Lokmilap

Lokmilap We are selling books since last 73 years. Lokmilap was started on 26th January, 1950 at Mumbai.

31/03/2024

*સૌરભ શાહ અને નિમિત્ત ઓઝા*

*બે લોકપ્રિય લેખકોનાં પુસ્તકો 15% વળતરથી (અને પાછું ભારતભરમાં ફ્રી ડિલિવરી)*

સૌરભ શાહ અને નિમિત્ત ઓઝા - આ બંને સર્જકોનો એક વિશાળ વાચકવર્ગ છે જે એમનાં પુસ્તકો ખરીદે છે, એમને સોશિયલ મીડિયામાં ફોલો કરી પ્રેરણા મેળવે છે.

*સૌરભ શાહનાં 15 તથા નિમિત્ત ઓઝાનાં 18 પુસ્તકો હાલ પ્રાપ્ય છે તેની પર 15% વળતર અને દેશભરમાં ફ્રી ડિલિવરી (₹399 થી વધુની ખરીદી પર)* લોકમિલાપ પરિવાર માટે ફક્ત બે દિવસ: 31 માર્ચ તથા 1 એપ્રિલ.

સૌરભ શાહના પુસ્તકોનું લીસ્ટ:
https://lokmilap.com/Filter?search=Saurabh+shah

નિમિત્ત ઓઝાના પુસ્તકોનું લીસ્ટ:
https://lokmilap.com/Filter?search=Nimit+oza

વેબસાઈટ પરથી ઓર્ડર કરી શકો છો અથવા 8734918888 પર વોટ્સએપ કરીને પણ આપ ઓર્ડર કરી શકો છો. આભાર.

Saurabh Shah
Saurabh Shah
Dr. Nimit Oza

*નકલો ખલાસ થાય તે પહેલા વસાવી લેવા જેવો એક અદભુત ગ્રંથ*ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક ઉત્તમ રાજવીથીએ વિશેષ, મોટા ગ...
15/03/2024

*નકલો ખલાસ થાય તે પહેલા વસાવી લેવા જેવો એક અદભુત ગ્રંથ*

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક ઉત્તમ રાજવીથીએ વિશેષ, મોટા ગજાના માનવી હતા. તેમની પ્રજાવત્સલતા સહિતના વિવિધ ગુણો, જીવનપ્રસંગો અને અપાર માનવ-ભાવનાઓનું દર્શન કરાવતો દળદાર ગ્રંથ શ્રી ગંભીરસિંહ ગોહિલે 2012 માં પ્રથમ પ્રગટ કરેલ અને ચોમેર એની પ્રશંસા થયેલ.

રજવાડાઓનો ઇતિહાસ તથા ભાવનગરની સાંસ્કૃતિક વિરાસતમાં રસ ધરાવતા સહુ માટે આવશ્યક વાચન. ભાવનગરમાં રહેતા અને ભાવનગર છોડીને બીજે સ્થાયી થયેલા સાહિત્યપ્રેમીઓ માટે તો અનોખો ખજાનો.

*વર્ષોથી અપ્રાપ્ય આ અદ્ભુત પુસ્તકની લેખકે પોતે જ કરેલ સંક્ષિપ્ત આવૃત્તિ આ અઠવાડિયે પ્રગટ થયેલ છે. પાકું પૂઠું, 300 થી વધુ પાના, અનેક બ્લેક એન્ડ વ્હાઇટ તથા રંગીન દુર્લભ ફોટોગ્રાફ્સ ધરાવતું આ પુસ્તક દરેક ઘરે પહોંચે એવી લોકમિલાપની ઈચ્છા છે.*

*આ અચૂક વસાવવા જેવું પુસ્તક ₹300 ને બદલે ફક્ત ₹250 માં ઘરે બેઠા મળશે. (આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી)* ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. દરેક ગુજરાતી મિત્રો સુધી આ માહિતી પહોંચાડશો. આભાર.

વેબસાઈટ પરથી ઓર્ડર કરવા:
https://lokmilap.com/Product/details/517?name=Prajavatsal

ડૉ. નિમિત્ત ઓઝાનું નવું પુસ્તક સ્ટોકમાં આવી ગયું છે. ઓર્ડર કરવા 087349 18888 પર વોટ્સએપ કરશો અથવા www.lokmilap.com ની મુ...
26/01/2024

ડૉ. નિમિત્ત ઓઝાનું નવું પુસ્તક સ્ટોકમાં આવી ગયું છે. ઓર્ડર કરવા 087349 18888 પર વોટ્સએપ કરશો અથવા www.lokmilap.com ની મુલાકાત લેશો. આભાર.

Dr. Nimit Oza

Lokmilap

*નિમિત્ત ઓઝા: નામ હી કાફી હે...*ટૂંકા ગાળામાં 17 પુસ્તકો, દરેકની એકથી વધુ આવૃત્તિઓ, પ્રભાવશાળી લેખક અને વક્તા, સોશિયલ મી...
19/01/2024

*નિમિત્ત ઓઝા: નામ હી કાફી હે...*

ટૂંકા ગાળામાં 17 પુસ્તકો, દરેકની એકથી વધુ આવૃત્તિઓ, પ્રભાવશાળી લેખક અને વક્તા, સોશિયલ મીડિયામાં પ્રચંડ લોકપ્રિયતા - આવા *ડૉ. નિમિત્ત ઓઝાનું તદ્દન નવું પુસ્તક 27 જાન્યુઆરીએ પ્રગટ થાય છે : રિહેબ બુક.*

*પ્રિ બુકિંગ ઓફર*

લોકમિલાપ પરિવારના પુસ્તકપ્રેમી મિત્રો માટે અચૂક વસાવવા જેવું *248 પાના ધરાવતું આ પુસ્તક તેની છાપેલ કિમત ₹450 ને બદલે ફક્ત ₹382 માં ઘરે બેઠા મળશે.* (આખા દેશમાં ફ્રી ડિલિવરી) ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

લોકમિલાપની વેબ સાઈટ પરથી પણ આપ ઓર્ડર કરી શકો છો:
https://lokmilap.com/Product/details/450?name=Rehab

Dr. Nimit Oza

અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ તાજેતરમાં દુનિયાના શ્રેષ્ઠ 2% વૈજ્ઞાનિકોની યાદી પ્રગટ કરી *તેમાં ગુજરાતનાં ડૉ...
02/12/2023

અમેરિકાની પ્રખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ તાજેતરમાં દુનિયાના શ્રેષ્ઠ 2% વૈજ્ઞાનિકોની યાદી પ્રગટ કરી *તેમાં ગુજરાતનાં ડૉ.પંકજ જોષીનું નામ છે. મૂળ ભાવનગરના પંકજભાઇએ 225 થી વધુ રિસર્ચ પેપર લખ્યા છે.* બ્લેક હોલ્સ તથા મહાકાય તારાઓના વિલય અને વિસ્ફોટ વિશેનું તેમનું સંશોધન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલું છે.

આપણે અચૂકપણે ગૌરવ લઇ શકીએ એવા આ લેખકે કેટલાંક પુસ્તકો ગુજરાતીમાં પણ લખ્યા છે જેમાંથી 4 નો સેટ લોકમિલાપ પરિવાર માટે સાદર છે. આપના કુટુંબ માટે/આપના પરિચિત કુટુંબોના બાળકો માટે/દરેક શાળા અને શિક્ષકોએ અવશ્ય વસાવવા ભલામણ છે.

*416 પાના, રંગીન ચિત્રો ધરાવતાં આ 4 પુસ્તકોનો સેટ છાપેલ કિમત ₹410 ને બદલે ફક્ત ₹360 માં મળશે. (આખા દેશમાં ફ્રી ડિલિવરી)* ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. આભાર.

Pankaj S. Joshi

*દિવાળીની રજાઓમાં બાળસાહિત્ય - ઉત્સવ*લોકમિલાપ પરિવારના બાળકો/કિશોરો માટે જ્ઞાન સાથે ગમ્મત આપતા પુસ્તકો આ વેકેશનમાં વસાવવ...
29/10/2023

*દિવાળીની રજાઓમાં બાળસાહિત્ય - ઉત્સવ*

લોકમિલાપ પરિવારના બાળકો/કિશોરો માટે જ્ઞાન સાથે ગમ્મત આપતા પુસ્તકો આ વેકેશનમાં વસાવવાની એક તક.

*ઈસપની 50 નીતિકથાઓ, બકોર પટેલ, મિયાં ફુસકી - આ ત્રણ પુસ્તકો નાનાં બાળકો માટે છે. જેમાં મોટાં અક્ષરો અને પુષ્કળ ચિત્રો છે. 3 મસ્ત મજાના પુસ્તકોનો સેટ ₹375 ને બદલે ₹325 માં ઘરે બેઠા મેળવો.*

*કિશોરો માટે અદ્રશ્ય માનવી, 101 વાતો વિજ્ઞાન સમજની, પ્રફુલ્લિત હાસ્યકથાઓ - આ ત્રણ પુસ્તકોમાં સાહસ, વિજ્ઞાન તથા રમૂજનો સંગમ છે. આ 3 પુસ્તકોનો સેટ ₹485 ને બદલે ₹399 માં ઘરે બેઠા મળશે.*

*બંને સેટ એક જ સરનામે મગાવવા માટે ₹860 ને બદલે ફક્ત ₹699 માં ઘરે બેઠા મળશે. આખા દેશમાં ફ્રી ડિલિવરી.*

ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો.

*આ તહેવારોમાં બાળકોને ગમતાં ફટાકડા, કપડાં, રમકડાં વગેરે જરૂર આપવો, સાથે આવા સરસ પુસ્તકો પણ વસાવો જે જીવનભરનું ભાથું બની રહેશે.*

અમે આપના વતી આખા દેશમાં આ પુસ્તકો ભેટમાં પણ મોકલી આપીશું. આપના મિત્રોને પણ આ યોજના વિશે જરૂર જણાવશો. આભાર.

28/10/2023
02/10/2023

નમસ્તે લોકમિલાપ પરિવારના પુસ્તકપ્રેમી મિત્રો,

લોકમિલાપની વોટસએપ ચેનલ બનાવી છે. જેની લિંક નીચે આપી છે. લિંક પર ક્લિક કરીને આપ લોકમિલાપ ચેનલને follow કરી શકો છો. ચેનલમાં ઉપર 🔔 નો સિમ્બોલ છે, એની પર ક્લિક કરીને notification ચાલુ કરી દેશો જેથી નવા પુસ્તકો અને નવી યોજનાની માહિતી આપને અચૂક મળતી રહે.

દરેક મિત્રને ખાસ વિનંતી કે આ ચેનલની લિંક આપના 5 પુસ્તકો પ્રેમી મિત્રોને જરૂર મોકલશો જેથી એમને પણ આખા દેશમાં હજારો ઉત્તમ ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મળી રહે. આપ સૌનો ખૂબ આભાર. 🙏💐

https://whatsapp.com/channel/0029VaB0T5mC1Fu2r7vaQ833

16/09/2023
28/08/2023
15 ઓગસ્ટ નિમિત્તે કોઈ પણ પુસ્તકની ખરીદી પર 15% વળતર મળશે. ₹299 થી વધુની ખરીદી પર 15% વળતરની સાથે આખા દેશમાં ફ્રી ડિલિવરી...
14/08/2023

15 ઓગસ્ટ નિમિત્તે કોઈ પણ પુસ્તકની ખરીદી પર 15% વળતર મળશે. ₹299 થી વધુની ખરીદી પર 15% વળતરની સાથે આખા દેશમાં ફ્રી ડિલિવરી.

પુસ્તકોનું લીસ્ટ: https://wa.me/c/918734918888

આ યોજના ફક્ત 2 દિવસ માટે.

Learn more about their products and services

નમસ્તે પુસ્તકપ્રેમી મિત્રો,આજે *National Book Lover's Day નિમિત્તે સૌરભ શાહના નીચે લિસ્ટમાં આપેલ કોઈ પણ પુસ્તકની ખરીદી પ...
09/08/2023

નમસ્તે પુસ્તકપ્રેમી મિત્રો,

આજે *National Book Lover's Day નિમિત્તે સૌરભ શાહના નીચે લિસ્ટમાં આપેલ કોઈ પણ પુસ્તકની ખરીદી પર 15% વળતર મળશે.*

*કોઈ પણ 2 કે તેથી વધુ પુસ્તકોની ખરીદી પર 15% વળતર અને આખા દેશમાં ફ્રી ડિલિવરી મળશે.* પુસ્તકો ઓર્ડર કરવા 8734918888 (લોકમિલાપ - 73 વર્ષ જૂનો પુસ્તક ભંડાર) પર વોટસએપ કરશો. આભાર.

ઇમરજન્સી 595₹
સ્વભાવનું મેનેજમેન્ટ 150₹
સંબંધોનું મેનેજમેન્ટ 125₹
પ્રેમનું મેનેજમેન્ટ 125₹
લાગણીઓનું મેનેજમેન્ટ 125₹
મનની બાયપાસ સર્જરી 150₹
પ્રિય જિંદગી 150₹
કંઇક ખૂટે છે 160₹
પત્રકારત્વમાં વિશ્વસનીયતા 95₹
મહારાજ 450₹
ગોડફાધર 400₹

Saurabh Shah
Saurabh Shah

*સૌરભ શાહ ગુજરાતી વાચકો માટે લાવ્યા છે 1975ની કટોકટી વિશે વરિષ્ઠ પત્રકાર કૂમી કપૂરનું પુસ્તક 'ધી ઇમરજન્સી'*લાંબા સમયથી ર...
18/07/2023

*સૌરભ શાહ ગુજરાતી વાચકો માટે લાવ્યા છે 1975ની કટોકટી વિશે વરિષ્ઠ પત્રકાર કૂમી કપૂરનું પુસ્તક 'ધી ઇમરજન્સી'*

લાંબા સમયથી રાહ જોવાતી હતી એ પુસ્તક હવે આપણી સમક્ષ છે. સૌરભ શાહે 'ગોડફાધર' પછી ફરી એક વાર એવો સરસ અનુવાદ કર્યો છે કે જાણે આ પુસ્તક ગુજરાતીમાં જ લખાયું હોય એવું લાગે.
કટોકટીનો સમય જેમણે વિતાવ્યો છે તે બધા જ અને જેમને એ વિશે કશી માહિતી નથી એ યુવા પેઢીને ભારતના ઇતિહાસના આ ગાળા વિશે ઉપયોગી, રસપ્રદ વિગતો અહીં મળે છે. હકીકત આધારિત નવલકથા વાંચતા હોઈએ એવી અનુભૂતિ તો થશે જ સાથોસાથ 'ઇમરજન્સી' કઈ રીતે લાદવામાં આવી, પ્રજાના વિશાળ વર્ગને કેવી મુશ્કેલીઓ પડી, કેવી ઘટનાઓ કઈ રીતે આકાર પામી તેનું ઉત્તમ આલેખન અહીં પાને પાને પથરાયેલું છે. આજે જ વસાવો.

*મૂળ કિંમત - ₹595. (પાના 480+16) લોકમિલાપ પરિવાર માટે ફક્ત ₹475 માં ઘરે બેઠા મળશે.* (આખા દેશમાં ફ્રી ડિલિવરી). ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. આપના મિત્રોને અચૂક આ પુસ્તક વિશે જણાવશો. આભાર.

Saurabh Shah

Jitesh Donga
17/06/2023

Jitesh Donga

ભાવનગરના પુસ્તકપ્રેમીઓને ખાસ આમંત્રણ. 6 દિવસ માટે સેંકડો ગુજરાતી પુસ્તકોનો ખજાનો એક જ જગ્યાએ. કોઈ પણ પુસ્તકની ખરીદી પર 1...
15/06/2023

ભાવનગરના પુસ્તકપ્રેમીઓને ખાસ આમંત્રણ. 6 દિવસ માટે સેંકડો ગુજરાતી પુસ્તકોનો ખજાનો એક જ જગ્યાએ. કોઈ પણ પુસ્તકની ખરીદી પર 15% વળતર મળશે. આપના મિત્રોને આ યોજના વિશે અચૂક જણાવશો.

Jay Vasavada
Saurabh Shah
Kaajal Oza Vaidya
Nimit Oza
Raam Mori
Jitesh Donga
Varsha Adalja
Parakh Bhatt

*વેકેશનમાં બાળસાહિત્યનો ઉત્સવ*દર વર્ષે ઉનાળા અને દિવાળી વેકેશન વખતે લોકમિલાપ પરિવાર માટે સરસ બાળપુસ્તકોના સેટ રજૂ કરવાની...
08/05/2023

*વેકેશનમાં બાળસાહિત્યનો ઉત્સવ*

દર વર્ષે ઉનાળા અને દિવાળી વેકેશન વખતે લોકમિલાપ પરિવાર માટે સરસ બાળપુસ્તકોના સેટ રજૂ કરવાની આપણી પરંપરા છે.
આ રજાઓમાં પણ બાળકને રસ પડે તેવી ચોપડીઓના બે સેટ બનાવ્યા છે.
નાનાં બાળકોના સેટમાં *ચિત્રવાર્તાઓની 6 ચોપડીઓ છે જેમાં રંગીન ચિત્રો, મોટાં અક્ષરો છે. આ સેટ ₹460 ને બદલે ફક્ત ₹415 માં ઘરે બેઠા મળશે.*
કિશોરો માટેના સેટમાં *સાહસ અને પઝલના 6 પુસ્તકો છે. આ સેટ ₹445 ને બદલે ફક્ત ₹399 માં ઘરે બેઠા મળશે.*

બંને સેટ ભેગા મગાવવા હોય તો *12 પુસ્તકો ₹905 ને બદલે ફક્ત ₹799 માં ઘરે બેઠા મળશે. આખા દેશમાં ફ્રી ડિલિવરી.* દરેક ઘરે બાળકોને સુંદર પુસ્તકો મળે અને એમનું વેકેશન મોબાઇલને બદલે પુસ્તકો વાંચવામાં પસાર થાય એવી અમારી ઇચ્છા છે. પુસ્તકો ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. આપના મિત્રો, સ્કૂલના શિક્ષકોને આ યોજના વિશે જણાવશો. આભાર.

*વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્યના ઉત્તમ 23 પુસ્તકો પર મેળવો 20% ડિસ્કાઉન્ટ*આજે વિશ્વ પુસ્તક દિવસ છે. પુસ્તકો...
23/04/2023

*વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્યના ઉત્તમ 23 પુસ્તકો પર મેળવો 20% ડિસ્કાઉન્ટ*

આજે વિશ્વ પુસ્તક દિવસ છે. પુસ્તકો વસાવવા અને વાંચવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી થાય છે.

આ પ્રસંગે લોકમિલાપે સારાં 23 પુસ્તકોની યાદી બનાવી છે. મૂળ ગુજરાતી, અનુવાદ તથા સંપાદન પ્રકારનાં પુસ્તકો અહીં છે. (સ્હેજે પસંદ કરેલાં આ પુસ્તકો છે અને આવી કોઈ પણ યાદી ક્યારેય સંપૂર્ણ ન જ હોઈ શકે). આપની અંગત લાયબ્રેરીમાં આમાંથી કોઈ પુસ્તકો ન હોય તો જરૂર વસાવવા ભલામણ છે.

નીચે આપેલ કોઈ પણ પુસ્તકની ખરીદી પર 20% ડિસ્કાઉન્ટ મળશે (પોસ્ટ/કુરિયર ચાર્જ અલગ). ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. આપના મિત્રોને આ યોજના વિશે અચૂક જણાવશો. આભાર.

*પુસ્તકોની યાદી*

- અમે બધા (ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે) હાસ્ય-નવલ ₹325

- અંગદનો પગ (હરેશ ધોળકિયા) નવલકથા ₹180

- ICU (ડૉ. નિમિત્ત ઓઝા) લેખો ₹150 Nimit Oza

- આકાર (ચંદ્રકાંત બક્ષી) નવલકથા ₹250 Chandrakant Bakshi

- કૃષ્ણાયન (કાજલ ઓઝા વૈદ્ય) નવલકથા ₹300 Kaajal Oza Vaidya

- ગીત એક ગાયું ને વાયરે વાવ્યું (સં. મહેન્દ્ર મેઘાણી) કાવ્યપંક્તિઓ ₹150

- ગીતાંજલી (રવીન્દ્રનાથ ટાગોર) કાવ્ય ₹150

- જય સોમનાથ (કનૈયાલાલ મુનશી) નવલકથા ₹260

- જય હો (જય વસાવડા) લેખો ₹425 Jay Vasavada

- દુખિયારા (વિક્ટર હ્યુગો : અનુવાદ. મૂળશંકર મો. ભટ્ટ) નવલકથા ₹450

- ધરતીની આરતી (સ્વામી આનંદ) લેખો ₹300

- પરમ સમીપે (કુન્દનિકા કાપડીઆ) પ્રાર્થનાઓ ₹160

- પરિક્રમા નર્મદા મૈયાની (અમૃતલાલ વેગડ) પ્રવાસ ₹200

- પ્રિયજન (વીનેશ અંતાણી) નવલકથા ₹160 Vinesh Antani

- મહારાજ (સૌરભ શાહ) નવલકથા ₹450 Saurabh Shah

- માધવ ક્યાંય નથી (હરીન્દ્ર દવે) નવલકથા ₹210

- માબાપોને (ગિજુભાઈ બધેકા) શિક્ષણ ₹150

- મારું સુખ (ફાધર વાલેસ) લેખો ₹150

- રામબાઈ (જીતેશ દોંગા) નવલકથા ₹325 Jitesh Donga

- રેતપંખી (વર્ષા અડાલજા) નવલકથા ₹115

- વિનોદલક્ષી વ્યક્તિચિત્રો (વિનોદ ભટ્ટ) ચરિત્રો ₹150

- વેવિશાળ (ઝવેરચંદ મેઘાણી) નવલકથા ₹200 Zaverchand Meghani

- સમુદ્વાન્તિકે (ધ્રુવ ભટ્ટ) નવલકથા ₹150

Lokmilap

'સૌરાષ્ટ્રની રસધાર' અને 'સોરઠી બહારવટિયા', આ 2 પુસ્તકની યોજના  ગયા મહિને લોકમિલાપ પરિવાર માટે મૂકી અને અભૂતપૂર્વ આવકાર બ...
01/04/2023

'સૌરાષ્ટ્રની રસધાર' અને 'સોરઠી બહારવટિયા', આ 2 પુસ્તકની યોજના ગયા મહિને લોકમિલાપ પરિવાર માટે મૂકી અને અભૂતપૂર્વ આવકાર બંને પુસ્તકોને મળ્યો. *(20 દિવસમાં 700 થી વધુ નકલોનું વેચાણ)* ઘણા મિત્રો આ યોજનાનો લાભ લેવાનું ચૂકી ગયા છે એવું જાણ્યા પછી વધુ 2 દિવસ માટે આ યોજના આપની સામે રાખતાં આનંદ થાય છે.

સૌરાષ્ટ્રની રસધાર ₹500 ને બદલે ₹399 માં ઘરે બેઠા મળશે.

સોરઠી બહારવટિયા ₹350 ને બદલે ₹285 માં ઘરે બેઠા મળશે.

બંને પુસ્તકો સાથે મંગાવવા હોય તો ફક્ત ₹670 માં ઘરે બેઠા મળશે. ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. આભાર.

*મેઘાણી એટલે "સૌરાષ્ટ્રની રસધાર"**9 માર્ચ: ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ. આ વિરલ પ્રતિભાએ પોતાના પચાસ વરસના આયુષ્યમાં 80 જે...
09/03/2023

*મેઘાણી એટલે "સૌરાષ્ટ્રની રસધાર"*

*9 માર્ચ: ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ. આ વિરલ પ્રતિભાએ પોતાના પચાસ વરસના આયુષ્યમાં 80 જેટલા યાદગાર પુસ્તકો ગુજરાતને ધર્યા.* કવિતા, જીવનચરિત્ર, નવલકથા, નવલિકા અને લોકસાહિત્ય જેવાં વિષયોમાં એમનું પ્રદાન. આજે પણ એમનાં સૌથી લોકપ્રિય પુસ્તક માટે પ્રજામત લેવાય તો "સૌરાષ્ટ્રની રસધાર" ટોચે આવે.

મૂળ પાંચ ભાગરૂપે પ્રગટ થયેલી *100 જેટલી યાદગાર, હૃદયસ્પર્શી લોકકથાઓ* હવે એક જ પાકા પૂંઠાના પુસ્તકમાં સુલભ છે.
*650 પાનાંના* આ પુસ્તકની કિમત ચાલુ બજારભાવે ₹1000 જેવી થાય તેને બદલે ઠાકોરભાઈ ટ્રસ્ટ તરફથી તેની *છાપેલ કિમત ફક્ત ₹500 રાખવામાં આવી છે. લોકમિલાપ પરિવાર માટે આ અદ્ભુત પુસ્તક રજિસ્ટર પોસ્ટ દ્વારા ફક્ત ₹399 (આખા દેશમાં ફ્રી ડિલિવરી) માં ઘરે બેઠા મળશે.* ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. આપના મિત્રોને અચૂક આ યોજના વિશે જણાવશો. આભાર.

*મુનશી/મેઘાણી/બક્ષી - ગુજરાતી સાહિત્યનાં ત્રણ રત્નો*કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી અને ચંદ્રકાંત બક્ષી: આ ત્રણેય લેખકોને...
27/02/2023

*મુનશી/મેઘાણી/બક્ષી - ગુજરાતી સાહિત્યનાં ત્રણ રત્નો*

કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી અને ચંદ્રકાંત બક્ષી: આ ત્રણેય લેખકોને આપણે સહુએ ભરપૂર પ્રેમ આપ્યો છે. ગુજરાતી પ્રજાની પેઢી દર પેઢી એમનાં પુસ્તકો પર વારી ગઈ છે. એમનું સાહિત્ય ખૂબ વંચાયું છે અને વેચાયું છે.
જેના લોહીમાં ગુજરાતી સાહિત્ય જ જાણે વહે છે એવા એક *ઉત્તમ વાચક અને વિચારક હિતેશ જાનીએ આ ત્રણ લેખકોના કુલ એકસો જેટલાં પુસ્તકોમાંથી વીણેલા 1800 થી વધુ વિચાર - બિંદુઓ અહીં રજૂ કર્યા છે* જેમાં સામાન્ય વાચકો અને ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને એકસરખો રસ પડશે.
"જુવાનીનું હૃદય બધું લેવા માગે છે, આધેડ વયે આપવા ઇચ્છે છે" (મુનશી), "વિચાર - પારેવા ત્યાં ટોળે વળીને ચણ ચણવા લાગ્યાં" (મેઘાણી) અને "યાદના રંગો ઝાંખા પડે છે એમ વધારે પાકા બની જાય છે" (બક્ષી) - આવા સેંકડો હૃદયસ્પર્શી વિચારમોતીઓનો અહીં ખજાનો છે. એમનાં પુસ્તકો આપણે ઝડપથી વાંચી ગયા હોઈએ ત્યારે માણવા રહી ગયેલા વિચારોની અનોખી દુનિયા.

*લોકમિલાપ પરિવાર માટે 290 પાના ધરાવતા આ ત્રણ પુસ્તકો છાપેલ કિમત ₹ 320 ને બદલે ફક્ત ₹280 માં ઘરે બેઠા મેળવવા 8734918888 પર વોટસએપ કરશો. આભાર.*

*540 પાનાંમાં 501 પ્રેરક વાર્તાઓનો સમાવેશ છે એવા એક સરસ પુસ્તકની (કિમત ફક્ત ₹ 265) ભલામણ લોકમિલાપ પરિવારને કરવાની છે.*એક...
13/12/2022

*540 પાનાંમાં 501 પ્રેરક વાર્તાઓનો સમાવેશ છે એવા એક સરસ પુસ્તકની (કિમત ફક્ત ₹ 265) ભલામણ લોકમિલાપ પરિવારને કરવાની છે.*

એકલવ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન તરફથી 'વીણેલાં મોતી' પુસ્તક પ્રગટ થયું છે. *540 પાનાંના આ દળદાર પુસ્તકમાં જીવનમાં ડગલે અને પગલે ઉપયોગી થાય તેવી 501 પ્રેરક વાતો છે.* અત્યારના ગુજરાતી પુસ્તકો સાથે સરખાવતાં આટલા પાનાંના પુસ્તકની કિંમત ઓછામાં ઓછી 800₹ થાય તેને બદલે *₹ 295 મૂળ કિંમત ધરાવતું આ પુસ્તક ફક્ત ₹ ₹265 માં ઘરે બેઠા મળશે (આખા દેશમાં ફ્રી ડિલિવરી).* ઓર્ડર કરવા 8734918888 પર વોટસએપ કરશો. આપના પુસ્તકપ્રેમી મિત્રોને આ યોજના વિશે અચૂક જણાવશો. આભાર.

મારા 15 વર્ષના દીકરા રેહાન અને એની સાથે સ્કૂલમાં ભણતા 3 મિત્રોએ મળીને આ મજાનું અને બાળકોને ખૂબ રસ પડે એવું પુસ્તક "મારો ...
29/09/2022

મારા 15 વર્ષના દીકરા રેહાન અને એની સાથે સ્કૂલમાં ભણતા 3 મિત્રોએ મળીને આ મજાનું અને બાળકોને ખૂબ રસ પડે એવું પુસ્તક "મારો અનોખો ભાઈ - My Strange Brother" તૈયાર કર્યું છે જેમાં આશરે અઢી વર્ષના એક નટખટ બાળકની દિનચર્યા, એની સામાન્ય ટેવો, એના તોફાનોને આબેહૂબ દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. પુસ્તકની ખાસિયત એ છે કે એ 2 ભાષામાં લખાયેલું છે, ગુજરાતી અને અંગ્રેજી. એક પાના પર ચિત્ર છે અને સામેના પાને ગુજરાતી અને અંગ્રેજીમાં વાર્તા છે. 2 થી 12 વર્ષના બાળકોને માબાપ વાર્તા કહી શકે અથવા પોતે વાંચીને આનંદ ઉઠાવી શકે એટલું સરસ આ પુસ્તક બન્યું છે.

રેહાન અને મિત્રોએ સ્કૂલમાં ભણતા એમને મળતાં અનુકૂળ સમયે આ પુસ્તક તૈયાર કર્યું છે (સ્કૂલ મેનેજમેન્ટનો ખુબ સહયોગ મળ્યો છે, ખાસ કરીને આયર્લેન્ડથી આવીને, ભાવનગરને જ પોતાનું ઘર બનાવેલા Phil સર). આખું પુસ્તક 40 પાનાંનુ છે અને 4 કલરમાં પ્રિન્ટ થયું છે. પુસ્તક પ્રકાશનની જવાબદારી ગુર્જર પ્રકાશન એ લીધી અને ખુબ સુંદર પુસ્તક તૈયાર કર્યું એ બદલ મનુભાઈનો આભાર.

આ પુસ્તકની કિમત 100₹ રાખી છે. પુસ્તકના વેચાણમાંથી જે પણ નફો થાય એ બાળકો વચ્ચે સરખા ભાગે વહેચાશે અને બાળકોએ સાથે મળીને નક્કી પણ કર્યું છે કે નફામાંથી અમુક ભાગ ગરીબોને દિવાળી વખતે નાસ્તો કરાવવા અથવા કપડાં આપવામાં વાપરશે.

આખા ભારતમાં પુસ્તક ઘરબેઠા ફક્ત ₹ 90 માં મેળવવા (રજિસ્ટર પોસ્ટ દ્વારા ફ્રી ડિલિવરી) લોકમિલાપના વોટસએપ નંબર 8734918888 પર સંપર્ક કરશો. આભાર.

લેખક: રેહાન મેઘાણી, ધૈર્ય ભટ્ટ
ચિત્રો: જયેન્દ્ર સંખવાર, શિવદીપ રાણા

*આ પખવાડિયાનું પુસ્તક: બ્લેક ફ્રાઇડે*1 જૂનથી દર પંદર દિવસે કોઈ નોંધપાત્ર પુસ્તકનો પરિચય લોકમિલાપ પરિવારને કરાવવાની ગણતરી...
07/06/2022

*આ પખવાડિયાનું પુસ્તક: બ્લેક ફ્રાઇડે*

1 જૂનથી દર પંદર દિવસે કોઈ નોંધપાત્ર પુસ્તકનો પરિચય લોકમિલાપ પરિવારને કરાવવાની ગણતરી છે.
શરૂઆત કરીએ હમણાં જ પ્રગટ થયેલા 'બ્લેક ફ્રાઈડે' પુસ્તકથી જાણીતા પત્રકાર એસ.હુસેન ઝૈદીના આ જ નામના અંગ્રેજી બેસ્ટ-સેલર પુસ્તકનો ભાવાનુવાદ ધૈવત ત્રિવેદીએ કરેલો છે. 64 સમરહિલ, લાઈટ હાઉસ, મેકલિન એસ્ટેટ જેવી વાચકોને જકડી રાખતી નવલકથાઓ આપનાર પ્રતિભાશાળી લેખક-પત્રકાર ધૈવત ત્રિવેદી પ્રથમ વાર અનુવાદકરૂપે આપણને મળે છે.

*ભારતના ઇતિહાસની સૌથી વધુ કલંકિત ઘટનાઓમાંની એક ગણાય તેવી 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટની સત્યકથા અહીં રજૂ થઈ છે.* પુષ્કળ સંશોધન પછી તૈયાર થયેલ આ પુસ્તકના આલેખનમાં બોમ્બ કાંડના કેટલાંક આરોપીઓ, પોલીસ-CBI ના અધિકારીઓ, પત્રકારો, વકીલો વગેરેની મદદ લેવાઇ છે.

*પ્રથમથી છેલ્લા પાના સુધી એકી બેઠકે પુસ્તકનું વાચન પૂરું કરવા વાચક લલચાય એવો ઘટના પ્રવાહ સતત વહે છે.* ભાવાનુવાદ એટલો સરસ છે કે ધૈવતભાઈએ જાણે પોતે જ ગુજરાતીમાં આ પુસ્તક લખ્યું હોય એવું લાગે !
*336 પાના ધરાવતું આ પુસ્તક ₹ 475 ની છાપેલ કિમતને બદલે ફક્ત ₹ 400 માં આખા ભારતમાં રજિસ્ટર પૉસ્ટેજ ફ્રીથી મેળવવા 8734918888 પર વોટસએપ કરશો.* (પેમેન્ટ કરવા નંબર: 9913111666). આપના મિત્રોને પણ આ યોજના વિશે જણાવશો. આભાર.

*સાંજે સૂર્યોદય*એક સરસ પુસ્તક થોડાં દિવસો પર પ્રગટ થયું છે તેની વાત લોકમિલાપ પરિવાર પાસે મુકવી છે.પુસ્તકનું નામ જ કેટલું...
23/05/2022

*સાંજે સૂર્યોદય*

એક સરસ પુસ્તક થોડાં દિવસો પર પ્રગટ થયું છે તેની વાત લોકમિલાપ પરિવાર પાસે મુકવી છે.
પુસ્તકનું નામ જ કેટલું સરસ છે ! તેનું પેટા મથાળું છે "ઢળતી ઉંમરનાં જવાબો". *શ્રી અંકિત ત્રિવેદીએ ગુજરાતના 68 લેખકો પાસેથી મેળવેલા લખાણો પાકા પૂંઠાના, ચોરસ કદના 320 પાનામાં માણવા મળે છે. અશોક દવે, એશા દાદાવાળા, કાજલ ઓઝા વૈદ્ય, ગુણવંત શાહ, જય વસાવડા, રતિલાલ બોરીસાગર, રાજ ભાસ્કર, વર્ષા અડાલજા, વીનેશ અંતાણી, શરદ ઠાકર જેવા લેખકોએ અહીં વૃદ્ધાવસ્થા, તેની સમસ્યાઓ, તેના ઉકેલો, તેના વૈભવ વિશે વાતો માંડી છે.*

આપના કુટુંબ માટે તો આ પુસ્તક અવશ્ય વસાવો જ પરંતુ પરિચિત વડીલોને ચોક્કસ ભેટ પણ મોકલો. *છાપેલ કિમત ₹ 599 ને બદલે ફક્ત ₹ 500 માં આખા દેશમાં રજિસ્ટર પોસ્ટેજ ફ્રીથી મેળવવા 8734918888 પર વોટસએપ કરશો.* આભાર.

*વેકેશન 2022 - ચૂંટેલા બાળ-પુસ્તકોનો ખજાનો*ગયા વર્ષની જેમ આ વખતે પણ લોકમિલાપે બાળસાહિત્યના સરસ પુસ્તકો પસંદ કરી 2 સેટ બન...
15/05/2022

*વેકેશન 2022 - ચૂંટેલા બાળ-પુસ્તકોનો ખજાનો*

ગયા વર્ષની જેમ આ વખતે પણ લોકમિલાપે બાળસાહિત્યના સરસ પુસ્તકો પસંદ કરી 2 સેટ બનાવ્યા છે.
બાળકોના સેટમાં નાનાં બાળકો માટેની 8 ચોપડીઓ છે જેમાં દરેક પાને બહુરંગી ચિત્રોમાં મોટા અક્ષરમાં વાર્તાઓ છે.

કિશોર-સેટમાં સાહસકથા, વિજ્ઞાન, જીવનચરિત્રના 18 પુસ્તકો છે.

*બાળકોના સેટની 8 ચોપડીઓ તેની છાપેલ કિમત રૂ. 465 ને બદલે રૂ. 399 માં મળશે. કિશોરો માટેના સેટની 18 ચોપડીઓ રૂ. 470 ને બદલે રૂ. 399 માં મળશે. બંને સેટ એક જ સરનામે મગાવવા હોય તો રૂ. 935 ને બદલે ફક્ત રૂ. 790 માં મળી શકશે. (કોઈ પણ સેટની ખરીદી પર આખા ભારતમાં રજીસ્ટર પોસ્ટેજ ફ્રી રહેશે)*

આ પુસ્તકો આપના બાળકો માટે રજાઓમાં સુંદર સાથીદાર બની રહેશે. આપના મિત્રો-કુટુંબીજનોનાં બાળકોને ભેટ આપવાનું વિચારશો તો આપના નામે ગિફ્ટ-ટેગ સાથે મોકલી શકીશું.
ઓર્ડર કરવા 8734918888 પર વૉટ્સએપ કરશો. આભાર.

કુટુંબના દરેક સભ્યોને ગમે એવી વાર્તાઓ/પ્રસંગો ધરાવતા 6 બેસ્ટ સેલર પુસ્તકો ફક્ત ₹ 260 માં ઘરે બેઠા મેળવોસાદા, સરળ શબ્દોમા...
07/04/2022

કુટુંબના દરેક સભ્યોને ગમે એવી વાર્તાઓ/પ્રસંગો ધરાવતા 6 બેસ્ટ સેલર પુસ્તકો ફક્ત ₹ 260 માં ઘરે બેઠા મેળવો

સાદા, સરળ શબ્દોમાં કહેલી અમૂલ્ય વાતોનો ખજાનો આ 6 પુસ્તકોમાં છે. દરેક વાર્તાના અંતે જરાયે ભાર વગર માત્ર બે-ત્રણ વાક્યમાં રજૂ થયો છે બોધ જે વાગોળી શકાય અને જીવનમાં ઉતારી શકાય.

*6 પુસ્તકોના કુલ 570 પાનામાં 180 બોધકથાઓ/પ્રસંગો/વાર્તાઓ છે જે કુટુંબના બધા સભ્યોને ગમશે.* મિત્રો-કુટુંબીજનોને આપવા માટે સુંદર ભેટ.

*સેટની છાપેલ કિમત ₹ 300 છે પરંતુ લોકમિલાપ પરિવાર માટે આખા ભારતમાં રજીસ્ટર પોસ્ટેજ ફ્રીથી ફક્ત ₹ 260 માં સુલભ છે. એક જ સરનામે 5 થી વધુ સેટ મગાવવા પર વધુ ડિસ્કાઉન્ટ મળશે.* ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આપના મિત્રોને પણ આ યોજના વિશે જણાવશો. આભાર.

https://wa.me/c/918734918888

*અદ્ભૂત થ્રિલર માણતા હોય એવા દિલધડક 3 પુસ્તકો ફક્ત ₹ 325 માં ઘરે બેઠા મેળવો.*યુદ્ધ માત્ર નકશાઓ ફેરવતું નથી: તે પેઢીઓને ઘ...
16/02/2022

*અદ્ભૂત થ્રિલર માણતા હોય એવા દિલધડક 3 પુસ્તકો ફક્ત ₹ 325 માં ઘરે બેઠા મેળવો.*

યુદ્ધ માત્ર નકશાઓ ફેરવતું નથી: તે પેઢીઓને ઘડે છે, સંસ્કૃતિઓને આકાર આપે છે, રાષ્ટ્રોનું નિર્માણ કે ધ્વંશ કરે છે, ઇતિહાસને વળાંક આપે છે.

કુરુક્ષેત્રનું મહાયુદ્ધ જેવાં પ્રાચીન યુદ્ધોની કથા પ્રથમ પુસ્તકમાં છે અને પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધની દિલધડક દાસ્તાન બાકીના બે પુસ્તકોમાં.
અનેક ફોટોગ્રાફ્સ-નકશાઓ ધરાવતા *આ ત્રણ પુસ્તકોના 380 પાનામાં વાત એવી રીતે રજૂ થઈ છે કે જાણે કોઈ અદ્ભૂત થ્રિલર વાચકો માણતા હોય. લોકમિલાપ પરિવાર માટે આ સેટ ₹ 375 ની છાપેલ કિમતને બદલે આખા ભારતમાં રજીસ્ટર પોસ્ટેજ ફ્રીથી ફક્ત ₹ 325 માં મેળવવા 8734918888 પર વોટ્સએપ કરશો.* દરેક ઘર અને લાઇબ્રેરીમાં અચૂક વસાવવા જેવા પુસ્તકો. આપના મિત્રોને આ યોજના વિશે જરૂરું જણાવશો. આભાર.

*આપણો સાહિત્ય-વારસો: 7 પુસ્તકો ફક્ત ₹ 199 માં (આખા દેશમાં ફ્રી ડીલીવરી)*26 જાન્યુઆરી લોકમિલાપનો 72મો જન્મદિવસ છે. મહેન્દ...
25/01/2022

*આપણો સાહિત્ય-વારસો: 7 પુસ્તકો ફક્ત ₹ 199 માં (આખા દેશમાં ફ્રી ડીલીવરી)*

26 જાન્યુઆરી લોકમિલાપનો 72મો જન્મદિવસ છે. મહેન્દ્ર મેઘાણી સંપાદિત/અનુવાદિત 7 પુસ્તકોનો સેટ આ પ્રસંગે લોકમિલાપ પરિવાર માટે સાદર છે. સુવિચાર, જીવનચરિત્ર, બાળસાહિત્ય, ચિંતન જેવા વિષયો પર દેશ-વિદેશના અનેક લેખકોની યાદગાર વાચન-સામગ્રી આ સંપુટમાં છે.

*600 પાના ધરાવતા આ 7 પુસ્તકોની છાપેલ કિમત ₹ 250 છે તેને બદલે આખા ભારતમાં રજીસ્ટર પોસ્ટેજ ફ્રીથી ફક્ત ₹ 199 માં મળશે.* આપના મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓને આ સ્કીમનો લાભ લેવા જરૂર જણાવશો. 10 થી વધુ સેટ મંગાવવા પર વધુ ડિસ્કાઉન્ટ મળશે. ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

Address

Hill Drive
Bhavnagar
364001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 12pm - 6pm

Telephone

+918734918888

Alerts

Be the first to know and let us send you an email when Lokmilap posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lokmilap:

Share

Category