BRTSમાં વાયરલ થયેલા વિડીયોનો મામલો. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલના નામનો કરાયો હતો ઉલ્લેખ. પરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો ખુલાસો. આ વીડિયો બાબતે મારે કોઈ લેવા દેવા નથી. વીડિયોમાં મારા નામનો અને ફોટોનો ઉલ્લેખ કરી દમ મારવામાં આવે છે. બીઆરટીએસ સંચાલકને ફરિયાદ કરી તપાસ માટે કહેવામાં આવ્યું છે. કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કર્યું
સુરત સીટી બસનો વિડીયો થયો વાયરલ. એક મુસાફરે બસના કંડક્ટર સાથે કરી બબાલ. કંડક્ટરનો કોલર પકડી ધારાસભ્યનો પુત્ર હોવાનો દમ માર્યો. પોતાની બેગમાં મોટી માત્રામાં રૂપિયા બંડલ લાવી કંડક્ટરને બતાવ્યા. કંડક્ટર અન્ય મુસાફરની ટિકિટ લેવા દરવાજા પાસે ઉભો હતો. ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જાડી કંડક્ટર સાથે જીભજોડી કરી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ
સુરત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયો.કેસરી રંગના ડ્રેસ પહેરેલી મહિલા બાળકને લઈ જતી સીસીટીવી કેમેરામાં દેખાઈ
3 વર્ષના બાળકનું નામ શિવા
બપોરે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી
પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા સાથે બાળક ચાલતો દેખાયો
બાળક ચોરાયાની આશંકાને પગલે ખટોદરા પોલીસે હાથ ધરી તપાસ
ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ તપાસમાં જોતરાઈ
માણસ માણસ સાથે મજાક કરી શકે એતો સમજી શકાય પરંતુ કુદરત જ્યારે કોઈ વ્યક્તિ સાથે કુર મજાક કરે ત્યારે પથ્થર દીલનો માનવી પણ હચમચી ઉઠે અને ચોમેર અગંત જીવનમાં અંધકાર છવાઈ જાય આવો જ એક કિસ્સો રાંદેર વિસ્તારમા રહેતા મુસ્લીમ પરિવાર સાથે બનેલ તે પરિવાર કે જેમા પતિ-પત્ની અને બાળકોમાં જે બાળકો પૈકી એક દિકરી તેમજ એક નાનો દિકરો છે. ઉપરવાળાએ આ પરિવારને ભેટ સ્વરુપે સંતાનમા બે અનમોલ રતનો આપ્યા પરંતુ તેમની સાથે ક્રુર મજાક કરી અને નાના દીકરાને જન્મજાત સેરેબરલ પાલસી-સીપી તેમજ ડેવલપર ડીલેય નામની બીમાર પણ આપી દીધી. આ બીમારી કે જેમા વ્યક્તિના સ્નાયું તથા જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલન ચલન કરી શકતા નથી જન્મજાત બાળકમા આ પરિસ્થીતી ખુબજ દયનીય અને કરુણ કહી શકાય છે. આ પરિવારની મદદે રાંદેર પોલીસ આવી છે.
આ પરિવારે બાળકની સારવાર માટે પોતાની જાત ઘસી નાખી તેમ છતા અંતે નીરાશા જ હાથ લ
ઉન બીઆરટીએસ સ્ટેશનની ઘટના. 3 લોકોએ તોડફોડ કરી બસનો કાચ અને કેમેરા તોડી નાખ્યા. સોમવારે રાત્રે બસ સ્ટેન્ડમાં ઘુસી આવેલા અજાણ્યાઓએ તોડફોડ કરી ફરાર. બસ ઓપરેટ કરતી એજન્સીએ ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટુ નિવેદન. સુરત ટ્રાફિકને લઈ સૂચન કર્યું પોલીસને. ટ્રાફિક સિગ્નલને લોકોના જીવ બચ્યા. શહેરમાં સતત નિયમોનો ભંગ કરતા લોકોના લાઇસન્સ રદ કરવા સૂચન કર્યું. 4000થી વધુ લોકોના લાઇસન્સ રદ કરવા હુકમ કર્યો. રોગ સાઈડ જતા લોકોના લાઇસન્સ રદ થશે. 51 થી 100 વખત નિયમ તોડનાર લોકો 4100 લોકોના લાઇસન્સ રદ થશે. 101 વાર થી વધુ વાર નિયમનો ભાગ કરતા 1500 થી વધુના લાઇસન્સ રદ કરવા સૂચન કર્યું
હર્ષ સંઘવી ,ગૃહરાજ્ય મંત્રી
સુરતમાં મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો
મિત્રના મોત બાદ 12માની વિધિ સમયે જ તેની પત્નીનો ફોન ચોરી લીધો, 3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ચૂનો લગાવ્યો
સુરતમાં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને શાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધીમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટ ફોન ચોરી લીધો હતો. બાદમાં તેના બેંકમાંથી 3 લાખ રૂપિયાની ચોરી કરી લીધી હતી.
કાપોદ્રા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી. આ બીમારીમાં તેનું મોત નીપજ્યું હતું. જેથી તેની વિધીમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો. પરિવારની સાથે હરહંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતા હતાં. પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને બારમાની વિધીમાં પરિવાર વ્યસ્ત હતું. તે દરમિયાન મૃતક
ગોડાદરા વિસ્તારમાં ઇ બાઈકમા લાગી ભીષણ આગ. ગોડાદરા રાજ આઇકોન બિલ્ડીંગની બહાર ઇ બાઈકમાં લાગી આગ
બિલ્ડીંગની બહાર ઇ બાઇકમાં આગ લાગતાં અફરા તફરીનો માહોલ. ઇ બાઇકમાં આગ લાગતા બાઈક બળીને ખાક. સ્થાનિકો એ ફાયર એક્સ્ટીન્ગયુસર દ્વારા આગ બુજાવી. વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતમાં દારૂની રેલમછેલ. સુરતના મહિધરપુરા વિસ્તારમાં દારૂનો વિડીયો થયો વાયરલ. સુમુલ ડેરી પાછળ બેરોકટોક દારૂનો વેપલો થાય છે. સુમુલ ડેરી પાછળ મધુબાગની ગલીમાં દારૂનું ધૂમ વેચાણ. ગ્રાહકોની દારૂ લેવા પડાપડી થઇ રહી છે ?? મહિધરપુરા પોલીસના નાક નીચે દારૂનું વેચાણ ??? સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન. શું મહિધરપુરા પોલીસ કરશે કાર્યવાહી. બુટલેગરો બેફામ પોલીસ કરી રહી છે આંખ આડા કાન
સ્માર્ટ મીટર કાઢી જુના હતા એ મીટરો લગાવવા ની માંગ સાથે કાપોદ્રા ખાતે DGVCLની કચેરીએ મોરચો લઇ રજુઆત
વેસુ વિસ્તારમાં આવેલ સુડા આવાસના રહીશો સાથે મળીને મોરચો કાઢી રજુઆત કરી
વેસુ વિસ્તારમાં આવેલ સુડા આવાસ માં ત્યાં ના રહીશો ની મંજૂરી વગર સ્માર્ટ મીટરો લગાવવા માં આવ્યા છે અને જેમાં મસમોટા બિલો આવવા ની ફરિયાદો ના પગલે આજ રોજ વગર મંજૂરીએ શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા તેવા સવાલ સાથે અને આ સ્માર્ટ મીટરો કાઢી ફરી જુના મીટરો લગાવવા ની માંગ સાથે કાપોદ્રા ખાતે આવેલ DGVCL ની કચેરી એ સુડા આવાસ ના લોકો અને સાથી કોર્પોરેટર કુંદનબેન કોઠીયા અને મનીષા બેન કુકડીયા સાથે વિરોધ પ્રદર્શન કરી માંગ કરી.વેસુ વિસ્તારમાં રહેતા સાંસદ,ધારાસભ્ય,કોર્પોરેટરો ના ઘરે સ્માર્ટ મીટરો નહિ લગાવ્યા પણ આ ગરીબો ના આવાસ માં સ્માર્ટ મીટરો લગાવી શુ સાબિત કરવા માંગો છો? જે કચેરીએ અમે વિરોધ પ્રદર્શન માટે
રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું. મનપા અને પોલીસની કાર્યવાહી બાદ હવે આરટીઓ પણ એક્શનમાં. સ્કૂલ વાહન ચાલકો સાથે આરટીઓ અધિકારી મિટિંગ કરશે. શહેરના 3000 થી વધારે સ્કૂલ વાહન ચાલકો સાથે આરટીઓની મીટીંગ કરવામાં આવી. સ્કૂલ વાહન ચાલકોને પોલીસ આરટીઓ અને ફાયરના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું. સુરતમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો. ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલવાનના ડ્રાઇવર પાસેથી હપ્તો લેવામાં આવે છે તેવા સવાલ કરતા કોઈ જવાબ ના આપી શક્યા..,
.અમિતા વાનાણી ,ડીસીપી સુરત ટ્રાફિક પોલીસ
સુરત ઉધના વચ્ચે રેલવે મુસાફરી કરતા મુસાફરો સાવધાન
જો તમે મોબાઈલ સાથે દરવાજા પર બેઠા હોવ તો થઇ જજો સાવધાન
તમારા હાથમાથી ચાલુ ટ્રેને થઈ શકે છે મોબાઇલ સ્નેચિંગ
એવોજ એક વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ
ચાલુ ટ્રેને મુસાફર ના હાથ માથી મોબાઇલ આચકતા સક્ષ કેમેરા માં કેદ
એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કર્યો
વીડિયો માં દેખાય છે કે પૂરઝડપે ટ્રેન જઈ રહી છે
રેલવે પટરી પર મોબાઇલ સ્નેચર ઊભા છે
જેવો શિકાર દેખાય કે પળવાર માં મોબાઈલ સ્નેચિંગ થાય છે
રેલવે પોલીસે આવા સક્ષો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠી
પીપલોદ વિસ્તારની ઘટના. થોડા દિવસ પહેલા ગમખ્વાર અકસ્માત થયો હતો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પુરઝડપે મર્સીડીઝ કાર હંકારતા નજરે આવ્યો. મર્સિસડિસ કાર બીઆરીટીએસ રૂટમાં ઘૂસી નુકસાન કર્યું. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના બની હતી
ભરૂચથી સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા સંબંધીની અંતિમવિધિમાં આવેલા મુસ્લિમ પરિવારને કાળ ભરખી ગયો હતો. માતા- પુત્રનો વરિયાવ રોડ પર નહેરમાંથી મૃતદેહ મળ્યા હતો જયારે પિતાનો ઓલપાડમાંથી મૃતદેહ મળ્યો છે. જેથી આ ત્રણેયના મોતને લઈને રહસ્ય સર્જાયું હતું. જોકે આ ત્રણેયના મોત પરથી સીસીટીવી એ પડદો ઉચક્યો છે અને રહસ્ય ખુલ્યું છે. જેમાં આ યુવક પરિવાર સાથે બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે રોડની સાઈડ પર બનાવવામાં આવેલા ડિવાઇડર સાથે અથડાઈને ત્રણેય કેનાલમાં ખાબક્યા હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે.
સુરતના વરિયાવ રોડ પર આવેલી નહેરમાંથી ગુરુવારે સવારે 6.30 કલાકે મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ બાબતે જહાંગીરપુરા પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા પ્રાથમિક તપાસ હાથ ધરી બંને મૃતદેહનેપોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. સિવિલમાં બાળકનું ફોર
સુરતમા મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત મામલો. આપઘાતમા સાથી પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. પ્રેમ પ્રકરણમા મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હતો. પોલીસે પ્રેમી સામે દુષપ્રેરણા ગુનો નોંધયો હતો. સુસાઈડ નોટના આધારે ગુનો નોંધાયો હતો. સીંગણપોર પોલીસે સાથી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી. પોલીસે પ્રશાંત ભોંયની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
વેક્સીન લેવડાવવા માટે કરોડો લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર વડાપ્રધાને માફી મંગાવી જોઈએ : રચનાબેન હીરપરા
દેશની જનતા નાં આરોગ્ય નાં જોખમે ભાજપે ઈલેકટોરલ બોન્ડ નાં નામે કરોડો રૂપિયા ઉઘરાવી, વેક્સીન કંપનીને અબજો નો ફાયદો કરાવી આપ્યો : રચના હીરપરા
વેક્સીન બાબતે મારો વિરોધ કરનારા હવે શું વડાપ્રધાન પાસેથી માફી મંગાવશે? : રચના હીરપરા નો વેધક સવાલ
કોરોનાકાળ માં વેક્સીન બનાવનારી કંપની કોવિશિલ્ડ એ ગતરોજ કોર્ટ માં કબુલ્યું કે એમની વેક્સીન થી લોકોને આડ અસર થઇ છે, લોહીનાં ગઠ્ઠા જામે છે જેને લીધે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક જેવી બીમારી લોકોમાં ઘર કરી ગઈ છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટી નાં કોર્પોરેટર અને સુરત મનપા વિપક્ષ દંડક રચનાબેન હીરપરા એ આજે જણાવ્યું હતું કે, આ જ બાબતે મેં આશરે 5-6 મહિના પહેલા ઓક્ટોબર માસ માં મળેલી પાલિકા ની માસિક સાધારણ સભા માં મુદ્દો ઉઠાવ્ય
રણબીર કપૂરનાં કાર્યક્રમ માં લોકો એક બીજા પર પડ્યા 20 જણ ઇજાગ્રસ્ત બન્યા
રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના એરપોર્ટ રવાના
રણબીર ને જોવા આવેલા લોકોના ધસારા ને લીધે લોખંડના બેરિકેડિંગ તૂટ્યા લોકો એકની ઉપર એક પડ્યા
પોલીસ અને પ્રાઇવેટ ગાર્ડ સિક્યોરિટી માં હતા
કોઈ અપ્રિય ઘટના બને અને પોલીસ તપાસમાં ફસાવું ન પડે એ જોતાં રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના એરપોર્ટ રવાના
સુરતના અડાજણ વિસ્તારની ઘટના. ગરીબ લોકો પર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓનો અત્યાચાર. દબાણ હટાવવા ગયેલી ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડી થી ફટકારી. મહિલાઓની લારી ટેમ્પામાં ચડાવતા મહિલા પણ ટેમ્પામાં ચડી ગઈ. એસએમસીની મહિલા કર્મચારીઓએ ફ્રુટ વેચનાર મહિલાઓને માર્યો લાકડીથી માર. એક મહિલાને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ
સુરતમાં મિત્રએ જ મિત્રની મોપેડમાંથી ૨.૪૫ લાખની કિમતનું સોનાનું બ્રેસલેટ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ચોરી કરનાર મિત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ મિત્ર મોપેડ માંથી બ્રેસલેટની ચોરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે
મળતી માહિતી મુજબ સુરતના સીમાડાગામ જય ભવાની સોસાયટી પાસે રહેતા નિકુંજભાઈ કુરજીભાઈ વિરાણી જોબવર્કના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓની મોપેડ સીમાડા ગામ રોયલ પ્લાઝાના પાર્કિંગમાં હતી તે દરમ્યાન મોપેડમાંથી ૪૦.૫૫૦ ગ્રામનું ૨.૪૫ લાખનું સોનાના બ્રેસલેટની ચોરી થઇ હતી બ્રેસલેટ મોપેડની ડીક્કીમાં હતું તે દરમ્યાન ચોરી થયું હતું. આ મામલે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા મોપેડમાંથી તેનો મિત્ર મોહિત અરવિંદભાઈ કોલડિયા ચોરી કરતા નજરે ચડયો હતો. ગત ૨જી એપ્રિલના રોજ આ ઘટના બની હતી
તાનાશાહી શાસકો નાં રાજ માં ડૉ.બાબાસાહેબ આંબેડકર ને ફુલહાર અર્પણ કરવું પણ ગુનો છે : મહેન્દ્રભાઈ નાવડિયા
મને ડૉ. આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર કરતો રોકવો એ બાબાસાહેબ નું ઘોર અપમાન : મહેન્દ્ર નાવડિયા
આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા ને આજે કતારગામ પોલીસ દ્વારા સવારે તેમના ઘરે થી ડિટેઇન કરવામાં આવતા ઉગ્ર પ્રત્યાઘાત આપતાં મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, આજરોજ 14 એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે હું નિત્ય ક્રમ પતાવી સોસાયટી માંથી બહાર નીકળ્યો ત્યારે કતારગામ ડી-સ્ટાફ નાં જવાનો દ્વારા મને અટકાવવામાં આવ્યો હતો. મેં કારણ પૂછ્યું તો જણાવ્યું કે સાહેબ તમને મળવા બોલાવે છે.
ત્યારબાદ મહેન્દ્રભાઈ નાવડિયા ને ડી-સ્ટાફ નાં જવાનો કતારગામ પોલીસ સ્ટેશન લઇ ગયાં હતાં. ત્યાં હાજર અધિકારી ને પૂછતાં જવાબ મળ્યો કે તમને ડૉ. બાબાસાહેબ આંબેડકર ન