Hind Tv Gujarati

Hind Tv Gujarati Hind TV Gujarati

Hind Tv  Gujarati,લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે પોલીસ અધિકારી/કર્મચારીશ્રીઓને ચુંટણી સબ...
05/05/2024

Hind Tv Gujarati,

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત જૂનાગઢ બહાઉદ્દીન કોલેજ ખાતે પોલીસ અધિકારી/કર્મચારીશ્રીઓને ચુંટણી સબબ જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

Sources : Gujarat Police

હિન્દ ટીવી - ગુજરાતી,વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા અકોટા બ્રિજ પરના ડિવાઇડર ની  સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી
24/04/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા અકોટા બ્રિજ પરના ડિવાઇડર ની સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી

હિન્દ ટીવી - ગુજરાતી,ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રાઇવેટ વાહનમાં સરકારી વાહનમાં લાગે તેવી એલ.ઈ.ડી લાઇટ...
23/04/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રાઇવેટ વાહનમાં સરકારી વાહનમાં લાગે તેવી એલ.ઈ.ડી લાઇટ તથા ખોટી નંબર પ્લેટ લગાવી તથા પોતાની ભારત સરકારના હોમ ડીપાર્ટમેન્ટ ના કર્મચારીની ખોટી ઓળખ આપી સરકાર તથા જાહેર જનતા સાથે છેતરપીંડી કરતા આરોપીને પકડી પાડતી અમદાવાદ યુનિવર્સીટી પોલીસ

હિન્દ ટીવી - ગુજરાતી | ગીર સોમનાથલોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા થર્ડ જેન્ડર એવા કિન્નર સમૂદાયનો અનુરોધઆગામી ...
23/04/2024

હિન્દ ટીવી - ગુજરાતી | ગીર સોમનાથ

લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા થર્ડ જેન્ડર એવા કિન્નર સમૂદાયનો અનુરોધ

આગામી લોકસભા ચૂંટણીમાં જિલ્લાના તમામ મતદારો સહભાગી બની મતદાન કરે અને‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે ગીર સોમનાથ કિન્નર સમૂદાયે અનુરોધ કર્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકશાહીના પાયાને મજબૂત કરવા અને વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે સમાજમાં થર્ડ જેન્ડર તરીકે ઓળખાતા કિન્નર સમાજે પણ તેમાં સહભાગી થતાં ચૂંટણીપર્વમાં તેઓ મતદાન કરી ચૂંટણીનો ભાગ બનશે.

ડારી ટોલનાકા પાસે હંમેશા કિન્નર સમાજના લોકો આપણને જોવા મળે છે. આ સમાજના લોકોએ ટોલનાકા પાસેથી પસાર થતાં લોકોને ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય વોટ આપવા માટે આજે અપીલ કરી હતી. કિન્નર સમૂદાયના શ્રી સેજલ, શ્રી જાગૃતિ, શ્રી રિયા, શ્રી રીના સહિતના કિન્નરોએ વેરાવળના ડારી ટોલનાકા પાસેથી પસાર થતાં તમામ વાહનચાલકોને સહપરિવાર મતાધિકારનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

કિન્નર શ્રી સેજલે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, જાગૃત મતદાતા લોકતંત્રનો મજબૂત પાયો છે. તંદુરસ્ત લોકશાહીનું નિર્માણ કરવા મત આપવો ખૂબ જ જરૂરી છે. તમામ લોકોએ સહપરિવાર લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઇએ. અમે પણ લોકશાહીના પર્વને મજબૂત બનાવવા મતદાન કરીશું અને અન્યને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરશું.

વધુમાં, તેમણે લોકશાહીના અવસરમાં મહત્તમ લોકો સહભાગી બની પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે અને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બને એવી અપીલ કરી હતી.

13/03/2024
હિન્દ ટીવી - ગુજરાતી,સાંસદ પ્રભુભાઈ વસાવાએ માંડવીથી અમદાવાદની નવી એસ.ટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુંગુજરાત રાજ્ય...
12/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

સાંસદ પ્રભુભાઈ વસાવાએ માંડવીથી અમદાવાદની નવી એસ.ટી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા માંડવી ડેપોને ફાળવવામાં આવેલી માંડવીથી અમદાવાદ રૂટની નવી એસ.ટી બસને સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ માંડવી બસ સ્ટેન્ડ ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતું. સાંસદશ્રીએ બસમાં મુસાફરી કરી અને મુસાફરોને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે માંડવી નગર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ નવી બસ સુવિધાથી માંડવી તેમજ આસપાસના ગામોના નાગરિકોને અમદાવાદ જવા માટે નવી પરિવહન સુવિધાનો વિકલ્પ મળ્યો છે.

હિન્દ ટીવી - ગુજરાતી,દેશના નાગરિકોને રેલવેની વૈશ્વિક સ્તરની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના મ...
12/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

દેશના નાગરિકોને રેલવેની વૈશ્વિક સ્તરની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના મહાઅભિયાનના ભાગરૂપ રૂ. ૮૫૦૦૦ કરોડના રેલવે પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અને વિવિધ સેવાઓનો લીલી ઝંડી આપી અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. રાજકોટ રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી ઓખા સુધી વિસ્તારિત અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી રવાના કરવામાં આવી હતી તથા રાજકોટ રેલવે ડિવિઝનના વિવિધ ૭ સ્ટેશનો પર આવેલ વન સ્ટેશન વન પ્રોડક્ટ (OSOP) સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રની પ્રથમ વંદે ભારત ટ્રેન હવે ઓખામંડળ સુધી પહોંચશે. રાજકોટવાસીઓને દ્વારકા જવા માટે વંદે ભારત એક્સપ્રેસની સુવિધા ઉપલબ્ધ થશે. ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ દ્વારકાના ઓખા થી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. જે મંગળવાર સિવાય દરરોજ ૧૮:૧૦ કલાકે અમદાવાદથી ઉપડશે અને ઓખા બીજા દિવસે ૦૦:૪૦ કલાકે પહોંચશે, તથા ઓખાથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે.આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત, આ પ્રસંગે ૧૦ વંદે ભારત ટ્રેન અને ૩ વિસ્તારિત વંદે ભારત ટ્રેનો સહિત અન્ય નવી રેલ સેવાઓનો પ્રસ્થાન સંકેત આપી શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

હિન્દ ટીવી - ગુજરાતી,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માનનીય રમત-ગમત મંત્રીશ્રી Harsh San...
11/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માનનીય રમત-ગમત મંત્રીશ્રી Harsh Sanghavi ના વરદ હસ્તે તાલુકાકક્ષા સ્પોર્ટસ કોમ્પલેક્ષનુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નવનિર્માણ થકી ડીસા તાલુકાના રમતવીરોને નવો વેગ મળશે

હિન્દ ટીવી - ગુજરાતી,C.O.E યોજના અંતર્ગત તાલીમ લઈ રહેલ લોન ટેનિસની ખેલાડી જેન્સી કનાબાર ને રાજકોટ ખાતે આયોજિત 'ઓલ ઈન્ડિય...
11/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

C.O.E યોજના અંતર્ગત તાલીમ લઈ રહેલ લોન ટેનિસની ખેલાડી જેન્સી કનાબાર ને રાજકોટ ખાતે આયોજિત 'ઓલ ઈન્ડિયા નેશનલ સિરીઝ U-16' માં વિજેતા થવા બદલ હિન્દ ન્યુઝ દ્વારા શુભકામનાઓ સહ અભિનંદન.આ સફળતા અનેક રમતવીરોને પ્રેરિત સહ પ્રોત્સાહિત કરશે

હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જિલ્લાના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્ર...
11/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

જામનગર જિલ્લાના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આયોજિત "સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૪"નો સમાપન કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને વિજેતા ખેલાડીઓને પારિતોષિક અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી

હિન્દ ટીવી - ગુજરાતી,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પૂર્વ રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પર...
11/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પૂર્વ રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે તાલુકાકક્ષા સ્પોર્ટસ કોમ્પલેક્ષનુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ.આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નવનિર્માણ થકી હાલોલ તાલુકાના રમતવીરોને નવો વેગ મળશે.

હિન્દ ટીવી - ગુજરાતી,નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાદેવના મંદિર, નવસારી ખાતે જનજાગૃ...
10/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાદેવના મંદિર, નવસારી ખાતે જનજાગૃતિ કાર્યક્રમ.

Dial 1064

હિન્દ ટીવી - ગુજરાતી,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભાવનગર ખાતે નવીનીકરણ પામેલા 'યશવંતરાય નાટ્યગૃહ' તેમજ...
10/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભાવનગર ખાતે નવીનીકરણ પામેલા 'યશવંતરાય નાટ્યગૃહ' તેમજ નવનિર્મિત ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીના લોકાર્પણ સહિત ભાવનગર શહેર અને જિલ્લાના કુલ ₹396.34 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત.

ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટેના 91 વાહનો તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટેની બે એમ્બ્યુલન્સ અને એક બોટનું પણ લોકાર્પણ.

હિન્દ ટીવી - ગુજરાતી,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત...
10/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2.0 હેઠળ દિવ્યાંગ ખેલાડીઓ માટે શ્રી મયુર શૈક્ષણિક સંકુલ-નંદાણા ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ પોતાનુ કૌશલ્ય બતાવ્યુ.

હિન્દ ટીવી - ગુજરાતી,પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન...
10/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે રૂ. ૧૨૦૧.૮૦ લાખના ૫૫૦ વિકાસ કામોને મંજૂરી અપાઈ

આયોજનમાં મંજુર કરાયેલા વિકાસકામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ થશે : પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત

હિન્દ ટીવી - ગુજરાતી,રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં જળસંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનાં કેબિનેટ...
07/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં જળસંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં અમરાપુર- રેવાણીયા રોડ અને હાથસણી ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત અને નવા ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં હાથસણી ગામે રૂ. ૧૪.૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ થતા ગ્રામજનોને ઘર આંગણે ઉતમ સુવિધાઓ મળી રહેશે. તદુપરાંત મંત્રીશ્રીના હસ્તે રૂ. ૩૩ લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત થતા આસપાસના ગ્રામજનોને ટૂંક સમયમાં જ આરોગ્યની સુલભ સારવાર ઉપલબ્ધ થશે, જેમાં પ્રસુતિ કક્ષ, તપાસ કક્ષ, વેઈટીંગ એરિયા, કવાર્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હિન્દ ટીવી - ગુજરાતી,રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારિતા  મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના લોધિકા ખાતે ન...
07/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

રાજ્યનાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના લોધિકા ખાતે નવા બસ સ્ટેશન, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, સિક્સ લેન રોડના નવીનીકરણ સહિત રૂ. ૨૬.૧૩ કરોડના વિવિધ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યાં હતાં.

જેમાં લોધિકા ગામના બસ સ્ટેન્ડ ખાતમુહુર્ત: ૧ કરોડ ૨૩ લાખ અંદાજીત, લોધિકા ગામે રમત – ગમત મેદાનનું ખાતમુહુર્ત: રૂ. ૯૯ લાખ અંદાજીત,રાજકોટથી મવડી, પાળ, રાવકી, માખાવડ માર્ગ રીસરફેસ લોકાર્પણ : રૂા. ૮.૨૪ કરોડ અંદાજીત, કેવલમ સોસાયટીથી સ્ટેટ હાઈવે સુધી સવા બે કિલોમીટરનો માર્ગ ખાતમુહૂર્ત: રૂા.૬૨.૪૮ લાખ અંદાજીત, મેટોડા રોડથી સ્ટેટ હાઇવે સુધીના માર્ગના નિર્માણનું ખાતમુહૂર્ત : રૂા. ૪૯.૫૭ લાખ અંદાજીત, નગર પીપળીયાથી દેવળા, છાપરા સુધીના માર્ગનું ખાતમુર્હુત : રૂા. ૧.૮૯ કરોડ અંદાજીત, લોધિકા તાલુકામાં કુલ આશરે રૂ. ૬૨.૫૫ લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયું, લોધિકા તાલુકામાં કુલ આશરે રૂ. ૭૧.૬૩ લાખના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજકોટના ખીરસરાથી ન્યારી ચોકડી સુધીના સિક્સ લેન માર્ગના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત: રૂ.૧૧.૩૦ કરોડ ના ખર્ચે કરવામાં આવ્યું છે.

હિન્દ ટીવી - ગુજરાતી,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પ...
07/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ'માં ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર - કસબીઓને રાજ્ય સરકાર તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા.

વિકાસના મોડેલ તરીકે જાણીતું બનેલું ગુજરાત હવે ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે : મુખ્યમંત્રી

હિન્દ ટીવી - ગુજરાતી,વડોદરા થી રાજ્ય ના નાગરિકો ની સેવામાં 101 નવી બસ ચાલુ કરવામાં આવી - હર્ષ સંઘવી
07/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

વડોદરા થી રાજ્ય ના નાગરિકો ની સેવામાં 101 નવી બસ ચાલુ કરવામાં આવી - હર્ષ સંઘવી

હિન્દ ટીવી - ગુજરાતી,ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલશ્રી આર.એસ.નીનામા...
07/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસોસિએશન દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલશ્રી આર.એસ.નીનામા (IAS) ની વિશેષ ઉપસ્થિતિમાં નિકોલ રમત સંકુલ, અમદાવાદ ખાતે આયોજિત સબ - જુનિયર બોયઝ એન્ડ ગર્લ્સ વેસ્ટ ઝોન બોક્સિંગ ચેમ્પિયનશીપ 2024નો શુભારંભ કરાયો અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું

હિન્દ ટીવી - ગુજરાતી,"વિકસિત ભારત - વિકસિત ગુજરાત: નારીશક્તિ વંદના" કાર્યક્રમ ગુજરાતની દરેક વિધાનસભા બેઠક ઉપર યોજાયો હતો...
07/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

"વિકસિત ભારત - વિકસિત ગુજરાત: નારીશક્તિ વંદના" કાર્યક્રમ ગુજરાતની દરેક વિધાનસભા બેઠક ઉપર યોજાયો હતો ત્યારે રાજકોટ જિલ્લામાં જેતપુર - જામકંડોરણા તાલુકાનો કાર્યક્રમ જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જુનાગઢ રોડ, જેતપુર ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ૪ સ્વસહાય જૂથોને રૂ. ૧.૨૦ લાખ રીવોલ્વીંગ ફંડ, ૪ સ્વસહાય જૂથોને રૂ.૧૬.૫૦ લાખની કેશ ક્રેડિટ લોન, ૩ સ્વસહાય જૂથોને રૂ.૦૪ લાખની લોન સહાય ચુકવવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે સખી મંડળના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ, ક્વિઝ કોર્નરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેલ્ફી પોઇન્ટ ઉપર બહેનોએ હર્ષભેર સેલ્ફી લીધી હતી.

હિન્દ ટીવી - ગુજરાતી,ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટયાર્ડના વિ...
07/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આજે દિયોદર ખાતે નવનિર્મિત માર્કેટયાર્ડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

હિન્દ ટીવી - ગુજરાતી,જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને ગાર્ડી વિદ્યાપીઠ, આણંદપર ખાતે રાજકોટ જ...
07/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને ગાર્ડી વિદ્યાપીઠ, આણંદપર ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા "વિશ્વ મહિલા દિવસ"ની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી નીલાંબરીબેન દવેએ "એમ્પાવરીંગ વુમન એ સ્મોક ફ્રી હેલ્ધી ફયુચર" વિષય અંગે વક્તવ્ય આપ્યું હતું. મેડિકલ ઓફિસરશ્રી ડો.ખ્યાતિબેન વસાવડાએ તમાકુથી થતા શારીરિક નુકસાન અને તેની જાગૃતિ અંગે વિદ્વત્તાસભર સંબોધન કર્યું હતુ.

હિન્દ ટીવી - ગુજરાતી,ગુજરાતમાં બાગાયતી ખેતીનો વ્યાપ તેજ ગતિથી વધી રહ્યો છે. આજે બાગાયતી ખેતી એક આધુનિક વ્યવસાય તરીકે વિક...
06/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

ગુજરાતમાં બાગાયતી ખેતીનો વ્યાપ તેજ ગતિથી વધી રહ્યો છે. આજે બાગાયતી ખેતી એક આધુનિક વ્યવસાય તરીકે વિકસી રહી છે. ત્યારે પરંપરાગત ખેતીથી અલગ ફળોની ખેતી કરવા માંગતા ધરતીપુત્રો માટે કમલમ્ શ્રેષ્ઠ વિકલ્પ છે. કમલમ બીજા પાકોની સરખામણીમાં ઓછા પાણી અને ઓછી કાળજીની જરૂર રહે છે. એક વીઘા જમીનમાં માંડવા પદ્ધતિથી કમલમના ઉત્પાદનનો ખર્ચ આશરે રૂ. ૫૦ હજારથી ૬૦ હજારનો થાય છે. તેની સામે આવક રૂ. ૨ લાખથી રૂ. ૨.૩૦ લાખ જેટલી થાય છે.

હિન્દ ટીવી - ગુજરાતી,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વડોદરા મનપા અને VUDAના કુલ ₹730 કરોડના વિવિધ વિકાસ પ...
03/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વડોદરા મનપા અને VUDAના કુલ ₹730 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત.

આ અવસરે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ તેમજ જુનિયર ક્લાર્કમાં પસંદગી પામેલા 525 ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા.

હિન્દ ટીવી - ગુજરાતી,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શાપર ખાતે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી સુચારુ રૂપે ...
03/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શાપર ખાતે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણની જાળવણી સુચારુ રૂપે થઈ શકે તે માટે વન અને પર્યાવરણ કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને ઉદ્યોગ જગતના પ્રશ્નોના નિવારણ માટે ઓપન હાઉસ, પ્રદર્શન તથા સંતુલિત વિકાસ વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.મંત્રીશ્રીએ ઉદ્યોગો અને પર્યાવરણ બંનેના હિતોને ધ્યાનમાં રાખીને સંતુલિત વિકાસ સાથે આગળ વધવા અંગે સર્વેને માર્ગદર્શન આપ્યું.

હિન્દ ટીવી - ગુજરાતી,ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત...
03/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા અને વીંછિયા તાલુકાને રૂ. ૧૨.૯૭ કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. જે અન્વયે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જસદણ-વીંછિયા પંથકમાં સિંચાઈ અને રસ્તાની કામગીરીના ખાતમુહૂર્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેવાણીયા ગામમાં રૂ. ૭૨.૨૭ લાખના થનારા રેવાણીયા માઈનોર ઈરીગેશન સ્કીમના રીપેરીંગ કામનું ખાતમુહૂર્ત, ઓરી ગામમાં રૂ. ૨૯૨.૩૩ લાખના ખર્ચે થનારા ઓરી-ખારચીયા રસ્તા અને રૂ. ૮૯.૦૯ લાખના ખર્ચે થનારા ઓરી માઈનોર ઈરીગેશન સ્કીમના રીપેરીંગ કામનું ખાતમુહૂર્ત, મોટી લાખાવડ ગામમાં રૂ. ૨૦૧.૩૭ લાખના ખર્ચે બનનારા મોટી લાખાવડ-મોટા હડમતીયા રસ્તાના કામનું ખાતમુહૂર્ત, હાથસણી ગામમાં રૂ. ૫૭.૭૬ લાખના ખર્ચે થનારા હાથસણી માઈનોર ઈરીગેશન સ્કીમના રીપેરીંગ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાખલવડ ગામમાં આલણસાગર ડેમ ખાતે રૂ. ૨૩૧.૦૩ લાખ ખર્ચે થનારા આલણસાગર માઈનોર ઈરીગેશન સ્કીમના રીપેરીંગ કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

હિન્દ ટીવી - ગુજરાતી,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા કુલ 1,990...
03/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા કુલ 1,990 ઉમેદવારોને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા...

આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું..

મુખ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન પાઠવી સૌને જનકલ્યાણ તેમજ વિકાસના માર્ગે ચાલી 'વિકસિત ભારત @ 2047' માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો...

હિન્દ ટીવી - ગુજરાતી,Hind TV - National,અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક...
02/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,Hind TV - National,

અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓએ રામલલ્લાના શ્રદ્ધાપૂર્વક દર્શન-અર્ચન કર્યા.

હિન્દ ટીવી - ગુજરાતી,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દર્શન બાદ શબરી માતા અને ભગવાન શ્રી ...
02/03/2024

હિન્દ ટીવી - ગુજરાતી,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દર્શન બાદ શબરી માતા અને ભગવાન શ્રી રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓને ભેટ રૂપે અર્પણ કર્યું

Address

Sagar Complex, Dhoraji Road
Kalavad
361160

Alerts

Be the first to know and let us send you an email when Hind Tv Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hind Tv Gujarati:

Videos

Share


Other Kalavad media companies

Show All