30/12/2025
પૂર્વ કચ્છ પોલીસ એક્શનમાં: થર્ટી
ફર્સ્ટ પૂર્વે બ્રેથ એનેલાઈઝર સાથે ચેકિંગ
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ પોલીસ તંત્ર દ્વારા થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીધામ એ-બી ડિવિઝન, આદિપુર અને અંજાર પોલીસ મથકની ટીમોએ શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં નાકાબંધી કરી હતી. આ કામગીરી દરમિયાન નશો કરીને વાહન ચલાવતા તત્વોને પકડવા માટે 'બ્રેથ એનેલાઈઝર' મશીનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ આગામી સમયમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.