RK Studioz

RK Studioz દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની સામાજિક ન્યાયની લડાઇને સોશ્યલ મીડિયા પર રજૂ કરતું ડિજિટલ પ્લેટફોર્મ.

और फिर एक दिन एक अजूबा हुआजिसे छूना मना था उस ने आसमान छुआ। मोहन मुक्त ❤️❤️❤️❤️
20/12/2024

और फिर एक दिन एक अजूबा हुआ
जिसे छूना मना था उस ने आसमान छुआ।
मोहन मुक्त

❤️❤️❤️❤️

20/12/2024
🙏🏾🙏🏾🙏🏾
20/12/2024

🙏🏾🙏🏾🙏🏾

બહુ જલદી અપલોડ થશે આગામી વિડિયો.અમારા આ પ્રયાસને આપની મદદ દ્વારા સફળ બનાવવા નમ્ર વિનંતી છે. નીચે વિવિધ પ્લેટફોર્મ સાથે જ...
19/12/2024

બહુ જલદી અપલોડ થશે આગામી વિડિયો.

અમારા આ પ્રયાસને આપની મદદ દ્વારા સફળ બનાવવા નમ્ર વિનંતી છે. નીચે વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાવાની લીંક આપેલી છે. આપ જોડાઓ અને આપના તમામ મિત્રોને પણ જોડો.

યુટ્યુબ ચેનલ સાથે જોડાવા માટેની લિંક :
https://youtube.com/

ફેસબુક પેજ સાથે જોડાવા માટેની લિંક:
https://www.facebook.com/profile.php?id=100068569645129&mibextid=ZbWKwL

વોટ્સએપ ગ્રૂપ સાથે જોડાવા માટેની લિંક:
https://chat.whatsapp.com/E2eG8z7VmEu3GBMKUmy8AL

ટેલીગ્રામ ગ્રુપ સાથે જોડાવા માટેની લીંક:
https://t.me/rkstudios41290

ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવા માટેની લીંક:
https://instagram.com/rk_studioz41290?igshid=ZDdkNTZiNTM=

ટ્વિટર એપ સાથે જોડાવા માટેની લિંક :
https://twitter.com/studiozrk?s=21&t=3MalgwznK2KvJBlXpvTYzA

મોજ એપ સાથે જોડાવા માટેની લિંક :
https://mojapp.in/?referrer=iOS&h=TgI0BLs-beSxel

પિન્ટરેસ્ટ એપ સાથે જોડાવા માટેની લિંક:
https://pin.it/4MrU0L4

Threds એપ સાથે જોડાવા માટેની લિંક :
https://www.threads.net/

ઇશ્વર અને સ્વર્ગ-નર્ક બાબતે તો હું બાબાસાહેબ અને પેરિયારને જ અનુસરું છું.જય ભીમ જય પેરિયાર 💙🖤
18/12/2024

ઇશ્વર અને સ્વર્ગ-નર્ક બાબતે તો હું બાબાસાહેબ અને પેરિયારને જ અનુસરું છું.
જય ભીમ જય પેરિયાર 💙🖤

માબર પબ્લિકેશન  દ્વારા પ્રકાશિત નવા ત્રણ પુસ્તકો આપને થોડા જ દિવસો માં આપ સૌનું પસંદગી નું સ્ટોર ધમ્મગજ બુકસ્ટોર્સ પર સૌ...
15/12/2024

માબર પબ્લિકેશન દ્વારા પ્રકાશિત નવા ત્રણ પુસ્તકો આપને થોડા જ દિવસો માં આપ સૌનું પસંદગી નું સ્ટોર ધમ્મગજ બુકસ્ટોર્સ પર સૌ પ્રથમ ખરીદવા મળશે...

આ પુસ્તક ની ગ્રાન્ડ ઓપનિંગ નિમિત્તે DhammaGaj Online Bookstore તરફ થી આપ સૌને ઓછી કિંમત માં આ પુસ્તક નો સેટ કરાવી રહ્યો છે..!!
તારીખ ૧૫:૧૨:૨૪ થી ૨૫:૧૨:૨૪ સુધી માં ખરીદી કરનાર કસ્ટમર ને આ પુસ્તક નો સેટ, માત્ર 350 રૂપિયા સાથે ડિલિવરી ચાર્જ ફ્રી માં મળશે...!!

એડવાન્સ બુકિંગ માટે આપ સૌ પાસે 10 દિવસ છે.. તો એ પહેલા આપ આ ઓફર નો લાભ જરૂર લેજો..!!

સાહિત્ય જગત માં માબર ને આવવા થી વાચકો માં જોશ જોવા મળી રહ્યો છે.!!

પ્રસિદ્ધ લેખક : R K Parmar દ્વારા અનુવાદિત સાચી રામાયણ જેમ આ પુસ્તકો ને પણ યુવાઓ, વડીલો, અને માતા બહેનો આવકાર આપે એવી અપેક્ષા છે..!!

24 ડિસેમ્બર પેરિયાર નો નિર્વાણ દિન છે. પેરિયાર ના ચાબખા ગુજરાત ના અસમાનતાવાદી લોકો ને ચોક્કસ ચખાડવા છે..!! જેથી જાતિવાદી સુધારે, અને એ સાથે સાથે ચમાર જાતિ પોતાનો વારસાગત ધમ્મ તરફ વળી પોતાની જૂની ઓળખ પાછી મેળવી શકે..!!

રાજનીતિ બાબતે તો ગુજરાત લોકલ ટ્રેન નો છેલ્લો ડબ્બો છે, પરંતુ કાશીરામ સાહેબ ના રાજસૂત્રો એમના અનુયાયીઓ માં જુસ્સો જરૂર વધારે એવી છે,..!!!

આ પુસ્તકો આપ ને અમદાવાદ માં સૌ પહેલા આપડી પાસે હોલસેલ તથા રિટેલ બંને ભાવો માં મળી રહશે..!!

આ પુસ્તકો આજે જ નોંધાવો..::

પુસ્તક ઓર્ડર કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો..!! 👇

https://wa.me/p/9011812135544473/919016895615

રાજસ્થાનમાં ભાજપ સરકારમાં વધુ એક હત્યાકાંડ. વિશનારામ મેઘવાલની કરપીણ હત્યા આરોપીઓ હજુ ફરાર.સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની...
13/12/2024

રાજસ્થાનમાં ભાજપ સરકારમાં વધુ એક હત્યાકાંડ.
વિશનારામ મેઘવાલની કરપીણ હત્યા આરોપીઓ હજુ ફરાર.
સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની તમારા ઉપર થતા અત્યાચારો ક્યારેય બંદ થવાના નથી.

ઈતિહાસ મા આજનો દિવસ."જય ભીમ" શબ્દ નો અભિવાદન તરીકે પ્રારંભ.6 જાન્યુઆરી 1904 ના દિવસે મહારાષ્ટ્ર ના નાગપુર જીલ્લાના કામઠી...
13/12/2024

ઈતિહાસ મા આજનો દિવસ.

"જય ભીમ" શબ્દ નો અભિવાદન તરીકે પ્રારંભ.

6 જાન્યુઆરી 1904 ના દિવસે મહારાષ્ટ્ર ના નાગપુર જીલ્લાના કામઠી ખાતે બાબુ હરદાસ એલ. એન. (હરદાસ લક્ષ્મણરાવ નાગરાલે) નો જન્મ થયો હતો.

તેઓ ભારતીય અનુસૂચિત જાતિ નેતા, રાજકારણી અને સમાજ સુધારક હતા. તેઓ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના પ્રખર અનુયાયી હતા.

1935 મા બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ના જન્મ દિવસ ની પ્રથમ વાર ઉજવણીની શરૂઆત કરતા તેમણે "જય ભીમ" શબ્દ નો ઉપયોગ કર્યો હતો.

તેઓ કેન્દ્રીય પ્રાંતના એક અગ્રણી મજૂર નેતા પણ હતા અને પ્રાંતમાં સ્વતંત્ર મજૂર પક્ષના મહામંત્રી પણ હતા. બાબુ હરદાસ એલ. એન. 193. નાગપુર કામઠી મત વિસ્તારમાંથી ચૂંટાયેલા પ્રથમ ધારાસભ્ય પણ હતા.

17 વર્ષની ઉંમરે બાબુ હરદાસે અછૂતો (અનુસૂચિત જાતિ સમાજ) માં સામાજિક જાગૃતિ ફેલાવવાના હેતુથી નાગપુરથી મહારથ નામનું એક સાપ્તાહિક પ્રકાશન સ્થાપ્યું. તેમણે 1922 માં મહાર સમાજ સંસ્થાની સ્થાપના કરીને મહાર સમુદાયને સંગઠિત કરવામાં મહત્ત્વનો પ્રયાસ કર્યો. તેમણે અસંગઠિત મહાર યુવાનોને, અછુતો (અનુસૂચિત જાતિ) અત્યાચાર સામે રક્ષણ આપવા માટે એકસાથે લાવવા મહાર સમાજ જૂથની રચના કરી. તેમણે અછૂત (અનુસૂચિત જાતિ) મહિલાઓને દૈનિક પ્રવૃત્તિઓમાં તાલીમ આપવા માટે એક મહિલા આશ્રમ ખોલ્યો. તેમજ બીડી કામદારોના શોષણને ટાળવા માટે તેઓએ સહકારી ધોરણે બીડીનું કામ શરૂ કર્યુ, જે આ ક્ષેત્રમાં ખૂબ જ સફળ રહ્યું હતું.

બાબુ હરદાસ એલ. એન. અતાર્કિક અને અંધશ્રદ્ધાળુ પ્રથાઓના કટ્ટર વિરોધી હતા. તે અનુસૂચિત જાતિ વર્ગની પેટા-જાતિના એક થવા માટેના અવરોધોના ઉગ્ર વિરોધી રહ્યા હતા. તેઓએ મહર્ષ સમુદાયના 14 મી સદીના સંત ચોકમેલાની પુણ્યતિથિ પર આ રેખાઓ ઓળંગીને વાર્ષિક સમુદાય રાત્રિભોજનની વ્યવસ્થા કરી. તે મૂર્તિપૂજાની વિરુદ્ધ હતા. તેમણે 1927 માં કિસાન ફાગુજી બંસદની અધ્યક્ષતામાં રામટેક ખાતે તેમના ભાઈઓની એક બેઠક યોજી હતી. આ સભામાં બાબુ હરદાસે પોતાના લોકોને રામટેકના મંદિરમાં મૂર્તિપૂજા ના કરવા તથા ત્યાંના ગંદા અંબારા તળાવમાં સ્નાન ના કરવા જણાવ્યું હતું. તેમણે બાબાસાહેબ ડૉ ભીમરાવ રામજી આંબેડકરની આગેવાની હેઠળ 2 માર્ચ 1930 ના રોજ કલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહમાં ભાગ લેવા શંકર મુકુંદ બેલેની આગેવાની હેઠળ તેમના અનુયાયીઓના જૂથને મોકલ્યા હતાં. તેમણે દલીલ કરી હતી કે તે અસમાનતાની વિરુદ્ધ છે, મૂર્તિઓની પૂજાથી કશું પ્રાપ્ત થવાનું નથી.

બાબુ હરદાસ અછુતો (અનુસૂચિત જાતિ) માટે શિક્ષણ માટે પ્રબળ વકીલ હતા. તેમણે પોતે અભ્યાસમાં મેટ્રિક પૂરું કર્યું હતું, જે તે સમયે અછુતો માટે એક દુર્લભ ઉપલબ્ધિ હતી. તેમણે 1927 માં કામઠીમાં એક રાત્રિ સ્કૂલ શરૂ કરી. એક સમયે તેની શાળામાં 86 છોકરાઓ અને 22 છોકરીઓ ભણતા હતા. તેમણે તે જ સમયે કામઠી માં સંત ચોખમેલા પુસ્તકાલય પણ શરૂ કર્યુ હતું.

બાબુ હરદાસ એક વિશિષ્ટ લેખક હતા અને મોટે ભાગે તેમની લેખન કુશળતાનો ઉપયોગ હતાશ વર્ગમાં સામાજિક જાગૃતિ લાવવા માટે કરતા. તેમણે સમાજમાં પ્રવર્તતી કુરિતીઓ, કુરિવાજો સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે 1924 માં મંડળ મહાત્મા પુસ્તકની રચના કરી. તેમણે આ પુસ્તકની મફત નકલો લોકોમાં વહેંચી. આ પુસ્તકે લોકો પર નોંધપાત્ર અસર કરી અને સ્થાનિક અછુત લોકોએ હિન્દુ દેવી-દેવતાઓ પર આધારિત નાટકો જોવા અને માણવાનું બંધ કરી દીધું. તેમણે વીર બાલક (બહાદુર બાળ) નાટક પણ લખ્યું અને લોકોમાં જાગૃતિની નવી તરંગ પેદા કરવા માટેનું કર્યું. તેમણે બજારના ગીતો અને ચૂલ્હાનાં ગીતો લખ્યા અને પ્રકાશિત કર્યા. બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેકર સંપાદિત સાપ્તાહિક જનતામાં પણ તેમના લેખો પ્રકાશિત કર્યા હતા.

12 જાન્યુઆરી 1939 મા માત્ર 35 વર્ષની યુવાવયે તેમનું અવસાન થયું હતું. તેમના અવસાન સમયે બાબાસાહેબ ડૉ ભીમરાવ રામજી આંબેડકરને બહુ દુઃખ થયું હતું તેમણે કહ્યું કે મારો એક હાથ જતો રહ્યો.

13 ડિસેમ્બર 1945 મા નાગપુર
ની એક પરિષદમાં (આ વિશે વધુ માહિતી નથી) "જય ભીમ" શબ્દ નો અધિકૃત રીતે અભિવાદન રૂપે પ્રારંભ થયો હતો. બાદમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર પણ જ્યારે કોઈને પત્ર લખતા ત્યારે તેઓ પોતે "જય ભીમ" થી શરૂઆત કરતાં.

"જય ભીમ " નો શબ્દ આપનારા બહુ ઓછા પ્રચલિત થયેલા પ્રખર આંબેડકરવાદી
"બાબુ હરદાસ એલ. એન. સાહેબ ને મારા જય ભીમ." ✊

Kabir S Shakya.
13 ડિસેમ્બર 2020.

સાપનો પાઠ  એક દિવસ, બુદ્ધે તેમના શિષ્યોને એક વાર્તા કહી:   “એક ગામમાં એક ઝેરી સાપ રહેતો હતો જે લોકોને ભયભીત કરતો હતો.  બ...
13/12/2024

સાપનો પાઠ

એક દિવસ, બુદ્ધે તેમના શિષ્યોને એક વાર્તા કહી:

“એક ગામમાં એક ઝેરી સાપ રહેતો હતો જે લોકોને ભયભીત કરતો હતો. બધા તેનાથી ડરતા હતા અને નજીક જવાનું ટાળતા હતા.

એક દિવસ, સાપે એક જ્ઞાની ભિખ્ખું પાસેથી અહિંસા વિશેનો ઉપદેશ સાંભળ્યો અને તેના જીવનનો માર્ગ બદલવાનું નક્કી કર્યું. તેણે ફરી ક્યારેય કોઈને નુકસાન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.

ટૂંક સમયમાં, ગામલોકોને સમજાયું કે સાપ હવે બિનહાનિકારક બની ગયો છે. સમય જતાં, બાળકોએ તેના પર પથ્થર ફેંકવાનું શરૂ કર્યું, અને કેટલાકે તેની પૂંછડી પણ ખેંચી લીધી. પરંતુ અહિંસા માટે પ્રતિબદ્ધ સાપે આ બધું શાંતિથી સહન કર્યું અને બદલો લીધો નહીં.

આખરે, સાપ નબળો પડ્યો અને ઘાયલ થયો. એક દિવસ, તે બુદ્ધ ત્યાંથી પસાર થયા અને આ દયનીય સ્થિતિમાં સાપને જોયો. તેમણે પૂછ્યું, ‘તને શું થયું?’

સાપે બધું સમજાવ્યું. બુદ્ધ હસ્યા અને કહ્યું, 'મેં તમને શીખવ્યું કે બીજાને નુકસાન ન કરો, પરંતુ મેં ક્યારેય કહ્યું નથી કે તમારે તમારી જાતને બચાવવી જોઈએ નહીં. અહિંસાનો અર્થ એ નથી કે બીજાને તમને નુકસાન થવા દેવું. તમે તેમને ડંખ માર્યા વિના અથવા નુકસાન પહોંચાડ્યા વિના તેમને ડરાવવા માટે ફૂંફાડો મારી શકો અથવા બતાવી શકો છો.’

સાપ બુદ્ધના શાણપણને સમજી ગયો અને સંતુલન સાથે જીવવાનું શીખ્યો, અહિંસાનું પાલન કર્યું અને પોતાની સુરક્ષા પણ કરી."

આ વાર્તા આપણને શીખવે છે કે અહિંસાનો અર્થ નબળાઈ નથી. તે કરુણા સાથે જીવવા વિશે છે જ્યારે તમે તમારી જાતને નુકસાનથી સુરક્ષિત કરો છો તેની ખાતરી કરો. સંતુલન એ મહત્વની અને મુખ્ય બાબત છે.

માંસાહાર દલિતો-આદિવાસીઓનો મુખ્ય આહાર છે. ભક્તો જપી જાઓ.
12/12/2024

માંસાહાર દલિતો-આદિવાસીઓનો મુખ્ય આહાર છે.
ભક્તો જપી જાઓ.

               #ગુજરાત  #ગુજરાતી
12/12/2024

#ગુજરાત #ગુજરાતી

આપણાં મિત્રો જ આપણી ખરાબ આદતો તરફ ધ્યાન દોરતાં હોય છે.
11/12/2024

આપણાં મિત્રો જ આપણી ખરાબ આદતો તરફ ધ્યાન દોરતાં હોય છે.

Address

Diodar
385330

Telephone

+917874310887

Website

Alerts

Be the first to know and let us send you an email when RK Studioz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to RK Studioz:

Videos

Share