26/12/2024
BIG UPDATE
ભારતના મહાન અર્થશાસ્રી અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહનૂં નિધન...........................................................
ભારતના દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું નવી દિલ્લી ખાતે 92 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે મોડી રાત્રે તેમની તબિયત અચાનક બગડતા તેમને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા.તેમના નિધનના સમાચારથી ભારતના રાજકીય જગતમા શોક પામ્યો છે.કોંગ્રેસના નેતાઓ દિલ્લી જવા રવાના થયા છે.કોંગ્રેસ પાર્ટીએ તેમના કાર્યક્રમો મોકુફ રાખી દીધા છે,મનમોહનસિંહ દેશના જાણીતા અર્થશાસ્રી હતા.સાથે સાથે તેઓ રિઝર્વ બેઁક ઓફ ઈન્ડીયાના ગવર્નર રહી ચૂક્યા હતા. 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભા પહોંચ્યા હતા. ત્યારથી તેઓ લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. છઠ્ઠી અને છેલ્લી વખત તેઓ 2019માં રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા.
તેમની રાજકીય સફરની વાત કરવામા આવે તો ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીમાં શિક્ષક બન્યા.દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ઇન્ટરનેશનલ ટ્રેડના પ્રોફેસર તરીકે સેવા આપી.દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માનદ પ્રોફેસર તરીકે સેવા આપી હતી, આયોજન પંચના ઉપાધ્યક્ષ તેમજ વડાપ્રધાનના આર્થિક સલાહકાર રહ્યા હતા,નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી હતા. પ્રથમ વખત આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા.2004 થી 2014 સૂધી ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા હતા