Corporator Varshaba wept over Kirtibahen s appointment as Bhavnagar mayor accuses Waghani
વનગરના મેયર તરીકે કિર્તીબહેનની નિમણૂંક થતા કોર્પોરેટર વર્ષાબા રડી પડ્યાં, વાઘણી પર લગાવ્યો આ આરોપ
ભાવનગર: શ્વાનના મૃત્યુ પાછળ રામદરબારનું આયોજન
ભાવનગર શહેરની સરિતા સોસાયટીના રહીશો દ્વારા તેમના ચહીતા શ્વાન 'કાળું'ના મૃત્યુ બાદ હીરા બજારના વેપારીઓ અને સ્થાનિક રહીશો દ્વારા ફંડ ફાળો એકત્રિત કરી શનિવારે રામદરબારનું આયોજન કરાયું હતું.
ભાવનગર: રખડતા ઢોર મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન
ભાવનગર શહેરમાં રખડતા ઢોરથી શહેરીજનો ત્રસ્ત છે. આ ઢોર ના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા જાણે તંત્રને રસ ના હોય તેમ તંત્ર માત્ર કામગીરી દેખાડવાં એક્શન લે છે અને તે બાદ થોડાં દિવસો પછી સ્થિતિ જેસૈ થૈ, આવી સ્થિતિમાં ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા ગોવાળિયાઓના પોશાકમાં શહેરની મુખ્ય બજારમાંથી રખડતા ઢોર દુર કરી મ્યૂનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી હતી.
સારંગપુર હનુમાનજી મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા
સારંગપુર હનુમાનજી મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા
સારંગપુર હનુમાનજી મંદિર જ્યા 100 બેડની કોવિડ હોસ્પિટલ આવેલી છે તે જ સ્થળ પર વહેલી સવારે 5:30ની આરતીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડતા દેખાયા હતા. શનિવાર હોવાથી 5 હજારથી વધારે લોકોની માનવમેદની આરતી સમયે મંદિર પરિસરમાં પ્રવેશ મેળવવા માટે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા.
મંદિર પ્રયાસન દ્રારા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવા છતાં આંખ આડા કાન કર્યા હતા. મંદિરમાં આસ્થા સાથે નાગરિકોની બેદરકારી નરી આંખે દેખાતી હતી. હવે તો ભારતમાં કોરોના ભગવાન ભરોસે છે ત્યારે સાળંગપુર મંદિર પર સર્જાયેલા દશ્યોથી ભગવાન ભક્તોના ભરોસે હોય તેવું લાગ્યું હતું.
ભાવનગરમાં આકાશીય વિજળીનો અદ્ભુત નજારો
ભાવનગર શહેરમાં ગત રાત્રીના રોજ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વિજળીના કડાકા વચ્ચે શહેરનું આકાશ ગોરંભાયેલું રહ્યું હતું અને વાદળોએ જાણે શહેરને બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે આકાશી વિજળી કેમેરામાં કેદ થઈ હતી, જુઓ...
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ગુરુવારે રાત્રીના 10 કલાકે ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ છે. પાંચ વર્ષ આ ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે.
સાપ અને બિલાડીની લડાઈ
જાફરાબાદના રોહીસા ગામે સાપ અને બિલાડીની લડાઈ જોવા મળી હતી. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ સાપ અને બિલાડીની દિલધડક લડાઈ અંદાજે એક મીનિટ સુધી ચાલી હતી. હિંદુ ધર્મમાં સાપ ઘણું ધાર્મિક મહત્વ ધરાવે છે ત્યારે શ્રાવણી પર્વ દરમિયાન નાગદેવતાના દર્શન કરવા ગ્રામજનો ઉમટ્યા હતા અને સ્થાનિક લોકોએ આ લડાઈ કેમેરામાં કેદ કરી હતી.
ભાવનગર: માધવ દર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમાં મીની બસ ઘુસી ગઈ, 20 જેટલી ગાડીઓને નુંકસાન પહોંચ્યું
ભાવનગર શહેરના સતત ધમધમતા રહેતા માધવ દર્શન કોમ્પલેક્સમાં મીની બસ ઘુસી ગઈ. આ સમયે પાર્કિંગમાં ઓછા લોકો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતા. આ મીની બસે બે વ્યકતીઓને અડફેટે લીધાં જેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં. જ્યારે 20 જેટલી ગાડીઓને નુંકસાન પહોંચ્યું. જ્યારે બસ ચાલક ફરાર થયો છે.
ભાવનગર: 180 ઊપવાસની ઊગ્ર તપસ્યા કરનારા પિન્કી બેનને મુખ્યમંત્રી રૂપાણીએ પારણાં કરાવ્યા
180 ઉપવાસની ઊગ્ર તપસ્યા કરનારા પિન્કીબેન શાહને આજે ભાવનગર સ્થિત દાદા સાહેબ જૈન દેરાસર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારણાં કરાવ્યા
Video: રો-પેક્સ ફેરી સર્વિસમાં ચડાવવામાં આવી રહેલા ટ્રકની બ્રેક ફેઈલ થતા ટ્રક દરિયામાં ગરકાવ થયો
ઘોઘ-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસમાં ચડાવવામાં આવી રહેલા એક ટ્રકની બ્રેક ફેઈલ થતા ટ્રક ચાલકે ટ્રક પર કાબૂ ગૂમાવતા ટ્રક દરિયામાં ગરકાવ થયો હતો. આ અકસ્માત ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને ઈજા પહોંચી હતી જેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.