Schoolno Fourteenjetpur

Schoolno Fourteenjetpur આવો ! આજે જ આપણાં વિસ્તારની શ્રેષ્ઠ સરકારી શાળામાં એડમિશન આપવીએ...

નમસ્કાર મારા ફેસબુક મિત્રો ! આજે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર તરફથી શાળાને સામાજિક વિજ્ઞાનનું  અર્થપૂર્ણ અને સંપૂર્ણ જ્ઞ...
08/07/2023

નમસ્કાર મારા ફેસબુક મિત્રો ! આજે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર તરફથી શાળાને સામાજિક વિજ્ઞાનનું અર્થપૂર્ણ અને સંપૂર્ણ જ્ઞાન મળે તે હેતુથી આપણા ભારતના ઘડવૈયાઓ અને લડવૈયાઓ ના પુસ્તકો આવતા ધો. 6 થી 8 ના બાળકોને વાચન અને ગહન અભ્યાસ અર્થે શાળાની લાયબ્રેરી માંથી આપવામાં આવ્યા.

08/07/2023

શુભ સવાર મિત્રો !

શિક્ષક મીણબત્તી સમાન છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.

Sound Of Principal
24/05/2023

Sound Of Principal

13/05/2023

આજનું વનસ્પતિ વિશેષ
#રાયણ
ુર_ફળ....

રાયણનાં વૃક્ષો કાઠીયાવાડમાં ગીર સીવાય બહુ ઓછા જોવા મળે છે પણ બાકીના ગુજરાતમાં આસાનીથી જોવા મળે છે.. રાયણના સુકાઇ ગયેલા ફળોને રાણકોકડી કહે છે.. રાણકોકડીનો ઊપયોગ ફરાળ તરીકે પણ કરવામાં આવે છે..
રાયણના વૃક્ષના ફળને રાયણ કોકડી, રાયણાં (દ. ગુજરાત) અથવા રાણકોકડી કહે છે. એ ચીકુના કુટુંબનુ ફળ છે. પાકાં ફળ પીળા રંગના ખૂબ જ મીઠાં, પૌષ્ટિક, ચિકાશયુક્ત દૂધથી ભરેલા અને સ્વાદિષ્ટ હોય છે. ફળને સૂકવીને લાંબો સમય સાચવી શકાય છે. વૃક્ષ ખૂબ ખડતલ અને ટકાઉ હોય છે. રાયણના છોડ પર ચીકુની કલમ ચડાવવામાં આવે છે. હિન્દી ભાષામાં આ વૃક્ષને "ખિરની" કહે છે, જ્યારે અંગ્રેજી ભાષામાં સેલોન આયર્નવુડ ટ્રી (Ceylon Ironwood Tree) કહેવાય છે. રાયણના વૃક્ષની છાલ ચીકણી હોય છે. રાયણનાં ફળ કાચાં લીલા રંગનાં અને પાકી જાય ત્યારે પીળા રંગના હોય છે. ગુજરાતમાં કાંઝ (તા. દેત્રોજ) ગામમાં આવેલાં ૨૦૦ વર્ષથી પણ વધારે જૂના રાયણના ઝાડને ગુજરાત સરકારે હેરીટેજ તરીકે જાહેર કરેલ છે..
રાયણ બીજ માંથી થતો રોપ ચીકુ ના વર્ધન માં મુળ કામ તરીકે વપરાય છે. રાયણ નો ઠળીયો ઘસીને વિંછીં નાં ડંખ ઉપર ચોપડવાથી ઝેર ઉતરી જાય છે દાઢ દુ:ખતી હોય તો રાયણ નું દૂધ ભરવાથી મટી જાય છે. મુખ ઉપર જે કાળા ડાઘ પડે છે તે રાયણ ના પાન ને દૂધ માં વાટી ચોપડવાથી મટે છે. ખાધ તેલ તરીકે પણ ઉપયોગ થાય છે.
રાયણ સ્વાદે મીઠી, સહેજ તૂરી, તાસીરે ઠંડી, પચવામાં ભારે, ચીકણી, ઝાડાને બાંધનાર, ત્રિદોષનાશક અને પથ્ય છે. તે બળપ્રદ અને પોષક છે. તરસ, મૂર્છા, મદ, ભ્રાંતિ, ક્ષય, લોહી બગાડ, પ્રમેહ, ડાયાબિટીસ, શુક્રક્ષય, માંસશોષ વગેરેમાં સારી છે.
રાયણ સૂકાઈ જતાં તેની કોકડી બને છે, જેને રાણકોકડી કહે છે. તે રાતી હોય છે અને લાંબો સમય બગડતી નથી. તે મધુર, ગરમ, પૌષ્ટિક અને વધુ ખવાય તો ઝાડા કરે છે.
રાયણ ઉપર પાણી ન પીવું, ધોયા વગર ન ખાવી કે વધુ પડતી ન ખાવી. નહિ તો ડચૂરો બાઝશે. તેના નિવારણ માટે છાશ પીવી કે મોંમાં મીઠાની કાંકરી રાખી ચૂસવી.
રાયણના પાનનો રસ પીવાતી શ્વેતપ્રદર મટે છે.
મોંના કાળા ડાઘ દૂર કરવા રાયણના પાન દૂધમાં પીસી તેનો લેપ કરવો.

16/04/2023
15/02/2023

આવો ! આજે જ આપણાં વિસ્તારની શ્રેષ્ઠ સરકારી શાળામાં એડમિશન આપવીએ...
🎈 સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપતી આપના વિસ્તારની એક માત્ર શાળા.
🎈અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ.
🎈CCTV કેમેરાથી સજજ.
🎈ફાયર સેફ્ટીના સાધનોથી સજજ.
🎈NMMS,PSE, જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી.
🎈 વોટ્સેપ દ્વારા વાલીઓને માર્ગદર્શન.
🎈શાળા દ્વારા નાના બાળકોને મફત વાહનની સુવિધા.
🎈શુધ્ધ અને આરોગ્યવર્ધક બપોરનું ભોજન.
🎈 રાષ્ટ્રીય અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી.
🎈ખેલ મહાકુંભની તૈયારી માટે મોકળું મેદાન.
🎈ગુજરાતી માધ્યમની આપણી માતૃભાષામાં જ શિક્ષણ આપતી આપના વિસ્તારની શ્રેષ્ઠ શાળા.

આવો આપણા વિસ્તારની આપણી જ સરકારી પ્રાથમિક શાળામાં આજે જે એડમિશન લઈએ અને આપના બાળકના શારીરિક, માનસિક, સામાજિક અને સાંવેગીક વિકાસની દોર આપણી જ શાળાને આપીએ..ચાલો જોડાઈ આપણી શાળા સાથે.

Address

Jetpur
360370

Opening Hours

Monday 12am - 5pm
Tuesday 12am - 5pm
Wednesday 12am - 5pm
Thursday 12am - 5pm
Friday 12am - 5pm
Saturday 11am - 2:30pm

Telephone

+919099622876

Website

Alerts

Be the first to know and let us send you an email when Schoolno Fourteenjetpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category



You may also like