Club AP Gujarati

Club AP Gujarati Life of an Urban Gujju Couple who are poles apart & yet best Roomies exploring Literature, Meanings

09/02/2022



07/02/2022
02/02/2022


07/11/2021

अम्ब मा दुह्खिता भूस् त्वम् पश्य त्वम् पितरम् मम |
क्षयो हि वन वासस्य क्षिप्रम् एव भविष्यति ||
(વાલ્મીકી રામાયણ, 2-39-34)

"માં (આમના જ કારણે મારા પુત્રનો વનવાસ થયો છે એવું સમજી ને) તમે મારા પિતાજીની તરફ દુઃખી થઈ ને ન જોજો. વનવાસની અવધિ પણ બહુ જ જલ્દી સમાપ્ત થઈ જશે."

શ્રી રામ જ્યારે વન તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા ત્યારે તેમના દ્વારા કહેવાયેલી આ વાત તેમના મનની પરમ અવસ્થા બતાવે છે.

શ્રી રામ કોઈને દોષી સમજતા નથી, કારણકે તે જાણે છે કે જે કંઈ પણ થયું તે નિશ્ચિત અને અટલ જ હતું. દરેકના સ્વભાવ મુજબ બધી ઘટનાઓ આપોઆપ ઘટી અને તેનો પરમ સ્વીકાર એ જ સાચો ધર્મ.

પોતાના પિતા કે કૈકેયીને પણ જોવાની એમની દ્રષ્ટિ આપણે પરમ ધર્મ અને સાચી શીખ આપે છે.




05/11/2021

ભગવાન રામ શીખવે છે યુદ્ધકળા...

સ્વયં સર્વશ્રેષ્ઠ બનવું, અને પોતે સર્વશ્રેષ્ઠ હોવાં છતાં કોઈને પોતાનાથી ઊતરતું ના સમજવું...

યુદ્ધ જીતવા વાનર સેના અને દુશ્મન સેનામાંથી આવેલા વિભીષણનો પણ સાથ લીધો.
યુદ્ધ સાથ,સહકાર,બુદ્ધિ અને સંયમથી જીતી શકાય છે જે શ્રી રામ શીખવી ગયા.

ગુસ્સા પર કાબૂ અને સ્વયંની લાગણીઓ પર નિયંત્રણ, યુદ્ધકળાના આ મહત્વનાં પાસાંઓ શીખવે છે સમગ્ર રામાયણ.





04/11/2021

સંબંધો તો રામ-સીતા જ શીખવી શકે...

સીતા પૂર્ણપણે રામને સમર્પિત હતાં, તો શ્રી રામ પણ તેટલા જ સમર્પિત.
બંને વચ્ચેની સમજણ અભૂતપૂર્વ હતી.

પ્રારબ્ધ વશ અને સંજોગોવસાત રામે સીતાનો ત્યાગ કરવો પડ્યો અને સીતાએ અગ્નિ પરીક્ષા આપવી પડી, છતાં પણ રામ-સીતાના સંબંધમાં કોઈ ખટરાગ ના આવ્યો.

ઈશ્વરની ઊંચાઈ આંબેલા યુગલની આ જ નિશાની છે.





03/11/2021

પોતાના પ્રત્યે દ્વેષ ભાવ રાખનાર કૈકેયી અને મંથરા, બંનેનો જેમણે સહજ ભાવે સ્વીકાર કર્યો એવા શ્રી રામ શીખવે છે આપણે સ્વીકારતાં...

કૈકેયી અને મંથરા તેમના તામસી સ્વભાવ વશ અને મનમાં રહેલા વિકારને વશ, કર્મ કરી રહ્યા છે, આવું કહી રામ ભગવાને બંને પ્રત્યે કરુણા દર્શાવી.

શ્રી રામ શીખવે છે અન્યોના સ્વભાવનો સહજ અને પૂર્ણ સ્વીકાર, અને તેમના પ્રત્યે કરુણા.




ભગવાન શ્રી રામ શું શિખવી જાય છે?મનની સ્થિરતા...ચાહે રાજપાટ મળે કે પછી બધું છોડીને વનમાં જવું પડે,ચાહે સીતાનો સંગ મળે કે ...
02/11/2021

ભગવાન શ્રી રામ શું શિખવી જાય છે?

મનની સ્થિરતા...
ચાહે રાજપાટ મળે કે પછી બધું છોડીને વનમાં જવું પડે,
ચાહે સીતાનો સંગ મળે કે પછી સીતાનું હરણ થઈ જાય,
ચાહે રિષિઓ પાસેથી જ્ઞાન મેળવવાનું હોય કે પછી રાવણ સાથે યુદ્ધ,
ચાહે મનુષ્ય બની સહજ જીવન જીવવાનું હોય કે ઈશ્વરની ઊંચાઈ આંબાવાની હોય,

બધી જ પરિસ્થિતિઓ અને મનઃસ્થિતીઓમાં મન એકદમ સ્થિર...




જય શ્રી કૃષ્ણ
31/10/2021

જય શ્રી કૃષ્ણ


29/10/2021

When I was in college, I wanted to be involved in things that would change the world.
(Elon Musk)

ઇલોન મસ્ક, સદીનો મહાન ક્રાંતિકારી વ્યક્તિ પોતાના કોલેજના સમયમાં સમગ્ર વિશ્વમાં કોઈ સારો બદલાવ લાવી શકે એવા વિચારો અને કાર્યમાં જોડાવા ઈચ્છા ધરાવે છે.

જ્યારે વ્યક્તિનું ધ્યાન, પૈસા અને સફળતાથી હટીને સમગ્ર વિશ્વને કશુંક ઉત્તમ આપવા તરફ જાય છે, તો તેને બાકી બધું તો આપોઆપ મળી જાય છે.

કદાચ આ જ મહાન વ્યક્તિઓની સફળતાનું રહસ્ય છે.



28/10/2021

People should pursue what they're passionate about. That will make them happier than pretty much anything else.
(Elon Musk)

પોતાનાં સપનાંને સાકાર કરવા માટે અવિરત તેની પાછળ કામ કરવું જોઈએ.
જે કાર્યમાં આપણે મજા આવતી હોય, જેના માટે આપણે જુસ્સો છે તેના પાછળ મંડ્યા રહેવું.

પોતાની ભીતરથી આવતાં એ સપનાંને મેળવીને જે ખુશી મળશે, એ બીજી કોઈપણ ખુશી કરતાં વધુ હશે.



27/10/2021

Life is too short for long-term grudges.
(Elon Musk)

આપણે મોટાભાગે જીવનમાં કેટલીય લઘુતાગ્રંથિઓ મનમાં સંઘરીને બેઠા હોઈએ છીએ.
કોઈ સમયના કોઈ પ્રત્યેના દ્વેષભાવ કે પછી કોઈ નારાજગી, આ બધું જીવનના વહેતા પ્રવાહમાં સતત અડચણ ઉભી કરે છે.

જીવન ખરેખર બહુ ટૂંકું છે.
તેને પૂર્ણતા સાથે બસ જીવી લો.
મનને બધી જ પ્રકારની ગ્રંથિઓથી મુક્ત કરી દો.



26/10/2021

f you get up in the morning and think the future is going to be better, it is a bright day. Otherwise, it's not.
(Elon Musk)

દરરોજ સવારે આપણે જે વિચારો સાથે દિવસની શરૂઆત કરીએ છીએ, એ દિવસ એવો જ રહે છે.

જો આપણે સવારે જ મનમાં કોઈ નકારાત્મક વિચારને સ્થાન આપી દીધું, તો આગળનો દિવસ આપણો ખરાબ જશે.આપણે નકારાત્મક દિશામાં જ આગળ વધશું.

સવારે હંમેશાં સકારાત્મક અને મજબૂત વિચારો કરવા જોઈએ, ભવિષ્ય વિશેના ઉત્તમ વિચારો જ તમને સફળતા તરફ દોરી જશે.



25/10/2021

(1)

When something is important enough, you do it even if the odds are not in your favor.
(Elon Musk)

જ્યારે આપણા માટે કંઈ ખરેખર જરૂરી હોય છે તો આપણે ગમે તેટલી મુશ્કેલી કે અવરોધો આવે, તે કાર્ય કરી ને જ રહીએ છીએ.

આ સત્ય છે પરંતુ મોટા ભાગે આપણે પોતાની નિષ્ફળતા માટે જાત-ભાતના બહાનાં કાઢતા હોઈએ છીએ, તો એ સમયે આપણે ભીતર ડોકિયું કરવાની જરૂર છે.

આપણે એ કર્મ,જે ખરેખર આપણી અંદરથી આવે છે અને આપણાં માટે સાચા અર્થમાં જરૂરી છે તે જ કરવું જોઈએ.



22/10/2021

"કોઈ દિવસ જ્યારે તમારી સામે કોઈ સમસ્યા ના આવે, તમે સુનિશ્ચિત થઈ શકો છો કે તમે ખોટા માર્ગ પર ચાલી રહ્યા છો."
(સ્વામી વિવેકાનંદ)

મોટા ભાગે આપણે સમસ્યાઓથી ભાગતા હોઈએ છીએ, અને એમ સમજતા હોઈએ છીએ કે જે માર્ગે કશું નડે નહીં એ સાચો.

પરંતુ એવું નથી, સાચો માર્ગ સમસ્યાઓ સાથેનો હોય છે અને તમને સમસ્યાઓ નથી આવતી, તો આ વિચારને ઊંડો સમજી અને ફેરવિચારણા કરી લેજો. ક્યાંક તમે ખોટા માર્ગ પર તો નથી ને!



21/10/2021

"દિવસ માં એક વાર પોતાની સાથે જરૂર વાત કરો, નહીંતર તમે એક મહત્વપૂર્ણ વ્યક્તિ ને મળવાનું ચૂકી જશો."
(સ્વામી વિવેકાનંદ)

સતત બહારી ઘોંઘાટ વચ્ચે જીવતા આપણે સ્વ સાથે વાત કરવાનું ભૂલી જ ગયા છીએ.

બહારની દુનિયામાં આપણે મોટિવેશન શોધતા ફરતા હોઈએ છીએ, પરંતુ જો આપણે ખુદ સાથે વાત નહીં કરીએ તો સૌથી રસપ્રદ અને શ્રેષ્ઠ વ્યક્તિને મળવાનું ચૂકી જશું.

આ સ્વ સાથેનો સંવાદ એ જ મેડિટેશન અને એ જ સાચા ધર્મની રાહ છે.



20/10/2021

"ખુદને કમજોર સમજવું સૌથી મોટું પાપ છે."
(સ્વામી વિવેકાનંદ)

પાપ અને પૂણ્યની પરિભાષાઓ વચ્ચે આપણે ખરેખર એક એવું જીવન જીવી રહ્યા છીએ જેમાં સ્વ પ્રત્યે આપણું ધ્યાન જ નથી જતું.

આ કર્મ સારું કે પછી ખરાબ?, કોઈને કેવું લાગશે કે કોઈ શુ કહેશે?, સમાજમાં કેવુ લાગશે કે પછી....
આવા અનેક વિચારો તળે આપણે ખુદને કમજોર સમજી લઈએ છીએ અને એ જ સૌથી મોટું પાપ છે.



19/10/2021

"આપને અંદરથી બહાર તરફ વિકસિત થવાનું છે. કોઇ તમને શીખવાડી નહીં શકે, કોઇ તમને આધ્યાત્મિક નહીં બનાવી શકે. તમારી આત્મા સિવાય કોઇ બીજું તમારો ગુરુ નથી."
(સ્વામી વિવેકાનંદ)

જગતના તમામ રસ્તાઓ જે તમને કંઈક માર્ગ, કંઈક વિધિ, કંઈક કાર્ય કે પછી કોઈ જાતનો વિશ્વાસ અપાવે છે તે અખરે તો બહારથી અંદર તરફ જવાની વાત છે.
કોઈ પણ બહારથી અધ્યાત્મને થોપી નથી શકતું.

આપણે બધું છોડીને પોતાના આત્મા તરફ જવાનું છે, ભીતર દ્રષ્ટિ કરવાની છે.
આત્મા સિવાય કોઈ ગુરુ નથી.



18/10/2021

"જ્યા સુધી જીવો, ત્યાં સુધી શીખવું, અનુભવ જ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે."
(સ્વામી વિવેકાનંદ)

આજના સમયે આપણે અનુભવથી આવતાં શિક્ષણને મહત્વ આપવાની અને બાળકોમાં કેળવવાની ઘણી જરૂરીયાત છે.

જીવનમાં આપણે સૌએ, સતત દરેક ઘટના,વાત કે ઈશ્વરના સંકેતોમાંથી શીખતાં રહેવું જોઈએ.
જે સતત શીખવાની આદત કેળવે છે, તેને ધીરે ધીરે સત્યનો સાક્ષાત્કાર આપોઆપ થઈ જાય છે.



15/10/2021

प्रस्तवासदृशं वाक्यं प्रभावसदृशं प्रियम् ।
आत्मशक्तिसमं कोपं यो जानाति स पण्डितः ।।
(ચાણક્ય નીતિ, અધ્યાય 14, શ્લોક 14)

પંડિત એ છે જે હંમેશાં એ જ વાત બોલે છે જે પ્રસંગને અનુરૂપ હોય.

જે પોતાની શક્તિ મુજબ બીજાઓની પ્રેમથી સેવા કરે છે.

જેને પોતાના ક્રોધની મર્યાદાની ખબર છે.



14/10/2021

नैव पश्यति जन्माधः कामान्धो नैव पश्यति ।
मदोन्मत्ता न पश्यन्ति अर्थी दोषं न पश्यति ।।
(ચાણક્ય નીતિ, અધ્યાય 6, શ્લોક 8)

જે લોકો જન્મથી આંધળા છે તે જોઈ નથી શકતા, એ જ પ્રકારે જે લોકો વાસનાને આધીન (કામના-ઇચ્છાઓથી ઘેરાયેલા) છે તેઓ પણ જોઈ નથી શકતા.

અહંકારી વ્યક્તિને કદી એવું નથી લાગતું કે તે કંઈક ખરાબ કરી રહ્યો છે.

અને જે લોકો પૈસાની પાછળ પડેલા છે તેઓને પોતાનાં કર્મોમાં કોઈ પાપ દેખાતું નથી.



13/10/2021

अन्तर्गतमलौ दुष्टः तीर्थस्नानशतैरपि ।
न शुध्दयति यथा भाण्डं सुरदा दाहितं च यत्।।
(ચાણક્ય નીતિ, અધ્યાય 11, શ્લોક 7)

તમે ચાહે સો વાર પવિત્ર જળમાં સ્નાન કરી લ્યો,
પરંતુ તમે તમારા મનનો મેલ નહીં ધોઈ શકો.

જેમકે દારૂના પાત્રને તમે ગમે તેટલું ઉકાળી અને બધો દારૂ બાળી નાંખો, તો પણ એ પાત્ર પવિત્ર ના કરી શકો એ જ રીતે.

( આપણી ધાર્મિક વિધિઓ અને માન્યતો જેમાં આપણે પાપ ધોવાની તથા પવિત્રતાની રીતો ઉભી કરી છે, તેને ચાણક્ય એક પડકાર ફેંકી આપણે સાચા ધર્મ તરફ દિશા નિર્દેશ કરે છે.)



12/10/2021

धनहीनो न हीनश्च धनिकः स सुनिश्चयः ।
विद्यारत्नेन हीनो यः स हीनः सर्ववस्तुषु ||
(ચાણક્ય નીતિ, અધ્યાય 10, શ્લોક 1)

"જે વ્યક્તિ પાસે ધન નથી, પણ વિદ્યા છે તે ગરીબ નથી પરંતુ ખરેખર તો તે અમીર છે.

પરંતુ જેના પાસે વિદ્યા નથી તે તો બધા પ્રકારે ગરીબ છે."

ચાણક્યના આ સૂત્રમાં વિદ્યા એટલે કે સાચાં જ્ઞાનનું મહત્વ કહેવામાં આવ્યું છે અને આપણી પૈસાથી મપાતી અમીરી-ગરીબીની વ્યાખ્યાને પડકારવામાં આવી છે.



11/10/2021

ચાણક્ય નીતિ સિરીઝ

अधीत्येदं यथाशास्त्रं नरो जानाति सत्तमः ।
धर्मोपदेशं विख्यातं कार्याऽकार्य शुभाऽशुभम् ।।
(ચાણક્ય નીતિ, અધ્યાય 1, શ્લોક 2)

જે વ્યક્તિ શાસ્ત્રોમાં લખેલાં સૂત્રોનો અભ્યાસ કરશે અને જ્ઞાન ગ્રહણ કરશે, તેમને અતિ વૈભવશાળી કર્તવ્યના સિદ્ધાંત જ્ઞાત થશે.

એ લોકોને એ વાતની ખબર પડશે કે તેમને કઈ વાતનું અનુસરણ કરવું જોઈએ અને કઈ વાતનું નહીં.

તેમને સારપ અને બુરાઈ બંનેનું જ્ઞાન મળશે અને અંતે તેમને સર્વોત્તમનું પણ જ્ઞાન મળશે.



Address

Bhuj

Alerts

Be the first to know and let us send you an email when Club AP Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Club AP Gujarati:

Share

Category