Pratikriya News

Pratikriya News The official page of pratikriya news gujarati newspaper. pratikriya news bharuch's leading news media
satyamev jayate
KARAN ROHIT. BHARUCH. ONLY TRUTH �

CHIEF EDITOR OF PRATIKRIYA NEWS. YouTube : https://youtube.com/channel/UC553uoXNU-zQAdQ-zknBwOQ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બંને બાજુ જાળી લગાવવાની માંગ કરવામાં આવી.ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવ...
12/06/2024

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બંને બાજુ જાળી લગાવવાની માંગ કરવામાં આવી.

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકર દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી છે.

ભરૂચના સામાજીક કાર્યકર યોગી પટેલે આ બાબતે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના 22 અને આત્મહત્યાના પ્રયાસના અત્યાર સુધી 17 જેટલા બનાવ બન્યા છે ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે

ટીડીપી પ્રમુખ એન. ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
12/06/2024

ટીડીપી પ્રમુખ એન. ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

ભરૂચમાં ફાયર એનઓસી વિનાનું ભાજપ કાર્યાલય સળગી ઉઠતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો.ભરૂચ જિલ્લા ભાજપાએ નરેન્દ્ર મોદી ત્રી...
11/06/2024

ભરૂચમાં ફાયર એનઓસી વિનાનું ભાજપ કાર્યાલય સળગી ઉઠતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો.

ભરૂચ જિલ્લા ભાજપાએ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરતા તેની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડી વધામણી કરતા તેજ સમયે કસક ભાજપા કાર્યાલય ખાતે પણ આગ લાગી ગઈ હતી.આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા.
અને આગ પર કાબૂ મેળવ્યો હતો..આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે

નરેન્દ્ર મોદીએ 9 જૂન, રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જવાહરલાલ નેહરુ પછી આવું કરનાર તેઓ બીજા ...
09/06/2024

નરેન્દ્ર મોદીએ 9 જૂન, રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જવાહરલાલ નેહરુ પછી આવું કરનાર તેઓ બીજા પીએમ બન્યા છે.

મારા જીવનની દરેક ક્ષણ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા ભારતના બંધારણના મહાન મૂલ્યોને સમર્પિત છે.  આ આપણું બંધા...
08/06/2024

મારા જીવનની દરેક ક્ષણ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલા ભારતના બંધારણના મહાન મૂલ્યોને સમર્પિત છે. આ આપણું બંધારણ જ છે, જેના કારણે ગરીબ અને પછાત પરિવારમાં જન્મેલા મારા જેવા વ્યક્તિને પણ દેશની સેવા કરવાની તક મળી છે. આ આપણું બંધારણ છે, જેના કારણે આજે કરોડો દેશવાસીઓને આશા, શક્તિ અને ગૌરવપૂર્ણ જીવન મળી રહ્યું છે. - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે સાંજે 6 વાગ્યે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે.
07/06/2024

નરેન્દ્ર મોદી 9 જૂન, રવિવારે સાંજે 6 વાગ્યે ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે.

સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી સુરત શહેરમાં નદી, તળાવ, નહેર કે, દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકયો.ડૂબી જવાથી મો...
06/06/2024

સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી સુરત શહેરમાં નદી, તળાવ, નહેર કે, દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકયો.

ડૂબી જવાથી મોતની વધતી ઘટનાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો.

આ જાહેરનામુ 7 જૂનથી 31 જુલાઈ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

06/06/2024

ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલા કોન્સ્ટેબલે કંગના રનૌતને તમાચો માર્યો.

CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે ખેડૂતોને ખાલિસ્તાની કહેવા બદલ ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને તમાચો માર્યો.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દિલ્હીમાં ચાલી રહેલા ચૂંટણી અભિયાન બાદ બુધવારે  એનડીએની બેઠક સમાપ્ત થઈ હતી.  આ બેઠકમાં એનડીએ...
05/06/2024

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દિલ્હીમાં ચાલી રહેલા ચૂંટણી અભિયાન બાદ બુધવારે એનડીએની બેઠક સમાપ્ત થઈ હતી. આ બેઠકમાં એનડીએના તમામ પક્ષોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને સમર્થનનો પત્ર સોંપ્યો છે. અહેવાલો અનુસાર, હવે 7 જૂને NDA સાંસદોની બેઠક બાદ તમામ સહયોગી દળો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.

05/06/2024

UP : વારાણસી ચૂંટણી પરિણામો 2024 .PM નરેન્દ્ર મોદી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી જીત્યા હતા –  વડા પ્રધાન ય...
04/06/2024

UP : વારાણસી ચૂંટણી પરિણામો 2024 .

PM નરેન્દ્ર મોદી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી જીત્યા હતા – વડા પ્રધાન યુપીમાંથી સાંસદ તરીકે તેમની ત્રીજી ટર્મ ચાલુ રાખશે.

વડાપ્રધાને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયને 1,52,513 મતોથી હરાવ્યા. પીએમ મોદીએ 612970 (54.24%) મત મેળવ્યા જ્યારે રાયને 460457 (40.74%) મત મળ્યા.

બનાસકાંઠામાં કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે ભાજપનાં રેખાબેન ચૌધરીને પરાજિત કર્યાં : બનાસકાંઠા બેઠક પર જીતના માર્જિન કરતા નોટ...
04/06/2024

બનાસકાંઠામાં કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરે ભાજપનાં રેખાબેન ચૌધરીને પરાજિત કર્યાં : બનાસકાંઠા બેઠક પર જીતના માર્જિન કરતા નોટાને વધુ મત મળ્યા.

*ભરૂચ બેઠક પર મનસુખ ભાઈ વસાવા સતત સાતમી વાર વિજેતા**મનસુખભાઇ વસાવા 80 હજાર મત થી જીત્યા*
04/06/2024

*ભરૂચ બેઠક પર મનસુખ ભાઈ વસાવા સતત સાતમી વાર વિજેતા*

*મનસુખભાઇ વસાવા 80 હજાર મત થી જીત્યા*

*ભરૂચ લોકસભા ચૂંટણી ૨૦૨૪* 📌 *રાઉન્ડ 16*ચૈતર વસાવા:- 4,12,475મનસુખ વસાવા :-5,13,477Nota : 18528ભરૂચ લોકસભાની બેઠક પરથી ભા...
04/06/2024

*ભરૂચ લોકસભા ચૂંટણી ૨૦૨૪* 📌

*રાઉન્ડ 16*

ચૈતર વસાવા:- 4,12,475

મનસુખ વસાવા :-5,13,477

Nota : 18528

ભરૂચ લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 1,01,002 મતોથી આગળ

04/06/2024

રાજકોટ લોકસભા બેઠક પર પરશોત્તમ રૂપાલાની જીત; કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ સ્વીકારી હાર

04/06/2024

રાઉન્ડ 9 :
મનસુખભાઈ વસાવા 70000 મત થી આગળ.

રાઉન્ડ 10 :
મનસુખભાઈ વસાવા 87628 મત થી આગળ.

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલાજ અમૂલ દૂધના ભાવમાં વધારો.અમુલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં ...
03/06/2024

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલાજ અમૂલ દૂધના ભાવમાં વધારો.

અમુલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજ સવારથી અમૂલ દૂધના નવા ભાવ લાગુ.

એટલે કે 64 રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચુકવવા પડશે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 રૂપિયા કરવામાં આવ્યા છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધારી 30 રૂપિયા કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી જ ફાયર NOC વિનાની.ભરૂચ કલેકટર ઓફિસ ની ખૂબ મોટી લાપરવાહી.મોટા ભાગના ફાયાર સેફ્ટીનાં સાધનો એકસપાય...
01/06/2024

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી જ ફાયર NOC વિનાની.

ભરૂચ કલેકટર ઓફિસ ની ખૂબ મોટી લાપરવાહી.

મોટા ભાગના ફાયાર સેફ્ટીનાં સાધનો એકસપાયરી ડેટ વાળા જોવા મળ્યા.

ફાયર સેફ્ટી માટેની પાણી ની પાઇપલાઇન કટાયેલી અને જોઇન્ટ વિનાની જોવા મળી.

પાલિકાના ફાયર ઓફિસરે સ્થળ નિરીક્ષણ કરીને R &B વિભાગ ને કલેકટર કચેરીની ફાયર NOC લેવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે.

Vadodara : તરસાલી વુડાના મકાનમાં પી.સી.બીની ટીમે દરોડો પાડી જમીનમાં સંતાડેલો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો.વડોદ...
30/05/2024

Vadodara : તરસાલી વુડાના મકાનમાં પી.સી.બીની ટીમે દરોડો પાડી જમીનમાં સંતાડેલો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા સાંઇનાથ કોમ્પલેક્ષ વુડાના મકાનમાં રહેતો બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ ઇંગ્લીશ દારૂનો ધંધો કરતો હોવાની માહિતી વડોદરા પી.સી.બીની ટીમને મળી હતી.જમીનમાં સંતાડેલો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી બે મહિલાઓની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કર્યા છે.

જેથી પોલીસે જમીનની નીચે છુપાવી રાખેલો જુદી જુદી બ્રાન્ડનો રૂ. 2,30,800ની કિંમતનો વિદેશી દારુ તથા બીયરનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

27/05/2024

રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટના અંગે મોટી કાર્યવાહી.

રાજ્ય સરકારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોષી સસ્પેન્ડ

આસિસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી પણ સસ્પેન્ડ, R&Bના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આર.સુમા સસ્પેન્ડ

R&Bના તત્કાલિન મદદનીશ ઈજનેર પારસ કોઠીયા સસ્પેન્ડ, PI વી.આર.પટેલ અને PI એન.આઈ. રાઠોડ સસ્પેન્ડ.

રાજકોટ આગની ઘટનાની આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.  આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાને ફટકાર લગાવી હતી.હાઈ...
27/05/2024

રાજકોટ આગની ઘટનાની આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાને ફટકાર લગાવી હતી.

હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા પાસે ખુલાસો માંગ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાએ કોર્ટમાં કબૂલ્યું હતું કે હા, આ મુદ્દે અમારી મંજૂરી લેવામાં આવી ન હતી. તેના પર હાઈકોર્ટે પૂછ્યું કે શું તમે અંધ બની ગયા હતા.આ 4 વર્ષથી ચાલતું હતું તો શું તમે ઊંઘી ગયા હતા? તમે અને તમારા અનુયાયીઓ શું કરો છો? કેટલાક અધિકારીઓ ગેમ ઝોનમાં જતા હોવાની તસ્વીર સામે આવતાં હાઈકોર્ટે કહ્યું કે કોણ હતા તે અધિકારીઓ જેઓ ત્યાં રમવા ગયા હતા...?

રાજકોટ TRP ગેમ ઝોનમાં ભયાનક આગ.રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે અત્યાર સુધીમાં ૨૨ મૃતદેહ મળ્યા. મૃત્યુઆંક હજુ વધવાની આ...
25/05/2024

રાજકોટ TRP ગેમ ઝોનમાં ભયાનક આગ.

રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે અત્યાર સુધીમાં ૨૨ મૃતદેહ મળ્યા. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા .

ગુજરાતના તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોન ચર્ચા કરી વિગતો મેળવી.

ગુજરાતના વડોદરામાં કાળઝાળ ગરમીથી ૨૪ કલાક માં ૩ જણ ના મોત.VIP રોડ ખાતે રહેતા 77 વર્ષીય કિશન દીધેનું ડીહાઇડ્રેશન અને લુ લા...
23/05/2024

ગુજરાતના વડોદરામાં કાળઝાળ ગરમીથી ૨૪ કલાક માં ૩ જણ ના મોત.

VIP રોડ ખાતે રહેતા 77 વર્ષીય કિશન દીધેનું ડીહાઇડ્રેશન અને લુ લાગ્યા બાદ મોત.

વાઘોડિયાના 39 વર્ષીય જગદીશ પટેલનું ગભરામણ બાદ મોત.

માંજલપુર ના 62 વર્ષીય કરશન પરમારનું વોમિટિંગ બાદ હાર્ટ એટેક આવતા મોત.

વડોદરામાં છેલ્લા 5 દિવસમાં 19 લોકોએ ગરમીને લઈ જીવ ગુમાવ્યા છે,તો છેલ્લા 24 કલાકમાં વધુ 3 લોકોના મોત થયા છે.

હીટવેવના પગલે વડોદરામાં બપોરે ૧૨ થી ૪ કલાક સુધી બાંધકામ શ્રમિકોને કામમાંથી મુકિત.વડોદરામાં હીટવેવ સંબંધે જરૂરી તકેદારીના...
23/05/2024

હીટવેવના પગલે વડોદરામાં બપોરે ૧૨ થી ૪ કલાક સુધી બાંધકામ શ્રમિકોને કામમાંથી મુકિત.

વડોદરામાં હીટવેવ સંબંધે જરૂરી તકેદારીના ભાગરૂપે બાંધકામ શ્રમિકોને બપોરે કામમાંથી મુક્તિ આપવા માટે સૂચના આપવામાં આવી છે. મહેસૂલ વિભાગના રાહત નિયામક અને નાયબ સચિવશ્રીએ એક મહત્વનો પરિપત્ર જાહેર કરીને જિલ્લામાં બાંધકામ શ્રમિકોને બપોરે ૧૨ થી ૪ કલાક સુધી કામમાંથી મુક્તિ આપવા માટે સૂચના આપી છે.

પરિપત્ર મુજબ જિલ્લામાં હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ, મનરેગા સાઇટ તથા અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય તે તમામ સાઈટ પર બપોરે ૧૨ થી ૪ કલાક સુધી કામગીરી લેવામાં ન આવે તથા આ સમય બાબતે તેઓનું વેતન કપાત કરવામાં ન આવે, શ્રમિકોને હીટ સ્ટ્રોકથી બચાવ માટેના તમામ જરૂરી પગલાં લેવા અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે RTOના ધક્કા ખાવામાંથી મુક્તિ.સરકારે ડ્રાઈવિંગ લાયસન્સને લઈને નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ર...
22/05/2024

ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે RTOના ધક્કા ખાવામાંથી મુક્તિ.

સરકારે ડ્રાઈવિંગ લાયસન્સને લઈને નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે 1 જૂન, 2024 થી લોકો તેમની ડ્રાઇવિંગ ટેસ્ટ ખાનગી ડ્રાઇવિંગ શાળાઓમાં આપી શકશે.

વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે.ધોરણ 10 અને 12 ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમ...
18/05/2024

વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે.

ધોરણ 10 અને 12 ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા ઘસારો રહે છે.જે બાદ કલેકટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વાર ચર્ચામાં.સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અનેક આક્ષેપો કર્યા .મનસુખ વસા...
17/05/2024

ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વાર ચર્ચામાં.

સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અનેક આક્ષેપો કર્યા .

મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે તોડ ફોડ અને અધિકારીઓ અને કર્મચારીઓને ધાક ધમકી આપવાના ગંભીર આરોપો લગાવ્યા .

મનસુખ વસાવા કોઈ પદ પર નહિ દેડિયાપાડાના નાગરિક નહિ ક્યાં હોદ્દાની રુહે ખુરશીમાં બેઠા : ચૈતર વસાવા

દેડિયાપાડા તાલુકા પંચાયત બહાર ભારે ભીડ વચ્ચે ચૈતર વસાવા અન્ય વિપક્ષી સભ્યો અને તેમના સમર્થકો સાથે હાજર હતા.

આપ અને ભાજપના બંને ઉમેદવારો તાલુકા પંચાયત ખાતે સમર્થકોના ટોળા લઇ પોહચતા પોલીસ પણ ખડેપગે.

બધાને શું કરવા મનસુખ વસાવાએ દેડિયાપાડા બોલાવ્યા છે. એમને બહાર બોલાવો, TDO ને પણ બોલાવો, ચોખવટ કરાવોનો સુર વ્યક્ત કરી હાજર પોલીસ પણ તેઓ સાથે હોવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે મનસુખ વસાવા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આવતા જ બહાર રહેલા ચૈતર વસાવા અને તેમના સમર્થકોની હાજરીમાં સામ સામે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.બંને એ એકબીજા પર આક્ષેપો લગાવ્યા.

16/05/2024

વડોદરા ની જેમ હવે સુરત માં પણ સ્માર્ટ મીટર નો વિરોધ..

સુરતમાં DGVCLએ લગાવેલા સ્માર્ટ મીટરનો વિરોધ.

ખૂબ મોટા પ્રમાણમાં બિલ આવ્યું હોવાથી વિરોધ.

સુરત થી વિધિ કરવા આવેલ 10 વ્યક્તિઓ પૈકી 7 વ્યક્તિઓ નર્મદા નદીમાં ડૂબ્યા. જેને પગલે ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ...
14/05/2024

સુરત થી વિધિ કરવા આવેલ 10 વ્યક્તિઓ પૈકી 7 વ્યક્તિઓ નર્મદા નદીમાં ડૂબ્યા.

જેને પગલે ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ ની મદદ થી શોધખોળ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ ઘટના અંગે ની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.

પરિવાર સુરત થી વિધિ કરવા અર્થે પોઇચા ખાતે આવ્યો હતો. ત્યારે પરિવાર ના 10 વ્યક્તિઓ પૈકી 3 બાળકો અને અન્ય 4 મોટા વ્યક્તિઓ મળી કુલ 7 લોકો ગુમ
થયા હોવાનું જાણવા મળ્યું છે.

લોકસભા ચૂંટણીનું આજે ચોથા તબક્કાનું મતદાન શરૂ.આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ઉલ્લેખન...
13/05/2024

લોકસભા ચૂંટણીનું આજે ચોથા તબક્કાનું મતદાન શરૂ.

આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આજે કુલ 1,717 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.

ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

Address

Kasak
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Pratikriya News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pratikriya News:

Videos

Share