31/01/2024
મારી જૂની ડાયરી માંથી એક સાચી વાર્તા
------------------------------------
૧૩ ડિસેમ્બર ૨૦૦૮ ની એ રાત્રી તો કેમ ભુલાય જ
લંડન ની એડજવેર વિસ્તાર. રાતે ૧૨ વાગ્યા નો સમય, ભેંકાર લાગતો રોડ.
હું અને મારો મિત્ર અભય નોકરી ની લાલચે વેમ્બલી થી ૨૬ કિમી દૂર ગયેલા હતા. જો એક રાત નું કામ મળી જાય તો એ પછીના ૨-૩ દિવસ નો ખર્ચ નીકળી જાય.
પણ જિંદગી તો એનું નામ કે ધારેલા થી કઈક અલગ જ થાય. કામ તો મળ્યું નહિ.
હવે ઘરે પાછા જવા માટે ૬ પાઉન્ડ ની જરૂર અને ખીસા માં ફક્ત ૩ પાઉન્ડ જ. ઘરે પહોચવું કેમ??
નવા દેશ માં તો નવા લોકો પણ દાનવો જેવા લાગે એમાં કોઈની પાસે માનવતા નું આશા પણ કેમ રાખવી.
હું અને અભય ડિસેમ્બર નું -૫ ડિગ્રી ઠંડી માં ઠુઠવાતા હતા ત્યાંજ આશા ના રથ સમાન એક બસ નજરે ચડી. બસ ની લાઈટ ધીમે ધીમે મોટી થતી ગઈ. ગણતરી ની પળો માં લાંબા અજગર જેવી બસ આવી ને ઉભી રહી અને દરવાજો આપોઆપ ખુલી ગયો.
મારા માં તો હિંમત નહિ કે વિના પૈસે હું બસ માં ચડું. પણ ચૌદસિયો અભય તૂટી ફૂટી અંગ્રેજી માં એક અંગ્રેજ ડ્રાઇવર ને આજીજી કરવા લાગ્યો. મને વિશ્વાસ જે હમણાં ડ્રાઇવર એને હડધૂત કરશે ને ઉતારી મૂકશે.
પણ મારા આશ્ચર્ય ની વચ્ચે ડ્રાઇવર એ વિના ટિકિટ એમને બસ ની પાછળની બાજુ એ બેસી જવા ઈશારો કર્યો. ઘરે પહોંચતા થયેલી ૩૦ મિનિટ દરમ્યાન કેટલાય પ્રશ્નો મારા મનને હચમચાવી ગયા.
સૌથી મોટો પ્રશ્ન મને એ થયો કે જેને આપડે હૃદયવિહોના ગણીએ છીએ એવા એક અંગ્રેજે પોતાની નોકરી ના જોખમે કોઈ પણ લાલચ વિના એમને બસ માં કેમ બેસવા દીધા??
પ્રશ્ન ના જવાબ માં હતો એક બીજો મહત્વ નો પ્રશ્ન. શું માનવતા પર કોઈ એક ધર્મ, સમાજ, સમુદાય, સંકૃતિ, કે દેશ નો ઈજારો છે??
મહાન વારસા ની અને સંસ્કૃતિ નું વાતો કરતા આપડે બધા માટે આ એક મોટો પ્રશ્ન બની રહે છે મિત્રો.
સમય મળે તો વિચારજો. નહીતો પ્રિયાંક સોની ના જય શ્રી કૃષ્ણ.🙏🙏🙏