03/03/2023
હાલાઈ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ ચૂંટણી સંદર્ભે સૂચન...
🔹 સત્તાધારી પેનલના ટ્રસ્ટીઓએ છેલ્લા 5 વર્ષ દરમ્યાનના હિસાબોના ઓડિટ રિપોર્ટ્સ મુંબઈ હાલાઈ લોહાણા સમાજ સમક્ષ જાહેર કરવા જોઈએ...
જેથી મુંબઈ હાલાઈ લોહાણા સમાજના શિક્ષિત જ્ઞાતિજનો ઓડિટ રિપોર્ટસનો અભ્યાસ કરી સત્તાધારી પાર્ટીની પેનલને મત આપવો કે ન આપવો નિર્ણય લઈ શકે...
🔹 સત્તાધારી ટ્રસ્ટીઓની પેનલે ગત વર્ષો દરમ્યાન સંસ્થાની સ્થાવર મિલ્કત(Immovable Property) અને જંગમ મિલ્કત(Movable Property)માં કેટલો, ક્યાં અને કંઈ કિંમતે વધારો-ઘટાડો કર્યો...?!? આ અંગે સંપૂર્ણ વિગત સમાજ સમક્ષ મુકવી જોઈએ...
🔹 તાજેતરમાં હાલાઈ લોહાણા મહાજનની અપીલ સંદર્ભે ડીંડોશી કોર્ટના ચુકાદા પ્રકરણની તમામ વિગત જાહેર કરવી જોઈએ... જેથી સમાજ આ કેઇસની વિગત શું છે...?!? વિરોધી સાચા કે ટ્રસ્ટી...?!? એ ખુલાસો સમાજ સમક્ષ કરવો જોઈએ...
🔹 મુંબઈ બહારના સમાજના જાગૃત પત્રકારો અથવા જાગૃત નાગરિકની મધ્યસ્થીની ઉપસ્થિતિ અને મધ્યસ્થીમાં હાલાઈ લોહાણા મહાજનની સત્તાધારી પેનલ અને વિરોધી પેનલ વચ્ચે તંદુરસ્ત અને તટસ્થ ચર્ચાનો VIDEO બનાવી સમાજ સમક્ષ મુકવો જોઈએ... જેના આધારે મુંબઈ હાલાઈ લોહાણા સમાજ યોગ્ય ઉમેદવારને ચૂંટી ટ્રસ્ટી બનાવી શકે...
🔹 હાલમાં હાલાઈ લોહાણા મહાજન ચૂંટણી સંદર્ભે સમજુતીથી નિવેડો આવે... એ પણ જરૂરી છે...
🔹 સમાજની સંસ્થાની ચૂંટણીમાં પારદર્શકતાથી હાલાઈ લોહાણા મહાજન મજબૂત બનશે... અને ભવિષ્યમાં ચૂંટણી દ્વારા નિમણુંક મુદ્દે ટ્રસ્ટીઓની નિમણુંકની કાયદાકીય ગૂંચની શકયતા નહીંવત બની રહેશે... જેનાથી સમાજ અને સંસ્થાનો ભવિષ્યમાં ઉભી થઇ શકતી કાયદાકીય કરીવાહીમાં સમય, શક્તિ અને નાણાંનો વપરાશ બચાવી સંસ્થા અને સમાજના વિકાસમાં વાપરી શકાય...
સંસ્થાની વહીવટી પારદર્શકતા અને તંદુરસ્ત ચર્ચા સમાજની સંસ્થાને લોકશાહી ઢબે મજબૂત કરશે... અને સમાજના લોકોમાં સંસ્થાઓના વહીવટકર્તા ટ્રસ્ટીઓ શાખ વધશે...
મુંબઈ લોહાણા હાલાઈ મહાજનના ટ્રસ્ટીઓની ચૂંટણી દેશભરના લોહાણા સમાજની સમાજની સંસ્થાઓ માટે દિશા સૂચક બની રહે... Positive or Negative... એ સંસ્થા ચૂંટણી અધિકારી, સત્તાધારી ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટી પદના ઉમેદવારોએ દિશા નક્કી કરવાની રહે...
- જીતેન્દ્ર ચંદારાણાના જય જલારામ...
🙏🙏🙏🙏