જંગલ માં ક્યાં રહેવું હવે જંગલ .. જંગલ રહ્યા નથી..
ગામ માં સારો ફ્લેટ મળી જાય તો હવે જુનેગઢ રેવા વયુ આવવું છે..
#VoiceofJunagadh #lion #wildlife #share
માળીયા હાટીના ભંડુરી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો..
જેમાં કુલ સાત વ્યક્તિઓ ના મૃત્યુ થયા છે..
એસેન્ટ ફોરવ્હીલ ગાડી જેના રજી નં-GJ-11-S-4416 વાળી જે કેશોદ તરફથી આવતી હોય જેમાં કુલ પાંચ વ્યકતી બેસેલ હતા તે લોકો ગડુ ખાતે સૌરભ કોલેજ ખાતે પરીક્ષા આપવા જતા હોય તેવી માહીતી મળેલ છે. જે ફોરવ્હીલ કેશોદ તરફથી આવતી હતી અને ડીવાઇડર ઠેકી રોંગસાઇડમા બીજી ગાડી સેલેરીયો ફોરવ્હીલ જેના રજી.નં.GJ-11-CD-3004 વાળીમાં બે વ્યકતી બેસેલ હતા..
#voiceofjunagadh #road #accedent #ontheroad #besafe #share
૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ગૌ શાળાના લાભાર્થે આયોજન કરાયું છે.
સપ્તાહનો પ્રસાદી વિભાગ...
#VoiceofJunagadh #Bhutnath #Temple #December
ગઈકાલે સીટી મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરમાં પૂજા, દર્શન કર્યા હતા. અમાસ હોવાથી ભવનાથ મંદિર પર પૂજા, દર્શન કર્યા હતા. ત્યારે ભવનાથ મંદિર પર બાપુ દ્વારા મામલતદાર ત્રિવેદી સાહેબને સાલ ઓઢાડવામાં આવી હતી.
#VoiceofJunagadh #Bhavnath #Mahadev #Temple #City #Mamlatdar
જૂનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહના આયોજન વિશે...
#VoiceofJunagadh #bhutnathtemple #bhagvatgeeta #junagadh
નશાની હાલતમાં કર્યો ગંભીર અકસ્માત!
એક્સિડેન્ટ કર્યા બાદ પણ તેને ખબર નથી કે તેણે શું કર્યું છે અને સિગારેટ ફૂંકે છે સાહેબ..
અમદાવાદમાં એક વ્યક્તિએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે, CCTV સામે આવ્યા,
#VoiceofJunagadh #Ahmedabad #roadsefty #roadsafetyfirst
ભુતનાથ મહાદેવ મંદિરમા નવનિર્મિત ગૌશાળાના લાભાર્થે ડો.મહાદેવપ્રસાદ મહેતા (શાસ્ત્રીજી) ની ભાગવત સપ્તાહનુ ભવ્ય આયોજન કરેલ છે.
આ આયોજનની વિગતવાર માહીતી આપશે પ.પુ. શ્રી મહેશગીરીજી બાપુ...
ધર્મ નો પૈસો ભેગો થાય એટલે બુદ્ધિ બગડે જ..
ધર્મ નો પૈસો પરોપકાર માં વપરાઈ જવો જોઈએ..
#maheshgiri
#VoiceofJunagadh #Bhavnath #ambaji #girnar #junagadh
ગીર જંગલ માં ઇકો ઝોન ના વિરોધ માં સાસણ ખાતે વિશાળ રેલી નીકળી હતી.
#VoiceofJunagadh #Ecozone #Esez
ગિરનાર લીલી પરિક્રમામાં રાત્રી દરમ્યાન ડ્રોન કેમેરા વડે જૂનાગઢ પોલીસની ભવનાથ વિસ્તારમાં થતી ગતિવિધિ પર નઝર, જોવો રાત્રીનો ભવનાથનો નઝારો...
વીડિયો ક્રેડિટ - જૂનાગઢ પોલીસ
#VoiceofJunagadh #Bhavnath #Prikrma #Dron #Camera #Police #Night #Video
જૂનાગઢ પોલીસે પરિક્રમા દરમિયાન વધુ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક પણ કર્યું હતું.
પ્રકૃતિના ખોળે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગિરનાર લીલી પરિક્રમા કરવા આવેલા એક પરિવારના એક ૦૪ વર્ષીય બાળકને પરિક્રમા રૂટ પર વીંછીએ ડંખ મારતા બાળક રડતું જોવા મળ્યું હતું અને પરિવારને કઈ સમજ ન આવતા પરિવાર ચિંતિત થતું હતું.
આ દરમિયાન જૂનાગઢ પોલીસને ધ્યાનમાં આવ્યું અને પૂછપરછ કરતા વીંછી કરડ્યો હોવાનું પરિવાર દ્વારા જણાવ્યું. પોલીસ દ્વારા તાત્કાલિક ૪ વર્ષના બાળકને એમના પરિવારને સાથે રાખી પોલીસના વાહનમાં જ બેસાડીને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
#VoiceofJunagadh #Jungle #Prikrma #Help #Police #Bhavnath
અમદાવાદના ઠક્કરબાપા નગરમાં એલ.પી.જી. લાઈનમાં આગ લાગવાની ઘટના બની.
પોલીસની સતર્કતા અને સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી .
આગ લાગતાં #TRB જવાને આસપાસ રહેલ દુકાનોમાંથી ગેસ સિલિન્ડર બહાર ફેંક્યા, ગેસ સિલિન્ડર સુધી આગ પહોંચી હોત તો દ્રશ્ય વધુ ભયાનક હોઈ શકતા..
બહાદુર #TRB જવાનનું નામ છે રવી બુગાડે.. પોલીસ જવાનને નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
#VoiceofJunagadh #voiceofjunagadh #fire #ahemdabad