મહિન્દ્રા કંપનીના એરિયા સેલ્સ મેનેજર વિવેક ભારદ્વાજ, કલસ્ટર ટ્રેનર ત્રુલાલ ખત્રી સહિત સંતુષ્ટ ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
TRIJI ANKH NEWS 20-02-2019 દિલ્હી થી જનરલ મેનેજર એ.કે.ગુપ્તા એ પાલનપુર રેલવે જંકશન ની લીધી મુલાકાત
જિલ્લા મથક પાલનપુર ખાતે પચીમ રેલવે સ્ટેશન પર વાર્ષિક ઇન્સ્પેકશન માટે દિલ્હી થી જનરલ મેનેજર એ કે ગુપ્તા તેમજ ભારત સરકાર ના મંત્રી હરિભાઈ ચૌધરી આવ્યા હતા પાલનપુર રેલવે જંકશન ની મુલાકાત લીધી તેમજ પ્લેટફોર્મ ફરી સ્ટેશન નું નિરીક્ષણ કર્યું હતું
TRIJI ANKH NEWS 21-02-2019 એસ.ટી.કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો : બસના પૈડાં થંભી જતા મુસાફરો અટવાયા
પડતર માંગણીઓને લઈને રાજ્યભરના એસ.ટી.કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે પાલનપુર એસ.ટી.ડિવીઝનમાં પણ બસના પૈડાં થંભી જતા મુસાફરો અટવાયા હતા. એસ.ટી.ની હડતાલથી પાલનપુર ડિવિઝનને દૈનિક રૂ.40 લાખની નુકસાન થયું છ
પાલનપુર એસ.ટી.વિભાગના કર્મચારીઓ પણ રાજ્યવ્યાપી હડતાળમાં જોડાયા છે. પાલનપુર એસ.ટી. ડિવિઝનના 3200 કર્મીઓ હડતાળમાં જોતરાતા 600 એસ.ટી. બસોના પૈડાં થંભી ગયા હતા. 582 ટ્રીપો બંધ રહેતા 2,62000 કિમીનું સંચાલન ખોરવાઈ જતા અંદાજે રૂ. 40 લાખનું નુકસાન પાલનપુર એસ.ટી. વિભાગને થયું છે.
જયારે ધરણાં, રેલી શહિતના કાર્યક્રમો આપવા છતાં બહેરી સરકારના કાને કર્મચારીઓનો અવાજ ન પહોંચતા કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. લડાયક મૂડમાં આવેલા કર્મચારીઓ હવે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારીમાં છે.
એસ.ટી.કર્મીઓની હડતાલ બાદ પણ સરકાર વાટાઘ
TRIJI ANKH NEWS 17-02-2019 લોકસભા ની ચૂંટણી ને લઇને બનાસકાંઠા માં ઠાકોર સમાજ દ્રારા ચિંતન શિબિર
લોકસભા ની ચૂંટણી ને લઇને બનાસકાંઠા માં ઠાકોર સમાજ દ્રારા ચિંતન શિબિર નું આયોજન કર્યું હતુ જોકે આ શિબિર માં આયાતી ઉમેદવાર એટલેકે અલ્પેશ ઠાકોંર નાં ચાલતા નામને લઇને હોબાળો સર્જાયો હતો.જોકે કેટલાંક આગેવાનો સ્થાનિક ઉમેદવાર ની માંગ કરી હતી.આ શિબિર ને લઇને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો
TRIJI ANKH NEWS 17-02-2019 પાલનપુરમાં વોટ્સપ ગ્રુપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ
પાલનપુરમાં વોટ્સપ ગ્રુપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ.; કલેક્ટર, એસ.પી, ડી.ડી.ઓ સહિત રાષ્ટ્રવાદી નાગરિકોએ અર્પી પુષ્પાંજલિ.; ગણતરીની મિનીટોમાં જ શહીદોની સહયોગ નિધિમાં રૂ.35,100 એકત્ર થયા.
બનાસકાંઠાના ઇતિહાસમાં સૌપ્રથમવાર પ્રેસકલબ વોટ્સપ ગ્રુપ દ્વારા પાલનપુર ખાતે આંતકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર, એસ.પી, ડીડીઓ સહિત રાષ્ટ્રવાદી નાગરિકોએ હાજર રહી બે મિનિટનું મૌન પાળી પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ગણત્રીની મિનિટોમાં શહીદોની સહયોગ નિધિમાં રૂ.35,100ની રકમ એકત્ર થઇ હતી.
સોશિયલ મીડિયાના સદુપયોગ થકી રચનાત્મક પ્રવૃતિઓ પણ કરી શકાય છે. તેની પ્રતીતિ પ્રેસ કલબ વોટ્સપ ગ્રુપએ કરાવી છે. પ્રેસ કલબ વોટ્સપ ગ્રુપના માધ્યમથી રાષ્ટ્રવાદી નાગરિકો દ્વારા પુલવામાં આંતકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પાલનપુર સ્થ
TRIJI ANKH NEWS 18-02-2019 પાલનપુર આબુ હાઇવેની સાકાર રેસિડેન્સી ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ
પાલનપુર આબુ હાઇવેની સાકાર રેસિડેન્સી ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ
TRIJI ANKH NEWS 18-02-2019 પાલનપુર તાલુકાનાં કાણોદર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ
પાલનપુર તાલુકાનાં કાણોદર ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ
TRIJI ANKH NEWS 18-02-2019 સરકારના વિરોધમાં મતદાન કરવાની ઉચ્ચારી ચિમકી
પાલનપુરમાં એસ.ટી.કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના મુદ્દે ધરણા યોજાયા : ધરણા કાર્યક્રમાં પુલવામાં શહીદ થયેલા જવાનોને અપાઇ શ્રદ્ધાંજલી : મોટી સંખ્યામાં એસ.ટીના કર્મચારીઓ જોડાયા :માંગણી ન સતાષાય તો સરકારના વિરોધમાં મતદાન કરવાની ઉચ્ચારી ચિમકી
TRRIJI ANKH NEWS 17-02-2019 પાટણ જીલ્લાનાં કોટાવડ ગામેશ્રી વિઘ્નેસ્વરી માતાજી નો હવન યોજાયો
પાટણ જીલ્લાનાં કોટાવડ ગામે મહાસુદ-૧૩ નાં દિવસે શ્રી વિઘ્નેસ્વરી માતાજી નો હવન યોજાયો
TRIJI ANKH NEWS 16-02-2019 પાલનપુરમા આતંકવાદ વિરોધમાં જડબાતોડ જવાબ
પુલવામાં થયેલા આંતકી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર દેશવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આંતકી હુમલામાં શહીદ થયેલા 40થી વધુ જવાનોની આત્માની શાંતિ માટે ઠેરઠેર પ્રાર્થનાઓ થઇ રહી છે. ત્યારે પાલનપુરમાં આજે વેપારીઓએ શહીદોના માનમાં સ્વૈચ્છીક ધંધા-રોજગાર બંધ કરી બંધ પાળ્યો હતો.
વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ સાથે મુસ્લિમ બિરાદરો સહિત શહેરીજનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે દુકાનો બંધ રાખી પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી હતી.પાલનપુરવાસીઓએ શહીદો ના પરિવારજનો માટે આર્થિક મદદ કરવાની પણ તત્પરતા દાખવી હતી. આજે સમગ્ર પાલનપુરએ સ્વયંભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જયારે "શહીદો અમર રહો" ના નારો પણ શહેરભરમાં ગુંજી ઉઠ્યો હતો.
TRIJI ANKH NEWS 15-02-2019 (02)
* જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ* શહીદ થયેલા વિરોને દેશભરમાં શ્રદ્ધાંજલિ * દેશભરમાં ભભૂકયો ભારેરોષ * પાલનપુરમાં મૌન રેલી યોજાઇ તેમજ આતંકવાદીનું પૂતળા દહન અને પાકિસ્તાનના ઘ્વજ નું દહન કરી વિરોધ દર્શાવાયો